સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 149,348 મહેમાનો
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચય
- મળવા જેવા માણસ – સુધીર ગાંધી ફેબ્રુવારી 23, 2023
- અનુરાધા ભગવતી ઓગસ્ટ 8, 2022
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker જુલાઇ 29, 2022
Join 144 other subscribers
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
બસ આ રીતે જ આતાવાણીમાં લેખ મુકાવતા રહેજો. મજા આવે છે.
પ્રિય પ્રવિણકાંત શાસ્ત્રી ભાઈ
ટેનીસી આવ્યા પછી મને બ્લોગમાં લખવાનું ફાવતું નથી . રબારી વાળો લેખ મારા ઉપર કૃપા કરીને સુરેશ જાનીએ પોતાની મેળેજ મૂકી દીધેલો . સુરેશ ભાઈ પણ કામ વાળા માણસ એને કામ ચીંધવાનું મને ગમતું નથી .
સુરેશ્ભાઈ ભલે કામવાળા હોય પણ લાગણી વાળા પણ એટલા જ છે. અને આવડતવાળા પણ છે. એમની પાસે રજ નહી તો પણ અઠવાડિયામાં એક પોસ્ટ તો મૂકાવો જ.
અમારા ગામમાં પણ રબારીની થોડી વસ્તી હતી. એને રબારીનો નેહ્ડો -નેસડો કહેતા . રબારી કરતાં રબારણ ગણતરીમાં હોશિયાર ગણાતી . ઘરમાં એનું રાજ ચાલતું. જાડાં ભડકીલાં કપડાં વચ્ચે પણ દેખાવમાં એ સુંદર લાગે.યાદ આવી જાય આ ગીત …ભોળી રે ભરવાડણ મહી વેચવાને ચાલી રે …
માથાભારે રબારી ખેતરમાં ઢોર ઘુસાડી ઉભો પાક ચરાવી દેતા .એમાંથી ખેડૂત અને રબારી વચ્ચે ઝગડા થતા. લાકડીઓ ઉછળતી .લોહી લુહાણ થયાના કેસ બનતા. રબારીનું જમણ એટલે ખાજાં . એમાં ઘીની ધાર કરી મહેમાનોને પ્રેમથી જમાડે .
પ્રિય વિનોદભાઈ તમે મને એક વાત અપાવી દીધી .અમદાવાદ પાસેના રક્નપુર ગામમાં રબારીએ ભેલાણ કર્યું .પટેલોએ ઢોરને ડબામાં પુર્યા દંડ વસુલ થયો . અને ઉપરથી કેસ થયો . હું સમન્સ બજાવવા સાઇકલ ઉપર બેસીને રકન પુર ખેતર વચ્ચેની કેડી ઉપરથી . ઘણી કેદીયો દેખાણી કઈ રકનપુર જવાની કેડી એ કોને પૂછવું ? એ સવાલ મને મુન્જાવતો હતો . એટલામાં મેં એક જુવાન જોધ ખુબ સુરત પટલાણીનેજોઈ પટલાણીએ મને જોઇને ઘૂંઘટ કાઢ્યો મેં કીધું બેન હું અજાણ્યો માણસ આપણે એક બીજાને ઓળખાતા નથી . મારે તમને ગામનો રસ્તો પૂછવો છે . તમે ઘૂંઘટ ભલે કાઢ્યો . પણ જો તમે બોલશો નહિ તો હું ગોટે ચડી જઈશ . બાઈએ મારી વિનંતી ઉપર ધ્યાન આપ્યું . અને ઘુંઘટ ખોલીનાખ્યો . મારી સાથે વાત કરી અને રકન પૂરનો માર્ગ ચીંધ્યો . હું જુવાન હતો . ખેતરના ઊંચા મોલની આડશ હતી . એકાંત હતી . પણ મને એ સુંદરી ઉપર કુ વિચાર આવ્યો નહી . કુદ્રષ્ટિ પણ પેદા ન થઇ , ઉપર થી મને એની લજ્જા ઉપર માન થયું .અને એ દેવીના પગે લાગવાનું મન થયું . રુસ્તમી અને આ દેવીનો પ્રસંગ મને જિંદગી ભર યાદ રહી ગયો . રુસ્તમીની વાત મેં “આતાવાણી” લખી છે . અને અમેરિકન પીતરીની વાત પણ મેં લખી છે . પિતરી ઉપર મને સુદૃષ્ટિ થઇ શકે એમ નથી . કેમકે खुल्ला सीना दिखायके बद मस्त बना दिया . पितरीने आँख मार् के कत्ल कर दिया હાળી પિતરી મારાથી ભુલાતી નથી . એ તો આ 94 વરસના જુવાન ઉપર ફિદા હતી . બદ મસ્ત= કામવૃત્તિ જગાડનાર
રબારી કોમ એટલે વગડાની રાજા…જય ગોપાલાની મજા જેવી આપની આ મીઠડી વાત.
રમેશ પટેલ(આકાશદીપ)
પ્રિય રમેશભાઈ પટેલ .
તમારું નાનકડું વાક્ય પણ મારામાં ઉત્સાહ જગાડે છે .
કૃપા કરીને મેં જે વિનોદભાઈ પટેલની કોમેન્ટનો જવાબ આપ્યો છે . એ પણ વાંચજો .એના અનુસંધાનમાં તમારી કોમેન્ટનો જવાબ લખું છું . એ રબારીનો જે કોર્ટમાં ચાલતો હતો તેના જજ સ્ત્રી હતા મેં આ રબારીને કોઈ જાતના દંડ ભર્યા વગર છોડાવી દીધેલો , જજ બાઈ બહુ દયાળુ હતી . મેં રબારીને એક પોઈન્ટ બતાવ્યો કે તું જજ ને કહેજે સાબ આગલી રાતનો ઉજાગરો હોવાના કારણે હું ઊંઘી ગએલો , અને ભેંસો ખેતરમાં ઘુસી ગએલી . મેં ઈરાદા પૂર્વક ભેલાણકર્યું નથી . અને સાહેબે ” હવે ધ્યાન રાખજે ” ઉજાગરો હોય ત્યારે કોક બીજાને ભેસો ચરાવવા મોકલવાનો . કહેજે . એમ ચેતવણી આપી રબારીને છોડી દીધેલો .