Daily Archives: જાન્યુઆરી 13, 2016

मन साफ़ तेरा है या नहीं पुछले जी से , फिर जोभी करना है वोह करले खुशीसे गभरा न किसीसे

_DSC1195

इक ग़ज़ल  आपकी खिदमतमे पेश करता  हुँजो फ़िल्मी गीत  “में दुनियामे हरदम  रोतहि रहा हुँ ” इसी ढंगसे  गाया जा सकेगा
बुतख़ानेमे  जाता हुँ बूत परस्त बूत परस्त  बूत परास्त नही हूँ  बूत शिकन भी  नही हूँ  .
बूत शिकन को  में  साथ कभी देता नही हूँ  ,…..बुतख़ानेमे  १
હું  મંદિરમાં  જાઉં છું  ,પણ  મૂર્તિઓના વસ્ત્રાલંકાર , એનો મેક અપ  જોવા  જાઉં છું  . અને માણસો કે જે દર્શન  કરવા આવ્યાં હોય  એને મળું છું  ,  એમાં ભગવાનની પૂજા થઇ  જાય છે એમ હું  માનું છું એટલે મૂર્તિને ઘીથી મધથી  દુધથી  નવડાવીને  પૂજા કરતો નથી  .પણ મૂર્તિને  તોડી નાખવા  પણ માગતો નથી અને મૂર્તિ  તોડનારાઓને સાથ પણ આપતો નથી  .चरचोमे जाता  हूँ  ईसाई नहीं हूँ ईसाई नही हूँ  ईसाको मानताभि हुँ
दलील बाजीमे कभी उतरता  भी नही हुँ। ….बुतख़ानेमे  २
ભલે હું ક્રિશ્ચિયન નથી પણ  ઇસુ ખ્રિસ્તના સિદ્ધાંતો  મને ગમે છે।  પાડોશી ઉપર પણ પ્રેમ રાખવો  દુશ્મન સાથે પણ દોસ્તીનો હાથ લમ્બાવવો કોઈ તમને મારી જાય  તો એને તમારે  મારવા ન મન્ડવું એને કહેવાનું કે હજી પણ મને માર  દિન દુખિયા  , તિરસ્કૃત થએલાઓને બનતી મદદ કરવી  .  કોઈ ધર્મના ભેદ ભાવ વગર  .  આ  વાતો ઈસુની મને બહુ ગમે છે  ,અને મને દલીલ બાજી  કરવી ગમતી નથી  .
मसज़िदमे जाताहुँ मुसलमान नहीं हुँ मुसलमान नही हुँ बेईमान नही हूँ
शेख ना कहेतो मसाज़िदमे जाता नहीहूँ    भ्फ्ख्ानेमे  ….३
મસાજિદ એટલે મસ્જીદો મસ્જીદનું બહુ વચન  મસ્જીદમાં ન જવું જોઈએ  એમ હું માનતો નથી  .પણ મુલ્લાં  નાં કહે કે તમે મુસલમાન  નથી માટે તમારાથી  મસ્જીદમાં ન અવાય  તો હું ન જાઉં  એની સાથે દલીલમાં ન ઉતરું કે  મસીદ તો અલ્લાહનું ઘર છે  , અને હું પણ અલ્લાએ બનાવેલો માણસ છું ,  ભલે હું મુસલમાન નથી પણ  એનો અર્થ એ નથી કે હું  બે ઈમાન છું  . હું પીરની દરગાહ ઉપર જાઉં છું અને શ્રીફળ વધેરું પણ છું મેં  અજમેર ખ્વાજા શરીફની યાત્રા પણ કરી છે  .
अगियारीमे  मुझको नही जाने देते गबरू  नहीं  जाने देते गबरू वरना ज़रूर  जाता हूँ
अगर जाता तो आतिशका साजिद होता हूँ  ….बुतख़ानेमे  ४
અગિયારી એટલે પારસીલોકોનું પ્રાર્થના સ્થળ  એમાં પારસી સિવાય  બીજા લોકો માટે  પ્રવેશ બંધી છે  . અગિયારી ઉપર મોટા અક્ષરે  લખ્યું હોય છે કે  પારસી  સિવાય કોઈએ અંદર આવવું નહિ  , ગબરુ એટલે પારસી  જો અગિયારીમાં જવાની મનાઈ ન હોત તો હું જરૂર  જાઉં અને જાઉં તો  અગ્નિ દેવને  માથું પણ નમાવીને ઉભો પણ રહું  .
आदर करता सबका किसी एकका नहीं हुँ  किसी एकका नही हूँ  बरख़िलाफ़ नही हूँ
में ददेदिल इंसान हु दरिन्दा नही हूँ  …..बुतख़ानेमे  ५ હું જગતના દરેક ધર્મોને હું માન આપું છું કેમકે દરેક ધર્મોમાં ઘણી બધી  ગ્રહણ કરવા જેવી વાતો હોય છે  . હું દરેક ધર્મોને માન  ની દૃષ્ટિથી  જોઉં છું પણ કોઈ એક ધર્મનો અનુયાયી નથી  . હુંતો  કરુણાથી ભરેલા દિલ વાળો મનુષ્ય છું  હું વાઘ વરુ  સિંહ ચિત્તા  વગેરે હિંસક  પ્રાણી જેવો નથી  .
मुफ़लिस हूँ मगर  मिस्कीन नही हूँ  मिस्कीन नही हुँ हिम्मतसे रहने वाला हूँ
मोतमुव्वलकि ईर्षा कभी करता नही हूँ  …. बुतख़ानेमे  ६
હું ગરીબ જરૂર છું  પણ બિચારો નથી  .  કાળા  નાગની જેમ હિંમતથી  એકલો રહેવા વાળો છું  , હું ધનાઢ્ય  લોકોની ઈર્ષા પણ નથી કરતો
में  ” आताई ”  हूँ कोई अल्लामा नही हूँ  अल्लामा नही हूँ  इल्म चाहताभि हूँ  .
मूतअल्लिम  हूँ  कोई मुअल्लिम  नही हूँ। …बुतख़ानेमे  ७
હું  કોઈ વિદ્વાન કે કોઈ કોલેજમાં  જઈને શીખ્યો નથી  હું આપના જેવા માણસોને પૂછી પૂછીને  હું જે કંઈ જાણું છું એ શીખ્યો છું હું વિદ્યાર્થી છું  શિક્ષક નથી  . લો આજે આપને મારી થોડી વધુ ઓળખાણ આપી  .  જય સોમનાથ