Daily Archives: મે 8, 2015

એક વનમાં સિંહ , શિયાળ , વરુ , વાઘ , ખિસકોલી , ઉંદર , હરણ .વગેરે ઘણાં પ્રાણીઓ વસતાં હતાં .

20150420_12240420150420_122544

કોપિન પહેરેલો  અને બાટલી મારફત  દૂધ પીતો  છોકરો એ જુનીયર આતા છે  . મારા  પછી આ મારો “આતાવાણી” બ્લોગ સંભાળશે આ મારો ગ્રેટ ગ્રાન્ડ સન છે  .હાલ આ ક્યુબામાં   રહે છે એનો જન્મ પણ ક્યુબામાં થએલો છે  .
બીજો ફોટો સોનેરી ફૂલો વાળા ઝાડનો ફોટો  સુપર્ણખા  કરિયાવરમાં લાવેલી છે  .

DSCN1040

એક વનમાં સિંહ   , વાઘ  , વરુ ,શિયાળ  , હરણાં ખિસકોલી  ,  ઉંદર  . વગેરે ઘણા પ્રાણિયો વસતાં હતાં   . ચતુર શિયાળ પોતાનો વનમાં  વટ જમાવવા   ઘણી ચાલાકીથી વરતતી, તે ખિસકોલી જેવાં  નાનાં પ્રાણીઓને  ધમકાવતી  ,  ડરાવતી  ,  અને  સિંહ વાઘ જેવાને   સલામ કરતી  . અને તેઓને ખુબ મસ્કો મારતી  .
એક વખત  સિંહને કંઈ ખાવાનું મળ્યું નહિ  . એટલે એણે એક નાની  ઉંદરડીને  પકડી  . ઉંદરડીએ  સિંહને વિનંતી કરીકે  મને ખાવાથી તમારું પેટ નહિ ભરાય  હુંતો તમારા  દાંત સુધીજ રહી જઈશ  પેટ સુધી તો હું પહોંચીશ
પણ નહિ  .  જો મને તમે જીવિત છોડશો તો કોઈ વખત તમારા હું  કામમાં  આવીશ  .  સિંહે તેને જીવતી જવા દીધી  . કહુલું કોકદી હોય  . એમ સિંહને  ખાવાનું મળી ગયું  .અને બધાં સારાં વાનાં થઇ ગયાં  .
એક સરખા દિવસ સુખના  કોઈના જાતા નથી  . એ ન્યાએ  વનરાજ એક દિવસ એક શિકારીની જાળમાં  ફસાઈ ગયો  .  છૂટવા માટે  સિંહે બહુ  ધમ પછાડા કર્યા પણ  એ જાળમાંથી  છૂટી શક્યો નહિ  .જે ઉંદરડીને સિંહે જીવત દાન  આપેલું  એ ઉંદરડીએ સિંહને ફ્સાએલો   જોયો  .   તે દોડતી સિંહ પાસે ગઈ  ,અને સિંહને કીધું હું તમને  હમણાજ  મુક્ત કરું છું  , એમ  બોલી એ  સિંહ પાસે ગઈ અને  તે ફસાએલો હતો તે   જાળ  પોતાના દાંત વતી કાપીને સિંહને મુક્ત કર્યો  , સિંહે ઉંદરડીનો આભાર માન્યો અને કીધું    મારા  જેવું કંઈ  કામ હોય તો કહે  ઉંદરડી  બોલી આ જંગલમાં  એક શિયાળ છે તે અમારા જેવાં નાનાં પ્રાણીઓને  બહુ હેરાન કરે છે તો તેનો તમે કંઈક બંદોબસ્ત કરો  . સિંહે એ શિયાળને  ગોતી કાઢીને મારી નાખી  . અને નાના પ્રાણીઓને  એ ત્રાસ વાદી શિયાળના  ત્રાસમાંથી  મુક્તિ અપાવી  . શિયાળ જે મોટાઓને મસ્કો મારતું  હતું એ કંઈ કામમાં નો આવ્યું  .

એક વખત વનરાજ કેસરી સિંહને ભક્ષ્ય  ન મળ્યું  . એટલે ene  એક  ઉંદરડીને  ખાવા માટે પકડી  . ગભરાએલી ઉંદરડીએ સિંહને વિનંતી કરી  . મહારાજ  મને તમે ખાઈ જશો  એમાં તમારું પેટ નહી ભરાય  નકામો મારો જીવ જશે।  મને તમે જીવિત છોડી દેશો તો હું  કોઈક વખત તમારા કામમાં આવીશ  .