Daily Archives: જાન્યુઆરી 8, 2016

પ્રભાશંકર જોશી અમેરિકા આવ્યા અને ગોરી લલનાથી લગ્ન ગ્રંથીથી જોડાયા .

_DSC0789-cropdurga_4

ભાઈ પ્રભાશંકર  કેન્યા  આફ્રિકાથી  સ્ટુડં ટ વિસા ઉપર  અમેરિકા  ન્યુ જર્સીના  હોબોકેન  શહેરમાં આવ્યા  ,  હોબોકેન  અમેરિકાનું  સૌથી સાંકડું શહેર છે  .  અહીની સ્ટીવંસ  યુ નિ  . માં ભણ્યા  . પછી અપ સ્ટેટ  ન્યુયોર્ક  એક યહુદીની પ્રાઇવેટ  સ્કુલમાં  નોકરીએ રહ્યા  . અહી  એક આઈરીશ  છોકરી  એલીઝાબેથ  સાથે  પરિચયમાં આવ્યા  .  અને  તેના  ગાઢ મિત્ર બન્યા  .  અમુક સમય વીત્યા પછી  એલિઝાબેથે લગ્નનો  પ્રસ્તાવ મુક્યો  . ત્યારે ભાઈએ  જવાબ આપ્યો કે  ભારતમાં  મારા મા અને ભાઈ ભાભીને  અહી  હું તેડાવવા માગું છું  એ લોકો ઈંગ્લીશ જાણતા નથી  . એમને હું  આ દેશમાં સેટપ કરું પછી  આપણે લગ્ન કરીએ  .  એલિઝાબેથે કીધું કે  એ લોકોને આપણે આપણી સાથે રાખીશું  . તારી માને હું મારી મા  ગણીશ અને તારા ભાઈ ભાભીને હું  મારા ભાઈ ભાભી  માનીશ  .  અને પછી હિંદુ વિધિ  થી  લગ્ન કર્યા  , લગ્ન કરાવનાર  ગોર મહારાષ્ટ્રીયન  બ્રાહ્મણ  હતો આ ગોરે  ગાંધીજીના પ્ર પૌત્ર  નાં પણ  લગ્ન કરાવેલા
એલિઝાબેથે એક વખત  પ્રભાશંકરને કીધું કે તારું નામ બહુ લાંબુ છે  મને બોલવામાં  તકલીફ પડે છે  . એટલે તારુંનામ ટૂંકું કરીનાખ  ભાઈએ જવાબ આપ્યોકે મારું નામ હું ટૂંકું  કરવા માગતો નથી  .  દેશમાંથી દિલીપ  અમેરિકા આવે અને ફિલિપ થઇ જાય  . અને દેશીંગા  નો આલો  અહી આવ્યા પછી આલ્બર્ટ  થઇ જાય એ માયલો હું નથી  .  અને છેવટે જોશી તરીકેનું  બોલાવવાનું  નક્કી થયું  .  આ વખતે  એલીઝાબેથ શાકાહારી નોતાં તે ભાઈને  માંસાહાર  કરવા માટે આગ્રહ  કરતા  પણ એનો પ્રયાસ નિષ્ફળ  ગએલો  , ભાઈએ કીધું કે  તું  માંસાહાર  કરે છે એનો મને વિરોધ નથી  પણ તું મને માંસાહાર  કરવાનો આગ્રહ ન કરતી  .પછી  ભાઈ અને એલીઝાબેથ  ભારત આવ્યાં આ વાત પચાસેક વરસ  પહેલાની છે  . ત્યારે દેશીંગામાં  ટોયલેટની  સગવડ  નહી  ઉકરડે જાજરૂ જવું પડે  . એલીઝાબેથનો  આગ્રહ હતોકે  સામાન્ય માણસોની જેમ આપણે બસમાં અને રેલ્વેમાં થર્ડ ક્લાસના  મુસાફરી કરવી છે  , એટલે ભાગ્યેજ ટેક્ષી  કરેલી  .  એક વખત મારા મિત્રની  પત્નીએ  સુરતી ખમણ ખવડાવ્યું  . એલીઝાબેથ  ઓકી ઓકીને  ઢળી પડી  , સુરતી  ખમણ  સાથે એલીઝાબેથનું  છઠ્ઠીનું  ધાવણ નીકળી  ગયું  , પછી ગીરનાર ઉપર પણ ચડ્યા  . બસની મુસાફરી વખતે  લોકોને બસમાં  સળિયા  પકડીને મુસાફરી કરવી પડે પણ  લોકો પોતે સીટ ઉપરથી ઉભા થઈને  વિદેશી મહેમાન  એલિઝાબેથને  બેસવાની સગવડ કરી આપે  . મેં એલિઝાબેથને  ઊંટ ગાડીમાં રાઈડ અપાવેલી  ભેંસ ઉપર સવારી કરાવી  , એલિઝાબેથને  એક અઠવાડિયાની પાડી બહુ ગમે ગએલી  પાડીના નાક ઉપર એલિઝાબેથે  કેટલીએ  બચિયું  કરેલી  , ઘેડનાજમરા ગામે  મારા મિત્ર જયંતી લાલે  તુર્ત દોએલું ગાયનું દૂધ  એલિઝાબેથને  પીવડાવ્યું  .  ભડ  ગામે  મેર સરપંચે  મગફળીના ઓળા ખવડાવ્યા  ,  ભડ માં એક મિત્ર સોનીની દીકરીના  લગ્ન થતાં હતાં ત્યાં  એલિઝાબેથને  ઘરેણા અને સાડી પહેરાવીને ખુબ શણગારી  શણગારેલા બળદ ગાડામાં ભાઈ અને એલિઝાબેથને બેસાડીને  જાન જોડી  ,  અને થોડી રાઈડ આપી    . એલીઝાબેથ તો ખુશ ખુશ  થઇ ગઈ  સાડા ચાર  મહિના  ભારતમાં  જલસા કર્યા  ભારતની મુશ્કેલીઓનો સામનો કરીને बन बन डोली जनक दुलारी पहनके प्रेमकी माला
મને મારા નામને બદલે બ્રધર નું  સમ્બોધન  એલીઝાબેથ અને અને એના સગા વ્હાલા કરતાં  હું એલોકોની શરાબની પ્યાલીઓ સાથે મારા સફરજનના જ્યુસની પ્યાલી ભટકાવી ને  પીવા લાગ્યો  . એલિઝાબેથના આગ્રહથી મને  ફરવા માટે  ભાઈએ મને અમેરિકા તેડાવ્યો  આ વખતે કેનેડાના  મોન્ટ્રીયલ શહેરમાં  વિશ્વ મેળો હતો  તે જોયો અને અમેરિકા ભરમાં  મને જોવા લાયક સ્થળોએ  ફેરવ્યો  આવી રીતે 22 મહિના હું  અમેરિકામાં રોકાણો  અને અઈસલાન્ડ અને ઇંગ્લેન્ડ  થઈને  ભારત આવ્યો હું જ્યારે  અઈસ્લાંડ  થી ઇંગ્લેન્ડ  આવી રહ્યો હતો ત્યારે  ખુબ ધુમ્મસ હતો  .  આ વખતે પ્લેનમાં બેઠા બેઠા એક ઉર્દુ શેઅર બનાવ્યો કે  किस्मतमे था लिखा की दुनयाको देखले  फिर खाकी कफ़न पहन के  पहलेका भेख ले  कसके  कमरको बाँध ले ” हिम्मत ” न हार तू बुल बुल वो भूल जाना बाग़े बहार तू  અને પછી હું  નવરંગપુરા  પોલીસ સ્ટેશનમાં  હાજર થવા ગયો  . મારા દીકરા અને ભાઈએ કીધેલું કે હવે તમે નોકરી ન કરતા અમે તમને ઘર ખરીદી આપીશું  અને તમને પોલીસ ખાતામાં જે પગાર મળે છે એનાથી  બમણો પગાર આપીશું  .  પણ હવે આવી જોખમી નોકરી ન નકરતાં પછે તમને અમે અહી તેડાવી  લઈશું  . પણ પછી  મને ઝાલા  સાહેબ પોલીસ ઈન્સ્પેક્ટરે  મને યુનિફોર્મ  પહેરવા ની નાં પાડી અને બાબુભાઈ ભટ્ટ નામના  ડીએસપીની  ઓફીસના હેડ કલાર્કે મને માંકડ સાહ્ર્બની  પાસે એલ આઈ બી બ્રાન્ચમાં મુક્યો  .  અને મારુતો માં વધી ગયું  હું ફોરેન રીટર્ન  પોલીસ હેડ કોન્સ્ટેબલ  અને મેં પેન્શન મળવા સુધી નોકરી કરી બતાવી અને પછે અમેરિકા આવ્યો  ;  મારી પ્રેમાળ પત્ની  અને આખા બોલી  મારી સાથે નો આવી  કેમકે તેને  અમેરિકાનું ફક્ત નામજ જાણતા હોય  એવા લોકોએ ભાદ્કાવેલી કે ત્યાં માંસ ખાવું પડે દારૂ  પીવો પડે કેમકે ત્યાં ઠંડી બહુ પડે  એટલે  ભાનુંમાંતીએ મને કીધું કે તમે એકલા જાઓ  હું એવા કુગ્રામ દેશકે જ્યાં મંદિર નથી  ,  એવા  ભ્રષ્ટ  દેશમાં મારે નથી આવવું તમે ત્યાં  રંડ કયું પાસે  મોઢું  ચટાવજો  અને પડ્યા રહેજો  ;  અને મારી માં આવી એણે કાગળો લખ્યા અને પરીશીતીથી ન  વાકેફ કરી એટલે એ અહી આવી અને એને અહી એવું તો ફાવી ગયું કે ઇન્ડિયા જવાનું નામ પણ નોતી લેતી  .