

આતાના જુદા જુદા સમયના ફોટા
અમદાવાદમાં પેલાં ડુંગર્પુરિયા રામલાઓ મજુરી કરવા આવે ,અને પછી જ્યારે દેશમાં જાય ત્યારે ગુજરી માંથી સસ્તા ભાવનાં બે , ચાર જોડી કપડાં ,ખભા ઉપર ટ્રાનજિસ્તર , હાથે ઘડિયાળ .આંખે ગોગલ્સ ,ખીસામાં સિગરેટનું પાકેટ , .અને ગામડે જઈને રૂપિયા જે પ્રમાણેના વાપરે તે જોઇને ગામડાના ભલા ભોળા અને ગરીબો ઉપર જે પ્રભાવ પડે તેવો પ્રભાવ અહીંથી અમેરિકાથી દેશમાં જતા અહીના લોકો દેશ વાસીઓ ઉપર પાડવાનો પ્રયાસ કરે છે .અને તેથી બિચારા દેશ વાસીઓ અંજાય જાય છે .અને અમેરિકા આવવાનો મોહ વ્ધ્તોજ જાય છે . લોકો દેવું કરીને દસ લાખ રૂપિયા પણ ખર્ચવા તૈયાર થતા હોય છે .અને સાપે છછુંદર ગળ્યા જેવી પરિસ્થિતિ પણ અનુભવતા હોય છે . જોબ કરુંછું એવું કહેતા બધાજ મળશે પણ શેની જોબ કરો છો અને શું કામ કરો છો .એવું કોઈના પણ મોંથી સંભાળવા નહી મળે .અહી કામ ગમેતે પ્રકારનું કામ કરવામાં શરમ નથી . એવું કહેવામાં આવે છે .પણ ખરેખર વાસ્તવિકતા મજબુરી ,અને ડોલરના રૂપિયા ચાલીસ (હવે 65 )આ બધું કરાવે છે ,આપણાજ દેશમાં આપણાજ ખેતરોમાં આટલી મહેનત કરવા કોઈ તૈયાર થાય છે ?
પૂછી જુવો તમારા આત્માને અહી જે પ્રકારની મહેનત અને નિયમિતતાથી જે કામ કરો છો તેવું કામ ખેતરોમાં જઈને મજૂરો સાથે કર્યું હોત તો કાચું સોનું પૈદા કરી શક્યા હોત એમાં શંકાને સ્થાન નથી .
અહી ડોલર પાછળના ગાંડપણે માનવીયો માંથી માનવતા છીનવી લીધી છે . અહી પ્રેમ દયા , લાગણી કે સબંધો બધાની કિમત ડોલરથી અંકાય છે . દિલથી નથી અંકાતી સંતાનો મા બાપ ને દેશમાંથી અહી બોલાવીને જાને તેમના ઉપર અહેસાન કરતા હોય તેવો વર્તાવ કરે છે . સંતાનો આગળ માબાપો બિચારાં એટલાં દબાઈ ગએલા હોય છે કે ઝૂ માં જીવતા પ્રાણીઓને તેનો રખેવાળ જે આપે તે ખાવાનું જે આપે તે પીવાનું અને જે કહે તે પ્રમાણે વર્તવાનું એટલે સમજ જજોકે તેમની પરિસ્થિતિ કેવી છે . કેટલાક ઘરડાઓ તો વર્ષો સુધી બિચારા ચા , બીડી , કે તમાકુના વ્યાસની બની ગયા હોય છે . જેઓ અહી આવ્યા પછી વહુઓ અને દીકરાઓ પોતાના માબાપની સેવા કરવા નથી બોલાવતા તેમનો સ્વાર્થ જ સમાંએલો હોય છે . પતિ પત્ની બન્ને જોબ કરતા હોવાથી તેમના સંતાનોને બેબી સીટર માં મુકવા ન જવું પડે તેનો ખર્ચ પણ વધારે આવે ,તેના બદલે મા બાપ તેમના સંતાનોને સાચવે અને ઘરડાઓને સરકાર તરફથી મળતી સહાયના ડોલર અને કુપનો વાપરે અને જલસા કરે એટલે ઘરડાઓને તો બિચારાઓને સરકાર તરફથી મળતી સહાય વાપરવાનો હક્ક પણ નહિ સંતાનોને સાચવવાની જવાબ દારી ને લઈને જ્યારે વૃધ્ધોને અહી આવવાનું થાય છે . ત્યારે દેશ વાસીઓ સંતાનોના વખાણ કરે છે .અને કહે છે કે લો તમે તો નસીબદાર કે તમારા છોકરાં તમને અમેરિકા બોલાવે છે . તમારું ઘડપણ સુધરી ગયું .પણ અહી આવ્યા પછી ખબર પડે છે કે સ્વાર્થી સંતાનોના અમે બદ નસીબ મા બાપ છીએ . કે વરસો સુધી શારીરિક અને માનસિક રીતે સ્વતંત્ર જીવેલાં અમે દુનિયાની સૌથી મોટી લોકશાહી દેશમાં અમારાજ લોહીના ગુલામ બનીને જીવી રહ્યા છીએ .
અહી અમેરિકામાં પોતાના સંતાનોને પરણાવવાના મોહમાં ગ્રીન કાર્ડ કે સિટીજન શીપનો ગોલ્ડ મેડલ જોઇને માનસિક શારીરિક ,હોશિયારી કે આવડત અથવા ભણતરના ઘણાં કજોડા પતી પત્ની જોવા મળે છે . અહી ભાઈ ફેકટરીમાં સામાન્ય જોબ કરતા હોય અને દેશમાં જઈને છાપામાં જાહેરાત આપે કે અમેરિકામાં સારું કમાતા અને ગ્રીન કાર્ડ ધરાવતા ઉચ્ચ ખાનદાન યુવક માટે ઉચ્ચ ખાનદાનની દેખાવડી કોલેજ ડીગ્રી ધરાવતી છોકરી જોઈએ છે .અને બન્ને જના જ્યારે વાસ્તવિક સામાજિક જીવનમાં પ્રવેશે ત્યારે આ બંને વચ્ચેની અસમ્તુલતા દ્વારા માનસિક તેમજ શારીરિક રીતે ટેન્શન ભર્યું જીવન જીવવાનો વારો આવે છે . આ કજોડાં ફક્ત અમેરિકાના મોહમાંથી જ જોવા મળે છે .અને તેનું પરિણામ લાંબા ગાળે સુખદ આવતું નથી . આપણી સંસ્કૃતિ ભારતીય એટલે જલ્દીથી છુટા છેડા લેવાનું વિચારતા નથી .અને બન્ને જણાં ખરાબ રસ્તે ચડી જવાના ઘણા કિસ્સા જોવા મળે છે ,આ માનસિક અને શારીરિક અસમાનતા માંથી ઘણા બધા પ્રશ્નો ઉભા થાય છે , જેનો નિકાલ લાવવો ઘણો અઘરો થઇ પડે છે , અને તેમના કોતુંમ્બીક જીવનમાં રોજ કજિયા કંકાસ અને ઝઘડાઓ નિત્ય ક્રમ બની જાય છે . અને જેનાથી હોશિયાર અને દેખાવડો પુરુષ બીજી સ્ત્રીની શોધમાં કે પછી સિગારેટ દારુ મકે બીજા વ્યાસનો પર ચ્ઝાડી જાય છે , જ્યારે હોશિયાર સ્ત્રી બીજા પુરુષનો સાથ શોધવાનો પ્રયત્ન કરતી થઇ જાય છે . આ અસમાંન્તામાંથી ઉત્પન્ન થેલી સંતતિ પ્રત્યે પણ ઘણી વખત લાગણી પ્રેમકે દયા જેવું રહેતું નથી , અને આ બધું નાં હોય તો સંતતિનું દયાન તો ક્યાંથી રાખી શકાય અને અમુક ઉમર પછી મા બાપ જે રસ્તે ગયા છે તેજ રસ્તે સંતાન પણ ચઢી જાય છે , જેથી ઘણી વખત અમેરિકાના મોહમાં કરેલાં લગ્નોથી પસ્તાવાનો પણ વારો આવે છે .
હવે વધારે ભાગ # 4 ઉપર વાંચવા કૃપા કરશો આભાર