Daily Archives: જાન્યુઆરી 3, 2016

જનતાના પ્રશ્નો અને ગુરુ બૃહસ્પતિના ઉત્તરો

buddha-art-wallpaper-high-definition

કોઈએ બૃહસ્પતિને  પ્રશ્ન કર્યોકે  તમે માંસાહારનો વિરોધ કરો છો  . જો લોકો માંસાહાર નહી કરે તો એટલા  બધાં  પ્રાણીઓ  વધી જશે કે  રસ્તાઓમાં કે ગામો શહેરો વચ્ચે પ્રાણીઓ  ફરતા હશે  . અને માણસોને રહેવાની જગ્યા પણ નહી મળે  .  ગુરુ બૃહસ્પતિએ જવાબ આપ્યોકે  આ મનુષ્યોનો વધારો  થાય છે  જોકે  પરમેશ્વરે  માણસોની વૃધ્ધિ ની ગતી ધીમી કરી છે  . મનુષ્યનું બચ્ચું  સોળથી સત્તર વરસની ઉમરનું  થયા  , પછી  સંતાન ઉત્પન્ન  કરવાની ક્ષ્મ્તા ધરાવે છે જ્યારે પ્રાણિયો  નું બચ્ચું  કેટલાક પ્રાણીઓના બચ્ચા  6 મહિનાનું થાય  ત્યારે ગર્ભ ધારણ કરી  શકે છે , અને એનો ગર્ભ કાલ પણ ટૂંકો હોય છે એમાય  સસલા ઉંદર જેવા પ્રાણીઓ એક મહિનાની ઉમરના  બચ્ચા ગર્ભ  ધારણ કરી શકે છે , અને એનો ગર્ભ કાલ પણ અતિ ટૂંકો હોય  છે  હવે  મનુષ્યોને મારી ખાવાનો વિચાર તુને કેમ નથી આવતો  . માટે પ્રાણીઓના  વસ્તી વધારા બાબત તું ચિંતા ન કર  . એબાબત તું મારા ઉપર છોડી દે  મેં તુને  બીજા પ્રાણીઓ કરતા  વધુ બુદ્ધિ અને સ્વતંત્રતા  આપી છે એનો દુર ઉપયોગ કરીને તારા પગ ઉપર કુવાડો ન માર  . પ્રાણીઓનો  વધારો રોકવા મેં  હિંસક સિંહ જેવા  પ્રાણીઓ અને બાજ જેવા પક્ષી  ઉત્પન્ન  કર્યા છે ચેપી ઘાતક રોગો ઉત્પન્ન  કર્યા છે  .  મનુષ્યોએ  બુદ્ધિનો ઉપયોગ કરીને રોગ ઉપર  પ્રતિબંધ મૂકી દીધો છે  . તો પરમેશ્વરે  માણસોને  બર્થ કન્ટ્રોલની  બુદ્ધી આપી અને  અંદરો અંદર  મારી નાખવાની વિકૃત બુદ્ધિ આપી  છતાં પણ માણસો  વધવા માંડશે તો સૂર્ય મંડલમાં  ઘણા વિશાલ ગ્રહો છે  એમાં કેટલાક  ગ્રહો  પૃથ્વી જેવું વાતાવરણ ધરાવે છે  . ત્યાં પહોંચી  જવાની અને વસવાટ કરવાની  પરમેશ્વર  કહે હું પ્રેંરણા  કરીશ  માટે માંસાહાર કરીને પ્રાણીઓની વસ્તી ઘટાડવાની ચિંતા ન કર  . હિંસક પ્રાણીઓની  પાચન શક્તિ જુદી હોય છે એના દાંત હાડકાને ચાવીને ભૂકો કરી શકે છે  . અજગર જેવાનું હોજરીમાં એવા પાંચન રસો હોય છે કે  જે  સખત હાડકાનો  બુકો કરી દ્યે છે  .
માણસને માંસ ખાવા યોગ્ય બનાવવા માટે  રાંધવું  પડે છે અને સ્વાદ માટે  મરચું ધાણા  જીરું તજ લવિંગ  આદુ કોથમીર  વગેરે વનસ્પતિનો  સહારો લેવો પડે છે  .  જ્યારે કેળાં  પપૈયા  વગેરે ફળો ગાજર મૂળા કાકડી  કાજુ બદામ વગેરે સુકો મેવો રાંધ્ય વગર  મીઠું મરચું અને બીજો કોઈ પદાર્થ  અંદર ભેળવ્યા  વગર ખાઈ સહાય છે  . અમેરિકા જેવા દેશોમાં  લોકો શાકાહાર તરફ વળવા માંડ્યા છે  હાથી ગેંડા જેવા શક્તિશાળી પ્રાણીઓ શાકાહારી છે ક્રૂર હિટલર શકાહાર્રી  હતો  . પ્રોફેસર    રામમૂર્તિ પહેલવાન શાકાહારી હતો  કે જે પોતાની છાતી ઉપર  સંકોડએલાચારેય  પગો સાથે હાથી ઉભો રાખી શકતો હતો  .