Daily Archives: મે 12, 2015

ભાગ #2 અમેરિકાએ આપ્યા કરતા છીનવી લીધું વધારે

ભોતિક સુખોનાં બે સાધનો લાવીને બાળકોને આપી દીધાં  ,તેથી બાળકો ખુશ છે એમ માનવું એ મોટામાં મોટી ભૂલ છે  .
બાળકો પ્રેમ ,લાગણી  ,અને દયાનાં ભૂખ્યાં છે  ,અહી પ્રેમ કરવાનો  જ્યાં પતિ- પત્ની  પાસે સમય નથી   ત્યાં બાળકોને પ્રેમ ક્યાંથી આપી શકે   ,?પ્રેમ ,લાગણી ,દયા ,એ બધા ભગવાને  માનવ જાતને  બક્ષેલ અનમોલ રત્નોના ખજાનાઓ છે  .જે બજારમાંથી  કે મોટા સ્ટોરમાં જઈને ,સેલ દ્વારા કે  ડિસ્કાઉન્ટ  નિ  કુપન  દ્વારા ખરીદી શકાતા નથી  .
બાળક રડતું હોય તો ભલે રડે પણ કુપન કાપવા પહેલું બેસવું  . મા-બાપે  બાળકો માટે જે કરવું જોઈએ એ કરતા નથી   ,અને જ્યારે કરવા જાય છે ત્યારે ઘણું મોડું થઇ ગયું હોય છે  .ભોતિક સુખોથી ભરપુર આ ધરતી ઉપર સંપતિ પાછળની  ઘેલછાથી સંતતિ  ગુમાવવાનો વારો  મા – બાપને  આવે તેનાથી વધારે બીજું દુ:ખ  કયું  હોઈ શકે ?
બાળપણ એક એવો છોડ છે  જો તેને સમય સર અને માફકસર ખાતર અને પાણી આપશો  તો જવાનીમાં તેનો એવો સરસ વિકાસ થયો હશે  કે જ્યાં સુંદરતા અને સુગંધ આપનારાં પુષ્પો ખીલી ઉઠ્યા હશે  .જો તેને કદાચ એકલું ખાતર કે એકલું પાણી અથવા ખાતરકે  પાણી કશુંજ નહિ આપો તો એ સુકાઈ ગએલ બાવળીયો બનશે  .જે તમને દુ:ખ અને દર્દ સિવાય  કશુંજ નહી આપે   .
આ દેશની લોકશાહી  અને માનવ અધિકાર એટલો બધો મુક્ત છે કે અહી પતિ તેની પત્નીને અને પતિ પત્ની તેના બાળકોને વઢી કે ઠપકો આપી શકે નહિ  .અહી બાળકોને પ્રેમ કરવાનો સમય નથી  .અને વઢવું કે ઠપકો આપવો  એ કાયદાકીય ગુન્હો થતો હોય  તો આ સ્વતંત્ર દેશમાં આપણા
જેવા  બીજા ગુલામ કોણ ?
અહીની સ્વતંત્રતા સ્વ્છાન્દ્તામાં ફેરવાઈ ગઈ છે. અહીનું વાતાવરણ  ,સંજોગો  ,અને પરિસ્થિતિ  પુખ્ત વયના સંતાનો માટે એટલી બધી ખરાબ છે કે જ્યાં  સેક્ષ  ,ડ્રગ  ,& ડ્રીંક  ભરપુર હોવાથી  .સંતાનો  હાથમાંથી  જતા રહેવાના  ચાન્સીસ  વધારેમાં વધારે રહેલા છે  . જે મા -બાપ  નાં સંતાનો અહીના વાતાવરણમાં  પુખ્ત વયના બની ચુક્યા છે  .તેમના જીવન સાથીની પસંદગી કરવાની જવાબદારી તેમના માથે રહીજ નથી  ,અને તેની જવાબદારી માંથી તેઓ મુક્ત બની ચુક્યા છે  .ઘણાં ભારતીય છોકરા છોકરીઓ આંતર જ્ઞાતિઓ કરતાં એક ડગલું વધારે એટલેકે આંતર  રાષ્ટ્રીય  લગ્ન કરતા થઇ ચુક્યા  છે  .જેનો મનથી કે ક્મનથી સ્વીકાર કર્યા વિના છુટકોજ નથી   .
જે સંતાનના ભવિષ્યનાં સુંદર સ્વપ્નાં  જોવા  તમે  અહિ આવ્યા હતા   .તે સંતાન દ્વારાજ તમારી પેઢીનો અહીં અંત આવી જાય છે  .વૃદ્ધાવસ્થામાં  મૂડીનું વ્યાજ એટલેકે સંતાનોના બાળકો ઘણાં વહાલાં લાગતાં હોય છે  .તેમની સાથે રમવાનું અને તેમને રમાડવાનો આનંદ સ્વર્ગ  હોય છે  ,જે તમારાથી છીનવાય જાય છે  .અને તમારાં અરમાનો  આશાઓ  ભાંગીને ભૂકો થઇ જાય છે  .ત્યારે આપણો ગરીબ અને પછાત દેશ  તેની કોટુંબીક   અને સામાજિક વ્યવસ્થામાં
અહીંની ડોલરની ગણતરીમાં ઘણો ઉંચો અને  ગોરવપૂર્ણ   છે  .એમ માન્ય વિના  છૂટકો જ    નથી   ,
ભારતીય સંસ્કૃતિમાં કોટુબીક  અને  સામાજિક  જે નીતિ   નિયમો છે  .તેનો અહીં સદંતર અભાવ છે  . ભોતિક સુખો  સ્વતંત્રતા તથા  માનવ અધિકાર   જે અહીં છે તેનો આપણા દેશમાં અભાવ છે  .બન્નેમાંથી  કયું સુખ સારું  તે તમારા  આત્માને પૂછી જોજો   મનુષ્ય એક સામાજિક પ્રાણી છે  .અને સમજ  તેના માટે જીવન જીવવાનું સાધન છે  ,અહીં સામાજિક જીવન જેવું કશુંજ ન હોવાથી તમે મનુષ્ય છોકે પ્રાણી એ વિચારી  લેજો  .
સારા ડોકટરો  ,એન્જીનીયરો  ,કેમીષ્ટો  કોઈ પણ વિષયના નિષ્ણાતો  ,નાના  મોટો વેપાર કરતા વેપારીયો  , કે  સારી  નોકરી કરતા  થોડા નોકરિયાતોને  બાદ કરતાં  80 % લોકો તમાચો મારીને ગાલ  લાલ રાખી રહ્યા હોય છે  .નાં સહેવાય ના  કોઈને કહેવાય એ રીતે જીવી રહ્યા છે  .દેશમાં પાછા જઈશું તો  લોકો મૂર્ખા ગણશે   ,એના કરતાં અહી પડ્યા રહોem માનીને  પડી રહ્યા છે  .અમેરિકાના મોહમાં દેશમાંથી બધું સમેટીને અહી આવ્યા હોવાથી પાછા જઈને પણ  શું કરવું  તે હિસાબે પાછા પણ જઈ શકાતું નથી  .
વધુ   ભાગ # 3 માં વાંચવા કૃપા કરશો  .