Daily Archives: મે 11, 2015

દિલીપ પરીખના સૌજન્યથી આ “અમેરિકાએ આપ્યા કરતા છીનવી લીધું વધારે “એ લેખ હું લખું છું

20150420_1224042000px-Om.svg

ફોટો #1 મારો ક્યુબામાં જન્મેલો ગ્રેટ ગ્રાંડ સન  આતા જુનીયર (નાના આતા }

અમેરિકાનો visa call  આવ્યો ત્યારે વાંઢાને કન્યાએ લગ્ન કરવાની હા પાડી હોય   ,અને વાંઢાને જે આનંદ થાય  ,તેનાથી અધિક આનંદ મને થયો  .સગપણ કે સગાઈની  વિધિ  પતે નહી  ,ત્યાં સુધી વાંઢાને  ફફડાટ અને ગભરાટ  રહ્યાજ કરે  તેમ જ્યાં સુધી મને વિસા મળે નહી ત્યાં સુધી મારી પરિસ્થિતિ પણ વાંઢાના જેવીજ હતી  .પ્રભુ કૃપાએ  અભિમન્યુના  સાત કોઠા માંથી  પહેલા કોઠામાં  હેમ ખેમ  પાર ઉતરી ગયો  .લગ્નની તિથી સારો દિવસ અને સારું મુહુર્ત  જોઇને અગાઉથી વડીલો નક્કી કરે તેમ અમેરિકા આવવાની તારીખ  અહીના  સગા સબંધીઓ તેમની અનુકુળતા પ્રમાણે જણાવે   .એટલેકે આ ધરતી ઉપર પગ મુકીએ તે પહેલાંજ  તેમની ઈચ્છાઓ અને અનુંકુલતાઓને આધીન થવાની માનસિક તૈયારીઓ સાથેજ પગ મુકવાની  ચેતવણી અગાઉથીજ  મળી ગઈ   ,અમેરિકા આવવાની તારીખ નક્કી થઇ ગઈ   .ઘરના સર્વે  જાણે મારા લગ્નની તૈયારીઓ  તેમ તૈયારીઓમાં લાગી ગયા  ,ગોર મહારાજ  અને રસોઈયાઓ જેમ લગ્નની વિધિમાં અને રસોઈ બનાવવાની  વસ્તુઓનું લીસ્ટ  આપે તેમ અમેરિકાથી સગાં સબંધીઓના પત્રો અને ટેલિફોનો  દ્વારા મારી બન્ને બેગો ભરાય જાય  એટલા લીસ્ટ આવીજ ગયાં
મારો વર ઘોડો નક્કી થએલી તારીખ પ્રમાણે અમદાવાદના  હવાઈ મથકે આવી ગયો  . મા –  બાપે કપાળમાં કંકુના ચાંલ્લા કર્યા  ,મિત્રો તથા સ્નેહીઓએ ગળામાં હાર પહેરાવ્યા
લાડલી બહેનોએ હાથમાં શ્રીફળ  મુક્યું  .જીવનમાં જાણે  હું કોઈ ભવ્ય સફળતા મેળવવા  જતો હોઉં  એવું અનુભવવા લાગ્યો  .લગ્ન વિધિના અંતે દિકરીની વિદાયનું દૃશ્ય  ભલ ભલાને  ઢીલો પાડી દે તેમ બધાયનો પ્રેમ અને લાગણી  જોઇને  મારી  આંખોમાંથી પણ શ્રાવણ  ભાદરવો વરસવા  લાગ્યો  .અંતે વિદાયની નજિક આવી અને હું રડતી આંખે દિકરી જેમ વરરાજાની ગાડીમાં  બેસવા જાય  ,એમ હું  વિમાનમાં  બેસવા જતો રહ્યો   .
વિમાનમાં પહેલી વાર  બેસતો હોવાથી ઘણો રોમાન્સ અને આનંદ અનુભવવા લાગ્યો  . દુનિયાના સૌથી  સમૃદ્ધ અને ધનવાન દેશમાં જઈ રહ્યો હોવાથી  ભવિષ્યનાં સુંદર  સ્વપ્નાં અને  ડોલરના પાંત્રીસ રૂપિયા (દિલીપ પરીખે  લેખ લખ્યો  ત્યારની વાત  હાલ 65 છે  ,)નજર સમક્ષ દેખાવા લાગ્યા  ,વિચારોમાં અને વિચારોમાં મારી મંઝીલ ક્યારે આવી ગઈ  ,એની મને ખબર પણ નાં પડી  , ગરીબ અને પછાત દેશના માણસે ધનવાન દેશની ધરતી ઉપર પગ મુક્યો   ,ત્યારે જાણે સ્વર્ગમાં આવ્યો હોઉં એવી મારી મનોદશા અનુભવવા લાગ્યો  .પ્રાથમિક કાર્યવાહી પતાવીને જ્યારે હું બહાર આવ્યો ત્યારે બધાના હાવ ભાવ અને વહેવાર વર્તનથી  એવું લાગ્યું કે મને આવકારવામાં નથી કોઈના મોં ઉપર આનંદ  ,ઉત્સાહ કે ઉમંગ   .ક્યાં અમદાવાદનું  હવાઈ મથક  કે જ્યાં પ્રેમ અને લાગણી થી આંસુઓની  નદિયોં વહેતી અને ક્યાં આ ન્યુયોર્કનું હવાઈ મથક કે જ્યાં ફક્ત  ઓપચારિકા  કે જ્યાં હાય  , હલ્લો  ,અને બાય  કહીને બધા છુટા પડ્યા  .
નવોઢા નવ દિવસ માટેજ  નવી। .નવી  … વહુ  તરીકે ગણાય  ,પછીતો એના નસીબમાં ઘરનું એજ કામ કાજ  ,સાસુ નણદો નાં  મેણાં ચાલુ થઈજ જાય  .  એમ શરુ શરૂમાં  બધાયનો પ્રેમ  ,લાગણી અને કૃપા જોઇને  આનંદ અનુભવવા લાગ્યો  .પછી જેમ જેમ દિવસો વિતતા  ગયા   .તેમ તેમ સૂચનાઓ  નોટીસો  મળવા માંડી  ,ટૂંક સમયમાં એક એવી નોટીસ મળીકે અહી નોકરી  ,ડ્રાઈવિંગ  ,અને રહેવાની વ્યવસ્થા  બને તેટલી વહેલી જાતે કરી લેવી એ અગત્યની અને જરૂરી  છે  ,પ્રભુ કૃપાએ  જેમ  જેમ દિવસો વિતતા ગયા  ,એમ બધું ઠેકાણે પડતું ગયું અને પછીતો આ અમેરિકાની  મોહ માયા જાળમાં ફસાતાજ ગયા અને ફસાતાજ ગયા   .
આ દેશમાં ઘણી બધી વસ્તુઓ  ઘણી સારી છે  .એનો સ્વીકાર   કર્યા   વગર છૂટકોજ  નથી   ,અહીની વ્યવસ્થા શક્તિ અને કામ કાજ  કરવાની પધ્ધતિ  થા ખાવા પીવાથી માંડી દરેક    ,વસ્તુઓનું શુદ્ધિકરણ   હરવા ફરવાથી માંડીને  જીવન જીવવા માટેની  દરેક  વસ્તુઓની

વસ્તુઓની  સગવડો   ,તથા શરીરની સાચવણી અને માંદગી માટે અપાતી સુવિધાઓ  , આવકાર   દાયક છે   .અહી કોઈ વસ્તુની અછત નહિ  .અને ભાવ ઉપરનું નિયંત્રણ એ સામાન્યમાં સામાન્ય માણસને સારી રીતે જીવવાનું સાધન છે ,તેમાં શંકાને સ્થાન નથી  .બેકાર માણસને પણ સરકાર તરફથી અપાતી રાહત અને લાંચ રુશ્વત  કે ભ્રષ્ટાચાર વિનાનું તંત્ર  એ અહીની નોધ પાત્ર  હકીકત છે  .અહીની કેળવણી અને હોશિયાર  માણસોને  તેમની હોશિયારી દ્વારા  આગળ આવવાની  તકો  જેટલી અહી છે  . તેટલી બીજે ક્યાંય નથી   ,
પણ અમીર અને ધનવાન માણસ કરતાં ,ફકીર અને સાધુ માણસ  ઘણો સુખી હોય છે ,તેમ અહીં આટલી બધી  સુખ સગવડો હોવા ભલે આપનો દેશ  ગરીબ  ,પછાત અને દુ:ખી  છે  ,છતાંય જીવન જીવવાનો  આનંદ અને મોજ મજા  જે ત્યાં છે  ,તેનો એક અંશ પણ અહી નથી  . અને હું  માનું છું  .વધારે  ભોતિક સુખો ભોગવવાની  ભૂખ અને આ ભૂખને સંતોષવા  માટે  ડોલર કમાવાનું  ગાંડપણ  ,પતિ અને પત્ની  બન્ને  માટે  માનસિક અને શારીરિક ટેન્શન ઉભું ક્ર્નાસ્રું  એક સાધન  બની ગયું છે   .પતિ અને પત્ની શોપિંગની  પાછળ  જેટલો સમય કાઢતા હોય છે  .તેના દસમા ભાગનો સમય પણ બાળકો માટે કાઢી  શકતા નથી   .એ મોટામાં મોટું દુ :ખ  છે  . આજે આટલું બસ  વધારે  પછી   .