phoenix az u s a આતાના આંગણામાં મોર પરિવાર

our-peacock-family-grazing

અમેરિકાની ધરતી ઉપર મેં  પહેલ વહેલો  1969  માર્ચ 19 તારીખે પગ મુક્યો  અને પછી  phoenix  az  માં 1996  ફેબ્રુઅરી  માં રહેવાનું નક્કી કર્યું  .અહી મેં સસલાં પાળ્યાં એ વાત આપ વાંચી ગયા છો  .સસલાં કાઢ્યા  પછી  મોરલા પાળવાનું નક્કી કર્યું  . પણ મોર ખરીદતા  પહેલા  એને રહેવા માટે  વિશાળ  પાંજરું  હોવું જરૂરી છે  .  આ માટે  મેં  કેટલાક લોકોને પૂછ્યું  .  તો એવું  જાણવા  મળ્યુકે  $250  મજુરીના અને  ઝાળી વગેરે  જરૂરી  વસ્તુના પૈસા જુદા    .
મારા પડોશીના આંગણામાં  મોર પીંછ જેવા  પાતળા ચોરસા વાળા સળીયાનું  દસેક ફીટ લાંબુ ગૂંચળું  અને કેટલાંક અંગુઠા  જેવા  જાડા કેટલાક સળીયા  પડ્યા હતા  . મને વિચાર આવ્યો કે આ વસ્તુ હું ખરીદી લઉં તો પાંજરા માટે ઉપયોગ  માં લેવાય  મેં તે પાડોશીને પૂછ્યું  આ વસ્તુ  નો તું શું ઉપયોગ  કરવાનો છો ? તે બોલ્યો  હવે એનો મારે ઉપયોગ  નથી  એટલે આ વસ્તુ ઉકરડે જવાની વાટ જુવે છે    . મેં તેને કીધું  તું મને આપ  તો હું એનો ઉપયોગ  કરું એ કહે  તું  લઇ જતો હોય તો તારો આભાર    તો તું મારા ગરાજમાં મૂકી જા એ માણસ મારા ગરાજમાં મૂકી ગ્યો  . પણ મને જે  ચોરસા વાળું  ફીન્ડ્લું સીધું  કરવામાં મને જે મહેનત કરવી પડી છે  એની વાત થાય એમ નથી  ,
પછી હું હોમ ડીપોમાં જઈ જઈને  ચીકન નેટ ખરીદી લાવતો ગયો  લાકડાના  થાંભલા ધરમાં પડ્યા  હતા  ખીલાસરી પણ હતી  . થોડા દિવસમાં  મેં ઘર  ફરતે  વિશાળ    પાંજરું  બનાવી નાખ્યું અને મેં મારી જાતે મારો વાહો  થાબડ્યો  . અને  પોતાની જાતે શાબાશી મેળવી  અને ભાનુ મતિએ મારા આખા શરીરે  માલીશ કર્યું  અને શરીરનો થાક ઉતારી દીધો  ;અને બે મોટા ગ્લાસ કેસરિયાં દૂધ પીડાવ્યાં    . પાંજરાની  અંદર  દોઢ માથોડું ઉંચી  મોરને બેસવા માટે બેઠક  બનાવી અને  બીજે દિવસે  $25નું એક મોરનું બચું ખરીદી લાવ્યો    . બચ્ચું આખી રાત ઉન્ઘયું નહી  એટલે બીજે દિવસે  એક બીજું  બચ્ચું  ખરીદી લાવ્યો .  બચ્ચાને સથવારો મળવાથી  શાંતિથી ખાઈ પીએ અને  આરામ  કરે    ,
મોરના નાનાં બચ્ચા  હોય ત્યારે  જોવાથી  કયું બચ્ચું નર  છે અને કયું નારી છે એની ખબર પડતી નથી હોતી  , પણ બચ્ચા મોટા થાય ત્યારે  નર બચ્ચાની ડોક  થોડો વાદળી  રંગ પકડતી જતી હોય  છે  સદભાગ્યે  આ બચ્ચાં  નર  નારીની  જોડી  હતાં  ,
લોકોની એવી માન્યતા હોય છે કે  ઢેલ જ્યારે ગર્ભવતી  થવાની હોય ત્યારે મોર નાચતો  હોય  છે અને એની આંખમાંથી  આંસુ    આંસુના ટીપાં  ટપકે  , એ ટીપાં ઢેલ  ગળી જાય  એટલે ઢેલ ગર્ભવતી થાય  આમાં સત્ય શું છે મને  એની  ખબર છે  . કાપ જે માનતા હોય એ કદાચ સાચું પણ હોઈ શકે  .
જેના પાસેથી મેં મોર ખરીદ્યા એ કહેતો હતોકે  ઢેલ ઈંડાં મુકશે પણ એને સેવીને બચ્ચાં  ઉત્પન્ન કરવાની નથી  કરવાની  નથી  અમે ઢેલના ઈંડાને  કુક્ડીને  સેવવા માટે કુકડી ને  આપીએ છીએ પણ મારે ત્યાં ઢેલે સેવ્યાં અને  બચ્ચાં ઉત્પન્ન  કરી  આપ્યાં  //

 

2 responses to “phoenix az u s a આતાના આંગણામાં મોર પરિવાર

  1. સુરેશ ડિસેમ્બર 17, 2015 પર 5:38 એ એમ (am)

    પછી હું હોમ ડીપોમાં જઈ જઈને ચીકન નેટ ખરીદી લાવતો ગયો લાકડાના થાંભલા ધરમાં પડ્યા હતા ખીલાસરી પણ હતી . થોડા દિવસમાં મેં ઘર ફરતે વિશાળ પાંજરું બનાવી નાખ્યું અને મેં મારી જાતે મારો વાહો થાબડ્યો . અને પોતાની જાતે શાબાશી મેળવી અને ભાનુ મતિએ મારા આખા શરીરે માલીશ કર્યું અને શરીરનો થાક ઉતારી દીધો ;અને બે મોટા ગ્લાસ કેસરિયાં દૂધ પીડાવ્યાં .

    ભડ રે અમારા આતા! કાશ અમે એ વખતે હાજર હોત તો, ભાનુબાનો એ પ્રસાદ અમને પણ મળ્યો હોત, અને તમારા જેવી તાકાત આવી ગઈ હોત !

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: