हज़रत ईसा से क़रीबन २६०० साल पहले हिन्दुस्तानमे

આજથી આશરે  બેહજાર છસ્સો  વરસ પહેલાં હિન્દુસ્તાનમાં  બ્રાહ્મણ  કુળમાં જન્મેલ  બૃહસ્પતિ નામનો  સમર્થ વિદ્વાન થઇ ગયો  . એને એક લોકાયત  નામનો  સાથી મિત્ર હતો  . આ બન્ને મિત્રોએ મળીને  એક  ચાર્વાક દર્શન નામનું
પુસ્તક લખ્યું  .બૃહસ્પતિ  માંસાહાર નો  સખત વિરોધી હતો  .યજ્ઞાદી કર્મ કાંડનો પણ વિરોધી હતો  ,વેદ  ઉપનિષદ  ,શ્રુતિ  સ્મૃતિ  ઉપનિષદ  , છ  સાંખ્ય વગેરે  શાસ્ત્રો  પુરાણ  . રામાયણ , મહાભારત  વગેરે ગ્રંથો  વિશ્વાસ કરવાને  યોગ્ય નથી  . ફક્ત માણસની બુદ્ધિજ  ભરોસા પાત્ર છે  . તેના ગ્રંથ ચાર્વાક  દર્શનમાં  લખ્યા પ્રમાણે  સ્વર્ગ નર્ક નથી  ; પાપ પુણ્ય નથી  , પુનર્જન્મ  નથી  .
ચેતન વંતા શરીરથી ભિન્ન  આત્મા નથી  . એનો શ્લોક  આ પ્રમાણે છે  ,
यावत जीवेत सुखम जीवित  नास्ति मृत्युरगोचर:
भस्मी  भूतस्य देहस्य  पुनरागमनम  कुत:
તેના કહેવા પ્રમાણે ઉંચે આકાશમાં  સ્વર્ગ કે નરકમાં  વસનારા પિતૃઓને  પૃથ્વી ઉપર  બ્રાહ્મણો  . ગાય  . કુતરા કાગડાને  ખવડાવવાથી  જો મળી જતું હોય તો ઉપલે માળે  રહેતા લોકોને  નીચેના  માળે રહેતા લોકોના  જમાડવાથી  ઉપરના  માળે  રહ્રતા  લોકોને  મળી  જવું જોઈએ  . યજ્ઞમાં પ્રાણીઓને  હોમવાથી એ પ્રાણીઓને સ્વર્ગમાં  જવાનો બંદોબસ્ત  થઇ જતો હોય તો શા માટે તમારા બાપને યજ્ઞમાં  હોમી નથી દેતા  , ટીલાં ટપકાં  કરીને ફરનારા  લોકો  બુદ્ધિ  વગરના  આળસુ અને પુરષાર્થ  ન કરનારા અને  સહેલાયથી  આજીવિકા રળનારા લોકો છે  .

8 responses to “हज़रत ईसा से क़रीबन २६०० साल पहले हिन्दुस्तानमे

    • aataawaani ડિસેમ્બર 22, 2015 પર 9:21 એ એમ (am)

      પ્રિય સુરેશ ભાઈ મને આ સરસ ડિજાઈન વાળો વાંસ ઢોલ વગાડતા નો આવડ્યો .

      Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

  1. pravinshastri ડિસેમ્બર 22, 2015 પર 8:30 એ એમ (am)

    આતાજી, સાદર નમસ્કાર. આપ રેશનાલિસ્ટ છતાં ધાર્મિક છો. હું ધાર્મિક છતાં કન્ફ્યુઝ્ડ રેશનાલિસ્ટ છું. મેં પણ ચાર્વાક વિષે મારા બ્લોગમાં લખ્યું છે. આપનો આ લેખ હું આભાર સહિત રિબ્લોગ કરું છું.

  2. pravinshastri ડિસેમ્બર 22, 2015 પર 8:32 એ એમ (am)

    Reblogged this on પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ અને મિત્રોની પ્રકીર્ણ પ્રસાદી and commented:
    આતાજી, સાદર નમસ્કાર. આપ રેશનાલિસ્ટ છતાં ધાર્મિક છો. હું ધાર્મિક છતાં કન્ફ્યુઝ્ડ રેશનાલિસ્ટ છું. મેં પણ ચાર્વાક વિષે મારા બ્લોગમાં લખ્યું છે. આપનો આ લેખ હું આભાર સહિત રિબ્લોગ કરું છું.

  3. Vimala Gohil ડિસેમ્બર 22, 2015 પર 2:24 પી એમ(pm)

    આતાજી પ્રણામ,

    લેખ બહુ સરસ.ખાસ તો આ ફકરો”તેના કહેવા પ્રમાણે ઉંચે આકાશમાં સ્વર્ગ કે નરકમાં વસનારા પિતૃઓને પૃથ્વી ઉપર બ્રાહ્મણો . ગાય . કુતરા કાગડાને ખવડાવવાથી જો મળી જતું હોય તો ઉપલે માળે રહેતા લોકોને નીચેના માળે રહેતા લોકોના જમાડવાથી ઉપરના માળે રહ્રતા લોકોને મળી જવું જોઈએ . યજ્ઞમાં પ્રાણીઓને હોમવાથી એ પ્રાણીઓને સ્વર્ગમાં જવાનો બંદોબસ્ત થઇ જતો હોય તો શા માટે તમારા બાપને યજ્ઞમાં હોમી નથી દેતા , ટીલાં ટપકાં કરીને ફરનારા લોકો બુદ્ધિ વગરના આળસુ અને પુરષાર્થ ન કરનારા અને સહેલાયથી આજીવિકા રળનારા લોકો છે “.આને માટે
    શ્રી સુરેશ સાહેબે આપને આપેલ ઢોલ- દાંડી છીનવી લવ છું,આપના ઉમદા વિચારોના ઢોલપીટીને પાછા આપી દઈશ!!!!!!!!.

    • aataawaani ડિસેમ્બર 22, 2015 પર 3:52 પી એમ(pm)

      પ્રિય વિમલા બેન કોમેન્ટ નાં ખાનામાં હું મુકવા જાઉં છું તો વર્ડ પ્રેસ મારો પાસવર્ડ માન્ય નથી રાખતો તો તમે તમારા કોમેન્ટના ખાનામાં મૂકી દેજો please Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: