ભારે સોનુને હુંતો નાજુકડી નાર કેમ કરી બજારે નીકળાય રે લુંટારા પીટીયા મને લુંટી લ્યે રે લોલ

Golden Bride[2]

પ્રિય સ્નેહીઓ   બહેનો અને ભાઈઓ
હું એક કવિતા( રાસડો ) કાલે  “આતાવાણી” માં મુકવાનો  છું  . એની જાણ હું હમણાં લખીને કરી દઉં છું   .થોડી વાર પહેલાં એક જાતની  બી ની બ્રેસલેટ બનાવી અને નવરો પડ્યો એટલે આ રાસડો લખું છું  . એમાં  સોનાના દાગીનાથી  ભરેલી  કેરળ ની યુવતીનો ફોટો મુકીશ  .
ભારે સોનુને હું તો નાજુકડી નાર
કેમ કરી બજારે નીકળાય રે  લુંટારા પિટીયા  મને લુંટી લ્યેરે લોલ 
પાણીણાં  ભરવા  હુંતો સાબરમતી ગઈતી
 વાંઢાએ  વિસલું વગાડી રે। …લુંટારા
પાણી ભરીને હુંતો  ઘેર જ્ટ આવી
વાળાએ હેલ ઉતરાવીરે। …લુંટારા
શીરો પૂરીને મેંતો ભજીયાં બનાવ્યાં
વાલમને  હેતથી  જમાડ્યો રે। …લુંટારા
વાળું કરી વાલામીયે પથારીયું  પાથરી
ઊંધાણાંસોણલાં  સાથ રે। ..લુંટારા
 બોલ્યા  કૂકડ  બોલ્યા કાગડા રે  લોલ
નિંદરડી  તોય નવ ઉડીરે। …લુંટારા
“આતા બાપુ” એ  મને આશીર્વાદ  આપીયા
હુંતો ઇના પગે પડી જાઉં રે   ….લુંટારા 
દુનિયામાં  સોનું ખરીદનાર તરીકે  ભારતનો નમ્બર બીજો છે પહેલો નંબર  મલેશિયા કે એવા કોઈક બીજા દેશનો છે  .આ સોનાના ઘરેણા એના બાપે કરિયાવરમાં લઈ  દીધાં  છે  ભારતમાં તામિલ વગેરે ના સ્ટેટ માં  દીકરીને  ઘરેણા આપવાનો જબરો રીવાજ છે  . એડ લોકોમાં જમણ વારનો બહુ રીવાજ નથી।  મરીમાં મારી બેનને ઘરે તામિલ નાદુમાં ગઈ તી ત્યારે એક લગ્નમાં ગઈ તી તે કહેતી હતી કે આ લોકો લગ્નમાં  દીવાની વાટ પલળે  એટલું પણ ઘી ન વાપરે પણ દીકરીને સોનું ખુબ આપે  .કાહેરો ઈજીપ્ત નાં એક જાતના ક્રીશ્ચીયનોમાં એવો રીવાજ છે કે દીકરીની સગાઈ વહેલી કરી લ્યે પણ જમાઈ પાસે રહેવા માટે પોતાનું ઘર ખાઈપીએ એટલી કમાણી અને અમુક વજનનું  સોનું હોય તોજ  વરરાજો  લાડડી  ભેગો થાય  .રાવણ  ખુબ સોના પ્રેમી હતો   .  આખી લંકાને સોનાની બનાવી નાખેલી  . રામ સાથેના યુદ્ધમાં   રાવણ હાર્યો લંકા રામની થઇ ગએલી  એટલે  લક્ષ્મણે  રામને કીધું ભાઈ    હવે આપણે અહીંજ રહી જઈએ  તે વખતે  રામ બોલ્યા
यद्यपि  सुवर्ण मयी लंका  नाम लक्षमण रोचते
जननी जन्म भूमिश्च  स्वर्गादपि  गरियसि

4 responses to “ભારે સોનુને હુંતો નાજુકડી નાર કેમ કરી બજારે નીકળાય રે લુંટારા પીટીયા મને લુંટી લ્યે રે લોલ

 1. pragnaju મે 23, 2015 પર 5:29 પી એમ(pm)

  સોનું ઉત્પાદન કરનારા દેશોમાં ઑસ્ટ્રેલિયાનો ત્રીજો નંબર આવે છે. ત્યાં સોનું કાઢવા કુલ ૬૦,૦૦૦ લોકો કામ કરે છે. દર વર્ષે તેઓ આશરે ૩૦૦ ટન સોનું કાઢે છે. એની કિંમત ૫ અબજ (ઑસ્ટ્રેલિયન) ડોલર (લગભગ ૧૭૦ અબજ રૂપિયા) બરાબર છે. સોનાના ઉત્પાદનમાં અમેરિકાનો બીજો નંબર આવે છે. છેલ્લાં સોએક વર્ષોથી દુનિયામાં સૌથી વધારે સોનું ઉત્પાદન કરવામાં દક્ષિણ આફ્રિકા પહેલો નંબર લઈ જાય છે.
  પહેલાના ઇજિપ્તના રાજાઓ કદાચ એમ માનતા હતા કે સોનાને કાટ લાગતો નથી. એટલે જ તેઓ મરી ગયેલાઓનો મુખવટો નક્કર સોનામાંથી બનાવતા. ખોદકામ કરીને શોધખોળ કરનારાઓએ રાજા તુતાન્ખામેનના મરણના હજારો વર્ષ પછી તેની કબર શોધી કાઢી ત્યારે, જોવા મળ્યું કે સોનું કેટલું ટકાઉ હોય છે. આ જુવાન રાજાનો સોનાનો મુખવટો જરાય ઝાંખો પડ્યો ન હતો. એનો સોનેરી રંગ ત્યારેય ચમકતો હતો.
  સોનાની ચમક ક્યારેય ઝાંખી પડતી નથી, કારણ કે એને હવા-પાણીની કોઈ અસર થતી નથી. જ્યારે કે લોખંડ જેવી બીજી ધાતુઓને કાટ લાગતા વાર નથી લાગતી. આ સિવાય, સોનાનો અજોડ ગુણ એ છે કે એમાંથી વીજળી પણ પસાર થઈ શકે છે. એટલે જ ઇલેકટ્રોનિક ચીજોમાં એ મહત્ત્વની ધાતુ છે. ટીવી, વી.સી.આર, સેલ ફોન અને આશરે પાંચ કરોડ કૉમ્પ્યુટર બનાવવા માટે દર વર્ષે લગભગ ૨૦૦ ટન સોનું વપરાય છે. અરે, સારી કૉમ્પેક્ટ ડિસ્કમાં પણ ટકાઉ સોનાનું એક પાતળું પડ લગાવવામાં આવે છે, જેથી એ ડિસ્ક લાંબો સમય સુધી ચાલે.
  સોનાની કચકડા જેવી પાતળી પટ્ટીઓ તો હજુયે જોરદાર. સોનાની અત્યંત પાતળી પટ્ટીઓમાંથી આરપાર જોઈ શકાય છે. હવે જરા વિચારો કે એના પર પ્રકાશ પડતા શું થાય છે. એ પટ્ટી લીલા રંગના પ્રકાશને પસાર થવા દે છે. પણ લાલાશ જેવા પ્રકાશને રોકી લે છે. આ જ કારણે જે બારીઓ પર સોનાનું આવું પડ લાગ્યું હોય, એ ફક્ત પ્રકાશ અંદર આવવા દે છે, પણ ગરમી બહાર જ રાખે છે. આજના વિમાનોમાં પાઇલટની કોકપિટની બારીઓમાં, તેમ જ મોટી મોટી ઑફિસ બિલ્ડિંગોની બારીઓ પર પણ સોનાનું બારીક પડ લગાવવામાં આવે છે. એટલું જ નહિ, અંતરિક્ષયાનના પાર્ટ્સ પર પણ આરપાર દેખાય નહિ એવા સોનાના પડ લગાવવામાં આવે છે, નહિ તો એ પાર્ટ્સ બહુ જલદી ખરાબ થઈ શકે છે. આ પડ એ પાર્ટ્સનું તેજ કિરણોથી અને ગરમીથી સારું એવું રક્ષણ કરે છે.
  સોના પર જીવ-જંતુઓની પણ કોઈ અસર થતી નથી. એટલે જ દાંતના ડૉક્ટર, તૂટી ગયેલા કે સડી ગયેલા દાંતોને ઠીક કરવા કે પછી નવા દાંત લગાવવા સોનાનો ઉપયોગ કરે છે. હાલના વર્ષોમાં, સર્જરીમાં પણ સોનું બહુ ઉપયોગી સાબિત થયું છે. જેમ કે, સોનાથી મઢેલા સ્ટૈંટ્સ, એટલે કે તારની બનેલી નાની નાની ટ્યુબ શરીરની અંદર લગાવવામાં આવે છે. જેથી, ખરાબ થઈ ગયેલી નસો અને ધમનીઓને મજબૂત કરી શકાય.
  હવે તમે જોઈ શકો કે સોનું કેટલી કીમતી ધાતુ છે! એ અનમોલ છે, સુંદર પણ છે. એટલે જ તો, કોઈ શક નથી કે આ મનમોહક ધાતુ માટે લોકોની શોધ ચાલુ જ રહેશે.
  આ રાસડો ઇશ્કે મજાજી– માણસના પ્રેમને છે સંતો પણ કહે છે જે ઇશ્કે મજાજી નો તિરસ્કાર કેરે તે . ઇશ્કે હકીકી માટે લાયક નથી.આપે આ રાસડામા નાજુકડી નારની સહજ લાગણીઓને વાચા આપી છે .હવે આવા મનમાં ઊગે અને વિખરાઇ જાય તેવા સાદા વિચારો, પણ એની પાછળ રહેલી ઊંડી ફિલોસોફી ઝેન વિચારોની પાછળ દેખાય છે. ઝેન-ધ્યાનમાં કોઇ પ્રતિભાવ વિના આસપાસ બની રહેલી પ્રવૃત્તિને સાક્ષીભાવે જોવી એ એક અનુભૂતિ છે. તૃષ્ણા અથવા બુદ્ધિથી ન સમજી શકાય એવા, ફક્ત સાક્ષીભાવના વિચારો ઝેન ધર્મની વાત કરે છે…તો આ વાત ઇશ્કે હકીકી બને
  પાણી ભરીને હુંતો ઘેર જ્ટ આવી
  વાળાએ હેલ ઉતરાવીરે। …લુંટારા
  શીરો પૂરીને મેંતો ભજીયાં બનાવ્યાં
  વાલમને હેતથી જમાડ્યો રે। …લુંટારા..
  આને વાલમ તરીકે હરિ
  મૂકેશ જોષી ની રચના
  હરિનો કાગળ આવ્યો આજ !
  જાણે મારા હાથને ઝાલ્યો, એવી આવે લાજ !
  હરિનો કાગળ આવ્યો આજ !

  હરિ લખે એ વાંચી જાવા આંખો ક્યાંથી લાવું ?
  હું તો સાવ અભણ કોની પાસે જઈ વંચાવું ?
  કાગળને પણ કંઠ હોત તો થોડો હોત અવાજ !
  હરિનો કાગળ આવ્યો આજ !

  અક્ષર સાથે છેટું એ શું નથી જાણતા હરિ ?
  કાગળ પણ લખિયો તો લખિયો પાનેપાનાં ભરી !
  મને ભરી જો હોત હેતથી, કેવા કરતી સાજ !
  હરિનો કાગળ આવ્યો આજ !

  કાગળનો છે અર્થ, હરિ પણ સ્મરણ કરે છે મારું,
  હુંય હરિને ગમું અહો એ લાગે કેવું સારું !
  હરિ તમે જાતે આવીને હેલ ઉતારો રાજ !
  હરિનો કાગળ આવ્યો આજ !

  અને હરિ તમે જાતે આવીને હેલ ઉતારી

  અને ભવસાગર પાર

 2. રીતેશ મોકાસણા મે 24, 2015 પર 1:36 એ એમ (am)

  રાસડો વાંચીને ટેસડો પડી ગયો આતા. સો વર્ષની ઉંમર પછી બેક કાઉન્ટ ચાલુ થાય !

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: