Daily Archives: નવેમ્બર 23, 2015

જય નાગ બાપા

dctm_penguin_uk_dk_al629526_pkusmj

એક કિસ્સો સૌ ના માટે લખું છું .

       હું ચાલ્યા જતા કોબ્રા (નાગ )ને મારા ખુલ્લા હાથે પકડી લઉં છું અને મારા ઘરની આજુ બાજુની કાંટાની વાડમાં મૂકી દઉં . છું મારા ઘરના ટેવાઈ ગયા હોય એટલે સાપ ઘરની આજુ બાજુ આંટા મારતા હોય મન ફાવેતો ઘરની અંદર પણ આવી ગયા હોય. પણ અમારા ઘરનાઓને કોઈ આશ્ચર્ય થતું નહી કે ડર લાગતો નહી

      આ વાત અમે સરદાર નગર અમદાવાદમાં રહેતા હતા ત્યારની વાત છે .દેવ આ વખતે હાઈસ્કુલ નો વિદ્યારથી હતો . અને દિલ્હી દરવાજા બહાર એચ બી કાપડિયા હાઈસ્કુલમાં ભણવા જતો . અહિં એક રામજી નામનો અસારવામાં રહેતો છોકરો દેવ સાથે ભણતો . અસારવામાં ઘોંઘાટ થતા રેહતા હોય . કોઈ શીંગ ચણાની લારી વાળો બુમો પાડતો હોય કૂતરાં ભસતાં હોય . જ્યારે અમે રેહતા તે શાંત વિસ્તાર ઘરની બાજુમાં મેં શેતુરનું ઝાડ વાવેલું અને ઘરની આજુ બાજુ કાંટાની વાડ કરેલી . એક દિ દેવે રામજીને કીધું કે તું રજામાં મારે ઘરે આવતો હોય તો આપણે સાથે અભ્યાસ કરીએ . રામજી એકદી રજામાં સવારે ઘરે આવ્યો . સાથે લંચ પણ લઇ આવ્યો મારી વાઈફ ભાનુંમતિએ રામજીને કીધું . હવેથી ખાવાનું ન લઇ આવતો દેવ સાથે તું પણ જમી લેતો જજે .

       એક દિ દેવ અને રામજી શેતુરના ઝાડ નીચે ખાટલા ઉપર બેસીને વાંચી રહ્યા હતા. એટલામાં વાડમાંથી અવાજ આવ્યો રામજી માટે આ અવાજ નવીન હતો એણે દેવને પૂછ્યું . દેવ આ શેનો અવાજ છે ? દેવ ખાટ્લા ઉપર થી નીચે ઉતર્યો અને વાડમાં જોયું . અને રામજીને બહુ સહજતાથી કીધું ઈતો કોબ્રા દેડકાને ગળી રહ્યો છે . દેડકું મોતની ચીશો પાડે છે . સાંભળીને રામજી એક દમ ભાગ્યો . ઈ પગરખાં પહેરવા પણ નો રોકાણો ઈ ભાગ્યો ઈ ભાગ્યો એક વખત દેખાણો પાછો આવ્યો નથી .

આવે નાગ પાંચમ નાગ દેવ પૂજે
ગારાના નાગલા બનાવેજી
સાચુકલો નાગ દેવ નીકળે ઘરમાં તો

“આતા બાપુને ” તેડાવજોજી  

સૌનું ભલુ કરજો .