Daily Archives: જાન્યુઆરી 6, 2016

उद्यम: साहसम् धैर्यं बुद्धि शक्ति पराक्रम: षडेते यत्र वर्तन्ते दैवो तस्य सहाय कृत्

પ્રભાશંકર  જોશી એ મારો નાનો ભાઈ  છે  . એપણ મારી માફક  ઈંગ્લીશ વિના ગુજરાતી સાત ધોરણ  ભણી ઉતર્યો  . આગળ વધુ અભ્યાસ કરવા જવા માટે બહાર ગામ કોઈ જુનાગઢ જેવા શહેરમાં  મોકલવાનો ખર્ચો  મારા બાપાને પોસાય નહી  .  મેં ઘરમાં  મારા બાપા અને માને વાત કરી કે  આ જમાનામાં  ફક્ત  ગુજરાતી ભણેલો  માણસ અભણ કહેવાય છે માટે ઈંગ્લીશ ભણવું બહુ જરૂરી છે  .  હાલ ગુજરાતી ભાષામાં  રેલ્વે સ્ટેશનના નામ પણ  આબુ રોડ સુધીજ હોય છે  .  મેં એક કહેવત પણ કીધી કે ભારતમાં  अबे तबे के  सोलह आने  एकदम तिकड़म बार  अठे
कठे  के  आठ  ही आने  સુંસા પૈસા ચાર  .  અને મારી માને ચાનક ચડી  એણે મારા બાપાને કીધું  મને  તમે  માણાવદર  માં ભાડે ઘર લઈ આપો  . હું તમારા પગારમાંથી  એક પૈસો નહિ લઉં  હું ફેકટરીમાં  મજુરી કરીશ  . પણ દિકરાને ભણાવવો છે  .  એ વાત સાચી  .  અને માણાવદરમાં ભાઈને  ફરીથી  પાંચમાં ધોરણમાં મુક્યો  અને ઘોંઘાટ  વાળા રોડની પાસેના માસિક સાડાત્રણ  રૂપિયાના ભાડામાં મકાન ભાડે રાખ્યું  .  હું પણ બેકાર  કાળા બજારમાં ખાંડ કેરોસીન  વગેરે  વેચવાનો  જોખમી ધંધો કરતો એટલુંજ  .
બે એક  મહિનો આ  ઘોઘાટ વાળા ભાડાના મકાન માં રહ્યા  ,  દરમ્યાનમાં  અજવાળી બા નામના વૈષ્ણવ  વાણીયા બેન સાથે ઓળખાણ થઇ  . અજવાળી બાના  પતિને કાપડની દુકાન હતી  . તેઓને  વિશાળ  ડેલીબંધ મકાનમાં એક ઓરડી હતી  .  આ ઓરડીમાં  રસોઈ માટેની એક જુદી જગ્યા હતી  . અજવાળી બાએ મારી માને વાત કરીકે  અમારી ઓરડી તમને ભાડે આપીશું  જોકે ભાડું  દસ રૂપિયા છે પણ તમારી પાસેથી 8 રૂપિયા લઈશું અને આ ભાડું પણ તમને અમે માથે નહી પડવા દઈએ  .  મારા દીકરાની વહુને તમે રસોઈમાં મદદ કરજો  એટલે અમે થોડા પૈસા પણ આપીશું  . રસોઈમાં મદદ કરવાની કોઈકજ વખત જરૂર પડે છે  .  અજવાળી બા  વારે  તેહ વારે  સારું એવું સીધું આપી જાય  .  ભાઈ રજામાં દેશીંગા જાય અને અહીંથી પુષ્કળ દાતણ  લઈજાય  .    દેશીંગા  ની સીમમાં બાવળનું મોટું જંગલ    .  અજવાળીબા  આડોશી પાડોશીને દાતણ  આપે અને એના પૈસા પણ  લ્યે  .
થોડા વખતમાં  માને એક દરજણ બાઈ સાથે ઓળખાણ થઇ    , આ બાઈને ગાજ બટન કરવાની મા મદદ કરે  અને એના પણ પૈસા માને મળે  દરજણ વિધવા હતી  .  મા પાસે ધાર્મિક વાતો ભજનોનો પણ ખજાનો  એટલે  ગાજ બટન કરતા કરતા  ભજન  કીર્તન પણ ગાય  .  થોડા વખતમાં  લોકો માના ભજનો સાંભળવા પણ આવવા લાગ્યા  .  દરજી બાઈનું ઘર  મંદિર જેવું થઇ ગયું  મા ઘણી વખત  એક દરજીનું ગીત પણ ગાતા  કે
સુણ દર્જીડા કાતર ગજને સોય તણા ગુણ હું કહું
અચરજ ઉપજે જોઈ જગતની રીત  વિષે હું જે કહું
કાતર  કેવી ભૂંડી ભારી તે પેટ વિષે રાખે પારી
સાજાં ભાંગ્યા  કરવા વાળી જરા દયા પણ ન ક ર નારી  …1
હવે ગજના ગુણ કહું છું જે છે  બદસલાહ  કાતરને દે છે
પછી પોતે તો અળગો રે છે … સુણ દરજીડા  2

જો સોય બિચારી સારી છે  ભાંગ્યાં સાજાં  કરનારી છે
તેથી દરજીને  બહુ પ્યારી છે    સુણ દરજીડા  3
ગુણ ઓળખીને  ગુણી  જન ભાખે
ગજ કાતરને હેઠાં નાખે  સીર ઉપર સોય ધરી રાખે    ,,,,સુણ  4
એક વખત ભાઈના માસ્તરે ભાઈને કીધું  મરચાં ખાંડી આપે એવું કોઈ તારા ધ્યાનમાં છે ? ભાઈએ માને વાત કરી    .  . અનેમાએ કીધું હું ખાંડી આપીશ  પછી ભાઈ  માસ્તર પાસેથી એક  કોથળો  ભરીને મરચા ખાંડી આપ્યા  .  . અને માએ ભાઈને કીધું માસ્તર પૈસા આપે તો લેતો નહિ  .  ભાઈએ લોટ જેવો જે માએ મરચાંનો લોટ જેવો ભૂકો કરી આપ્યો હતો  તે માસ્તરને આપ્યો માસ્તર કહે  કેટલા પૈસા  આપવાના છે ? ભાઈ કહે મરચાં મારી  માએ  ખાંડી આપ્યા છે અને પૈસા લેવાની નાપાડી છે  . પણ માસ્તરે  જેટલા પૈસા આપવા જોઈએ એના કરતા થોડા વધુ આપ્યા  .
થોડા વખતમાં  બાપાનું  માણાવદર નજીકના ગામ  ભાલેચડા ગામે નોકરી કરવાનું થયું  . એટલે ભાઈ  ભાલેચડા  થી ચાલીને માણાવદર  ભણવા આવવા માંડ્યો  .  .
એક જાહેર ખબર વાંચવા મળી  . એમાં રાજકોટ રામકૃષ્ણ  આશ્રમમાં રહેવાનું અને  સ્કુલ કે કોલેજોમાં ભણવા જવાનું  અને એમાં વાલીની આવક મુજબ  ખર્ચ  લેવાનો હતો  ભાઈના બાઈની આવક માસિક 12  રૂપિયા  એટલે  ભાઈને બહુ ઓછા પૈસા આપવાનું થયું અથવા ફ્રિ ભાઈ રામકૃષ્ણ આશ્રમમાં રહીને  કોલેજનું શિક્ષણ  લીધું  . આશ્રમમાં  ફ્રિ રહેવાનું થએલું કે  બહુ નજીવી ફી આપવી પડતી  એ બાબત  મને અત્યારે યાદ નથી  .  પછી એ  અમદાવાદની લો  કોલેજમાં ભણ્યો  અને વખત જતાં  યુગાન્ડા આફ્રિકા ગયો અહી માધવાણી શેઠના વિશાલ બીજ્નીસ્માં ગોઠવાયો પછી માધવાણી શેઠે પોતાનાજ ધંધા માટે  કેન્યા મોકલ્યો  . અહીંથી કેનિયાના વિદ્યાર્થી  ઓ અમેરિકા ભણવા આવતા હતા  . એની સાથે સ્ટુડ ન્ટ વિસા ઉપર  અમેરિકા  આવ્યો  .
प्रभाशंकर  जोशी  उमरमे छोटा वो था मेरा भाई
कठिन समस्या हल करके वो आफ्रिका  अमेरिका जाइ। …संतो भाई  समय बड़ा हरजाई