હવે ભાગ#4અમેરિકાએ આપ્યા કરતાં છીનવી લીધુંવધારે અને અમેરિકા દેવની આરતી

usa-mapShri-symbol.svgamba

અમેરિકાના મોહમાં  ઘણાં છોકરા  -છોકરીઓ લગ્ન મોડાં કરતાં હોય છે  .જેનું પરિણામ પાછળથી  ભોગવવાનો આરો આવે છે  .દેશમાં જઈને  લગ્ન  કરી આવેલાં છોકરા છોકરીઓને   તેમના પાત્રને અહિ આવતાં પાંચથી છ વર્ષનો  સમય નીકળી જાય છે  . એકતો લગ્ન મોડાં કરે  અને પછી અહીં આવવામાં  પાંચ સાત વરસ બગડે   .પાંત્રીસ છત્રીસ  વરસની ઉમર સુધી તમે પતી –  પત્ની  , હોવા છતાંય  સંસારિક  જીવન  ના શકતા હોય  ,અને જવાનીનો  પોણો  ભાગ  એકલા એકલા વિતાવવો પડે તેથી વધારે યુવાનો  માટે દુ :ખ કયું ?પ્રભુ કૃપાએ જ્યારે આ દેશમાં  બન્ને ભેગાં થાય   તે પછી પણ  સંતાન પ્રાપ્તિ માટે  મોટો સવાલ ઉભો કરે છે  . અહી પતી -પત્ની બન્નેને  નોકરી કર્યા વગર છૂટકો નથી   .  કારણ  કે  એક   જણાનાં  પગાર માંથી અહીના બધા ખર્ચા  નીકળી શકે એવી શક્યતા  બહુ ઓછી છે  . વળી અહી નોકરીઓ  કાયમી ધોરણે  હોતી નથી  ,તેથી આજે હોય  અને કાલે નાં પણ હોય  તેથી બન્ને  જણાં સારી જોબ ન કરતાં હોય  અને ઇન્સ્યુરન્સ  ના કે બીજા કોઈ ફાયદા વાળી જોબ  નાં હોય ત્યાં  સુધી સંતાન  માટે વિચારી શકતા નથી  .સંતાનની પ્રાપ્તિ જેટલી મોદી થાય  તેનાથી તેને  ભણાવવાની  ,પરણાવવાની  કે ઠેકાણે  પાડવાની જવાબદારી  પાછલી ઉમરે ઘણી અઘરી પડે છે  . ભારતીય સંસ્કૃતિ પ્રમાણે 29 થી 25  વરસની ઉમરની વચ્ચે  તમારા લગ્ન થઇ ગયા હોય તો પચાસથી એકાવન વરસની ઉમરે  તમારું સંતાન  વ્યવસ્થિત રીતે  ઠેકાણે પડી ગયું હોય અને પ્રભુ કૃપાએ  તમે દાદા પણ બની ગયા હોય  સાઈઠ વરસની ઉમરે વીસ વરસના સંતાનના બાપ હોવું  તે સારું  કે પછી એકાવન વરસની ઉમરે  દાદા બની  જવું સારું ?  અમેરિકાએ એક ડોલરના પાંત્રીસ (હવે 65 )રૂપિયા તમને આપીને તમારી પાસેથી ઘણું બધું  છીનવી લીધું છે   . જે અત્યારે તમને નથી દેખાતું  પણ  પાછલી ઉમરે  તમને તમારી જન્મ ભૂમિ  જરૂર યાદ આવશે  આવશે એમાં શંકાને સ્થાન નથી   .
આ દેશની પોતાની સંસ્કૃતિ કે વિચાર ધારા જેવું   કંઈ છેજ નહી  . દુનિયાના દરેક દેશના  દરેક ક્ષેત્રનાં  હોશિયાર અને બુધ્ધિશાળી  માણસોને  ડોલરની લાલચ આપીને  અહી ભેગા કર્યા છે  .અને તેમની હોશિયારી અને આવડત  દ્વારા દુનિયાની મહા સત્તા બનીને બેઠું છે  . અહી વસ્તી ઓછી અને વિસ્તાર  વધારે છે  . તેથી તેની સમૃધ્ધિ  નજરમાં આવે છે  .કોઈ ગુજરાતી બચ્ચો અહીની  આ કુદરતી સંપતિ જોવા નથી  આવ્યો તેનેતો અહી ડોલરના પાંત્રીસ (હવે  પાંસઠ ) દેખાય છે  .એમાંજ બધું સુખ છે કાલે જો ડોલરના રૂપિયા પાંચ થઇ જાય  તો ગુજ્જુ ભાઈ  માતૃભુમી તરફ તુર્તજ રવાના થઇ જાય  ,અહીના ડોલર તથા ભોતિક  સુખોજ  જીવનમાં બધું સુખ આપશે  એમ માનતા હોયતો  ભૂલી જજો   આપણી  માતૃભૂમિના  તહેવારો અને ઉત્સવો  જીવનમાં એક આનંદ  આપે છે  . જ્યારે અહીં  આનંદ ક્યાંથી  મળશે  એ શોધવા  જવું પડે છે  .અહીની મુક્ત  સ્વાતંત્રતાની સામે  માંસ ગુલામ બની ગયો છે  . અહીં પંદર વર્ષનો છોકરો  પોતાના  મા – બાપ સામે  પોલીસમાં ફરિયાદ કરી શકે અહીં તેર વર્ષની બાલિકા   માતા બની શકે  , અહી પાંચ પાંચ  પતિઓને  છુટ્ટા છેડા આપીને  સ્ત્રી છઠ્ઠા પતિની  શોધ કરી શકે  ,અહી બોય ફ્રેન્ડ નાહોય  કે ગર્લ ફ્રેન્ડ નાં હોય  તો પોતાના સંતાનમાં  કૈંક ખામી છે  . એવું માનવામાં આવતું હોય  .તો આ બધી પરિસ્થિતિઓમાંથી
આજે નહીતો  કાલે  તમારે તમારી પત્નીને અને તમારા સંતાનોને  આ પરિસ્થિતિઓમાંથી પસાર થવાનુંજ છે  . જેવું અન્ન તેવો ઓડકાર અને જેવો દેશ એવો વેશની   અસર   ભલે તમારા ઉપર ન થાય પણ તમારા પછીની કે તે પછીની  પેઢી ઉપર થવાનીજ અને પછી તમે જે  સુખની શોધમાં અહી આવ્યા હતા  તેજ સુખ  તમારા  દુ :ખનું મોટામાં મોટું  કારણ બની જશે  .
મનની શાંતિ અને આધ્યાત્મિક સુખ  એજ જીવનની મોટામાં મોટી મૂડી છે  , જે તમો અહી નહિ મેળવી શકો   . કારણ કે તમારી પાસે  તે સુખ મેળવવા  માટે અહી સમય નથી  . ડોલરની દોડમ  દોડમાં   અને ભોતિક  સુખોના સાધનોની પ્રાપ્તિ  કરવા  તમે થાકી જશો  .પણ જે સુખ અને શાંતિ  મેળવવાની જરૂર છે  તેની તમને  પરવા ચિંતા કશુંજ  નથી  .
મારો દેશ મારી જન્મ ભૂમિ  ભલે ગરીબ   પછાત અને દુ:ખી  છે પણ ત્યાં  મા -બાપ અને સંતાનો  વચ્ચે લાગણી  પ્રેમનું ઝરણું  અને દુ :ખી  તથા પશુ પંખી ઉપર  દયાનો સાગર જે રીતે વહે છે  .એમાંનું  એક બિંદુ પણ અહીં જોવા મળતું નથી  . વધારે પડતી સમૃદ્ધી  હમેંશા  વિનાશ નોતરતી હોય છે  . માટે મારી દૃષ્ટિએ
અમેરિકાએ  ડોલરના પાંત્રીસ (હવે 65 ) આપીને આપણી  પાસેથી  ઘણું બધું    છીનવી લીધું હોય એમ લાગે છે  .આ મારા મોલિક વિચારો છે   . એમ  દિલીપ પરીખ નું માનવું છે  . અને હવે “આતા ” સ્વતંત્રતાની દેવી  જે હડસન નદીના ટાપુમાં  એક હાથમાં  સળગતી મશાલ અને એક હાથમાં  ગ્રંથ લઈને ઉભી છે  . તેની આરતી  ઉતારે છે એ વાંચો  .
आनंद मंगल  करू आरती  जय यु इस इ देवा  भाई जय अमरीकी देवा  आनंद मंगल करू आरती
कोई ठिकाने   गर्मी  ज्यादा  कोई   ठिकाने  ठंडी ज्यादा  तपन सूरज देवा। आनंद  मंगल  करू आरती  १
नदी सरोवर ज़रने ज्यादा  झा देखो   बस  पानी ही पानी    मगर वो पानी मैला   …आनन्द  २
ऐपल सस्ते अनियन महंगा  मुर्गी सस्ती सब्जी महंगा  सस्ता सुखा मेवा          आनंद  ३

इसी मुल्कमे  “आता ” रहता  भारत जानेका नाम  नही देता  करता कंप्यूटर  सेवा  …आनन्द  ४
इस आरतीको जो कोई गावे  मोटरमे फिरता हो जावे  भूले प्रभुकी सेवा
और करे डलरकी  सेवा  आनंद मंगल  करू आरती  ………।५

12 responses to “હવે ભાગ#4અમેરિકાએ આપ્યા કરતાં છીનવી લીધુંવધારે અને અમેરિકા દેવની આરતી

  1. સુરેશ જાની મે 19, 2015 પર 5:05 પી એમ(pm)

    આ દેશની પોતાની સંસ્કૃતિ કે વિચાર ધારા જેવું કંઈ છે જ નહી .
    ગલત વાત.

  2. dhavalrajgeera મે 19, 2015 પર 5:43 પી એમ(pm)

    Do not blame America.
    The fact is, the glitter is the cause. Mankind runs is the Maya’s power.
    It is the law of Nature.

  3. nabhakashdeep મે 19, 2015 પર 6:10 પી એમ(pm)

    આપની વાત, જીંદગીની અનુભવ વાણી છે, નવી પેઢીની આદતો..પરિસ્થિતિ પ્રમાણે આકારો લે છે. ભારતીય જીવન પધ્ધતિ …મનની શાન્તિ..જે મળે તેમાં સંતોષની છે…અમેરિકાની પધ્ધતિ…સગવડ તો સુખ નહીં તો જીવવાની શી મજા!…બંને પરિસ્થિતિને એક વખત મૂલવવી પડશે..કદાચ એવું ય બને…અહીંની પ્રજા કદાચ વધારે ભારતીય પણ બની જાય..સાચું સમજાય ત્યારે.

    રમેશ પટેલ(આકાશદીપ)

  4. pravinshastri મે 19, 2015 પર 7:15 પી એમ(pm)

    જેમને અમેરિકામાં રહેવું મરવું હોય તેને ડોલરના દસ રૂપિયા હોય કે ડોલરના ૧૦૦ રૂપિયા હોય. શું ફેર પડે? લેખકશ્રી જે ભવ્ય અને દિવ્ય સંસ્કૃતિની વાત કરે છે તેનો ભારતમાં ખૂબજ ઝડપથી ધ્વંશ થઈ રહ્યો છે. ખરેખર તો અમેરિકામાં ભારતની સારી સારી વાતો આવે છે અને પરદેશની ખરાબ વાતો ભારત ખૂબ આનંદથી અપનાવે છે.

    • aataawaani મે 19, 2015 પર 7:58 પી એમ(pm)

      પ્રિય પ્રવીણભાઈ
      મેં એક સ્ત્રી પત્રકારને કીધું મારા ભાઈની અમેરિકન વાઈફ ભારતમાં સાડા ચાર મહિના રોકાણી(આ વાત 50 વરસ પહેલાની છે ) એને જે અનુભવ થયો છે એ છાપામાં લખવા માગે છે તો તેણે મને કીધું એ ભારત કરતા અમેરિકાની વાતો લખે તો લોકોને ખુબ ગમશે છોકરીયુંને કેટલી ઉમરે દોસ્તો ગોતતી હોય છે કેટલા દોસ્તો હોય પરણેલીને ઉપ પતિઓ કેટલા હોય વગેરે લખે તો ગમશે . તે જમાનામાં હું જરાક આક્ર મિજાજનો હતો એટલે મેં તેને કીધું આવી વાતો તમને ભારતની સ્ત્રીને પૂછતા શરમ નથી આવતી ?

  5. pravinshastri મે 20, 2015 પર 4:26 પી એમ(pm)

    इसी मुल्कमे “आता ” रहता भारत जानेका नाम नही देता करता कंप्यूटर सेवा
    આ ઉપરની લાઈનમાં આતાજી આપે તદ્દન સાચી વાત કરી દીધી. ભલે તમે, મેં કે બધાએ શરૂઆતમાં મુસીબતોનો સામનો કર્યો હોય પણ આજે સૌ સુખી આનંદથી આ જ દેશમાં જીવવા મરવાના છે.

    • aataawaani મે 20, 2015 પર 7:59 પી એમ(pm)

      પ્રિય પ્રવીન્કાંત ભાઈ
      તમે કહો છો એમ આપણને શરૂઆતમાં મુસીબતનો સામનો કર્યો છે અને એ તપસ્યાનું ફળ આપણે સારું ભોગવીએ છીએ એ બધું છોડીને દેશમાં જઇએ વળી મુસીબતનો સામનો કરવો પડે “અને સગાં એટલો સંતાપ ” થાય સગાઓને જેટલું આપીએ એટલું ઓછુંજ પડે અને બીમારીનો પણ સામનો કરવો પડે કેમકે આપણું શરીર અહીની હવામાનને અનુકુળ આવી ગયું છે .એટલે દેશમાં માંદા પડી જવાય .હું મારો દાખલો આપું તો હું ઓછી આવક વાળો હોવાથી ફ્રિ ટેક્ષી ઘરેથી લઇ જાય સીનીયર સેન્ટરમાં અને ત્યાં જમવાનું અને જમવાના અઢી ડોલર દેવા પડે . પણ હું ફ્રી જમતો સુરેશ જાની અહી આવ્યા ત્યારે અમે જમવા જવાની તૈયારી કરતા હતા ત્યારે સુરેશ જાનીએ પૈસા આપવા ખીસામાં હાથ નાખ્યો મેં કીધું આતો મારા સસરાનું ઘર છે અને તમે મારા મહેમાન છો અહી પૈસા અપાતા હશે કોઈ દિ ?
      સેન્ટરમાં જવા માટે સવારમાં 8 વાગ્યે તૈયાર રહેવું પડે અને પાછા સાડા બાર વાગ્યે ઘરે આવી જવાનું મને એડવું લાગ્યું કે અહી પથારીમાં ઘૂસીને આરામ નો કરાય એટલે મેં સેન્ટરમાં જવાનું બંધ રાખ્યું એટલે મને ઘરે ખાવાનું આપી જાય છે . એ પણ ઘરવાળી પ્રેમથી જમાડતી હોય એવી રીતે પ્રેમથી
      ભારતમાં मेरा भारत महान માં આશક્ય છે ખરું ?
      અશક્ત થઇ જાઉં તો મારી કાળજી રાખવા 24 કલાક નર્સો આવે ભલે આપણે ધનાઢ્ય દીકરાની સાથે રહેતા હોઈએ તો પણ આ વાત મેં કરી એ મારા જેવા ઓછી આવક વાળાની છે .
      મારા ભાઈની સાસુ ધનાઢ્ય એટલે એને માસિક $ 6000 આપવા પડતા અને આજ જગ્યાએ હું હોઉં તો બધો ખર્ચો સરકાર ભોગવે . મારા એક મિત્ર નાં પત્ની ઘણા અશક્ત છે તે તેના ધનાઢ્ય દીકરા સાથે રહે છે . એની દેખભાળ કરવા 24 કલાક નર્સ સરકારી ખર્ચે આવે છે .
      દેશમાં ગઈસાલ હું ગયો હતો ત્યારે મેં એક અશક્ત માજી જોયાં ખડકી બહાર ઓટલા ઉપર બેસાડી રાખ્યા હતાં આગળ પેશાબ પત્થર ઉપર પેશાબ હતો એના ઉપર ગાંઠીયા પડ્યા હતા . એ ગાંઠીયા વીણી વીણી ને માજી ખાતા હતા . જય ભારત

  6. sandipanayi મે 22, 2015 પર 6:46 એ એમ (am)

    Nice sir. Ty for your comment on my post but my mistak your commet was delet sorri for that but thankyu for your beutiful word sir keep blessing me

  7. રીતેશ મોકાસણા મે 24, 2015 પર 1:40 એ એમ (am)

    ડોલરિયા દેશની આરતી ઘણી ગમી

  8. aataawaani મે 24, 2015 પર 6:38 એ એમ (am)

    મારા રિતેશને
    મારી ડોલરિયા દેશ વાળી આરતી ગમી એથી હું બે હદ ખુશી થયો તું અને તારા જેવા ઘણા હેતાળ મિત્રોનું કહેવાનું છે કે મારે આવી રીતે આનંદ મંગલની આરતીયું કરીને મારા આયુશ્માંથી સો વરસ ઘટાડી નાખવા અને એકડે એક થી ફરી ગણવાનું ?

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: