Daily Archives: જાન્યુઆરી 20, 2016

બાપુને ઘીના ડબા વહમાં પડ્યા .

GreatGrandSon

 

દેશીંગામાં  હરીશંકર  કેશવજી માસ્તર હતા  . આ વાત  લગભગ  80  વરસ પહેલાની  છે  . એક ચોખવટ કરું છું કે  બાપુ  ફક્ત  રાજપૂત ગરસીયાનેજ કહેવાય એવું નથી  . એવી રીતે દરબાર પણ  એકલા રાજપૂત ગરાસીયા નથી હોતા  દેશીંગાનાં  દરબાર બાબી મુસલમાન  હતા  . દેશીંગા નજીકના ગામ સરાડીયાનાં  દરબાર  ભાટ  હતા  . મારા  ગ્રેટ ગ્રાન્ડ ફાધર  કાનજી બાપાને  ચોરને મારી નાખવા  બદલ  દરબારે  ગરાસની  જમીન  આપેલી એટલે કાન્જીબાપા પણ દરબાર કહેવાતા  કાના બાપા  રબારીને ગ્રસની જ્મીજ હતી એટલે એ પણ દરબાર હતા  . દેશીંગા નજીકના ગામ  કન્ટોલ ગામના સૈયદ  જાતિના  મુસલમાન હતા  .
દેશીગામાં  પાંચ ધોરણ સુધીનીજ  સ્કુલ હોવાથી  વધુ ભણવું હોય તો  નજીકના ગામ મરમઠ  જવું પડતું  હરીશંકર  માસ્તરનો દીકરો ત્રમ્બક મારી સાથે  મરમઠ ભણવા આવતો  . સાંજે વાળું  પાણી કરીને  અમો કેટલાક છોકરાઓ  હરીશંકર  માસ્તરની વાતો સાંભળવા  એમને ઘરે જતા  . હું સવજી  ભાઈ દેસાઈ  . દોસ્ત મામદ મકરાણીનો  દીકરો અબો  ટીડીયો  રબારી  રુઘો  .  વગેરે  ટીડીયો  દૂધનું બોઘરુંભરી લાવે  રુઘો ચા ખાંડ લઇ આવે સવજી ભાઈ  રુઘાને થોડા પૈસા આપે  . હું પોલીસ પટેલનો દીકરો એટલે    ટીડીયો  દૂધ લઇ આવે એમાં મારો ભાગ પણ  આવી જાય  હું ચા પીયુ નહી  એટલે    ખાંડ નાખેલું    એકલુ  દૂધ પી  લઉં  એકલા દુધનો ચા બને  પાણીનું એક ટીપું પણ નાખવાનું નહી  . ત્રમ્બ્કની મા  અમને કહે હવે તમે તમારા સાહેબને વાતુએ  ચડાવો એટલે હું નિરાતે રસોઈ કરી શકું  .  પછી અમે  સાબને કહીએ કે  કે સાબ હવે કોક વાત થાવા દ્યો  .  . પછી સાબ ખોંખારો  બોખારો ખાઈને  બાયું ચડાવીને  વાત માંડે  .  હરીશંકર માસ્તરનું મૂળ ગામ  કોટડા સાંગાણી
એક  દરબારને  કોઈકે બાતમી આપી કે બાપુ  આ નાગા અરજણનાં  ખેતરમાં  રબારીએ રાતવાસો કર્યો છે  એના ઝુંપડામાં  ઘીના ડબા છે  ,  ઝુંપડામાં  બે બાય્ડીયું અને એક એનો  80  વરસનો  સસરો  છે  . .  એટલે બાપુ જો અડફ થાતી હોય તો  ઘીના દબા હાથ વગા કરી લઈએ આંકડે મધ  જેવું  છે  . અને બાપુને  ચાનક ચડી  અને બાપુ ઘોડા ઉપર સવાર થયા    .  સોપો પડી ગયો હતો અને બાપુ ઉપડ્યા  બે સાથી દાર ભેગા લીધા  છાપરાથી થોડે દુર  ઘોડી  ઉભી  રાખી  સાથી દારોને કીધું કે હું બોલાવું ત્યારે    તમે  આવજો  .  બાપુની કમરે તલવાર હતી।  બાપુ ઝુપડા પાસે પુગ્યા  ખખડાટ  થયો  . અને ખખડ ધજ  દોહો સરાન્થો લઈને ઉભો થયો  ‘ રબારણો પણ ગોબા લઈને  હુમલો કરવા  તૈયાર  થઇ  ગયું  . બાપુ જેવા ધુક્ડા  ગયા એટલે  ડોહાએ સરેન્થો  બાપુને  ઉભા મોરનો દીધો  . એટલામાતો કાલીમા જેવિયું રબારણો  ગોબા લઈને બાપુ ઉપર તૂટી પડ્યું  અને બાપુએ  મરણ  ચીસ  નાખી  એ હું દરબાર છું  . દોહો બોલ્યો સોકરીયું આતો દરબાર છે  .  . હવે મારતી નહિ  .  ઘોડી પાસે બાપુએ ઉભારાખ્યા હતા  ઈટો ઘોડીને રેઢી મુકીને ભાગી ગયા  એટલે દુહાઈ અને તેની પુત્ર વધૂઓ  એ    બાપુને ઝોળીમાં નાખી  ગઢ  બેગા કર્યા  .
કોઈ એક દરબાર ગઢમાં  ગધેડી વિયાણી  કોઈ ગોલાએ બાપુને  વાત  કરીકે  બાપુ ગઢમાં ગધેડી વિયાણી છે હું કુંભારને બોલાવી લાવું એટલે ગધેડી લઇ જાય બાપુ બોલ્યા  એલા ઈને દોહી લે  ઇના ખીરાની બળી બનાવીને હું ખાઈ લઉં પછી  પછી કુંભારને  બોલાવજે પછી ભલે ગધેડી લઇ જતો  .