Daily Archives: નવેમ્બર 13, 2015

સુરતી ભાષાનું લખાણ- ડો. કિશોર મોદી

એ મારે તને કંઈ કેવાનું ની ઓય, એઈ વિહલા હાંભળ મારી વાત .

ગામનો મંગલો ભૂવો જ્યારે ડાકલી વગાડીને ધૂણતો

ઓઈ તિયારે તેના ચાળા નીં પાડતો,

ભેંહનાં હિંગડા ભેંહ ને ભારી એ મારે તુને કંઈ કેવાનું નિં ઓય

દિવાહાના દાડે ઢીંગલી ઢીંગલા નાં લગન વખતે

પેલો કીકુ બામણ ઊંધા મંગળ ફેરા ફરવાનું કેઈ

તિયારે જાન માંડવે આવેને કન્યા અઘવાની (જાજરૂ જવાની ) થાય

એવું બાનું નિં બતાવતો , એ મારે તને કંઈ કેવાનું ની ઓય

———-
ગોકુલ અષ્ટમીની રાતે કૃષ્ણ નો જન્મ સમય વીતી જાય તિયારે

सम्भवामि युगे युगे નો શ્લોક ટાંકીને સીઝીરીયન કરવાની વણમાગી સલાહ નિં આપતો

લોકોને ઉજાગરા થાય તેમાં આપળા બાપનું શું જાય ,

એતો કામળ ભીની થહે તેમ ભારી લાગહે એ મારે તને કંઈ કેવાનું નિં ઓય .

નવરાતના દાડામાં લઠ્ઠો પીવાથી કોઈને માતા આવે કે

કોઈને હાપ કરડે ને ભાથી દાદાની હાજરીથી ઉતરે  તિયારે રખે કંઈ બોલતો ,

ઉકરડામાં હાંઢ મુતરે તો કેટલી અસર થાય , એ મારે તને કંઈ કેવાનું નિં ઓય ,

ગામમાં કોકનાં છૈયા છોકરાંને રતવા થાય ને રામલીલા રમાડવાની બાધા રખાય

તિયારે નકામો વિરોધ નિં કરી બેહતો ,

કુંવર બાઈનું મામેરુંનો ખેલ ભજવાય ને

નરસી મેતો હાથમાં પખાલ લેઈ રાગ મલ્હાર ગાવાની તીયારીમાં ઓય

ને કોઈ બુધિયો ઝાડ પરથી પાણીના દોરીયા હાથે નીચે પડી જાય .

તિયારે વી આઈ પી ની ચેરમાં બેઠો બેઠો અહ્તો નિં

નૈતર પેલા ગલબા ફક્કડને ખોટું લાગહે .

રામલીલા તો આવીજ ઓય છાણ નાં દેવને ચણોથીની આંખજ ઓય ,

વાળની નઈ એ મારે તને કેવાનું નિં ઓય .

વળી ગામમાંતો આવું ચાઈલા જ કરે ,

હ્ર્પંચ બોલે ઈ હવ્વાવીહ ને બે પાંણ

રામજી મંદિરના ઓટલે મુકેલી ધર્માદા પેટીના

પૈહામાંથી હરપનચનો છનીઓ

ડાંગ ધોળી બીડીના ધુમાડા કાઢે

ને હરપંચ ને મન મારો પોઈરો

એટલે યુધીષ્ઠીર અને બીજાના દુર્યોધન

તિયારે તને એમ થાય કે વરની માં છિનાળ તો  જનડીને હું કેવું ?

પણ આપળે તો ગામમાં રેવાનું છે . એ

ટલે બુઈડા તો બે વાંહ વધારે હમજ્યો એ મારે તને કેવાનું નિં ઓય .

—————–

  • હાંભળ = સાંભળ
  • બેહ્તો = બેસતો
  • ઓય = હોય
  • તીયારીમાં = તૈયારીમાં
  • નિં = નહી
  • હાથે = સાથે
  • ભેંહ = ભેંસ
  • અહ્તો = હસતો
  • હિંગડા = શિંગડાં
  • ચાઈલા = ચાલ્યા
  • કેય = કહે
  • હ્ર્પંચ = સરપંચ
  • હ્વ્વાવીહ = સવાવીસ
  • બાનું = બહાનું
  • પૈહા = પૈસા
  • આપળા= આપણાં
  • કાળે = કાઢે
  • હું = શું
  • પોયરો = છોકરો
  • થહે = થશે
  • બુઈડા = ડૂબ્યા
  • લાગહે = લાગશે
  • વાંહ = વાંસ
  • હાપ = સાપ
  • હમજ્યો = સમજ્યો
  • હાંઢ = સાંઢ