Daily Archives: મે 23, 2015

ભારે સોનુને હુંતો નાજુકડી નાર કેમ કરી બજારે નીકળાય રે લુંટારા પીટીયા મને લુંટી લ્યે રે લોલ

Golden Bride[2]

પ્રિય સ્નેહીઓ   બહેનો અને ભાઈઓ
હું એક કવિતા( રાસડો ) કાલે  “આતાવાણી” માં મુકવાનો  છું  . એની જાણ હું હમણાં લખીને કરી દઉં છું   .થોડી વાર પહેલાં એક જાતની  બી ની બ્રેસલેટ બનાવી અને નવરો પડ્યો એટલે આ રાસડો લખું છું  . એમાં  સોનાના દાગીનાથી  ભરેલી  કેરળ ની યુવતીનો ફોટો મુકીશ  .
ભારે સોનુને હું તો નાજુકડી નાર
કેમ કરી બજારે નીકળાય રે  લુંટારા પિટીયા  મને લુંટી લ્યેરે લોલ 
પાણીણાં  ભરવા  હુંતો સાબરમતી ગઈતી
 વાંઢાએ  વિસલું વગાડી રે। …લુંટારા
પાણી ભરીને હુંતો  ઘેર જ્ટ આવી
વાળાએ હેલ ઉતરાવીરે। …લુંટારા
શીરો પૂરીને મેંતો ભજીયાં બનાવ્યાં
વાલમને  હેતથી  જમાડ્યો રે। …લુંટારા
વાળું કરી વાલામીયે પથારીયું  પાથરી
ઊંધાણાંસોણલાં  સાથ રે। ..લુંટારા
 બોલ્યા  કૂકડ  બોલ્યા કાગડા રે  લોલ
નિંદરડી  તોય નવ ઉડીરે। …લુંટારા
“આતા બાપુ” એ  મને આશીર્વાદ  આપીયા
હુંતો ઇના પગે પડી જાઉં રે   ….લુંટારા 
દુનિયામાં  સોનું ખરીદનાર તરીકે  ભારતનો નમ્બર બીજો છે પહેલો નંબર  મલેશિયા કે એવા કોઈક બીજા દેશનો છે  .આ સોનાના ઘરેણા એના બાપે કરિયાવરમાં લઈ  દીધાં  છે  ભારતમાં તામિલ વગેરે ના સ્ટેટ માં  દીકરીને  ઘરેણા આપવાનો જબરો રીવાજ છે  . એડ લોકોમાં જમણ વારનો બહુ રીવાજ નથી।  મરીમાં મારી બેનને ઘરે તામિલ નાદુમાં ગઈ તી ત્યારે એક લગ્નમાં ગઈ તી તે કહેતી હતી કે આ લોકો લગ્નમાં  દીવાની વાટ પલળે  એટલું પણ ઘી ન વાપરે પણ દીકરીને સોનું ખુબ આપે  .કાહેરો ઈજીપ્ત નાં એક જાતના ક્રીશ્ચીયનોમાં એવો રીવાજ છે કે દીકરીની સગાઈ વહેલી કરી લ્યે પણ જમાઈ પાસે રહેવા માટે પોતાનું ઘર ખાઈપીએ એટલી કમાણી અને અમુક વજનનું  સોનું હોય તોજ  વરરાજો  લાડડી  ભેગો થાય  .રાવણ  ખુબ સોના પ્રેમી હતો   .  આખી લંકાને સોનાની બનાવી નાખેલી  . રામ સાથેના યુદ્ધમાં   રાવણ હાર્યો લંકા રામની થઇ ગએલી  એટલે  લક્ષ્મણે  રામને કીધું ભાઈ    હવે આપણે અહીંજ રહી જઈએ  તે વખતે  રામ બોલ્યા
यद्यपि  सुवर्ण मयी लंका  नाम लक्षमण रोचते
जननी जन्म भूमिश्च  स्वर्गादपि  गरियसि