સરદારનગર (ahmadabaad )પોલીસ લાઈનમાં મોરલો પાળ્યો .

2157310848_3dac0e39a8_o

મારી બદલી માધુપુરા પોલીસ સ્ટેશનમાંથી સરદારનગર પોલીસ્સ્તેશનમાં થઇ
સરદારનગર ભાગલા વખતે  સિંધમાંથી  આવતા શરણાર્થીઓ  માટે નવું વસાવેલું છે . .એ હસોલ ગામના  ખેડૂતોના ખેતરો અને આંબા વાડિયું  બીજા વિશ્વ યુદ્ધ વખતે બ્રિટીશરોએ ખરીદેલછે .અહી બાવળ  .બોરડીના ઝાળાં ઘણાં
અ ને  મચ્છરોનો પણ ત્રાસ , આ એરપોર્ટ અને  હાંસોલ ગામ  વચ્ચેનો વિસ્તાર
આ વખતે  એરપોર્ટ  ઇન્ટરનેશનલ  નોતું  .અહી પોલીસની  બદલી થાય તો બદલી રોકવા માટે  પોલીસ આકાશ પાતાળ કરે કેમકે અહી પોલીસોને  નોકરી કરવાનું ન ફાવે અહી પોલીસનો પણ ચા પી જાય  એવા  સિંધી લોકોની  વસ્તી
ना अहलहै  वो अहले पोलिसोकी ननज़रमे  खाना और खिलाना (ऑफिसरोको )जिसको नही आता
મારી બદલી  અહી સજા તરીકે થએલી  એક રાજારામ  નામના નિર્દોષ પોલીસને બચાવવા જતાં થએલી(મને અહી કાઢ્યો ) પણ રાજારામ મારો ઉપકાર માને છે  .રાજારામ મારી જેમ રીટાયર્ડ  થઇ i ગયા પછી મને મળેલો  ત્યારે  મને  કહેતો હતો કે આ હું જે પેન્શન મેળવું છું એ તમારા પ્રતાપ્માં  મેળવું છું  .
હું સરદારનગરમાં  રહેવા આવ્યો  . એટલે મેં તુર્ત  મચ્છરદાનીઓ અને એને બાંધવા માટે  પાતળી વાંસની લાકડીયો  ખરીદી લીધી અને આ મિલ્ટ્રીના  જવાને  તાત્કાલિક  જંગલમાં મંગલ  ખડું કરી દીધું  .
હું સિંધમાં રહેલો  એટલે સિંધી ભાષા  કામ ચલાવ મને આવડતી અને અહી આવ્યા પછી વધારે પ્રેકટીશ થઇ  . હું સિંધી ભાઈયો અને બહેનો સાથે સિંધીમાં વાત કરવા લાગ્યો  . અને અચો સાઈ અચો એમ મને આવકાર મળવા લાગ્યા  . કોઈ પોલીસે કોઈ સિંધીનું નામ લખ્યું હોય તો  તે નું નામ કઢાવવા માટે મારી પાસે આવે  અને મને કહે  પોલીસ ખે ચે હિનીજો નાં  કઢી  છડે  ,  અસી  પાંણમેં  ભાવર અયુ  . કચ્છી ભાષામાં નામને નાંલો કહે સિંધીમાં નામને નાં  કહે  . આનો અર્થ  એવો થાય કે આ પોલીસે આનું નામ લખ્યું છે એ કઢાવી નખાવજે  આપણે તો આપસમાં ભાઈઓ છીએ  .
હું બ્રિટીશ આર્મીમાં હોવાને કારણે ઘણું શીખ્યો છું  . એમાંનું એક  પરિસ્થિતિને અનુકુળ થવાની ટેવ  અને દુ :ખમાં છુપાએલું સુખ  શોધી કાઢવાની ટેવ  આવી બધી કેળવણી લઈને હું  ઘડાએલો  છું અને એટલે આ બ્લોગનાં મહાસાગરમાં  સેલારા મારું છું  .  અને તમારા સૌ ભાઇઓબહેનો પ્રેમ અને ઉત્સાહ  મેળવતો હું બ્લોગ જગતમાં ટકી રહ્યો છું  . બાકી  આપ  જુવો છો એમ  ઘણા બ્લોગરો  અદૃશ્ય  થવા માંડ્યા છે  . ये है ब्लॉग जगतका मेला सब चला चालिका खेला  . અહી નું ઝાડી જંગલ જોઈ  મને રાખ્વનો વિચાર આવ્યો .  અને આ મારા વિચારને    મારી  સુખ દુ :ખમાં  સાથ આપનારી  કેશોદ  , દેશીંગા  , અને અમદાવાદ  અને  એરિઝોનાના  રણ સુધી ખભે ખભો મિલાવીને સાથ આપનારી  મારી પત્ની ભાનુમતી અને દેવ જોશી જેવા દીકરાઓની સમ્મતિ મળી  .  અને  મેં  બકરીઓ પાળવાનું નક્કી    કર્યું  અને કુતરા બકરીઓને હેરાન ન કરે  એ માટે જાતે ચરાવવાનું નક્કી  કર્યું  .  આ સ્થળનો  ઘાસ વગેરેનો સરકાર તરફથી કોન્ટ્રાક અપાતો આ  કોન્ટ્રાક  ડાયાભાઈ  પટેલ એક ભેંસો રાખનાર  બ્રાહ્મણ  અને એક તાજમામદ નામનો અફઘાનિસ્તાનનો માણસ રાખતો  અને આ ઘાસની ચોકી રાખવા માટે  ચોકીદાર રાખવામાં આવતો  .
પણ આતો જમાદારની બકરીયું એને ચરતી અટકાવાય નહી  એક દુ:ખીરામ નામનો  ઉપીનો કુણબી  ચોકીદાર હતો  આપણે ગુજરાતીઓ  ઉપીનો કે બીહારનો હોય એને ભૈયા  કહીએ છીએ  પછી એ ભલે ગમેતે જાતિનો  હોય  આવી રીતે  તાજ મામદ  જેવા લોકોને આપણે  પઠાણ  સમજીએ છીએ  પણ ખરું જોવા જાઓતો  જે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે  જે પટી છે  ,  એમાં વસનારી  જાતી છે  , એ પોતાના નામની પાછળ  ખાન  નો પ્રત્યાય લગાડે છે અને જે લોકો  જુના વખતમાં  ભારતમાં  આવી વસેલા છે  . એ લોકોપણ પોતાને ખાન કહેવડાવે છે ,  આમીર ખાન સલમાન ખાન  શાહરૂખ ખાન  વગેરેના વડવાઓ  આ પ્રદેશથી આવેલા છે  .  અફઘાનિસ્તાનના કોઈ માણસના  નામની પાછળ  ખાન નો  પ્રત્યાય  લાગેલો જોવા નહિ મળે  . તાજમામદ ગોરી ચામડીનો  હતો  . એ જર્મન કે રશિયન પ્રજા જેવા ગોરા રંગનો  હતો।  એના કહેવા પ્રમાણે એના વડવાઓ સિકંદરના વખતથી  અફઘાનિસ્તાનમાં આવેલા છે  અને એ લોકોનો ધર્મ પણ પ્રાચીન સમયના ગ્રીક લોકોના ધર્મ જેવો  મૂર્તિ પૂજક  હતો  . 1847ની સાલ પછી નાં લોકો મુસલમાં ધર્મી બન્યા આ પહેલા આ લોકો કાફિર  તરીકે ઓળખાતા  અને જે વિસ્તારમાં આ લોકોની વસ્તી હતી  એ વિસ્તાર કાફીરીસ્તાન  તરીકે ઓળખાતો  હાલ આ વિસ્તાર નુરીસ્તાન તરીકે ઓળખાય છે  .  આપ સહુને આ વાતની ખબર હશે  કેમકે આ વાત વરસો પહેલા  નેશનલ  જીયોગ્રફીમાં આવેલી
તાજમાંમદ અમારી બકારીયોને ચરતી જોઈ  ચરાવનાર દેવ જેવાને ધમકી આપે કે बच्चे लोग ए बकरिया  तुम  लोग  घर ले जाओ  वरना  में  बकरिया  डिब्बेमे पुर्र दूंगा  .
80 વરસની ઉમરનો તાજ મામદ ઘોડા  ઉપર આવતો તેની આંખ નબળી હતી  .  છોકરાઓ  એને દેખાવ પૂરતા    બકરી હાન્ક્વાનો દેખાવ કરે  .  ભાનુમતી  બકરીયું ચરાવતી હોય  અને તાજ્મામદને  જુવે એટલે પોતે આઘી પાછી થઇ જાય, મેં જુનના વરસાદી માહોલમાં  ઢેલડ યુ  ઈંડા મુકવા આવે  .  એક વખત મેં  ઈંડામાંથી તાજુજ નીકળેલું બચું મેં પકડી લીધું અને  એને ઉછેરીને મોટું કરયુ    ખાસ  ભાનુમતી બચ્ચાની  કાળજી  રાખતી  એને ઉધઈ  વગેરે ખવડાવતી આ જીવ હિંસાને એ પાપ માનતી નહિ  . બકરીનું દૂધ પણ પીવડાવતી  વખત જતા એ મોટો મોર થઇ ગએલો પણ એને હજી રંગીન આવ્યા નોતાં  એ ઘર નજીકના આંબા ઉપર બેસી રહે તો  ખાવા પીવા માટે એ આંબા ઉપરથી નીચે ઉતરે  અથવા  કોઈ અજાણ્યું માણસ  ઘ્યાર પાસે આવે તો એના ઉપર હુમલો કરવા નીચે ઉતરે  .  ઈ ચાંચો ન મારે પણ પોતાના પગથી હુમલો કરે  . લોકો કુતરાથી ન દરે એટલા આ ભાનુબાના મોરથી ડરે આ મોર વાળી કથા તો તમને ભાનુમતી  પાસેથી સાંભળવાની  મજા આવે હવે પછીની વાત  હું મારા એરિજોના વાળા મારા મોર પરિવારની વાત કરીશ  .  .

5 responses to “સરદારનગર (ahmadabaad )પોલીસ લાઈનમાં મોરલો પાળ્યો .

 1. pragnaju ડિસેમ્બર 16, 2015 પર 7:46 એ એમ (am)

  મોર સંસારનું સૌથી સુંદર પક્ષી માનવામાં આવે છે. સનાતન ધર્મમાં મોર પંખને ખૂબ મહત્વ અપાયું
  યાદ
  Maro chhe Mor…..મારો છે મોર….! – YouTube
  Video for મોર▶ 2:37

  Dec 13, 2010 – Uploaded by hemant padhiar
  Mix – Maro chhe Mor…..મારો છે મોર….!by YouTube. Gujarati Nursery Rhymes ” જોડકણા” – Duration: 2:44. by hemant .

  • aataawaani ડિસેમ્બર 16, 2015 પર 8:52 એ એમ (am)

   પ્રિય પ્રજ્ઞાબેન હું તમારા ગીતોના ખજાનામાંથી ફિલ્મી ગીતો નથી મેળવી શ્કાન્તા

   Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

 2. Vinod R. Patel ડિસેમ્બર 16, 2015 પર 11:25 એ એમ (am)

  હું બ્રિટીશ આર્મીમાં હોવાને કારણે ઘણું શીખ્યો છું . એમાંનું એક પરિસ્થિતિને અનુકુળ થવાની ટેવ
  અને દુ :ખમાં છુપાએલું સુખ શોધી કાઢવાની ટેવ આવી બધી કેળવણી લઈને હું ઘડાએલો છું અને એટલે આ બ્લોગનાં મહાસાગરમાં સેલારા મારું છું . અને તમારા સૌ ભાઇઓબહેનો પ્રેમ અને ઉત્સાહ મેળવતો હું બ્લોગ જગતમાં ટકી રહ્યો છું . બાકી આપ જુવો છો એમ ઘણા બ્લોગરો અદૃશ્ય થવા માંડ્યા છે . ये है ब्लॉग जगतका मेला सब चला चालिका खेला .

  વાહ આતાજી તમે આ વાક્યોમાં કેટલું જીવનનું સત્ય કહી દીધું .

  મોરના ઈંડામાંથી મોટો થયેલો મોર મેં ઉછેર્યો અને પાળ્યો એ કોઈને માન્યામાં ના આવે એવી વાત લાગે પણ તમારા માટે તો એક જ કહેવત લાગુ પડે છે કે મોરનાં ઈંડાં ચીતરવાં ના પડે !

 3. સુરેશ જાની ડિસેમ્બર 16, 2015 પર 12:37 પી એમ(pm)

  તમારો મોર તો કોક દાડો ય મરે. મારો તો એવ્વો ને એવ્વો!

  • aataawaani ડિસેમ્બર 16, 2015 પર 1:26 પી એમ(pm)

   પ્રિય સુરેશ ભાઈ તમારો મોરતો અમર કહેવાય

   Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: