અમેરિકાએ આપ્યા કરતાં છીનવી લીધું વધારે ભાગ #3

1 23

આતાના જુદા જુદા સમયના ફોટા
અમદાવાદમાં પેલાં  ડુંગર્પુરિયા રામલાઓ   મજુરી કરવા આવે  ,અને પછી જ્યારે  દેશમાં જાય ત્યારે  ગુજરી માંથી સસ્તા ભાવનાં બે   , ચાર જોડી કપડાં  ,ખભા ઉપર    ટ્રાનજિસ્તર   , હાથે  ઘડિયાળ  .આંખે ગોગલ્સ  ,ખીસામાં  સિગરેટનું પાકેટ  , .અને ગામડે જઈને  રૂપિયા જે પ્રમાણેના  વાપરે  તે  જોઇને  ગામડાના ભલા ભોળા અને ગરીબો ઉપર  જે પ્રભાવ પડે  તેવો પ્રભાવ  અહીંથી  અમેરિકાથી  દેશમાં જતા અહીના લોકો દેશ વાસીઓ ઉપર પાડવાનો પ્રયાસ કરે છે  .અને તેથી બિચારા  દેશ વાસીઓ અંજાય જાય છે  .અને અમેરિકા આવવાનો મોહ  વ્ધ્તોજ જાય છે  . લોકો દેવું  કરીને  દસ લાખ રૂપિયા  પણ ખર્ચવા  તૈયાર થતા હોય છે  .અને સાપે છછુંદર ગળ્યા  જેવી પરિસ્થિતિ પણ અનુભવતા હોય છે  . જોબ કરુંછું એવું કહેતા  બધાજ મળશે  પણ શેની જોબ કરો છો અને શું કામ કરો છો  .એવું કોઈના પણ  મોંથી  સંભાળવા  નહી મળે  .અહી કામ  ગમેતે પ્રકારનું  કામ કરવામાં શરમ નથી  . એવું કહેવામાં આવે છે  .પણ ખરેખર  વાસ્તવિકતા  મજબુરી ,અને ડોલરના રૂપિયા  ચાલીસ (હવે 65 )આ બધું કરાવે છે  ,આપણાજ દેશમાં  આપણાજ ખેતરોમાં  આટલી મહેનત કરવા  કોઈ તૈયાર થાય છે  ?
પૂછી જુવો તમારા આત્માને  અહી જે પ્રકારની  મહેનત  અને નિયમિતતાથી  જે કામ કરો છો  તેવું કામ  ખેતરોમાં જઈને  મજૂરો સાથે  કર્યું હોત તો  કાચું સોનું પૈદા કરી શક્યા હોત  એમાં શંકાને સ્થાન નથી  .
અહી ડોલર પાછળના ગાંડપણે  માનવીયો માંથી   માનવતા  છીનવી લીધી છે  . અહી  પ્રેમ દયા  , લાગણી કે  સબંધો   બધાની કિમત ડોલરથી  અંકાય છે  . દિલથી નથી અંકાતી  સંતાનો મા બાપ ને  દેશમાંથી અહી બોલાવીને  જાને તેમના ઉપર  અહેસાન કરતા  હોય  તેવો વર્તાવ  કરે છે  . સંતાનો આગળ માબાપો  બિચારાં એટલાં દબાઈ ગએલા હોય છે કે  ઝૂ માં   જીવતા પ્રાણીઓને  તેનો રખેવાળ  જે આપે તે  ખાવાનું જે આપે તે પીવાનું  અને જે કહે તે પ્રમાણે વર્તવાનું   એટલે સમજ જજોકે  તેમની પરિસ્થિતિ  કેવી છે  . કેટલાક ઘરડાઓ  તો વર્ષો સુધી  બિચારા ચા  , બીડી , કે તમાકુના વ્યાસની બની ગયા હોય છે  . જેઓ અહી આવ્યા પછી  વહુઓ અને દીકરાઓ  પોતાના માબાપની  સેવા કરવા નથી બોલાવતા  તેમનો સ્વાર્થ  જ સમાંએલો હોય છે  . પતિ પત્ની બન્ને  જોબ કરતા હોવાથી  તેમના સંતાનોને  બેબી સીટર  માં મુકવા  ન જવું પડે તેનો ખર્ચ પણ વધારે આવે  ,તેના બદલે  મા બાપ  તેમના સંતાનોને  સાચવે  અને  ઘરડાઓને  સરકાર તરફથી મળતી સહાયના  ડોલર અને કુપનો વાપરે અને જલસા કરે  એટલે ઘરડાઓને  તો બિચારાઓને  સરકાર તરફથી  મળતી સહાય  વાપરવાનો  હક્ક પણ નહિ   સંતાનોને સાચવવાની જવાબ દારી ને   લઈને  જ્યારે  વૃધ્ધોને  અહી આવવાનું થાય છે  . ત્યારે દેશ વાસીઓ  સંતાનોના વખાણ કરે છે  .અને કહે છે કે લો  તમે તો નસીબદાર  કે તમારા છોકરાં  તમને અમેરિકા બોલાવે છે  . તમારું ઘડપણ  સુધરી ગયું   .પણ અહી આવ્યા પછી ખબર પડે છે કે  સ્વાર્થી સંતાનોના અમે  બદ નસીબ મા બાપ  છીએ  . કે વરસો સુધી  શારીરિક અને માનસિક  રીતે સ્વતંત્ર જીવેલાં  અમે  દુનિયાની સૌથી  મોટી લોકશાહી  દેશમાં  અમારાજ લોહીના  ગુલામ બનીને જીવી રહ્યા છીએ   .
અહી અમેરિકામાં  પોતાના સંતાનોને  પરણાવવાના મોહમાં  ગ્રીન કાર્ડ કે  સિટીજન શીપનો ગોલ્ડ મેડલ જોઇને માનસિક  શારીરિક  ,હોશિયારી કે આવડત અથવા  ભણતરના ઘણાં  કજોડા પતી પત્ની  જોવા મળે છે  . અહી ભાઈ  ફેકટરીમાં  સામાન્ય જોબ કરતા હોય  અને દેશમાં જઈને  છાપામાં  જાહેરાત આપે કે  અમેરિકામાં સારું કમાતા અને ગ્રીન કાર્ડ ધરાવતા  ઉચ્ચ ખાનદાન  યુવક માટે  ઉચ્ચ ખાનદાનની  દેખાવડી  કોલેજ ડીગ્રી ધરાવતી  છોકરી જોઈએ છે  .અને બન્ને જના જ્યારે   વાસ્તવિક  સામાજિક જીવનમાં પ્રવેશે  ત્યારે  આ બંને વચ્ચેની  અસમ્તુલતા  દ્વારા માનસિક  તેમજ શારીરિક  રીતે  ટેન્શન ભર્યું  જીવન જીવવાનો વારો આવે છે  . આ કજોડાં ફક્ત  અમેરિકાના મોહમાંથી  જ જોવા મળે છે  .અને તેનું પરિણામ લાંબા ગાળે  સુખદ આવતું નથી  . આપણી સંસ્કૃતિ  ભારતીય   એટલે જલ્દીથી  છુટા  છેડા  લેવાનું વિચારતા નથી  .અને બન્ને જણાં  ખરાબ રસ્તે ચડી જવાના  ઘણા કિસ્સા જોવા મળે છે ,આ માનસિક અને શારીરિક  અસમાનતા માંથી  ઘણા બધા પ્રશ્નો  ઉભા થાય છે  , જેનો નિકાલ લાવવો  ઘણો અઘરો થઇ પડે છે  ,  અને તેમના  કોતુંમ્બીક જીવનમાં  રોજ કજિયા  કંકાસ અને ઝઘડાઓ નિત્ય ક્રમ બની જાય છે  . અને જેનાથી હોશિયાર અને દેખાવડો પુરુષ  બીજી  સ્ત્રીની  શોધમાં  કે પછી  સિગારેટ  દારુ મકે બીજા વ્યાસનો પર ચ્ઝાડી જાય છે  , જ્યારે હોશિયાર સ્ત્રી  બીજા પુરુષનો સાથ  શોધવાનો પ્રયત્ન કરતી થઇ જાય છે  . આ અસમાંન્તામાંથી  ઉત્પન્ન થેલી સંતતિ  પ્રત્યે  પણ ઘણી વખત  લાગણી પ્રેમકે  દયા જેવું રહેતું નથી    , અને આ બધું નાં હોય તો   સંતતિનું દયાન  તો ક્યાંથી રાખી શકાય અને  અમુક ઉમર પછી   મા બાપ  જે રસ્તે ગયા છે  તેજ રસ્તે  સંતાન પણ ચઢી જાય છે  , જેથી ઘણી વખત  અમેરિકાના મોહમાં  કરેલાં લગ્નોથી  પસ્તાવાનો પણ વારો આવે છે  .
હવે વધારે  ભાગ # 4  ઉપર વાંચવા કૃપા કરશો    આભાર

12 responses to “અમેરિકાએ આપ્યા કરતાં છીનવી લીધું વધારે ભાગ #3

  1. dhavalrajgeera મે 16, 2015 પર 11:52 પી એમ(pm)

    Why one feels that America takes away more of life line of time than Our mother nation!
    Or the feeling is personal.

  2. મૌલિક રામી "વિચાર" મે 17, 2015 પર 5:59 એ એમ (am)

    Aataji!! Nice article!! I am proud being exceptional in this matter!! I have stayed in england for study for 4 years without visiting india…after my completion of course I came back…very first day I started using my bike in the same traffic using Indian style toilet!! Drinking water from “માટલા”…no mineral water!!! And using same accent which I used to use for 20 years for my mother tongue Gujarati!! I can see લોકો ને 6મહિના મા જ હવા લગી જાય છે.

  3. સુરેશ જાની મે 17, 2015 પર 8:24 એ એમ (am)

    તો ય આતા અને સુજા ચ્યમ ફિનિક્સની માંલી પા ચિટકી રિયા સે? !!

    • aataawaani મે 18, 2015 પર 3:23 એ એમ (am)

      સુજાને ફિનિક્ષ ની એવી માયા લાગી ગઈ કે કહેવાની વાત નહિ , એતો ચીટકીજ રહેને ? અને આ આતાને ફિનિક્ષની છોકરીયું ક્યાં ખસવા દ્યે છે . આતા બિચારા બિલાડીને જોઇને જેમ ઉંદરડો ભાગે એમ ભાગે છે . તોય બીલાડીયું ઝડપી પાડે છે . પણ દયાળુ બીલાડીયું જેમ પોતાના બચ્ચાને પોતાના મોઢામાં પકડે એમ પકડે છે .

  4. pravinshastri મે 17, 2015 પર 10:36 એ એમ (am)

    આતાજી, જય હો. આપની પર્સનાલિટી એક ફિલ્મી હિરો જેવી છે. હવે બીજી વાત. જ્યારે જ્યારે સમય સંજોગોને હંમેશાં વક્રદૃષ્ટિએ જોતાં લેખકોને ડોલરિયા સમાજ જ દેખાય છે ત્યારે એવી મનોવૃત્તિવાળા મહાનુભાવો માટે દયા આવે છે. મારા જેવા અનેક લોકો એવા છે કે જેઓને અમેરિકાએ ક્વોલિટિ ઓફ લાઈફ વધારે ઈમ્પોર્ટન્ટ છે. ડોલર નહીં. આતાજી હું દેવભાઈને મળ્યો છું. એમને જ પૂછી જૂઓ કે એઓ ક્યાં રહેવાનું પસંદ કરશે. કેટલાુંકને સુખ જોતાં આવડતું જ નથી. તેઓ માનસિક રીતે પોતે પીડાય છે, રડતા રહે છે અને સાથે રડી શકે એવાને શોધતા રહે છે. મારા વિચારો જો આપને ન ગમે તો માફી ચાહું છું. ક્ષમા કરજો. ખરેખર તો આપનું જીવન જ અમેરિકામાં રહેનાર માટે પ્રેરણા દાયક છે.
    પ્રવીણ શાસ્ત્રીના સાદર વંદન.

    • aataawaani મે 17, 2015 પર 11:43 એ એમ (am)

      પ્રિય પ્રવિણકાંત શાસ્ત્રી ભાઈ તમારા વિચારો મને ખુબ ગમ્યા છે .
      એક કહેવત છે કે” પૈસા પ્રેમ ખરાબીનું મૂળ છે .” આ કહેવત મારા દિલમાં ઘર કરી ગઈ છે હું આ દેશમાં આવ્યો દસ વરસથી થોડો વધુ વખત નોકરી કરી અને મારી 63 વરસની ઉમરે રીટાયર થઇ ગયો મારા શેઠે (જે શેઠ વિષે મેં “આતાવાણી ” માં લખ્યું છે એ શેઠ કહે શા માટે નોકરી છોડો છો મેં કીધું તારા પ્રતાપ્માં મારી પાસે પૂરતા પૈસા થઇ ગયા છે એટલે હવે હું પૈસા વાપરવા રીટાયર થાઉં છું . એક વાત કહું તમને તમે મારા મિત્ર છો એટલે કે મારી પાસે પૈસા બહુ થઇ જશે તો મને વાપરતા નહિ આવડે અને મરીજ ઈશ તો ? તો તો પછી મારી કમાણીના પૈસા કોક વાપરશે અને ભાગ બટાઈ કરવા વારસદારો ઝઘડા કરશે અને બોલશે કે બાપાએ પૈસા વાપર્યા નહી અને આપણી વચ્ચે ઝઘડો કરવા મૂકી ગ યા .

      • pravinshastri મે 17, 2015 પર 12:14 પી એમ(pm)

        આતાજી, સાદર વંદન. મને મારા ક્વોલિફિકેશન પર ઈંગ્લેન્ડનું એમ્પ્લોયમેન્ટ વાઉચર મળ્યું, ફરવાનો શોખ હતો. બસ એ તક ઝડપી લીધી. સારા નસીબે રેલ્વેની લેબોરેટરીમાં નાકરી મળી. યુરોપમાં મફતમાં ફર્યો. ત્યાંથી અમેરિકાના વિઝા મળ્યા. અહીં પણ ફરાય જોવાય એ માટે ૧૯૭૦માં આવ્યો. ત્રીજે દિવસે જ લેબોરેટરીમાં નોકરી મળી. ભારત અને અમેરિકાના જીવન ધોરણની સરખામણીમાં અહીં જ કાયમનો પડાવ નાંખ વાનો નિર્ણય કર્યો. મને મુશ્કેલી નથી જ પડી એવું નથી. ભારતમાં લગવગ કે ચીઠ્ઠી ચપાટિયા કે લાંચ રૂશ્વત્થી નોકરી મળે. પરદેશમાં મારે નોકરી માટે કોઈને મસ્કા મારવા પડ્યા નથી. હું મિલિયનર નથી. થવાની ઈચ્છા પણ થઈ નથી. મારી નોકરીમાંથી મેં સંસાર ચલાવવા જેટલું પ્રાપ્ત કર્યું છે. તમે કહો તેમ વધારાના ડોલરની જરૂર નથી અને લોભ પણ નથી. માત્ર ડોલરને જોઈને જ આવતા લોકો જેવા બધા હોતા નથી. અને એટલે જ મને રોતલ લેખકો ગમતા નથી. જે આપણા ભારતની પચાસ વર્ષ પહેલાની સંસ્કૃતી માટે તડપે છે એમને ખબર છે કે ભારત આજકાલ અમેરિકા કરતાં વધારે દૂષણ વાળું થઈ ગયું છે. જાણવા છતાં સ્વીકારી શકતા નથી. આતાજી આ વિષયમાં ઘણું ઘણું લખી શકાય પણ અત્યારે તો અહીં જ વિરમું છું.

        • aataawaani મે 17, 2015 પર 8:42 પી એમ(pm)

          pravinbhaai  tmara vichaaro mne gmyaa  Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

          From: આતાવાણી To: hemataata2001@yahoo.com Sent: Sunday, May 17, 2015 12:14 PM Subject: [આતાવાણી] Comment: “અમેરિકાએ આપ્યા કરતાં છીનવી લીધું વધારે ભાગ #3” #yiv2868709369 a:hover {color:red;}#yiv2868709369 a {text-decoration:none;color:#0088cc;}#yiv2868709369 a.yiv2868709369primaryactionlink:link, #yiv2868709369 a.yiv2868709369primaryactionlink:visited {background-color:#2585B2;color:#fff;}#yiv2868709369 a.yiv2868709369primaryactionlink:hover, #yiv2868709369 a.yiv2868709369primaryactionlink:active {background-color:#11729E;color:#fff;}#yiv2868709369 WordPress.com | | |

    • aataawaani મે 17, 2015 પર 9:14 પી એમ(pm)

      પ્રિય પ્રવીણકાન્ત શાસ્ત્રી ભાઈ
      તમારી વાત સાથે હું સંમત છું . મને અહી પણ ઘણા લોકો કહેતા હોય છે કે તમે જેરીતે છો એમાં ટકી રહેજો , ઘણાનું કહેવાનું છે કે તમે પ્રેરણા રૂપ છો .
      મારી એક અમેરિકન મિત્ર છોકરી (ગર્લ ફ્રેન્ડ નહિ ) છે થોડા દિવસ મારો કોઈ સંપર્ક સધાયો નહિ એટલે તેણે મારા પાડોશી = મિત્ર ક્રિશને મારા સમાચાર પુચ્ચ્છ્યા કે આતાઈ નાં શા સમાચાર છે ક્રિશે કીધું કે હાલ તેઓ યાર્ડમાં ખોદ કામ કરે છે અને માળાઓ બનાવે છે . તે બોલી તેને કહો એક માળા મારા માટે મોકલે એ માળાને હું મારા કીમતી ઘરેણાની પેટીમાં મુકીશ અને જ્યારે હું એના જેવડી થઈશ અને મને કોઈ કામ બાબત આળસ આવશે તો હું એ માલા ઉપરથી પ્રેરણા લઈશ . આતા

  5. અનુરાગ મે 18, 2015 પર 5:41 એ એમ (am)

    દાદા, મને પણ USA નો ઘણો મોહ હતો પણ, માં – બાપ ની ખુશી આગળ એ પડતું મુક્યું. પણ પછી મેં અહિયાં ઇન્ડિયા રહીને જ 1 ના 64 કરવાનું શોધી કાઢ્યું છે 🙂

    • aataawaani મે 18, 2015 પર 9:54 એ એમ (am)

      શાબાશ અનુરાગ રાઠોડ તમારી આવડતને હું બિરદાવું છું અને માબાપનું માન્યું એ બદલ હું તમને સુપુત્ર નો
      ઈલ્કાબ આપું છું . એક મારા ભજનની કડી આ પ્રમાણે છે .
      બાળક સાચવવા માને તેડાવે માતા થોડા દિવસ હરખાશે
      બાળક મોટા થયાં ગરજ મટી માતા પાંજરા પોળમાં(નર્સિંગ હોમ વૃધ્ધાશ્રમ ) જાશે

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: