એક વનમાં સિંહ , શિયાળ , વરુ , વાઘ , ખિસકોલી , ઉંદર , હરણ .વગેરે ઘણાં પ્રાણીઓ વસતાં હતાં .

20150420_12240420150420_122544

કોપિન પહેરેલો  અને બાટલી મારફત  દૂધ પીતો  છોકરો એ જુનીયર આતા છે  . મારા  પછી આ મારો “આતાવાણી” બ્લોગ સંભાળશે આ મારો ગ્રેટ ગ્રાન્ડ સન છે  .હાલ આ ક્યુબામાં   રહે છે એનો જન્મ પણ ક્યુબામાં થએલો છે  .
બીજો ફોટો સોનેરી ફૂલો વાળા ઝાડનો ફોટો  સુપર્ણખા  કરિયાવરમાં લાવેલી છે  .

DSCN1040

એક વનમાં સિંહ   , વાઘ  , વરુ ,શિયાળ  , હરણાં ખિસકોલી  ,  ઉંદર  . વગેરે ઘણા પ્રાણિયો વસતાં હતાં   . ચતુર શિયાળ પોતાનો વનમાં  વટ જમાવવા   ઘણી ચાલાકીથી વરતતી, તે ખિસકોલી જેવાં  નાનાં પ્રાણીઓને  ધમકાવતી  ,  ડરાવતી  ,  અને  સિંહ વાઘ જેવાને   સલામ કરતી  . અને તેઓને ખુબ મસ્કો મારતી  .
એક વખત  સિંહને કંઈ ખાવાનું મળ્યું નહિ  . એટલે એણે એક નાની  ઉંદરડીને  પકડી  . ઉંદરડીએ  સિંહને વિનંતી કરીકે  મને ખાવાથી તમારું પેટ નહિ ભરાય  હુંતો તમારા  દાંત સુધીજ રહી જઈશ  પેટ સુધી તો હું પહોંચીશ
પણ નહિ  .  જો મને તમે જીવિત છોડશો તો કોઈ વખત તમારા હું  કામમાં  આવીશ  .  સિંહે તેને જીવતી જવા દીધી  . કહુલું કોકદી હોય  . એમ સિંહને  ખાવાનું મળી ગયું  .અને બધાં સારાં વાનાં થઇ ગયાં  .
એક સરખા દિવસ સુખના  કોઈના જાતા નથી  . એ ન્યાએ  વનરાજ એક દિવસ એક શિકારીની જાળમાં  ફસાઈ ગયો  .  છૂટવા માટે  સિંહે બહુ  ધમ પછાડા કર્યા પણ  એ જાળમાંથી  છૂટી શક્યો નહિ  .જે ઉંદરડીને સિંહે જીવત દાન  આપેલું  એ ઉંદરડીએ સિંહને ફ્સાએલો   જોયો  .   તે દોડતી સિંહ પાસે ગઈ  ,અને સિંહને કીધું હું તમને  હમણાજ  મુક્ત કરું છું  , એમ  બોલી એ  સિંહ પાસે ગઈ અને  તે ફસાએલો હતો તે   જાળ  પોતાના દાંત વતી કાપીને સિંહને મુક્ત કર્યો  , સિંહે ઉંદરડીનો આભાર માન્યો અને કીધું    મારા  જેવું કંઈ  કામ હોય તો કહે  ઉંદરડી  બોલી આ જંગલમાં  એક શિયાળ છે તે અમારા જેવાં નાનાં પ્રાણીઓને  બહુ હેરાન કરે છે તો તેનો તમે કંઈક બંદોબસ્ત કરો  . સિંહે એ શિયાળને  ગોતી કાઢીને મારી નાખી  . અને નાના પ્રાણીઓને  એ ત્રાસ વાદી શિયાળના  ત્રાસમાંથી  મુક્તિ અપાવી  . શિયાળ જે મોટાઓને મસ્કો મારતું  હતું એ કંઈ કામમાં નો આવ્યું  .

એક વખત વનરાજ કેસરી સિંહને ભક્ષ્ય  ન મળ્યું  . એટલે ene  એક  ઉંદરડીને  ખાવા માટે પકડી  . ગભરાએલી ઉંદરડીએ સિંહને વિનંતી કરી  . મહારાજ  મને તમે ખાઈ જશો  એમાં તમારું પેટ નહી ભરાય  નકામો મારો જીવ જશે।  મને તમે જીવિત છોડી દેશો તો હું  કોઈક વખત તમારા કામમાં આવીશ  .

13 responses to “એક વનમાં સિંહ , શિયાળ , વરુ , વાઘ , ખિસકોલી , ઉંદર , હરણ .વગેરે ઘણાં પ્રાણીઓ વસતાં હતાં .

  1. pragnaju મે 8, 2015 પર 2:05 પી એમ(pm)

    ” …ફોટો સોનેરી ફૂલો વાળા ઝાડનો ફોટો સુપર્ણખા કરિયાવરમાં …” ખરેખર સુર્પણખા નામ છે?..
    .નાના આતાનો મોટો ફોટો મૂકશો
    અમારી ભત્રીજીએ વિદાય સમારંભમા આ ગીત ગાઇને બધાની આંખ નમ કરી હતી
    કરિયાવર
    વાહ! શું મુલ્યવાન કરિયાવર આપ્યો તે બાબુલ,
    કે યાદો રૂપી જહાજમાં બેસીને હું સાસરે ચાલી.
    આ કરિયાવર નહી પરંતુ છે ખજાનો મારો,
    ના કોઈ લુટે, ના કોઈ ચોરે, ના કોઈ જુએ બાબુલ.
    ઉપરથી છે હરિયાળી બધે ભીતરથી સુકી વાડી,
    સુકા આસુને કોણ જુએ બાબુલ.
    વચન છે મારું તને કોઈ દિ’ નહી ભૂલુ આ યાદોને,
    અને જો ભૂલું તો આ મારી કવિતા યાદ અપાવશે મને.
    જીવનનાં સાતેય રંગ બતાવ્યા તે મને,
    ખુબ ખુબ આભાર કે આઠમાને બાંધ્યો પાલવડે મારાં.
    સ્વપ્નેય ન ધારેલો કરિયાવર આપ્યો તે યાદોમાં,
    બીજું તો શું માંગુ?
    બસ, હવે બવ થયું બાબુલ!
    ……………………………………………………..
    એક જંગલમાં સિંહ રહેતો હતો.

    ઉનાળાના દિવસો હતા. આકરો તાપ હતો. સિંહ ગરમીથી અકળાઈ ગયો હતો. તે ઝાડના છાંયે બેસી ઊંઘતો હતો. એવામાં એક ઉંદર ત્યાં આવી ચડ્યો. સિંહને ઊંઘતો જોઈ તે તેના શરીર પર દોડાદોડી કરવા લાગ્યો. તેના શરીર પર તે રમવા લાગ્યો.

    ઉંદર સિંહની કેશવાળી પકડી ઝૂલા ખાતો હતો. ત્યાં તેની પૂંછડી સિંહના નાકમાં ભરાઈ. તેથી સિંહની ઊંઘ ઊડી ગઈ. તેણે ‘હાક.. છી!’ કરી છીંક ખાતાં ખાતાં એક ઉંદરને ભાગતો જોયો. તેણે નાસતા ઉંદરની પૂંછડી પોતાના પંજાથી દબાવી દીધી.

    ઉંદર ખૂબ ડરી ગયો. તે કરગરીને બોલ્યો – સિંહદાદા આપ જંગલના રાજા છો. મારો એક ગુનો માફ કરી મને છોડી દો. જરૂર પડશે ત્યારે હું એનો બદલો વાળી આપીશ!

    સિંહ એ સાંભળી હસી પડ્યો અને બોલ્યો – ઉંદરડા! નાનકડા જીવડા જેવો તું વળી મને શી મદદ કરવાનો?

    ઉંદરે હાથ જોડી ફરી વિનંતી કરી – સિંહદાદા, એક વખત મને જીવતદાન આપો. તમારો ઉપકાર જિંદગીભર યાદ રાખીશ. આટલું બોલતાં ઉંદરની આંખમાં આંસુ આવી ગયાં. નાનકડા ઉંદરને રડતો જોઈ સિંહને તેની દયા આવી. તેણે ઉંદરને જવા દીધો.

    થોડાક દિવસો પછી સિંહને પકડવા શિકારીઓ જંગલમાં ઘૂસી ગયા. તેણે સિંહને પકડવા જાળ પાથરી. પછી જાળને સૂકા પાંદડાંથી ઢાંકી દીધી. સિંહ ત્યાંથી ચાલવા ગયો. પણ તે શિકારીઓએ પાથરેલી જાળમાં ફસાઈ ગયો. શિકારીઓએ તેને જાળમાં બરાબરનો બાંધીને ઝાડની ડાળીએ લટકાવી દીધો. પછી તેઓ તે સિંહને લઈ જવા માટે એક મોટું પાંજરું લેવા ગયા. સિંહે જાળમાંથી છૂટવાં ઘણાં ફાંફાં માર્યાં પણ કંઈ વળ્યું નહિ! થાકીને સિંહે ગર્જના કરવા માંડી.

    નાનકડા ઉંદરે સિંહની આ ગર્જનાઓ સાંભળી. તે સિંહનો અવાજ ઓળખી ગયો. તરત જ તે સિંહ પાસે દોડી આવ્યો. આવીને જૂએ તો સિંહદાદા ઝાડ ઉપર જાળમાં બંધાયેલા હતા.

    ઉંદર બોલ્યો – સિંહદાદા, ધીરજ રાખજો. શિકારીઓ તમને લેવા આવે તે પહેલાં જ હું જાળ કાપી નાખીશ ને તમને બંધનમાંથી છોડાવી દઈશ! એમ કહી ઉંદર ઝાડ પર સડસડાટ ચડી ગયો. પોતાના તીણા દાંતથી જાળ કાપવા માંડી. કટ … કટ … કટ…જોતજોતામાં તીણા દાંત વડે આખી જાળ કોતરી કાઢી.

    જાળ કપાતાં સિંહ ભફાંગ અવાજ સાથે જમીન પર પડ્યો. છુટકારાનો દમ લેતાં તે બોલ્યો – મિત્ર, તારો ખૂબ આભાર. મેં મારી ખોટી મોટાઈમાં ફુલાઈને તને નાનો માની તારી પરવા કરી ન હતી પણ હવે મને તેનો પસ્તાવો થાય છે.

    બાળકોને યુ ટ્યુબ પર બતાવવા
    The Mouse & The Lion In Tales of Panchatantra Hindi Story …
    Video for lion and the mouse story youtube▶ 11:23
    http://www.youtube.com/watch?v=aO1aKI8uhxc
    Feb 13, 2014 – Uploaded by Hindi Stories For Kids
    The Mouse & The Lion In Tales of Panchatantra Hindi Story For Kids Panchatantra, is perhaps the oldest …

    • aataawaani મે 8, 2015 પર 7:43 પી એમ(pm)

      તમારી ભત્રીજીને શાબાશી
      ખરેખર ગીત આંખમાં આંસુ ભરાય જાય એવુંજ છે . આજે વિમળા બેન નો ફોન આવ્યો ખુબ લાંબી વાતો કરી તમને ખુબ યાદ કરેલાં .
      પ્રજ્ઞાબેન સુપર્ણખા રાવણ ની બેનનું નામ છે . કે જેના રામના ભાઈ લક્ષ્મણે નાક કાન કાપેલાં
      આ વાત મેં “આતાવાણી”માં લખી છે . તમે ગોતીને વાંચજો તમને ગમશે .
      નાના આતાનો મોટો ફોટો તમારી ફરમાઇશ થી અનુકુળતાએ હું જરૂર મુકીશ . એના બાપ રાજીવને પણ ગમશે .

      • pragnaju મે 9, 2015 પર 5:12 એ એમ (am)

        અમારી ખાસ ઇચ્છા છે કે ઉપરની કોમેંટમા
        Video for lion and the mouse story youtube▶ 11:23

        પર ફક્ત ક્લીક કરશો અને ખજાનો મળશે.આ વાર્તા માણી તેની જમણી બાજુ ગમતી વાર્તા પર ક્લીક કરી આરામથી માણશો અને ગ્રેટ ગ્રેટ ગ્રાંટ ચીલ્ડરનને બતાવશો

  2. Vimala Gohil મે 8, 2015 પર 6:52 પી એમ(pm)

    સુપર્ણખા કરિયાવર તો મોટો લાવી!!!!!! સુંદર વૃક્ષ.
    જુનિયર આતાને ઘણીખમ્મા.

    • aataawaani મે 8, 2015 પર 7:56 પી એમ(pm)

      પ્રિય વિમળા બેન
      તમે ફોન કરીને મને યાદ કર્યો મને ખુશ કરી દીધો . આપણે વાતો કરતાં હતાં એમ પ્રજ્ઞાબેને લાંબી કોમેન્ટ આપી છે .તમે વાંચજો બહુ ગમશે .
      આજે હિતેશ દેસાઈ મને ઓચિંતાના મળવા આવેલા એક મિત્ર વૈશાખ ને સાથે લાવેલા ગજ્લના શોખીનને મેં એની ફરમાઈશથી શેર શાયરી સંભળાવી હિતેશને સુરેશ જાની ઓળખે છે . જુગલ કિશોર ભાઈના કહેવાથી હિતેશે મારી સન્માન પાર્ટી રાખેલી .

  3. Ashok Vavadiya મે 9, 2015 પર 12:36 એ એમ (am)

    વાહહહહ જુનિયર આતા ને સો સો સલામ

  4. Pravin Patel મે 9, 2015 પર 12:25 પી એમ(pm)

    કુયુબામાં જન્મ ધારણ કરીને મોટો થતો તમારો પૌત્ર ભવિષ્યમાં આતવાણી ચાલુ રાખશે તે સારી વાત છે તેને ગુજરાતી ભાષા આવડતી હશે તેમ માની લવ છું પરંતુ તેને ગુજરાતી કલ્ચરની જાણકારી હશે કે કેમ તે બાબતે વિગત આપશો ફક્ત જાણવાની ઉત્કંઠા થાય છે !
    તબિયત જાળવજો !

    • aataawaani મે 9, 2015 પર 9:52 પી એમ(pm)

      પ્રિય પ્રવીણ ભાઈ પટેલ

      હું જીવતો રહ્યો અને મારી મગજ શક્તિ ,યાદ શક્તિ સારી રહી તો હું એ મારા ગ્રેટ ગ્રાન્ડ સન ને ગુજરાતી ભાષા પણ શીખવીશ અને ભારતીય સંસ્કૃતિ વિષે પણ માહિત ગાર કરીશ
      એના બાપને અને બાપના મોટા ભાઈને નાના હતા ત્યારે મહાભારત વિષે મેં ઘણી વાતો કરી છે . ચોપરા વાળી મહાભારતની મૂવીની ઈંગ્લીશ ટાઈ ટલ વાળી ડી વી ડી ઘણી વખત જોઈ છે . અત્યારે મારો ગ્રાંડ સન રાજીવ અને એની વાઈફ જાનાઈ એવું કહે છેકે અમારા દીકરા ને તમો કેળવણી આપવા અમારી સાથે રહેજો .. આ દીકરાનું નામ પણ મારા નામ ઉપરથી આતાઈ જુનીયર રાખ્યું છે . પ્રજ્ઞા બેન વ્યાસ આ બાળકને નાના આતા તરીકે ઓળખે છે . ઝડપથી શરીરનું વજન વધાર્યે જતા નાના આતાને એનો બાપ રાજીવ ભીમ કહે છે અને રાજીવનો મોટો ભાઈ ડેવિડ એને ભીમસેન કહે છે .
      બાકી તો
      मन जाने में करू करने वाला कोई ।आदर्या अध वच्च रहे हरी करे सो होय

      • pragnaju મે 10, 2015 પર 5:30 એ એમ (am)

        રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે
        મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે
        રાખનાં રમકડાં, રમકડાં …

        બોલે ડોલે રોજ રમકડાં, નિત નિત રમત્યું માંડે
        આ મારું આ તારું કહીને એકબીજાને ભાંડે રે,
        રાખનાં રમકડાં, રમકડાં …

        એઇ કાચી માટીને કાયામાંથી માયા કેરા રંગ લગાયા
        એજી ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં ત્યાં તો વિંઝણલા વિંઝાયા રે
        રાખનાં રમકડાં, રમકડાં …

        તંત અનંતનો તંત ન તૂટ્યો ને રમત અધૂરી રહી,
        તનડા ને મનડાની વાતો આવી એવી ગઇ,
        રાખનાં રમકડાં, રમકડાં …मन जाने में करू करने वाला कोई ।
        आदर्या अध वच्च रहे हरी करे सो होय

      • Pravin Patel મે 10, 2015 પર 12:20 પી એમ(pm)

        તમારું કોઈ કાર્ય અધવચ્ચે ના રહી જાય તે માટે તમે તમારા આરોગ્યનું ધ્યાન રાખજો,ઈશ્વર તમારા દરેક કાર્ય પાર પાડે તેવી પ્રાર્થના !

  5. રીતેશ મોકાસણા મે 10, 2015 પર 4:44 એ એમ (am)

    આતા,
    સરસ, જૂની વારતાને યાદ કરાવી દીધી. કદાચ આ ભણવામાં આવતી. કલમની તાકાત કેવી તે ઉત્તમ નમુનો છે !
    જુનિયર આતાને મારા આશિષ !! તે તમારી સાઈટ તો ઠીક પણ બહુ મોટું સામ્રાજ્ય સંભાળી શકે તેવી શુભેચ્છા !!!!

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: