પોલાકાકા (ધનજી શેઠ )ની વાત

ટેનેસીથી આતા લખાવે છે – એ આ લેખણિયો લખે છે !!

DSCN0925

        અમારી બાજુના ગામડાઓમાં  વેપારીને  તોછડાઈ થી બોલાવે   એનું  ઉપનામ પણ રાખ્યું હોય  એવી રીતે  ધનજી શેઠનું  ઉપનામ પોલો રાખેલું  ,પોલા કાકા  ખેડૂતોને આખું વરસ  ઉધાર આપે  .  અને કપાસનો પાક  આવે ત્યારે  નિખાલસ  અભણ ખેડૂતો વેપારી પાસે હિસાબ કરાવવા આવે   , વેપારી  ચોપડો ઉઘાડે  અને હિસાબ કરે   શેર ખાંડ  હસ્તે રૂડી  .  કેટલાક  ખેડૂતો એમ કહે  . તારો ભરોસો છે કેટલા રૂપિયા થયા  ઈ વાત કર ને ? વેપારી કહે, ‘ આઠસો બેતાલીસ રૂપિયા અને  તેતાલીસ  કાવડિયા થયાં.’

    ખેડૂત બોલે  ‘હવે આમાંથી એકસો બેતાલીસ રૂપિયા અને તેતાલીસ કાવાડીયાં કાઢી નાખ   ,અને બીજા રૂપિયા લઈલે ‘

    વેપારી કહે ‘ બાપા આમાં તો મારે ગાંઠનું  ખોવું પડે ઈમ છે  .  આવો ધંધો હું કરું તો  મારાં છોકરાં ભૂખે મરે  .  પછી શેઠ વધારે ગરીબાઈ ગાવા માંડે  કે  બાપા કૈંક   દયા કરો  .

      પછી  ખેડૂત બોલે  ‘ભલે તો તું પચાસ રૂપિયા અને અને વધારાના  બેતાલીસ   રૂપિયા અને તેતાલીસ કાવડિયા કાઢી નાખ.’

     વેપારી  એનું માનીને ખેડૂત કહે એમ પૈસા કાઢી નાખે  . ખેડૂત ખુશ  થાય  અને વેપારીને રીતસરના નફાના પાંચસો  રૂપિયા થતા હોય  એને બદલે હરામના સાડા ત્રણસો  રૂપિયા મળતા હોય એટલે વેપારી ખુશ થાય અને પછી ખેડૂત પૈસા આપી દ્યે અને એક ઝુડી બીડી અને બે સોપારી લઈને ચાલતો થાય  .
એક વખત પોલાકાકાને  ખેડૂત પાસેથી કરજા પેટે  ગાભણી ભેંસ આવી એ વિયાણી અને એ ભેંસને પાડો આવ્યો   . પોલાકાકાએ  ચાર આના આપીને માલધારી પાસે મરાવી નાખ્યો   . માલધારીએ પાડાને  વાંસની નળીથી જૂની ખાટી છાશ  પીવડાવીને  મોતને ઘાટ ઉતારી દીધો   .
આ પોલાકાકા  વાટકીમાં ખાંડ અને લોટ નાખીને  સીમમાં  કીડીયોના  દર  ઉપર  થોડી થોડી  લોટ સાથેની ખાંડ નાખીને  પોતે ધર્માદો કર્યો છે  . એવો સંતોષ અનુભવે.

      હું તે દિ પંદરેક વરસની ઉમરનો ખરો  મેં પોલાકાકાને પૂછ્યું  . ‘કાકા આ પાડા  જન્મે કે તુરત  કેમ મરી જતા હોય છે ?’

    પોલાકાકા કહે, ‘ઈ ઓળે ભવ પોલીસ જમાદાર હોય છે એણે મફતમાં લોકોના  દૂધ પીધાં હોય છે એટલે એ આ ભાવ પાડા  સર્જે  એટલે  દૂધ પીધા વગરજ મરી  જાય .’

પાણી ગાળીને પીએ  અનગળ પીએ લોય
કીડીની રક્ષા  કરે ઈ માણહ  મારા હોય

4 responses to “પોલાકાકા (ધનજી શેઠ )ની વાત

  1. vimala જુલાઇ 31, 2015 પર 12:49 પી એમ(pm)

    સાહેબ(સુરેશ ભાઈ),(ગુરૂ પૂર્ણિમાના દિવસે આતાજીના દર્શન કંપ્યૂટર ગુરૂ સાથે કરાવવા
    બદલ આતાજીના લેખણિયાને પણ આભાર સહ પ્રણામ.

  2. રીતેશ મોકાસણા જુલાઇ 31, 2015 પર 9:51 પી એમ(pm)

    બહુ સરસ વાત કરી આતા….એક વાત ઉમેરું : 17 પંચા પંચાણું, પાંચ મુક્યા છૂટના (ડિસ્કાઉંટ ) લાવો પટેલ સો મા બે ઓછા. (98)

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: