જય નાગ બાપા

dctm_penguin_uk_dk_al629526_pkusmj

એક કિસ્સો સૌ ના માટે લખું છું .

       હું ચાલ્યા જતા કોબ્રા (નાગ )ને મારા ખુલ્લા હાથે પકડી લઉં છું અને મારા ઘરની આજુ બાજુની કાંટાની વાડમાં મૂકી દઉં . છું મારા ઘરના ટેવાઈ ગયા હોય એટલે સાપ ઘરની આજુ બાજુ આંટા મારતા હોય મન ફાવેતો ઘરની અંદર પણ આવી ગયા હોય. પણ અમારા ઘરનાઓને કોઈ આશ્ચર્ય થતું નહી કે ડર લાગતો નહી

      આ વાત અમે સરદાર નગર અમદાવાદમાં રહેતા હતા ત્યારની વાત છે .દેવ આ વખતે હાઈસ્કુલ નો વિદ્યારથી હતો . અને દિલ્હી દરવાજા બહાર એચ બી કાપડિયા હાઈસ્કુલમાં ભણવા જતો . અહિં એક રામજી નામનો અસારવામાં રહેતો છોકરો દેવ સાથે ભણતો . અસારવામાં ઘોંઘાટ થતા રેહતા હોય . કોઈ શીંગ ચણાની લારી વાળો બુમો પાડતો હોય કૂતરાં ભસતાં હોય . જ્યારે અમે રેહતા તે શાંત વિસ્તાર ઘરની બાજુમાં મેં શેતુરનું ઝાડ વાવેલું અને ઘરની આજુ બાજુ કાંટાની વાડ કરેલી . એક દિ દેવે રામજીને કીધું કે તું રજામાં મારે ઘરે આવતો હોય તો આપણે સાથે અભ્યાસ કરીએ . રામજી એકદી રજામાં સવારે ઘરે આવ્યો . સાથે લંચ પણ લઇ આવ્યો મારી વાઈફ ભાનુંમતિએ રામજીને કીધું . હવેથી ખાવાનું ન લઇ આવતો દેવ સાથે તું પણ જમી લેતો જજે .

       એક દિ દેવ અને રામજી શેતુરના ઝાડ નીચે ખાટલા ઉપર બેસીને વાંચી રહ્યા હતા. એટલામાં વાડમાંથી અવાજ આવ્યો રામજી માટે આ અવાજ નવીન હતો એણે દેવને પૂછ્યું . દેવ આ શેનો અવાજ છે ? દેવ ખાટ્લા ઉપર થી નીચે ઉતર્યો અને વાડમાં જોયું . અને રામજીને બહુ સહજતાથી કીધું ઈતો કોબ્રા દેડકાને ગળી રહ્યો છે . દેડકું મોતની ચીશો પાડે છે . સાંભળીને રામજી એક દમ ભાગ્યો . ઈ પગરખાં પહેરવા પણ નો રોકાણો ઈ ભાગ્યો ઈ ભાગ્યો એક વખત દેખાણો પાછો આવ્યો નથી .

આવે નાગ પાંચમ નાગ દેવ પૂજે
ગારાના નાગલા બનાવેજી
સાચુકલો નાગ દેવ નીકળે ઘરમાં તો

“આતા બાપુને ” તેડાવજોજી  

સૌનું ભલુ કરજો .

One response to “જય નાગ બાપા

  1. Vinod R. Patel નવેમ્બર 23, 2015 પર 11:38 એ એમ (am)

    હિમતલાલ જોશીનું નામ વરસો પહેલાં કદાચ ૨૦૦૩/૨૦૦૪ માં ગુજરાત ટાઈમ્સમાં એમણે આંગણે મોર પાળ્યો એ વિષે અને નાગ સાથેની મૈત્રી વિષે વાચકોના પત્રો વિભાગોમાં લખેલું ત્યારે એ વાંચીને મેં સાંભળેલુ .એ વખતે આ વાંચીને મને થયેલું આ ભડનો દીકરો કેવો કહેવાય કે અમેરિકામાં આવીને પણ પણ મોર અને નાગ સાથે રમે છે. હવે આજે આવી એમની આવી નાગ બાપાની વાતો એમને નજીકથી ઓળખતા એક મિત્ર તરીકે વાંચવાનો આનંદ લઇએ છીએ.

    સૌનું ભલું ઈચ્છતા બાપુ આતાજી ને ઘણી ખમ્મા ..ઘણું જીવો .. આતાવાણી વદતા કહેતા રહો.

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: