આતાવાણી
પ્રિય સુરેશ ભાઈ,
ભાનુમતી વિષે થોડું લખાણ હમણાજ લખીને તમને મોકલી આપ્યું છે. થોડું બાકી છે જે હવે લખું છું। હો ઘણી વખત બીજું બટન દબાવી દઉં એટલે લખાણ ભુંસાઈ જાય છે એટલે અધૂરું મોકલી આપ્યું છે . તમે ખુબ બીજી હોવા છતાં મારું કામ કરી આપો છો એ બાબત હું તમારો ઘણો આભાર વશ છું . ભાનુંમતીનું લખાણ પૂરું થઇ જાય એટલે પછી આતાવાણી માં નહિ લખું તોપણ ચાલશે પછી હું મિત્રોના લખાણો વાંચીશ ભાનુ મતિ વિષે લખવા માટે મારા પરિવારનો ઘણો આગ્રહ હતો .
———–

ભાનુમતી હિમ્મતલાલ જોશી (આતાની વહાલસોયી પત્ની) )આજે હું ભાનુમતિની આપ સહુને ઓળખાણ કરાવું છું .ભાનુમતીનો જન્મ જુનાગઢ જીલ્લાના કેશોદ ગામે જુન 18 1923ની સાલમાં થયેલો . કેસોદને શહેર નહિ , પણ કસબો કહેવાય . મારા કાકા ભાનુમતી નાં ઘરકામની ધગશ , સ્વચ્છતા , વ્યવસ્થાશક્તિ , ઉપર ખુબ આકર્ષાયા .કાકાએ મારી માને વાત કરી કે ભાભી જો આ છોકરી સાથે હેમતનું લગ્ન થાય તો તમારા ઘરનું કામ ઉપાડી લ્યે અને તમને જલસા થઇ જાય , એ સમયમાં અમારી બાજુ કન્યા વિક્રય થતો . કન્યાનો બાપ વરના બાપ પાસેથી ગરજ પ્રમાણે પૈસા પડાવે .મારા બાપાએ કાકાને વાત કરીકે હાલ હેમત લગ્ન કરવાને લાયક ન કહેવાય વળી કન્યાના બાપને આપી શકીએ એટલા પૈસા પણ અમારે પાસે નથી . કાકાએ કીધું કે કન્યાનો બાપ બહુ પૈસાનો લાલચુ લાગતો નથી . બહુ બહુતો લગ્ન ખર્ચ પૂરતા પૈસા તમારી પાસેથી લેશે ,
અને પછી બાપાએ ધારેલા એના કરતાં ઓછા પૈસા કન્યાના બાપ જાદવજી વ્યાસે લીધા .અને હેમત ભાઈ 1937ના મેં મહિનામાં લાડી લઈને દેશીંગા ઘરે આવ્યા રાત પડી ગઈ હતી . એક રૂમમાં ગામ સગપણે મારી ભાભી થતી ભાભીએ પથારી પાથરી દીધી અને દીવો ઠારીને મને અમુક કામસૂત્ર ની ટ્રેનીંગ આપી ને જતી રહી ,અને नई अबला रसभोग न जाने सेज किये जिय माय डरी , रस बात करी तब चोंक चली तब कैंथने जायके बॉ पकरी . પછી સવાર પડ્યું ત્યારે મેં મારી ઘરવાળીનું મોઢું જોયું પહેલી વાર
અમેતો ગામડિયા માણસ ગાયું ભેંસો રાખનારા અને ભાનુમતી શહેરમાં ઉછરેલી પણ બહુ અલ્પ સમયમાં ઢોર માટે સીમમાંથી ઘાસ ચારો લાવતા ગાયો ભેસોનું દૂધ કાઢતાં છાશ વલોવતા છાણ વાસિંદુ કરતાં શીખી લીધું .વષો વીત્યા પછી ભાનુમતી ગર્ભ વતી બની અને બાળક અવતરવાનો સમય પાકી રહ્યો હતો . અમારા માટીના ઘરને ગાર કરવા માટે ઉપરાઉપર બે ટોપલા ભરીને માટી ખોદી લાવી માટી નીચે નાખી અને મારી માને વાત કરીકે મા મને પેટમાં દુ: ખે છે . માએ કીધું તુને બાળક અવતરવાનું હશે એટલે તુને પેટમાં દર્દ થાય છે એમ કહીને માએ એક રૂમમાં ખાટલો ઢાળી દીધો . અને કોકને કીધું કે તમે ગામમાંથી તમારા બાપાને કહો કે જલ્દી ઘરે આવે અને સાથે સુયાણીને લેતા આવે બાપા એ સુયાણી મલી મા ભાટુની તપાસ કરી મલી મા એક બાઈને સુવાવડ કરાવવા કોઈકને ઘરે ગયાં હતાં . મલી મા બાપાને કહે હું અબ ઘડી એજ આવું છું .
બસ પળવારમાં મલીમા અમારે ઘરે આવ્યાં એટલામાં તો દીકરો જન્મી ચુકેલો હતો . પછી મલીમા એ નાળ કાપવા માટે દાતરડું લીધું થોડી વાર પહેલાં આજ દાતરડાથી મારી માએ ડુંગળી સમારેલી એટલે માએ સુયાનીને કીધું બેન ઉભા રહો; હું આ દાતરડું ધોઈ નાખું કેમકે આ દાતરડાથી થોડી વાર પહેલા મેં ડુંગળી સમારેલી છે .. સંભાળીને મલી મા બોલ્યા વ્યાધી કરોમાં મારા હાથે કોઈ બાળક બગડ્યું નથી .
આ એ બાળક કે જેણે ઉઘાડે પગે બકરીઓ ચરાવેલી અને મેટ્રીકમાં 14 મેં નંબરે પાસ થયો અને નેશનલ મેરીટ સ્કોલરશીપ મેળવેલી .હાલ એ દેવ જોશીના નામે અમેરિકામાં રેડિયો ઇન્ટર નેટ ઉપર જાણીતો છે .
વખત જતા હું અમદાવાદમાં પોલીસ ખાતામાં ભરતી થયો ભાનુમતી મારી સાથે અમદાવાદ આવી. એક વખત પોલીસ વડા પાવરી (પારસી )સાહેબને તુક્કો સુજ્યો તેને પોલીસનાં બૈરાં ઓની માથે પાણીના ભરેલા બેડા મૂકી દોડવાની હરીફાઈ રાખી માથા ઉપર રાખેલા બેડાને હાથ અડાડવાનો નહિ. હાથને લટક મટક કરતા દોડવાનું .અમને કોઈને કશી ખબર નહિ અને ભાનુમતી હરીફાઈ માટે નામ નોંધાવી આવી . મેં અને દીકરાઓએ હરીફાઈમાં ભાગ ન લેવાની સખત નાં પાડી . કીધું કે તું પડી બડી જઈશ તો લોકોને હસવાનું થશે . આ બધી જુવાન છોકરીયો તુને આગાળ આવવા નહી દ્યે .પણ આતો ભાનુમતી એમ થોડી માની જાય , એ હુંકારથી બોલી હું દોડવાની છું અને પહેલો નમ્બર લાવવાની છું .
લાઈન સર બૈરાં માથે બેડા મુકીને ઉભાં રહ્યાં જ્યાં સુધી દોડવાનું હતું ત્યાં એક પોલસ ને બેડાં ઉતારવા ઉભો રાખ્યો . બંદુક ફૂટી અને બૈરાં દોડ્યાં કેટલીકના બેડાં થોદુક જ ચાલતા નીચે પડી ગયા .અને આ ભાનુમતિ
ભાનુમત ભડ ભાદરી માથે અધ્ધર બેડું હોય
હરીફાઈમાં હડી કાઢે ઈનો નંબર પેલો હોય .
ઈતો સરહદ ઉપર આવીને સહુ પહેલાં ઉભી રહી પોલીવાલો કહે કાકી તમારો પહેલો નમ્બર આવી ગયો . લાવો હું બેડું ઉતારું . ભાનુમતી બોલી ઉભો રહે ઓલીયું મારી મશ્કરી કરતી હતિયું ઈને આવવા દે પોલીસ બોલ્યો કાકી ઈતો નંબર આવવાની આશા છોડીને ઘર ભેગી થઇ ગયું .
પોલીસ લાઈનમાં સાંજ સવાર બબ્બે કલાક પાણી આવે ભાનુમતી માથાભારે બાયડી ઈ નળનો કબજો લઈલે જ્યાં સુધી પોતાના ઘરનું નાનું વાસણ પણ પાણી થી ભરાય નો જાય ત્યાં સુધી નળનો કબજો ન છોડે . એક સિંધી પોલીસ જમાદાર દલપતરામ ની બાયડીએ દલપતરામને કીધું કે ભાનુ ઘડીક્મે નલકેજો કબજો નથી છડે અને દલપતરામને શુર ચડ્યું। એ નળ પાસે આવ્યો . અને ભાનુમતીની ડોલ આઘી ફેંકી દઈને પોતાની ડોલ નળ નીચે મૂકી દીધી . તમને એમ થતું હશે કે ભાનુ બા પોતાની ડોલ લઈને રોતાં રોતાં ઘરબેગા થઇ ગયાં હશે . અરે રામનું નામ લ્યો આ નહિ હો . એણે તો પોતાની ડોલ લઈને દલપતરામના હાથામાં ઝીકી અને દલપતરામને પોતાની બૈરી પાસે પાટો બંધાવવા ઘર ભેગું થવું પડ્યું .
पोलिस लाइनमे पानीका ज़घड़ा होताथा मेरे भाई
दलपतरामने भानुमतिकी नलसे डॉल हटाई …।सन्तोभाइ समय बड़ा हर जाइ
रन चंडी बन भानु मतिने अपनी डॉल उठाई
दलपतरामके सर में ठोकी लहू लुहान हो जाइ … संतो भाई
સમય વીત્યે અમેરિકામાં અમે આવ્યા . ફિનિક્ષ્મા રહેવા લાગ્યા . અમારી સાથે મારા બે ગ્રાન્ડ સન ડેવિડ અને રાજીવ બનેને એકજ જગ્યાએ ઘરથી દુર નોકરી મળી . રાતના નોકરી હતી મોદી રાતે બસ બંધ થઇ જતી એ અમને ખબર નહિ . નોકરીના આજુબાજુના કોઈ ઠેકાણે રેસ્ટોરાં નહિ બન્ને ભાઈઓ મોડી રાતે છુટ્યા ભૂખ્યા ડાંસ તેઓએ ઘરે ફોન કર્યોકે અમે ખુબ ભૂખ્યા છીએ ચાલીને આવીએ છીએ અમારા માટે ખાવાનું તૈયાર રાખો . ભાનુમતિ એ તુર્તજ રોટલી ખીચડી શાક બનાવી નાખ્યા બંને ભાઈ ઘરે આવીને જમ્યા .
ડેવિડ જરાક લાપરવાહી માણસ. એ સ્નાન કરે ત્યારે પાણી ખુબ ઉડે એટલે ભાનુંમતીને સાફ કરવું પડે. હું એને કહું કે તું ડેવિડને કહે કે નાવામાં ધ્યાન રાખે અને પાણી બહુ નો ઉડાડે , અને ઉડાડે તો એની પાસે સાફ કરાવ તો
ભાનુ કહે એ શું સાફ કરવાનો હતો એના બાપદાદા એ કોઈ દિ કર્યું હોય તો આવડેને ? પછી મેં ડેવિડ ને કીધું કે તું હવેથી મારી જેમ બહાર બેક યાર્ડમાં નાતો જા થોડા દિવસ પાછી બાને દયા આવી મને કહે ડેવિડને કહો હવે ઘરમાં નાતો જાય . આ સમાચાર સાંભળી ડેવિડ બહુ ખુશ થયો અને બા આગળ બે હાથ જોડીને બોલ્યો તમારો આભાર બા
સિત્તેર વરસનો સાથ ભવમાં ય ભુલાશે નહિ
સાચો હતો સંઘાત ઈ માણેક વેર્યે નહી મળે .
Like this:
Like Loading...
Related
મુ.વ. આતા, વાહ… તમારા દિલે ઉગેલા અને કોમળ કલમે પ્રેમની શાહીએ ઢળેલા શબ્દો મારા દિલે સોંસરવા ઉતરી ગ્યા. ને એટલે જ મારા જુનાગઢના પાડોસી અને મિત્ર મનોજના શબ્દો મને યાદ આવે છે:
ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે,
બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે
કહો તો આ બધાં પ્રતિબિંબ હું હમણાં જ ભૂંસી દઉં
અરીસો ફોડવા બેસું તો વરસોનાં વરસ લાગે
કમળ-તંતુ સમા આ મૌનનેતું તોડ મા નાહક
ફરીથી જોડવા બેસું તો વરસોનાં વરસ લાગે
આ સપનું તો બરફનો સ્તંભ છે, હમણાં જ ઓગળશે
હું એને ખોડવા બેસું તો વરસોનાં વરસ લાગે
મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા
ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.
– મનોજ ખંડેરિયા
પ્રિય દિનેશભાઈ વૈષ્ણવ
ભાનુંમાંતીએ તો એની અમેરિકન દેરાણી ઉપર પણ એવી છાપ પાડેલી કે યાદ રહી ગઈ છે .ભાનુમતી ની શક્તિ જોયા પછી જેની પેઢીઓના લોહીમાં અને વિચારોમાં માંસાહાર ભર્યો હોઈ એવી દેરાણી એલીઝાબેથ ચુસ્ત શાકાહારી બની ગઈ .
યાદ
પહેલાંનાં બૈરાં શું શું કરતાં ? અમારા કાકાની વાત
સવારના પહોરમાં મને મરવાની ફુરસદ ન હોય. ચા-નાસ્તો, પાણી ભરવું, કપડાં, કૂકર ચઢાવવું, લોટ બાંધવો, એમને નવ વાગ્યાની લોકલ પકડવાની, છોકરાંઓને નિશાળે મોકલવાનાં. એ કશાયમાં જરીક હાથ ન દે તે તો બળ્યું, પણ ધીરે ધીરે ચા પીતાં, પગ પર પગ ચઢાવી છાપું વાંચતાં જ્યારે એક પછી એક હુકમ છોડવા માંડે – પાણી ગરમ થયું કે ? બાથરૂમમાં ટુવાલ મૂક્યો ? મારાં કપડાં ક્યાં ? ત્યારે સંયમ રાખવો અઘરો પડે.
અને કાકી તમાશો જોતી રહી. રાતે કાંસાનો વાટકો અને ઘી લઈ રૂમમાં પહોંચી ત્યારે ઘસઘસાટ ઊંઘતા હતા. ખૂબ થાક્યા હશે. મેં પગ દબાવવા માંડ્યા અને ઘી ઘસવા માંડ્યું. એ ઊઠીને બેઠા થઈ ગયા.
‘આ શું માંડ્યું છે ?’
‘કાંઈ નહીં. પહેલાંના બૈરાં પતિની સેવા કરતાં !’
બીજે દિવસે સવારે બાથરૂમમાં અબોટિયું મૂક્યું : ‘આજથી પૂજા નાહીને તમારે કરવાની.’
એમની આંખો પહોળી થઈ ગઈ : ‘આ શું ગાંડપણ માંડ્યું છે ?’
‘પહેલાનાં બૈરાં પૂજા નહોતાં કરતાં. પૂજાપાઠ પુરુષો જ કરતા.’
ત્યાર પછી બે-ચાર દિવસ ગાંધીને ત્યાંથી ખરીદી કરવી, વીજળીનું બિલ ભરવું, બૅન્કમાંથી પૈસા લાવવા, ગૅસ પૂરો થયો તેનો ફોન કરવો, છોકરાંવની નિશાળે જવું, શાક લાવવું, છોકરાંવને ભણાવવાં – બધું જ એમને સોંપ્યું ! ‘તું કર’ એમ કહેવાને અવકાશ જ નહોતો, કેમ કે પહેલાંના બૈરાં આવું કાંઈ કરતાં નહોતાં અને છેલ્લે ચાર દિવસની ‘હક્ક રજા’ લઈ મેં કામમાંથી બિલકુલ છુટ્ટી લીધી.
આવી વાત ઘેર ઘેર જોવા મળે ત્યારે તમારા મધુર સ્નેહની ઉષ્મા અનુભવી.માથે મઢુલી,નળ પર દમયંતીના હુમલા
અને અહીંની વાત ફિનિક્ષ્ પંખી જેમ રાખમાંથી જીવીત થતી નોસ્ટેલજીક યાદની કવિતા
તારા ગયા પછી
તારી સાથે કરેલી વાતો
મેં કદી સમયને સોપી નથી
એટલે જ તો
મને મળી આવે છે
ઠેકઠેકાણે
પુરાણા વારસા સાથે
નવી ઈમારતોથી
ભરાતા રહેલા આ શહેરમાં
મન ટેકવવાની જગ્યાઓ
સમુદ્ધ ઊઠળી ઊછળીને
સાક્ષી પુરાવે છે
અને જ્યાં આપણે બેસતા
એ કાળમીંઢ પથ્થર પર
સમયનું કશું ચાલતુ નથી.
તારી સાથે વીતેલી સાંજ
મેં કદી ઢળતા સૂરજને આપી નથી
એટલે જ તો
મને મળી આવે છે
ઠંડી હવા વચ્ચેથી
તારા ઉષ્ણ ઉચ્છવાસ
તારી સાથે ચાલતી
એ રસ્તાને મેં કદી
મુકામને હવાલે કર્યો નથી
એટલે જ તો…
પ્રિય પ્રજ્ઞા બેન બહુ સરસ તમારા કાકી વિશેની માહિતી આપી . ભાનુમતી પોતાની માંદગી વખતે પણ વ્હીલ ચેર પણ મને ચલાવવા નો દ્યે તેના પ્રેમે મને ઘણી કવિતાઓ બનાવવાનું સુજાડ્યું છે . એક વખત હું ન્યુ યોર્ક થી પ્લેનમાં ફિનિક્ષ આવતો હતો ત્યારે પ્લેનમાં બેભાન થઈને પડી ગયો . આ વખતનો શેર (ગજલ )में जब होगया बे होश हवाई हवाई जहाज़के अंदर क़ज़ा ले जाती गर मुझको खुदा हिफाज़त तेरी करता
तू रंजूर होती थी तो मेरा दिल धड़कता था मोत गर आ जाती तुझको तो मेरा हाल क्या होता /
भानु भानु पुकारू में मनसे भानु आ नही सकती जन्नतसे
भानु गई उक़बा मुझे अकेला छोड़ कर
जन्नतको बुला लेगी मेरा इश्क़ याद कर
ભાનુમતીના મૃત્યુ પછી હું જેનું નામ હિંમત છે એ બેદિવસ તદ્દન ગાંડા જેવો રહ્યો .અને એક વરસ ઉદાસ રહ્યો . પછી મારા પોત્ર સાથે ક્રુઝમાં ગયો , અહી મને પરમેશ્વરે મારા ઉપર કૃપા કરીને ગોરી યુવતી સાથે ભેટો કરાવ્યો અને क्रूज़मे गोरी लड़कीने ऐसा जादुकिया . बीबी गुजरजानेका जो गमथा भुला दिया .
સિત્તેર વરસનો સાથ ભવમાં ય ભુલાશે નહિ
સાચો હતો સંઘાત ઈ માણેક વેર્યે નહી મળે .
આતાજી, આપે સ્વ.ભાનુમતીબેનને યાદ કરી જીવન યાત્રાનું સરસ પ્રકરણ લખી નાખ્યું એ ખુબ જ રસસ્પદ બન્યું છે.ઘણું નવું જાણવા મળ્યું. તમારા પુત્રો- પ્રપૌત્રો માટે પણ એક તમારું સંભારણું બની રહેશે.
આતાજી ,૧૯૩૭ ના મેં મહિનામાં આપના વિવાહ થયા ૧૯૩૭ના જાન્યુઆરીમાં મારો જ જન્મ થયો. એટલે જ્યારે તમે તમારા લગ્નમાં મ્હાલતા હતા ત્યારે હું ચાર મહિનાનો બાળક હતો અને રંગુન માં ઘોડિયામાં ઝૂલતો હતો ! વાહ.
તમારી સાથે ફોનમાં વાત કરીને ખુબ આનંદ થયો.
માવતરની મીઠડી પેઢીના આશિષથી તો ભારતમાતા ઉજળી છે…સોના સંભારણાં …લાખેણાં.
રમેશ પટેલ(આકાશદીપ)