Daily Archives: જાન્યુઆરી 14, 2016

તોરીયે ત્રણ નર તારીયા સાસતીયો , સધિર . જેસલ જગનો ચોરટો ઈને પળમાં કીધો પીર

DSCN0800

દુનિયામાં  ઘણા  religion  પ્રવર્તે છે  . અને પ્રત્યેક religion માં અનેક ફાંટાઓ છે  .આપણેસ્વામી નારાયણ  સંપ્રદાય જોઈએ તો એમાં પણ  મને ખબર  છે ત્યાં સુધી ચાર ફાંટાઓ છે  .  પાક કુરાને શરીફમાં  અલ્લાહ તાલાએ  ચોક્ખું લખ્યું છે કે  જે હજરત  મહમદ  છે  એ  મારો છેલ્લો  રસુલ  છે  . એટલે હવે હું  કોઈ પેગંબર  એટલેકે રસુલ મોક્લવાનો નથી  . તે છતાં  પંજાબ (ભારત)  નાં ગુરુદાસપુર  જીલ્લાના  કાદિયાન શહેરમાં    આજથી સવાસોએક વરસ પહેલા  એક સૈયદ  ગુલામ એહમદ નામની  વ્યક્તિએ  દાવો કર્યો કે  હવે હું પેગંબર છું ,  અને  મને સહુએ  અનુસરવું  સૈયદ ગુલામ એહમદ  સાહેબે વધારામાં એમ કીધું કે  હિંદુ ધર્મ શાસ્ત્રોમાં  જે ભગવાનનો દસમો અવતાર  થવાની વાત લખી છે  . એ હું  દસમો અવતાર છું  . કોઈ શાયરે કીધું છે કે  हज़ारो ख़िज़्र पैदा  करचुकी है नस्ल आदमकी  ,ये तस्लीम  . लेकिन आदमी अब तक भटकता है  .    દુનિયામાં હિંદુ  ઓમાં  સ્ત્રીને  પરમેશ્વરની  સમાન ગણી લીધી છે  . નવ દુર્ગાઓ કહેવાય છે  .એ બધી સ્ત્રીઓજ છે  અને તે બહુજ શક્તિ શાળી છે એમ મનાય છે  એક અંબાજી જુવો  તો એના હાથોમાં  તલવાર  , ત્રિશુલ  ,  ચક્ર  વગેરે આયુધો છે  .  અને એને દુષ્ટોનો સંહાર  કરનારી કલ્પી છે  . એનું વાહન વાઘ છે  .  દુર્ગા ઉર્ફે કાળી જુવો  દૈત્યોના  લોહી પીનારી કલ્પી છે  . અને હાલ  તેને તેના ઉપાસકો  બકરા ,  ઘેટા  , પાડાનો ભોગ ધરાવે છે  . સ્ત્રી શક્તિ તોરલ નો ઈતિહાસ તો આપ જાણો છો  .
મનેતો  સ્ત્રી ઓ ઉપર ઘણું માન છે  . અને મારી આવડત  મારી  . બુદ્ધિ  મારી શારીરિક શક્તિનું ઘડતર  કરનાર સ્ત્રી છે એવું હું દૃઢ પણે  માનું છું  .  મારી મા જનેતાથી માંડીને  મારી બહેન  મારી પત્ની  અને જે  સ્ત્રીઓના હાથ નીચે મેં કામ કર્યું છે  . અને જે સ્ત્રઓએ મારા હાથ નીચે કામ કર્યું છે  .  અને જે જે સ્ત્રીઓના પરિચયમાં હું આવેલો છું  . એવી દરેક  સ્ત્રી ઓએ મારા વિકાસમાં  પુષ્કળ ફાળો આપ્યો છે  . એવું હું દૃઢ પણે માનું છું  . મારા ભાઈની પત્ની એલીઝાબેથ  મારા દીકરાઓની પત્ની ઓએ  મને ઘણું શીખવ્યું છે  . મને ઈંગ્લીશ  સાધારણ  બોલતા આવડે છે  . એ મને ભાઈ દીકરાઓની પત્નીઓ  અને સાથે કામ કરનારી  સ્ત્રિઓએજ  સ્ત્રિઓએજ  શીખવ્યું છે  . મારી ઘણી અમેરિકન સ્ત્રીઓ મિત્ર છે જે નાં ઉપર મને  મારી બેન  ,પુત્રી।  પૌત્રી જેટલો પ્રેમ છે પણ  અમેરિકન સ્ત્રીઓને  હું માશુક પણ કહું છું જેમ સુફી લોકો  ખુદાને માશુક કહે છે  .  અને અમેરિકન છોકરીઓને મને માશુક કહેવી બહુ ગમે છે  . આવી માશૂકો માટે મેં ઘણી  શેર શાયરી બનાવી છે  . જેવી કે
माहजबीं  माशुकने ऐसतो जादू किया
परीशाँ गेंसुं वालीने  खुदा भुला दिया  .
બ્લોગમાં  મારા પ્રવેશ પછી  શ્રીમતી પ્રજ્ઞા વ્યાસ , વિમળા ગોહિલ જેવી ઘણી બહેનોએ મને ઉત્સાહ  આપ્યો છે  . પ્રજ્ઞા બેન  પાસેથી મને  ઉર્દુ વિષે ઘણી જાણ કારી મળી છે  .
હું  અપ સ્ટેટ ન્યુ યોર્ક  મારા ભાઈ સાથે  રહેતો હતો ત્યારે  મને એક 75 વર્ષની બેન અને એક 26 વરસની  છોકરીનો પરિચય થયો  . હું ઘણી વખત  ઘરથી અઢી  દુર આવેલા સ્ટોરમાં ચાલીને જતો  . એક વખત  પંચોતેર  વરસની  બેન પોતાના દીકરાનું વહુની  કારમાં બેસીને  જઈ રહી હતી  મને ચાલતો જોઇને  દીકરાની વહુને કીધું  . આમને કારમાં લઈલે હું કારમાં બેઠો  ત્યારે  એણે એના દીકરાનું વહુને કીધું  .  આ માણસને  તું જ્યારે  ચાલતો જો  ત્યારે  તો
તું એને અવશ્ય રાઈડ આપજે  .  છવ્વીસ વરસની  છોકરીએ  રાઈડ આપી અને એણે મને પોતાનો ફોન નમ્બર  આપ્યો મને કીધું કે  તમારે જ્યારે રાઈડની જરૂર  પડે ત્યારે મને ફોન કરજો  હું નોકરી કરતી નથી મારી દીકરીની  મારા પતિની  અને ઘરની કાળજી રાખું છું  .
હમણાં થોડા દિવસ પહેલાં ડેવિડ અને એના કુટુંબ સાથે  મા  ખરીદી કરવા ગએલો હું સ્ટોરની અંદર  ન જતા પ્રવેશ દ્વાર  અંદર  બાંકડા  ઉપર  બેઠો હતો  . આ વખતે  એક જુવાન છોકરી સ્ટોરમાં  પ્રવેશી મને જોઇને એ મારી સામે  હસી  અને પછી સ્ટોરમાં ગઈ  અને ખરીદી કરીને પ;આછી આવી ત્યારે  મને એક ચોકલેટનું પેકેટ આપતી ગઈ  .  આ દેશમાં  છોકરીઓને  હાસ્ય વેરવું એ સામાન્ય વાત છે. પણ મને કોઈ જાતની ઓળખાણ વગર  મને ચોકલેટનું પેકેટ  આપ્યું એ નવાઈ કહેવાય  ડેવિડે મને કીધું કે દાદા  આ છોકરી  બાબત તમે આતાવાણીમાં જરૂર લખજો એટલે ડેવિડની ફરમાઇશ થી  આ પ્રસંગ હું આતા વાણી માં લખું છું  .
હસત મુખાં ને હેતાળવા વાલપથી વાતું કરે
ઈને પ્રભુ ન માંદી  પાડજે  મર હસતી હસાવતી ફરે
મને વર્ષો  પહેલા  એક ઝઘડાળું બેન  અમદાવાદની વાડીલાલ  સારાભાઈની  હોસ્પીટલમાં  ભટકાણા  આ બેને  આખો બાંકડો  રોકેલો  કોળીને એડ બાંકડા ઉપર બેસવા ન દે મારી આગળ એક સ્જ્જ્નેદ ફરિયાદ કરી હું એ બેનને વિવેકથી સમજાવવા માંડ્યો  બેન મારા ઉપર  ગુસ્સે થઇ ગયા  અને મને માં બેન સમાણી ગાળો દેવાલાગ્યા    મને એવું લાગ્યું કે નાં બેન  સીધી રીતે નહી માને  એટલે મેં સ્ત્રી શક્તિના  પુજારીને  ગુસ્સો ચડ્યો અને ન છૂટકે એ બેનને મેં એક  થપ્પડ  મારી એટલે  એ બેન બાંકડા ઉપરથી  નીચે ગબડી પડ્યા  . અને પાછળની  લાઈન વાલાને બેસવાની સગવડ કરી  આપી  . પણ એક સ્ત્રીને  મેં  થપ્પડ  એનો મને બહુ અફ્સોસોસ  અને તે દિવસે મને ખાવાનું ભાવેલું નહી  .પણ મેં એક દોહ્રોતો બનાવીજ નાખ્યો  કે
સોગીયાં ઝાડાં ને  સુગાલ્વાં વડકે  થી વાતું કરે
ઈને વેલો હડકવા હાલજો મર ટાંટીયા  ઘસીને મરે
લ્યો આ તમારી આગળ મેં મારું પાપ પ્રકાશી દીધું  .