Daily Archives: મે 31, 2015

તમાકુ ખાનારાને જાહેરમાં ગધેડા પર બેસાડી ફેરવવામાં આવતો

DSCN0165

ये है जूलियस सीज़रकी साली  . बहुतसे  नखरे करने वाली
अकेली रातको रहने वाली   ,छोटी ककड़ी खाने वाली
फिरभी  पेट है उसका खाली  , पिलाती आबे  इशरत प्याली
सबका तोबा तोड़ने वाली  , बातों  है उसकी निराली
तिरछी आँख लड़ाने वाली   . मुझसे शादी करने वाली
आताइने  गले लगाली  ,येहै जूलियस सीज़रकी साली   .

તમાકુ
ખાનારાને જાહેરમાં
ગધેડા પર બેસાડી
ફેરવવામાં આવતો
મોગલ
બાદશાહ જહાંગીરના
રાજમાં
આજે
તમાકુ આવક રળી આપતી
હોવાથી કાયદા અને
નિયમોમાં છીંડા
રાખવામાં આવે છે
તમાકુના
સેવનથી દુનિયામાં દર ૬
સેકન્ડે એક માણસ
મુત્યું પામે છે

અમદાવાદ, તા.૩૦

આજે ૩૧ મે વિશ્વ તમાકુ
વિરોધ્ધી દિવસ તરીકે
ઉજવાય છે. સરકારી રાહે
તમાકુનો ઉપર છલ્લો
વિરોધ્ધ કરવા માટે
કાયદાઓ અને નિયમો ઘડીને
તેમાં છીંડા
રાખવામાં આવે છે કારણ
કે તમાકુ એ મોટી આવક રળી
આપે છે, પરંતુ ભારતમાં
પોર્ટુગિઝો દ્વારા
લાવવામાં આવેલી
તમાકુના સેવન પર મોગલ
બાદશાહ જહાંગીરે
ઇસ ૧૬૧૭માં પ્રતિબંધ
મુકયો હતો. એટલું જ નહી
તમાકુ ખાનારાઓનું મોં
કાળું
કરીને ગધેડા પર
બેસાડીને નગરમાં
ફેરવવામાં આવતો હતો. આ
પ્રતિબંધ ડેકકન
પ્રદેશ, ગુજરાત અને
ઉત્તરભારતમાં એક સરખો
લાગુ પડતો હતો જો કે ઘણા
ઇતિહાસકારો માને છે કે
જહાંગીરને શરાબની ટેવ
હતી પરંતુ રાજપાટ
સંભાળ્યા પછી
તમાકુ અને શરાબ બાબતે
સખ્ત વલણ અપનાવ્યું
હતું. જહાંગીરના
જમાનામાં ભારત
આવનારા અંગ્રેજ યાત્રી
એડવર્ડ ચેરીના મત મુજબ
ભારતમાં એકાંતમાં
મદિરાપાન પર
પ્રતિબંધ હતો.

ભારતમાં ૨૫ કરોડ લોકો
બેરોક ટોક તમાકુનું
વ્યસન ધરાવે છે

આજે ચીન અને અમેરિકા
પછી તમાકુના
ઉત્પાદનમાં ભારત
દુનિયામાં ત્રીજા
ક્રમે છે. વર્ષે તમાકુ
ઉધોગ ૪૦ હજાર કરોડનો
બિઝનેસ ધરાવે છે.
ભારતમાં આજે
૨૫ કરોડ લોકો બેરોકટોક
રોજ તમાકુનું વ્યસન
ધરાવે છે, જયારે દર
વર્ષે ૮ લાખ
લોકો તમાકુના સેવનથી
મરે છે. આમ જોવા જઇએ તો
ભારતમાં મોગલવંશ પહેલા
તમાકુ
ખવાતી હોય એવો કોઇ જ
ઉલ્લેખ મળતો નથી. જો કે
વ્હાઇટલો આઇન્સ્લીએ
લખેલા
પુસ્તક મેટેરિયા
ઇન્ડિકામાં ભારત તથા
યુરોપમાં વૈદો તમાકુનો
ઔષધ કરીકે પણ
ઉપયોગ થતો હોવાનો
ઉલ્લેખ મળે છે.

ચીનમાં કિંગવંશના
માચુંઓ પણ તમાકુ
-ધુમ્રપાનના વિરોધ્ધી
હતા

તમાકુના સેવનને કોઇ પણ
શાસને પ્રાચિન સમયમાં
પણ સર્મથન આપ્યું નથી.
તેમ
છતાં તેનો આટલો બધો
ફેલાવો કેવી રીતે થયો
તે નવાઇ લાગે તેવી વાત
છે. જેમ કે
એ સમયે તુર્કીમાં જે
ધુમ્રપાન કરે તેના હોઠ
કાપી નાખવામાં આવતા
હતા.
ઇરાનના સમ્રાટો પણ
તમાકુનો ભારે વિરોધ્ધ
કરતા હતા. ચીની સમ્રાટ
ઝોંગઝેને
દેશમાં તમાકુ પર
પ્રતિબંધ લાદયો હતો.
એટલું જ નહી કિંગવંશના
માંચુઓએ પણ
ધુમ્રપ્રાનના વિરોધી
હતા. છેલ્લે જર્મનીમાં
નાઝીઓ એ તો તમાકુ
વિરોધ્ધી
ઝુંબેશ ચલાવી હતી.

તમાકુના ઝેરી તત્વનું
નામ નિકોટીન શા માટે
પડયું ?

પોર્ટુગલમાં
ફ્રાંસિસી રાજદૂત જોહન
નિકોટે પોતાની રાણીને
તમાકુના બીજ
ફ્રાંસ મોકલ્યા હતા. આ
બીજ દ્વારા તમાકુ
વાયા ફ્રાંસ,ઇગ્લેન્ડ
થઇને
યુરોપમાં ફેલાઇ હતી.
બીજ મોકલનાર નિકોટેના
નામને જોડીને
તમાકુનું
વૈજ્ઞાાનિક નામ
નિકોશિયા પડયું છે.
જયારે તેમાં રહેલું
ઝેરનું નામ પણ નિકોટ
પરથી જ નિકોટીન
રાખવામાં આવ્યું છે.
આજે આ નિકોટીનના સેવનથી
દુનિયામાં દર ૬
સેકન્ડે એક માણસ
મુત્યું પામે છે.
ઉપરાંત દુનિયામાં એક
અબજથી વધુ લોકો
ધુમ્રપાન કરે છે.