મારા પ્રિય .ઉત્સાહ પ્રેરક સન્મિત્રો આજે હું આપની સમક્ષ એક વાર્તા રજુ કરું
છું . જેનું શીર્ષક છે “ચંદન ઘોને લીધે પ્રેમીને પ્રેમિકા મળી ” નાઘેર
પંથકનો એક ફુટરો જવાન બરડાના બીલેશર દાદાના દર્શને જઈ રહ્યો છે
. સીધે રસ્તે ન જતાં ઇનીએ સમદર દેવના દર્શન કરતાં જવાય એ માટે એણે
કંઠાળનો આડ માર્ગ લીધો . પણ આ જવાન કે જેનું પોપટની ચાંચ જેવું
નાક, કાચી કેરીનાં ફાડિયાં જેવી આંખો , લીંબુ ઠરે એવા મૂછોના
આંકડા અને જે કાળો ઘોડો કટકણો અને સોરઠીયો સવાર
ખંભે ખંભાતી ખેસડી ભેટે જુલે તરવાર મલપતો મલપતો ઘોડો રવાલ ચાલમાં
હાલ્યો જાય છે . એવામાં એક કુંઢલાં શીન્ગાળો પાડો દોડતો દોડતો આવી રહ્યો
છે . અને પાછળ પકડો પકડો પાડાને રોકો એવી બુમો પાડતું લોકોનું ટોળું દોડતું
દોડતું આવી રહ્યું છે . આ અવાજ સાંભળી એક કુંવારી જુવાન અપ્સરા જેવી
રુપવંત યુવતી છાણાં થાપતી થાપતી સફાળી ઉભી થઇ .અને દોડતા પાડાનાં બન્ને શીંગડા
પકડી પાડાની ગરદન મરડી પાડાને રોકી રાખ્યો . એટલામાં લોકોનું ટોળું આવી
પહોંચ્યું . અને પાડાની ગરદનમાં દોરડું નાખ્યું . અને પછી પાડાને હાંકીને લઇ જવા
માંડ્યા . પણ હવે પાડો ઢીલો ઢફ થઇ ગયો હતો . કેમકે યુવતીએ એને હચ મચાવીને
થકવી દીધો હતો . ઘોડે સવાર જુવાને આ દૃશ્ય જોયું . અને વિચારે ચડી ગયો .
કે શું રૂપ છે . શું જવાની છે . અને શું શક્તિ છે . જો આવી સ્ત્રીના પેટમાં બીજ
રોપાણું હોય તો શંકરના ગણ વીરભદ્ર પૈદા થાય હો . આવા વિચારો કરતો
કરતો કરડો ઘોડેસ્વાર જુવાન છાણાં થાપતી યુવતી પાસે આવી પહોંચ્યો .
પોતાને અને ઘોડાને તરસ પણ બહુ લાગી હતી . એણે યુવતીને પૂછ્યું . અપ્સરા
આટલામાં પીવાનું પાણી મળશે . યુવતી બોલી ઉભારહો . હું થોડીજ વારમાં પાણી
ભરી લાવું છું એટલે તમારી અને ઘોડાની તૃષા તૃપ્ત કરજો . એમ કહી એ બેડું અને
તગારું લઇ નજીકની નદીએ પાણી ભરવા ગઈ . અને થોડી વારમાં પાણીથી ધોઈને સાફ
કરેલું તગારું અને માથા ઉપર આધર પધર પાણી ભરેલી હેલ લઇ લટક
મટક કરતી આવી પહોંચી અને જુવાનને અને ઘોડાને પાણી પીવડાવ્યું .
જુના વખતમાં છોકરી પરણેલી છેકે કુંવારી એની અને પુરુષ કઈ જાતિનો છે એની ખબર પડી
જતી .યુવાને યુવતીને પૂછ્યું . ક્યા ભાગ્ય શાળીના ગળામાં તમારી વરમાળા પડશે ?
યુવતી બોલી તમારા જેવા કોઈ ફાંકડેરાવના ગળામાં મારી વરમાળા આરોપાશે . યુવતી
ની વાત સાંભળ્યા પછી
ચંદન ઘોએ પ્રેમી જોડું ભેગું કરી આપ્યું .હવે વીજળીના ઘરની વાત , સવારમાં વીજળી એના રૂમમાંથી ઉતરીને નીચે શિરામણ કરવા સમયસર નો આવી એટલે વીજળીની ભાભી વીજળીની તપાસ કરવા એની રૂમમાં ગઈ . જોયું તો વીજળી ગાયબ . ઘરના સૌ ને ચિંતા થઇ કે વીજળી જાય ક્યાં ઘરનું નીચેનું બારણું તો બંધ છે તે બારણાને આગળિયો ઠસાવીને વાસેલો છે . તોપછી વીજળી ઘર બહાર નીકળે કેવી રીતે ?
લોકોએ અનુમાન કર્યું કે વીજળીનો પ્રેમી એના મિત્ર સાથે આવ્યો હશે . અને પછેડી કે ચોફાળ પકડીને નીચે ઉભા રહ્યા હશે અને વીજળી અગાસીએથી કુદકો મારીને ચોફાળ ઉપર આવી ગઈ હશે . પછી એના ભાઈએ નક્કી કર્યું કે વીજળીની ગમેતેમ કરીને ભાળ મેળવવી , અને તેને અને તેના પ્રેમીને મારી નાખીને રાઈ રાઈ જેટલા કટકા કરીને માછ્લ્યુંને ખવડાવી દેવી . આવી ક્રૂર વાત સાંભળી વિજળીનાં દાદી ધ્રુજી ઉઠ્યાં . અને વીજળીના ભાઈને ભાઈને વાત કરીકે આખર વીજળી તારી બેન છે . એને પણ પોતાની રીતે વર્તવાનો હક્ક છે . એને દબાણમાં રાખવી એ મહાપાપ છે . જો તું મારું માનતો હોય તો વીજળીની ભાળ મેળવી એનો અને એના પ્રેમીનો સત્કાર કર . એમાં તારી શોભા છે . વીજળીના ભાઈએ દાદી માની વાત માની અને દાદીમાને વચન આપ્યું કે હું વીજળીને આકાશ પાતાળ એક કરીને પણ હું તેને ગોતી કાઢીશ અને તેનું હું સ્વાગત કરીશ .
કાપડી જાતના સાધુ રાવણ હત્થો લઇ ગામડે ગામડે અને ઘરે ઘરે ફરતા હોય છે . અને ભજનો ગાઈ લોકોનું મનોરંજન કરતા હોય છે . આવા સાધુ જ્યારે વીજળીના ભાઈને ઘરે આવ્યા અને ભજન ઉપાડ્યું કે સોનલા ગાગરડીને રૂપલા કાન્ગસડી બાળુલો જોગી બેઠો નાવા રે ભરથરી . વીજળીના ભાઈએ સાધુને વાત કરી કે મારી બેનની તમે તપાસ કરીને મને ખબર આપો તો હું તમને તમારા મન ગમતી ભેટ આપીશ . અને વિજળી નું ચહેરા નિશાન આપ્યું કે તેનું નામ વીજળી છે . અને તમે કોઈદી જોઈ નહિ હોય એવી એ રૂપાળી છે ડાબા હાથના પંજા ઉપર નવ છુંદણાનો લાડુડો છુંદયો છે જમણા ગાલ ઉપર અને દાઢી ઉપર છુંદણાનું એક એક ટપકું છે . કાપડી સાધુએ વીજળીની માહિતી મેળવી અને એના ભાઈને આપી . ભાઈ બહુ ખુશ થયો અને સાધુને રતન જડિત વીંટી આપી . પછી તેડી લાવ્યા અને ધુંવાડા બંધ ગામ જમાડ્યું . અને વીજળીનાં ધામ ધૂમથી લગ્ન કરી આપ્યા .
યુવાન બોલ્યો .તોપછી મને હમણાજ વરમાળા પહેરાવી દે અને ઘોડા ઉપર સવાર થઇજા .
હું તુને બાવળ આવળ અને આંકડાના ફૂલ લાવી આપું છું . યુવતી બોલી .જુવાન ઉતાવળો ન થા ” ઉતાવળો અથડાય પડે ” અત્યારથીજ જો હું તારી સાથે હાલી નીકળું તો મારા ઘરમાં
કલ્પાંત થઇ જાય , અને મને અતિ પ્યારી દાદીમા અગ્નિ સ્નાન કરી લ્યે . મને મેળવવા
તારે થોડી તપસ્યા કરવી પડશે કષ્ટ વેઠવું પડશે . અને તોજ આપણા વચ્ચેનો પ્રેમ મજબુત બનશે . યુવક યુવતીની બુધ્ધિ શક્તિ અને ચતુરાય ઉપર વારી ગયો . યુવતીએ પોતાનું ઘરનો કેડો દેખાડ્યો કે ગામની અંદર તું પ્રવેશ કર એટલે તારા ડાબે હાથે બહુજ ઊંચું બે મજલાનું રાખહ બારે એક મકાન આવશે એની ઉપરના માળે ધરુ બારે એક ઓરડો છે . અને ઓરડાની આગળ ખુલ્લી
અગાસી છે . આ ઓરડામાં હું એકલી રહું છું . આખું મકાન પાકું છે . અને એકદમ લીસું છે .
અને ઓરડા ઉપર સીધો બિલ્લી પગે આવીને મને લઈજા .જવાન વિચારે ચડી ગયો . કે આકામ
શીરીં નાં પ્રેમી ફરહાદ નાં પહાડ ખેંચી લાવવા જેવું છે . એને સંત તુલસીદાસની ચોપાઈ યાદ આવી
जाको जिसपे सत्य सनेहु सो तीनू मिलहु न कछु संदेहू . યુવકને વિચારે ચડેલો જોઈ યુવતી બોલી અરે શું વિચાર કરી રહ્યો છો ભગવાન ઉપર આપણા સાચા પ્રેમ ઉપર ભરોસો રાખ ભગવાન તુને સહાય કરશે . પ્રેમમાં અંધ થએલાં બંને માંથી એકેયને એક બીજાનું નામ પૂછવાનો કે જાતી વિષે
પૂછવાનું સુજ્યું નહી , હવે યુવતીએ યુવાનનું નામ પૂછ્યું . યુવાને પોતાનું નામ કીધું .
બલભદ્રસિંહ અને પોતે ક્ષત્રીય છે એવું કીધું . સાંભળીને યુવતી બોલી તો તો પછી તારા
સગાં વહાલાં સમાજ મને નહી અપનાવે કેમકે હું ધીવરની પુત્રી છું .( માછીમાર ) મારું નામ પૂછવાનો તુને સમય મળ્યો નથી લે હું જાતેજ કહી દઉં છું . મારું નામ વીજળી છે . મુન્જામાં જવાન ચન્દન ઘો તુને મારા સુધી પહોંચાડી દેશે . અને હવે તું જા આજે શરદ પુનમ છે
.ખટકો રાખીને દિવાળી પેલા પેલા આવી પહોંચજે જુવાન વીજળીની ભાવ ભીની વિદાય
લઇ બીલેશર દાદાના દર્શને મારતે ઘોડે પહોંચી ગયો . દાદાના દર્શન કર્યા પછી પાછો ફર્યો
અને ચંદન ઘોની તપાસ કરવા ઘોયરાઓના શિકારીઓના કુબાઓમાં ભટકવા લાગ્યો પણ કોઈ ખબર સમાચાર મળતા નથી . છેલ્લે એક શિકારીએ કીધું કે બાપુ હું તમને ચંદનઘો લાવી
આપીશ અને બાપુ બહુ ખુશી થયા અને બોલ્યા જો તું મને ચંદન ઘો લાવી આપે તો હું તુને મો
માગ્યું ઇનામ આપીશ બસ થોડાક દિવસમાં શિકારી ચંદન ઘો પકડી લાવ્યો . બાપુ બલભદ્ર
સિંહે શિકારીના કામની કદર કરી અને એને અઢળક દ્રવ્યની બક્ષિશ આપી . અને પછી ઘોની કમર ઉપર બાપુએ રેશમી મજબુત દોરી બાંધી અને ઘોને છટકી ન જાય એ માટે મજબુત
પાંજરામાં મૂકી એક ક્ષણ નો પણ ટાઈમ બગાડ્યા વિના ઘોને લઈને મારતે ઘોડે વીજળી વેગે
વીજળીને લઇ આવવા બલભદ્ર સિંહ ઊપડ્યા અને વીજળીના મકાને અંધારી રાતે પહોંચી
ગયા . અને મકાનને ઉપલે માળે કે જ્યાં વીજળી રહતી હતી . તે ઓરડાની ભીત ઉપર ચંદન
ઘોનો ઘા કર્યો . ઘો પોતાના ચારેય પગોથી મજબુત રીતે ભીંત ઉપર ચોંટી ગયી અને પછી
બાપુ દોરડા વાટે ઉપર પહોંચી ગયા . બાપુને જોય વીજળી બહુ ખુશી થઇ અને બાપુએ પછી ઘોને ખેંચી લીધી . અને તેની કમરે બાંધેલી દોરી છોડી નાખી અને ઘોને પાંજરામાં મૂકી અને દોરીને સરકલી ગાંઠે અગાસીના ક્ઠેડે બાંધી બન્ને જણાં વારા ફરતી નીચે ઉતરી ગયાં . અને પછી
સરકડી દોરીની ગાંઠ ખેંચીને દોરી છોડીને દોરી લઈને ઘોડાની ખોગીરમાં મુકીને બન્ને જણાં ઘોડા ઉપર સવાર થઈને ભાગી છુટ્યા .
Like this:
Like Loading...
Related
સરસ વાત
કહેવત ઘો મરવાની થાય ત્યારે અવળા વાડે જાય
નેચર પાર્કમા જે વન્યપક્ષીઓ જોવા મળે છે તેમાં નાનો કલકલિયો, ટિટોડી, ફૂલ સુંઘણી, દેવચકલી, સોનેરી લક્કડખોદ, મોર, ઢેલ, કંસારો, ટપકીલી નાચણ, મોટો કશ્યો, પતરંગો, ગીરનારી કાગડો, લીલી બગલી, બુલબુલ, કોયલ, કાબર, ચકલી, દૈયડ, ખેરખટ્ટો, ભોંયચકલી, કાળી કંકણસાર વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પ્રાણીઓમાં નીલગાય, પાટલા ઘો, સસલાં, વિવિધ જાતિના સર્પો, શિયાળ, શાહુડી વગેરે અહીં વિશેષ પ્રમાણમાં જોવા મળે છે
Chandan go – YouTube
Video for youtube chandan gho▶ 1:22
May 6, 2015 – Uploaded by Chhaganlal Bochawat
Chandan go … Rain, Rain, Go Away and Many More Videos | Best Of ChuChu TV | Popular Nursery Rhymes …
rahul katesar gav discovery….. – YouTube
Video for youtube chandan gho▶ 1:00
Apr 28, 2012 – Uploaded by Rahul Kumar
yeh ek goh hai…. … 1:43. Special Report – patla gho Catch in Ushmanpura Area – Duration: 0:51. by Kalpesh …