ભાગ #2 અમેરિકાએ આપ્યા કરતા છીનવી લીધું વધારે

ભોતિક સુખોનાં બે સાધનો લાવીને બાળકોને આપી દીધાં  ,તેથી બાળકો ખુશ છે એમ માનવું એ મોટામાં મોટી ભૂલ છે  .
બાળકો પ્રેમ ,લાગણી  ,અને દયાનાં ભૂખ્યાં છે  ,અહી પ્રેમ કરવાનો  જ્યાં પતિ- પત્ની  પાસે સમય નથી   ત્યાં બાળકોને પ્રેમ ક્યાંથી આપી શકે   ,?પ્રેમ ,લાગણી ,દયા ,એ બધા ભગવાને  માનવ જાતને  બક્ષેલ અનમોલ રત્નોના ખજાનાઓ છે  .જે બજારમાંથી  કે મોટા સ્ટોરમાં જઈને ,સેલ દ્વારા કે  ડિસ્કાઉન્ટ  નિ  કુપન  દ્વારા ખરીદી શકાતા નથી  .
બાળક રડતું હોય તો ભલે રડે પણ કુપન કાપવા પહેલું બેસવું  . મા-બાપે  બાળકો માટે જે કરવું જોઈએ એ કરતા નથી   ,અને જ્યારે કરવા જાય છે ત્યારે ઘણું મોડું થઇ ગયું હોય છે  .ભોતિક સુખોથી ભરપુર આ ધરતી ઉપર સંપતિ પાછળની  ઘેલછાથી સંતતિ  ગુમાવવાનો વારો  મા – બાપને  આવે તેનાથી વધારે બીજું દુ:ખ  કયું  હોઈ શકે ?
બાળપણ એક એવો છોડ છે  જો તેને સમય સર અને માફકસર ખાતર અને પાણી આપશો  તો જવાનીમાં તેનો એવો સરસ વિકાસ થયો હશે  કે જ્યાં સુંદરતા અને સુગંધ આપનારાં પુષ્પો ખીલી ઉઠ્યા હશે  .જો તેને કદાચ એકલું ખાતર કે એકલું પાણી અથવા ખાતરકે  પાણી કશુંજ નહિ આપો તો એ સુકાઈ ગએલ બાવળીયો બનશે  .જે તમને દુ:ખ અને દર્દ સિવાય  કશુંજ નહી આપે   .
આ દેશની લોકશાહી  અને માનવ અધિકાર એટલો બધો મુક્ત છે કે અહી પતિ તેની પત્નીને અને પતિ પત્ની તેના બાળકોને વઢી કે ઠપકો આપી શકે નહિ  .અહી બાળકોને પ્રેમ કરવાનો સમય નથી  .અને વઢવું કે ઠપકો આપવો  એ કાયદાકીય ગુન્હો થતો હોય  તો આ સ્વતંત્ર દેશમાં આપણા
જેવા  બીજા ગુલામ કોણ ?
અહીની સ્વતંત્રતા સ્વ્છાન્દ્તામાં ફેરવાઈ ગઈ છે. અહીનું વાતાવરણ  ,સંજોગો  ,અને પરિસ્થિતિ  પુખ્ત વયના સંતાનો માટે એટલી બધી ખરાબ છે કે જ્યાં  સેક્ષ  ,ડ્રગ  ,& ડ્રીંક  ભરપુર હોવાથી  .સંતાનો  હાથમાંથી  જતા રહેવાના  ચાન્સીસ  વધારેમાં વધારે રહેલા છે  . જે મા -બાપ  નાં સંતાનો અહીના વાતાવરણમાં  પુખ્ત વયના બની ચુક્યા છે  .તેમના જીવન સાથીની પસંદગી કરવાની જવાબદારી તેમના માથે રહીજ નથી  ,અને તેની જવાબદારી માંથી તેઓ મુક્ત બની ચુક્યા છે  .ઘણાં ભારતીય છોકરા છોકરીઓ આંતર જ્ઞાતિઓ કરતાં એક ડગલું વધારે એટલેકે આંતર  રાષ્ટ્રીય  લગ્ન કરતા થઇ ચુક્યા  છે  .જેનો મનથી કે ક્મનથી સ્વીકાર કર્યા વિના છુટકોજ નથી   .
જે સંતાનના ભવિષ્યનાં સુંદર સ્વપ્નાં  જોવા  તમે  અહિ આવ્યા હતા   .તે સંતાન દ્વારાજ તમારી પેઢીનો અહીં અંત આવી જાય છે  .વૃદ્ધાવસ્થામાં  મૂડીનું વ્યાજ એટલેકે સંતાનોના બાળકો ઘણાં વહાલાં લાગતાં હોય છે  .તેમની સાથે રમવાનું અને તેમને રમાડવાનો આનંદ સ્વર્ગ  હોય છે  ,જે તમારાથી છીનવાય જાય છે  .અને તમારાં અરમાનો  આશાઓ  ભાંગીને ભૂકો થઇ જાય છે  .ત્યારે આપણો ગરીબ અને પછાત દેશ  તેની કોટુંબીક   અને સામાજિક વ્યવસ્થામાં
અહીંની ડોલરની ગણતરીમાં ઘણો ઉંચો અને  ગોરવપૂર્ણ   છે  .એમ માન્ય વિના  છૂટકો જ    નથી   ,
ભારતીય સંસ્કૃતિમાં કોટુબીક  અને  સામાજિક  જે નીતિ   નિયમો છે  .તેનો અહીં સદંતર અભાવ છે  . ભોતિક સુખો  સ્વતંત્રતા તથા  માનવ અધિકાર   જે અહીં છે તેનો આપણા દેશમાં અભાવ છે  .બન્નેમાંથી  કયું સુખ સારું  તે તમારા  આત્માને પૂછી જોજો   મનુષ્ય એક સામાજિક પ્રાણી છે  .અને સમજ  તેના માટે જીવન જીવવાનું સાધન છે  ,અહીં સામાજિક જીવન જેવું કશુંજ ન હોવાથી તમે મનુષ્ય છોકે પ્રાણી એ વિચારી  લેજો  .
સારા ડોકટરો  ,એન્જીનીયરો  ,કેમીષ્ટો  કોઈ પણ વિષયના નિષ્ણાતો  ,નાના  મોટો વેપાર કરતા વેપારીયો  , કે  સારી  નોકરી કરતા  થોડા નોકરિયાતોને  બાદ કરતાં  80 % લોકો તમાચો મારીને ગાલ  લાલ રાખી રહ્યા હોય છે  .નાં સહેવાય ના  કોઈને કહેવાય એ રીતે જીવી રહ્યા છે  .દેશમાં પાછા જઈશું તો  લોકો મૂર્ખા ગણશે   ,એના કરતાં અહી પડ્યા રહોem માનીને  પડી રહ્યા છે  .અમેરિકાના મોહમાં દેશમાંથી બધું સમેટીને અહી આવ્યા હોવાથી પાછા જઈને પણ  શું કરવું  તે હિસાબે પાછા પણ જઈ શકાતું નથી  .
વધુ   ભાગ # 3 માં વાંચવા કૃપા કરશો  .

Advertisements

19 responses to “ભાગ #2 અમેરિકાએ આપ્યા કરતા છીનવી લીધું વધારે

 1. Vimala Gohil મે 12, 2015 at 1:19 pm

  ભાગ #2 અમેરિકાએ આપ્યા કરતા છીનવી લીધું વધારે લેખ બહુ જ મનન્ય અને પ્રેરણા દાયક છે. . જીવનની વાસ્તવિક વાત છે .
  આશા રાખીે કે અહીંના આજની પેઢીના યુવાન મા-બાપ આમાંથી ધડો
  લઇને સુખી થાય.

  • aataawaani મે 12, 2015 at 4:17 pm

   પ્રિય વિમલાબેન
   भाले भाले मतिर्भिन्ना એ ઉક્તિ પ્રમાણે પોતે પોત પોતાના અનુભવ પ્રમાણે કહેતા હોય છે .

 2. pragnaju મે 12, 2015 at 1:20 pm

  ભારતીય સંસ્કૃતિમાં કોટુબીક અને સામાજિક જે નીતિ નિયમો છે .તેનો અહીં સદંતર અભાવ છે . ભોતિક સુખો સ્વતંત્રતા તથા માનવ અધિકાર જે અહીં છે તેનો આપણા દેશમાં અભાવ છે
  કેટલાકનો અનુભવ સદંતર ન બનાવાય !

 3. pravinshastri મે 12, 2015 at 3:12 pm

  આ શ્રેણીના લેખની વાત તદ્દન ખોટી નથી પણ એ સંપૂર્ણ સત્ય નથી. માત્ર આંશિક સત્ય છે. હું આ દેશમાં લગભગ ૪૫ વર્ષથી રહું છું. દરેક દાયકામાં આવેલા ભારતીય ઈમિગ્રાન્ટસ જૂદા જૂદા તબક્કાઓમાંથી પસાર થાય છે. આ લેખમાં જે સંસ્કૃતિની અપેક્ષાઓ આ અમેરિકામાં સંતોષાતી નથી તેજ કૌટુંબિક સંસ્કૃતિનો ભારતમાં પણ ધ્વંશ થવા માંડ્યો છે. આજે દરેક ક્ષેત્રમાં વસાહતીઓ ઉચ્ચ કક્ષાએ પહોંચ્યા છે. ગામનું પાદર છોડીને આગળ વધવાથી એક ખુમારીનું સર્જન થાય છે. આર્યો દ્રાવિડો કરતાં સુપીરીયર સાબીત થયા. આર્ય અને રજપૂતો કરતાં મોગલો ચડિયાતા નીકળ્યા. અને ત્યાર પછી અંગ્રેજોએ આપણને ગુલામ બનાવ્યા. આજે સંસ્કૃતિના અરણ્ય રૂદનમાં કેટલાક ખમીર વગરના હતાશ વસાહતીઓ દેશને જૂદા ચશ્માએ નિહાળે છે. અહીં પહેલી પેઢીએ બધી જ ચેલેન્જ માટે તૈયારી રાખવી જ જોઈએ.

  • aataawaani મે 12, 2015 at 4:41 pm

   પ્રવીણકાન્ત ભાઈ
   ઘણા ભારત થી આવેલા ઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે .
   હું આ દેશમાં 46 વરસથી છું .1969ના માર્ચની 19 તારીખે અમેરિકાની ધરતી ઉપર પ્રથમ પગ મુક્યો . ધારેલું કૈક અને નીકળ્યું કૈક આશા નિરાશામાં ફેરવાઈ ગએલી . મેં મારું વજન 22 મહિનામાં 36 શેર ગુમાવેલું .પણ મારા ભાઈ અને એની અમેરિકન પત્ની નાં કારણે અને મારી હિંમત ને લીધે .ટકી રહ્યો મૃત્યુ ન પામ્યો .પણ પછી ધીરજના ફળ મીઠાં મને કેટલી બધી મુશ્કેલીઓ હશે એ તમે મારા 36 શેર વજન ગુમાવ્યા ઉપરથી સમજી શકશો . એ અરસામાં હું અમેરિકાનો અનુભવ લખું તો કેવો લખું?અને હવે આપ જોઈ શકો છો અનુભવી શકો છો કે હું કેવો છું .

 4. pravina મે 12, 2015 at 6:10 pm

  બધો દોષ અમેરિકાને દેવા કરતાં થોડો ‘સ્વ’ને આપો. ‘સાર સાર કો ગ્રહી રહે થોથા દેય ઉડાય’ .આપણા નસિબ સારા કે બન્ને દેશની સારી વસ્તુ ગ્રહણ કરવાની સોનેરી તક મળી. ૪૦ વર્ષ થયા આ દેશમાં. બાળકોએ પ્રગતિ કરી. તેમના બાલકો કૉલેજમાં ગયા. હા, તેમને અમેરિકાનો રંગ લાગે તેમાં બે મત નથી. આપણા સંસ્કાર અને ‘વેલ્યુ’ સ્મરણમાં છે. તેમની પ્રેમ દર્શાવવાની રીત આગવી છે. જેવા ચશ્મા પહેરીશું તેવું દેખાશે. ભારત પ્રત્યે અપાર સ્નેહ છે,રહેશે! અમેરિકાએ આપ્યું તેથી તેના પ્રત્યે સ્નેહ હોય એ સ્વાભાવિક છે. બાકી આપણા દેશમાં હવે પશ્ચિમના વાયરા ફુંકાયા છે એમાં બે મત નથી !

  • aataawaani મે 12, 2015 at 7:04 pm

   પ્રિય પ્રવિણા બેન
   હવે આપણા દેશમાં પણ પશ્ચિમના વાયરા ફૂંકાયા છે . દરેક ઠેકાણે સારું અને નરસું હોય છેજ આપણે સારું ગ્રહણ કરવાની ટેવ રાખવી જોઈએ . એવી રીતે સુખ અને દુ :ખ આપણને લોકો પાસેથી મળતા હોય છે . એમાંથી દુ :ખ આપણને નથી ગમતું તો શા માટે એને નજીક આવવા દેવું જોઈએ .

 5. મૌલિક રામી મે 12, 2015 at 6:12 pm

  I have also stayed in england for 4yeard in my youg age…it was my peak time to learn many things in my life…I am agree…I had lost so much but at the same time gained a lot..

  • aataawaani મે 12, 2015 at 6:54 pm

   જીવનમાં અટપટા સંજોગો માંથી પસાર થવાથી ઘણું શીખાય છે . અને આપણે ઘડઈએ છીએ . અને મુશ્કેલીઓનો સામનો કરવા તૈયાર થઇ જઈએ છીએ . કોઈ ઉર્દુ શાયરે કીધું છે કે .
   रंग लाती है हिना पत्थरपे पीस जानेके बाद
   सुर्ख रूह होताहै इन्सां ठोकरे खानेके बाद

 6. સુરેશ મે 13, 2015 at 6:04 am

  તમે જેને ‘દેશ’ કહો છો – એ તમારા જમાનાનો ૬૦ પહેલાંનો રહ્યો નથી – એ ખબર છે ને?!
  ત્યાં તો અહીં કરતાં ઘણો વધારે સડો છે.
  ——–
  અને અહીં જેવી સુંદરીઓ ત્યાં ભાળવા નૈ મળે આતા !!!

 7. રીતેશ મોકાસણા મે 15, 2015 at 5:11 am

  સત્યતા ને કોઈ નકારી શકાય નહિ; સ્વદર્શન કરીને બની શકે તો જરૂરી સુધારો લાવવાથી મન ઓછું પીડા પામે છે !

 8. aataawaani મે 15, 2015 at 6:47 am

  પ્રિય રીતેશ
  સત્યને નકારી ન શકાય એ વાત તારી ખરી છે .
  પૈસા કમાવાની હાય હોયમાં સંતાનો પ્રત્યે દુર્લક્ષ સેવવું એના જેવું બીજું કયું ખરાબ હોઈ શકે ? બેબી સીટરને બાળકને સોપવા અને તે બાળકને પ્રેમ કરશે એવી આશા રાખવી વ્યર્થ છે ,એક બેબી ને ટેબલ ઉપર બેસાડી સામે ખુરસી ઉપર બેબી સીટર બેઠી ટેબલ ઉપર બેસીને થાકેલું બાળક પોતાને તેડી લેવા માટે બેબી સીટર સામે હાથ ઊંચા કર્યા . બેબી સીટરે બાળકને ઉચકીને ટેબલ ઉપર જોરથી પટકીને બેસાડ્યું . બાળક ચું કે ચાં કઈ બોલ્યું નહિ .
  આ આઠેક મહિનાના બાળકને ખબર છે કે આ ક્રૂર પાસે રોઈને દયા ,પ્રેમ માગવાનો શો અર્થ છે એ કઈ મારી માં નથી . આ દૃશ્ય મેં નજરે જોએલું .

  • રીતેશ મોકાસણા મે 15, 2015 at 10:20 pm

   આતા, તમે કહ્યું તેવા ઘણાં ક્રૂર અને દયાજનક દ્રશ્યો જોવા મળે છે. મધ્યયુગની જે સમાજ રચના હતી તે ફરી કદી નહિ આવે. દરેક વ્યક્તિને અલગ અલગ રોલ મળતા. જેમાં સ્ત્રીનો મુખ્ય રોલ બાળક ઉછેર, ઘર અને મહેમાનને સાચવવા સાથે પતિની કાળજી લેવી. શું કરીએ ? સમય જતા પરિવર્તનો આવે છે. આશા રાખીએ કે દરેક પોતાની જવાબદારી સમજે !

   • aataawaani મે 16, 2015 at 6:40 am

    મેં મારા નાના દીકરા સતીશને કીધેલું કે તારા દીકરાનું હું બાળોતિયું બદલાવીસ અને ન્યુ યોર્ક સ્ટેટના દુરના ગામથી હું આવક જાવક કરીશ પણ તારા દીકરા નું હું બેબી સીટીંગ કરીશ .. અને મેં કરી બતાવ્યું અને એ બન્ને એ નોકરી કરી .. આ દીકરો ઈજીપ્તની કાહેરો યુનીવર્સીટીમાં અરબીભાષા ભણેલો છે અને વોશિંગ સ્ટેટમાં નોકરી કરે છે . દેવના મોટા દીકરાનું પણ મેં બેબીસીતિંગ કરેલું છે . આ દીકરો રશિયા ફરવા ગયો અને રશિયન છોકરીની વરમાળા સ્વીકારી લીધી . અત્યારે એ 6 વરસના દીકરા નો બાપ છે .
    આ થોડું આતા વિષે વગર પુચ્છ્યે કહી દીધું .

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: