उद्यम: साहसम् धैर्यं बुद्धि शक्ति पराक्रम: षडेते यत्र वर्तन्ते दैवो तस्य सहाय कृत्

પ્રભાશંકર  જોશી એ મારો નાનો ભાઈ  છે  . એપણ મારી માફક  ઈંગ્લીશ વિના ગુજરાતી સાત ધોરણ  ભણી ઉતર્યો  . આગળ વધુ અભ્યાસ કરવા જવા માટે બહાર ગામ કોઈ જુનાગઢ જેવા શહેરમાં  મોકલવાનો ખર્ચો  મારા બાપાને પોસાય નહી  .  મેં ઘરમાં  મારા બાપા અને માને વાત કરી કે  આ જમાનામાં  ફક્ત  ગુજરાતી ભણેલો  માણસ અભણ કહેવાય છે માટે ઈંગ્લીશ ભણવું બહુ જરૂરી છે  .  હાલ ગુજરાતી ભાષામાં  રેલ્વે સ્ટેશનના નામ પણ  આબુ રોડ સુધીજ હોય છે  .  મેં એક કહેવત પણ કીધી કે ભારતમાં  अबे तबे के  सोलह आने  एकदम तिकड़म बार  अठे
कठे  के  आठ  ही आने  સુંસા પૈસા ચાર  .  અને મારી માને ચાનક ચડી  એણે મારા બાપાને કીધું  મને  તમે  માણાવદર  માં ભાડે ઘર લઈ આપો  . હું તમારા પગારમાંથી  એક પૈસો નહિ લઉં  હું ફેકટરીમાં  મજુરી કરીશ  . પણ દિકરાને ભણાવવો છે  .  એ વાત સાચી  .  અને માણાવદરમાં ભાઈને  ફરીથી  પાંચમાં ધોરણમાં મુક્યો  અને ઘોંઘાટ  વાળા રોડની પાસેના માસિક સાડાત્રણ  રૂપિયાના ભાડામાં મકાન ભાડે રાખ્યું  .  હું પણ બેકાર  કાળા બજારમાં ખાંડ કેરોસીન  વગેરે  વેચવાનો  જોખમી ધંધો કરતો એટલુંજ  .
બે એક  મહિનો આ  ઘોઘાટ વાળા ભાડાના મકાન માં રહ્યા  ,  દરમ્યાનમાં  અજવાળી બા નામના વૈષ્ણવ  વાણીયા બેન સાથે ઓળખાણ થઇ  . અજવાળી બાના  પતિને કાપડની દુકાન હતી  . તેઓને  વિશાળ  ડેલીબંધ મકાનમાં એક ઓરડી હતી  .  આ ઓરડીમાં  રસોઈ માટેની એક જુદી જગ્યા હતી  . અજવાળી બાએ મારી માને વાત કરીકે  અમારી ઓરડી તમને ભાડે આપીશું  જોકે ભાડું  દસ રૂપિયા છે પણ તમારી પાસેથી 8 રૂપિયા લઈશું અને આ ભાડું પણ તમને અમે માથે નહી પડવા દઈએ  .  મારા દીકરાની વહુને તમે રસોઈમાં મદદ કરજો  એટલે અમે થોડા પૈસા પણ આપીશું  . રસોઈમાં મદદ કરવાની કોઈકજ વખત જરૂર પડે છે  .  અજવાળી બા  વારે  તેહ વારે  સારું એવું સીધું આપી જાય  .  ભાઈ રજામાં દેશીંગા જાય અને અહીંથી પુષ્કળ દાતણ  લઈજાય  .    દેશીંગા  ની સીમમાં બાવળનું મોટું જંગલ    .  અજવાળીબા  આડોશી પાડોશીને દાતણ  આપે અને એના પૈસા પણ  લ્યે  .
થોડા વખતમાં  માને એક દરજણ બાઈ સાથે ઓળખાણ થઇ    , આ બાઈને ગાજ બટન કરવાની મા મદદ કરે  અને એના પણ પૈસા માને મળે  દરજણ વિધવા હતી  .  મા પાસે ધાર્મિક વાતો ભજનોનો પણ ખજાનો  એટલે  ગાજ બટન કરતા કરતા  ભજન  કીર્તન પણ ગાય  .  થોડા વખતમાં  લોકો માના ભજનો સાંભળવા પણ આવવા લાગ્યા  .  દરજી બાઈનું ઘર  મંદિર જેવું થઇ ગયું  મા ઘણી વખત  એક દરજીનું ગીત પણ ગાતા  કે
સુણ દર્જીડા કાતર ગજને સોય તણા ગુણ હું કહું
અચરજ ઉપજે જોઈ જગતની રીત  વિષે હું જે કહું
કાતર  કેવી ભૂંડી ભારી તે પેટ વિષે રાખે પારી
સાજાં ભાંગ્યા  કરવા વાળી જરા દયા પણ ન ક ર નારી  …1
હવે ગજના ગુણ કહું છું જે છે  બદસલાહ  કાતરને દે છે
પછી પોતે તો અળગો રે છે … સુણ દરજીડા  2

જો સોય બિચારી સારી છે  ભાંગ્યાં સાજાં  કરનારી છે
તેથી દરજીને  બહુ પ્યારી છે    સુણ દરજીડા  3
ગુણ ઓળખીને  ગુણી  જન ભાખે
ગજ કાતરને હેઠાં નાખે  સીર ઉપર સોય ધરી રાખે    ,,,,સુણ  4
એક વખત ભાઈના માસ્તરે ભાઈને કીધું  મરચાં ખાંડી આપે એવું કોઈ તારા ધ્યાનમાં છે ? ભાઈએ માને વાત કરી    .  . અનેમાએ કીધું હું ખાંડી આપીશ  પછી ભાઈ  માસ્તર પાસેથી એક  કોથળો  ભરીને મરચા ખાંડી આપ્યા  .  . અને માએ ભાઈને કીધું માસ્તર પૈસા આપે તો લેતો નહિ  .  ભાઈએ લોટ જેવો જે માએ મરચાંનો લોટ જેવો ભૂકો કરી આપ્યો હતો  તે માસ્તરને આપ્યો માસ્તર કહે  કેટલા પૈસા  આપવાના છે ? ભાઈ કહે મરચાં મારી  માએ  ખાંડી આપ્યા છે અને પૈસા લેવાની નાપાડી છે  . પણ માસ્તરે  જેટલા પૈસા આપવા જોઈએ એના કરતા થોડા વધુ આપ્યા  .
થોડા વખતમાં  બાપાનું  માણાવદર નજીકના ગામ  ભાલેચડા ગામે નોકરી કરવાનું થયું  . એટલે ભાઈ  ભાલેચડા  થી ચાલીને માણાવદર  ભણવા આવવા માંડ્યો  .  .
એક જાહેર ખબર વાંચવા મળી  . એમાં રાજકોટ રામકૃષ્ણ  આશ્રમમાં રહેવાનું અને  સ્કુલ કે કોલેજોમાં ભણવા જવાનું  અને એમાં વાલીની આવક મુજબ  ખર્ચ  લેવાનો હતો  ભાઈના બાઈની આવક માસિક 12  રૂપિયા  એટલે  ભાઈને બહુ ઓછા પૈસા આપવાનું થયું અથવા ફ્રિ ભાઈ રામકૃષ્ણ આશ્રમમાં રહીને  કોલેજનું શિક્ષણ  લીધું  . આશ્રમમાં  ફ્રિ રહેવાનું થએલું કે  બહુ નજીવી ફી આપવી પડતી  એ બાબત  મને અત્યારે યાદ નથી  .  પછી એ  અમદાવાદની લો  કોલેજમાં ભણ્યો  અને વખત જતાં  યુગાન્ડા આફ્રિકા ગયો અહી માધવાણી શેઠના વિશાલ બીજ્નીસ્માં ગોઠવાયો પછી માધવાણી શેઠે પોતાનાજ ધંધા માટે  કેન્યા મોકલ્યો  . અહીંથી કેનિયાના વિદ્યાર્થી  ઓ અમેરિકા ભણવા આવતા હતા  . એની સાથે સ્ટુડ ન્ટ વિસા ઉપર  અમેરિકા  આવ્યો  .
प्रभाशंकर  जोशी  उमरमे छोटा वो था मेरा भाई
कठिन समस्या हल करके वो आफ्रिका  अमेरिका जाइ। …संतो भाई  समय बड़ा हरजाई

 

Advertisements

7 responses to “उद्यम: साहसम् धैर्यं बुद्धि शक्ति पराक्रम: षडेते यत्र वर्तन्ते दैवो तस्य सहाय कृत्

 1. pragnaju January 6, 2016 at 3:36 pm

  ‘કરવત,કાતર ને કુજન એ વેરી જુદા કરંત,
  સોય,સુહાગો અને સજન એ ભાંગ્યાંને સાંધંત ! દરેકની સાથે કેટલીક સ્વભાવગત બાબતો વણાયેલી હોય છે. એવી સ્વભાવગત્ બાબતને પકડીને લોકહિતમાં સદ્વર્તન ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. જેમ કે કરવતનો ગુણધર્મ લાકડુ વહેરવાનો છે. એવું જ કામ કાતરનું પણ છે. કાતર કાપડને વેતરીને એના ટુકડા કરી નાંખી એ પણ જોડાયેલાંને જુદાં કરી નાંખવાનું કામ કરે છે. ભેગાં હોય તેમને જુદાં કરવા એ નકારાત્મક એટલે કે ખરાબ પ્રવૃત્તિ ગણાય. ‘કુજન’ એટલે ખરાબ માણસ. આવા માણસો કુટુંબ, સમાજમાં કુસંપ કરાવવાનું કામ કરે છે. એકબીજાના કાન ફૂંકવા, કાગનો વાઘ કરવો કે નાની વાતને મોટું સ્વરૂપ આપી, રાઇનો પર્વત કરી યેનકેન પ્રકારે માણસોમાં તે ભાગલા કરાવે છે. આવા માણસો કુજન-દુર્જન કહેવાય. એથી અહીં એમની પ્રવૃત્તિને કરવત અને કાતર સાથે સરખાવવામાં આવી છે.
  સોય ફાટી ગયેલાં કપડાંને સાંધીને જોડવાનું કામ કરે છે, એવી જ રીતે વાસણ સાંધવામાં સુહાગોનો ઉપયોગ થાય છે. આ લોકોહિતમાં સોય અને સુહાગોની સાથે ‘સજ્જન’ ની પ્રવૃત્તિને જોડવામાં આવી છે. સજ્જન માણસો વિખુટાં થયેલાં, ઝગડેલા માનવીઓને એમની વચ્ચે સુલેહ સંપ કરાવવાનું ઉમદા કાર્ય કરે છે. કુટંુબમાં, સમાજમાં માણસો માણસો વચ્ચે ક્યારેક તો કજિયો થાય જ. જ્યારે આવું કંઇ થાય ત્યારે સજ્જન એકઠાં માણસ એમને સમજાવી-પટાવી એકઠાં કરવાનું કામ કરે છે માટે એવી ઉમદા પ્રવૃત્તિને જ અનુસરાય એવો ભાવ બોધ પ્રસ્તુત પંક્તિઓમાંથી મળે છે
  મરચાથી યાદ અમારી બા પણ સીઝનમા મરચા લાવી જાતે ખાંડતી અને દાદાજી મરચા માટે કહેતા…
  લાલ મરચાના સેવનથી મળ-મૂત્રમાં આવનાર સમસ્યાઓ દૂર થઈ જાય છે.
  -લાલ મરચા ખાવાથી જાડાપણું ઓછું થાય અને ભોજન પછી વધારે કેલેરી બાળવામાં મદદ રૂપ થાય છે.
  -લાલ મરચા પર કરવામાં આવેલ વૈજ્ઞાનિક શોધથી જાણવા મળ્યું છે કે તેમાંથી તત્વ રહેલ છે જે શરીરમાં થતા દરદનું નિવારણ કરવા માટે લાભ દાયક થાય છે.
  અશુદ્ધ પાણીથી પેટમાં થનારી પરેશાની છે તો લાલ મરચાની ચટણીને ગીમાં છાંટીને ખાવાથી ગંદા પણીનો પ્રભાવ પેટમાં પડતો નથી.
  – જો કોઈને સાંપ ડંખી ગયો હોય થો મરચું તીખું નથી લાગતું. મરચું ખાવાથી ઝેર ઉતરી જાય છે.
  વીંછીનો ડંખ હોય તો લાલ મરચાનો લેપ લગાવાથી ઠંડક થાય છે.
  -ગરમીમાં લીલા મરચા ખાવાથી તેના બીજ જો આપના પેટમાં છે તો ઝાડા થવાનો ડર ન રાખવો.
  -લીલા મરચા ખાવાની સાથે ખાવો, અથાણું ખાવો તેમાં વિટામીન સી પર્યાપ્ત માત્રામાં હોય છે.
  -જો ગળામાં ઈન્ફેક્શાન થઈ ગયું હોય કે ઉધરસ હોય તો લાલ મરચાની ચટણી જરૂર ખાવી જોઈએ.
  – આપને જે રીતે પસંદ હોય તે રીતે લાલ મરચું ખાવો. લાલ મરચા ચણાના લોટમાં નાખીને પકોટા બનાવીને ખાવો.
  અમે રાજકોટ જઇએ ત્યારે બને તો રોજ રામકૃષ્ણ આશ્રમમાં જઇ મંદીરમા ધ્યાન ધરીએ અને સમય મળે તો લાયબ્રેરીમા…તે આશ્રમના મોટી ડીગ્રીધારી સંતો બધા કામ જાતે જ કરે અને પ્રવચનમા યોગ સુત્રો સરળતાથી સમજાવે યાદ કરતા સહજ વંદન થાય

  • aataawaani January 6, 2016 at 5:09 pm

   પ્રિય બેન તમારા જવાબથી મને ઘણું જાણવા મળ્યું . મારો ભાઈ ભણતો ત્યારે એક વિભૂતિ મહારાજ કરીને બ્રહ્મ ચારી હતા તે અમર ઘરના સભ્ય જેવા થઇ ગએલા એ બંગાળી હતા તેને માછલી ખાવાની ઈચ્છા થઇ આ વખતે હું અમદાવાદ રહેતો હતો / મેં એના માટે મારા ઘરમાં માછલી રાંધવા દિધેલી આ વખતે મારો ભાઈ પ્રભાશંકર મારી સાથે રેહતો . તે માછલી રાંધી ત્યારે આખો દિવસ ઘરમાં નોતો આવ્યો .

   Ataai
   ~sacha hai dost hagiz juta ho nahi sakta
     jal jaega sona firbhi kaalaa ho nahi sakta               
   Teachers open door, But you must enter by yourself.

 2. સુરેશ January 6, 2016 at 5:09 pm

  ભાઈને અમારા સાદર વંદન. એ જમાનાની વાત જ કાંક ઓર હતી,. એ જુસ્સો અને એ ખાંખત સ્વરાજ મળ્યા પછી, વિદાય થઈ ગયા.

  • aataawaani January 6, 2016 at 5:32 pm

   પ્રિય સુરેશ ભાઈ એના પ્રતાપ્માં હું અમેરિકામાં છું .અને તમારા પ્રતાપ્માં હું બ્લોગમાં છું .

   Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

 3. Vimala Gohil January 6, 2016 at 6:39 pm

  આતાજીના ભાઈ સાથે આતાજીને પ્રણામ.

 4. dave joshi January 7, 2016 at 11:23 am

  Tabiyat hawe kem chhe ? Phoenix javano plan thayo ke nahi ?Chhokra nu to gandpan matvanun lagtun nathi. Maffat man bija upar jivavanu ja mahtva mane chhe.

  Date: Wed, 6 Jan 2016 21:23:25 +0000
  To: bharatdarshan@hotmail.com

  • aataawaani January 7, 2016 at 12:18 pm

   થોડી થોડી ઉધરસ છે . બાકી તબિયત સારી છે . ફીનીક્ષ જવાનો પ્લાન નથી થઇ શક્યો . જાદુઈ વાતો એવી છે કે મેં મહિનામાં તાન્યાનું ગ્રેજ્યુંએશ્ન છે ત્યારે ત્યાં જવાનો પ્લાન છે . એ પહેલા મારો પાસપોર્ટ આવીજાય તો ક્રુઝમાં જવાનું કહેછે તાન્યા પણ આવશે હું બધાની ટીકીટ આપીશ એવું કહે છે . કેમેરામાંથી ફોટા કાઢવાની રીત મને ક્રિશે મોકલી છે જે હું નીચે લખું છું .you have 2 memory chip is inside your camera .the first chip is inside your camera and second chip in inside the laptop ,lefside push on it and itwell pop out replace it from the on e you camera and you can see the new pctures taken from from the camera

   Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: