ઘરડા થયાકે દુનિયામાં ક્યાંય નાય નો રહ્યા .

પરમેશ્વરના  નિયમો  ધર્મ ,  मजहब , rilijion .જે કહો તે  એમાં મનુષ્યનું  ફેરફાર કરવાનું ગજું નથી  .  પરમેશ્વરે   સ્ત્રી જાતી  . પુરુષ જાતી  વચ્ચે જે આકર્ષણ મુક્યું છે  . એમાં  મનુષ્યે બનાવેલા વાડા ની મજાલ નથી કે ફેરફાર કરે ,એક વાડા નાં પુરુષને  બીજા વાડાની  સ્ત્રી સાથે  આકર્ષણ થયું  . પ્રેમ થયો  આ કારણે સંતતિ ઉત્પન્ન થઇ   . એમાં વાડાની  વાડ  ટકી શકી ખરી   ?એક પુરુષ અખંડ બ્રહ્મચર્ય  વ્રત રાખી ભાગવા પહેરીને સાધુ થયો  . તમે એવું માનો છોકે  એને સ્ત્રી પ્રત્યે આકર્ષણ થાયજ નહિ ? . કે એવા  ભગવાધારી  જુવાન સાધુ પ્રત્યે  જુવાન સ્ત્રી  આકર્ષાયજ  નહિ   . કેમકે  એ અખંડ  બ્રહ્મચર્ય  વ્રત ધારી  સાધુ છે  . હિન્દુના   પ્રાચીન સંસ્કૃત  સાહિત્યમાં  ઋષિ  વિશ્વામિત્રનો  દાખલો છે  .  કેમકે  સ્ત્રી પુરુષનું એક બીજા પ્રત્યેનું આકર્ષણ  એ પરમેશ્વરનો કાયદો છે  .
બાળક જન્મે  ત્યારે સાવ અબુધ હોય છે  છતાં તે બાળકની મા અને બીજાં ઘણાને  બાળક પ્રત્યે પ્રેમ વછૂટે છે ,  કેમકે એ પરમેશ્વર  નો કાનુન છે  . પછી જેમ જેમ બાળક મોટું થાય   જુવાન થાય  પછી જુવાન સ્ત્રીઓને અને જુવાન પુરુષોને એક બીજા પ્રત્યે  આકર્ષણ  થાય  એમાં મનુષ્યોએ  બનાવેલા વાડા અને તેના નિયમો લાગુ પડે ખરા ?અને પછી વૃધાવસ્થા આવે  ત્યારે   લોકોનું આકર્ષણ ઘટી જાય  .
જુના વખતમાં  સમાજમાં  પુરુષ કરતા સ્ત્રીને   ઉમરમાં ઘણી  નાની  પસંદ કરતા હોય છે  . કેટલાકની સ્ત્રી પોતાના કરતા દસ વરસ કે તેથી  વધુ નાની  ઉમરની હોય છે   .અને સ્ત્રીઓમાં એક પ્રકારનું અદીઠ  બળ  પરમેશ્વરે મુક્યું હોય છે   . તમે જોશો તો  વિધુર કરતાં વિધવાઓ  ઘણે ભાગે વધુ જોવા મળશે  .   બીજું ઉમર વધે એમ સ્વભાવમાં  ચીડીયા પણું   સહન શક્તિનો અભાવ આવી જતો હોય છે  .એટલે સ્ત્રી પુરુષ  બન્ને વચ્ચે  લાગણી  સહાનુભુતિ  ઘટી જતી હોય છે  . ભારતીય સમાજમાં  સયુંકત કુટુંબ હોય  .ધણી ને ધણી  યાણી પ્રત્યે અને ધણીયાણી  ને  ધણી  પ્રત્યે અભાવો  હોય પણ લોકલાજે ટકી  રહેતા હોય   .   સાસુ  ખડે ધડે હોય  વહુને વ્હાલી થવા  કામકાજમાં ઘણી મદદ કરતી હોય  , સસરો  રીટાયર થઇ ગયો હોય  એની દશા ટ્રામ નાં ઘોડા જેવી હોય  ટ્રામ  નો ઘોડો   વીસ માણસોના  ભરેલા ડબાને  પાટા ઉપર ખેંચી જાય પણ  પોતાની પીઠ ઉપર બેઠેલા એકજ   માણસ  નો ભાર નો ખામી શકે  . ડોહો પોતાના દીકરાઓના  સંતાનોમાં પણ અળખામણો થઇ ગયો હોય   . દીકરાની વહુ એની સાસુને કહે બા આ મારા સસરા  અહીને  અહી   આખો દિવસ   લમણે હાથ દઈને ખાટલામાં બેઠા હોય  નજીકમાં પાર્ક છે ત્યાં  જતા હોય   લોકોને  પોતાના અનુભવોની કૈઈક  વાતો કરતા હોય તો કેવું  . ? બા ખરેખર  ઓલ્ડ ઈ તો ગોલ્ડ કહેવાય  . સાંભળીને સાસુ બોલે   તારા  સાસરામાં  અક્કલ ક્યા છે    . કંઈ આવડતું હોય તો કહેને ? વળી કોઈ જુવાન એને  સુરેશ જાની જેવા સાથે ઓળખાણ  કરાવે સુરેશ જાની એને કમ્પ્યુટર શીખવે  બ્લોગ  લખી આપે એ બાપડો એમાં પોતાનો અનુભવ લખે   . અને પોતાના  કાર્યની કોઈ પ્રશંશા  કરે એ માટે  બાયું ભાયું ને વિનવે   .વળી  કોઈક પોતાના જેવડી ઉમરના ને  ફોન  કરે  ઓલો સામો માણસ વાતુએ ચડે  જ્યાં બાપો વાત કરવા જાય તો  બોલે કોક આવ્યું લાગે છે કોઈકે બેલ માર્યો એવું બોલીને  આને બોલતો બંધ કરી દ્યે  . આવી લાચાર દશા  ભોગવતો હોય અને  પછી માંદો પડે અને  હજી માંડ માંડ  80  નો થયો હોય ત્યાં  જમના તેડાં આવે અને બાપડો હાલ્યો જાય  .
એટલે કીધું છે કે  .
ઘરડા થયાકે  દુનિયામાં ક્યાંય નાય નો રહ્યા
પુત્રોના પરિવારમાં  બાપો આંખે  ચડી ગયા
હદ છેકે ઘરની જોરુએ  બુદ્ધિ હીણા કહ્યા
તોય મન મર્તબા  ને  કાજ  ભટકતા  રહ્યા
એક પછી એક રોગ આવતા થયા
એક દિન ઘરડા ડોસા  વગર મોતથી મર્યા     રામ બોલો ભાઈ રામ

14 responses to “ઘરડા થયાકે દુનિયામાં ક્યાંય નાય નો રહ્યા .

 1. pragnaju મે 7, 2015 પર 1:30 પી એમ(pm)

  ઘરડા ગાંડા કાઢે તો ઘરડા ગાડા પળ વાળે તે વાર્તા વાંચી હશે
  અમારા રવિશંકર મહારાજ વારંવાર કહેતા કે ઘરડમાં ચાલે તે ઘરડો. ઘડપણનું સર્જન સડવા માટે નથી થયું.
  માણસે ઘરડા નથી થવાનું, પણ વૃધ્ધ થવાનું છે. જે વૃધ્ધિ પામ્યો એ વૃધ્ધ. પાછલી ઉંમરે સુખી થવાના .
  સૂ શ્રી વિનોદભાઇના સંકલનનો આ લેખ ફરી ફરી માણશો
  ઘડપણ સડવા માટે નથી – ગુણવંત શાહ

  માણસ સાઠ વટાવે પછી થોડાક ડરામણા શબ્દોનું બ્લેકમેઈલ શરૂ થઈ જાય છે : બ્લડ-સુગર, કોલેસ્ટરોલ, બ્લડ પ્રેશર, વા, બાયપાસ, ઘડપણ અને મૃત્યુ. ઘણા લોકો ઘડપણમાં દુઃખી થવા માટે યુવાનીમાં રોગના ખાતામાં દુઃખની થાપણ મૂકી રાખે છે. પાછલી ઉંમરે દુઃખ એમને વ્યાજમુદ્દલ સાથે પાછું મળે છે.

  જ્યાં જ્યાં નજર કરીએ ત્યાં એડવાન્સ બુકિંગ કરાવીને ઘડપણમાં રોગોનું મ્યુઝિયમ બનીને ખાટલે પડેલાં ખોળિયાં જોવા મળે છે. એમના જિગરજાન દોસ્તનું નામ છે ગળફો. એમની ગર્લફ્રેન્ડનું નામ છે, થૂંકદાની. એમની પ્રિયતમાનું નામ છે પથારી. રવિશંકર મહારાજ વારંવાર કહેતા કે ઘરડમાં ચાલે તે ઘરડો. ઘડપણનું સર્જન સડવા માટે નથી થતું. માણસે ઘરડા નથી થવાનું. પણ વૃદ્ધ થવાનું છે. જે વૃદ્ધિ પામ્યો તે વૃદ્ધ ! પાછલી ઉંમરે સુખી થવાના સચોટ ઉપાયો ક્યા ? ગમે તે ભોગે યુવાનીમાં બેઠાડું બનવાનું ટાળવું રહ્યું. જેટલું ચલાય એટલું ચાલવું અને વળી ઝડપથી ચાલવું.

  ચલના જીવન કા નામ,
  ચલતે રહો સુબહ શામ.

  પરસેવાના બે પ્રકાર છે. એક છે હરામનો પરસેવો અને બીજો છે ખરી કમાણીનો પરસેવો. મુંબઈમાં ભેજ એટલો કે આળસુના પીરને પણ પરસેવો વળે. એ હરામનો પરસેવો ગણાય. શિયાળામાં કોઈ માણસ એકાદ કલાક કસરત કરે અને શરીરે પરસેવો વળે એ ખરી કમાણીનો પરસેવો ગણાય. એ પરસેવો રોગમુક્તિ (healing)નો ખરો ઉપાય છે. કમાણીનો પરસેવો ઉંમરને ખાઈ જાય છે.

  પાછલી ઉંમરે દુઃખી થવાના ઘણા રસ્તા છે. ઓફિસની ખુરશીમાં પોટલું થઈને બેસવું એ પહેલો ઉપાય છે. વ્યસનો વિનાની યુવાની ઘણા લોકોને નથી ગમતી. પૈસા કમાવા સિવાય અન્ય કોઈ વાતમાં રસ ન લેવાની ટેવ યુવાનીને કદરૂપી બનાવે છે. સાહિત્ય, સંગીત, કળા, નાટક અને કવિતા જેવી ‘ફાલતુ’ બાબતોથી દૂર રહેનારા ઝટ ઝટ સડે છે. આવા લોકોને તાણ નામની વેમ્પ અકાળે ઘરડા બનાવે છે. કેવળ પૈસો કમાનારી વ્યક્તિને સાચી મૈત્રી સાંપડતી નથી. પરિણામે જીવન ઝટ કટાઈ જાય છે. પુસ્તક વાંચવાની ટેવ હોય એવો સ્ફૂર્તિમંદ વૃદ્ધ કંટાળતો નથી. સંગીતમાં રસ લેનારો વૃદ્ધ નવરાશને શણગારતો જોવા મળે છે. મૈત્રીવૈભવ ધરાવનાર દાદા ખાસા રળિયામણા જણાય છે. અન્ય માટે કશુંક કરી છૂટવા તત્પર એવાં દાદીમા આદરણીય જણાય છે. પારકી પંચાતથી દૂર રહીને નિજાનંદમાં મસ્ત રહેનારા દાદાને ખાલીપો પજવતો નથી. ઘરનાં સંતાનો એમનાથી કંટાળતાં નથી. પુત્રવધૂને એમની હાજરી ખટકતી નથી. કેટલાક વડીલોથી પરિવાર કંટાળે છે. એ કંટાળો સાબિત કરે છે કે વડીલ હજી જીવે છે. આવું ઘડપણ અભિશાપ ગણાય.

  જે વૃદ્ધ છે એ તબિયતનો રાંક નથી હોતો. પુસ્તકપ્રેમ, કળાપ્રેમ, મનોરંજન, મૈત્રી અને પ્રસન્ન સ્મિતથી શોભતો કરચળિયાળો ચહેરો એમના સમગ્ર જીવનનું ઓડિટ પ્રગટ કરતો રહે છે. આવો વૃદ્ધ છેક છેવટ સુધી પોતે સ્થાપેલી કે ઉછેરેલી સંસ્થાની ખુરશી પર ફેવિકોલ લગાડીને ચોંટી રહેતો નથી. સંશોધનોએ સાબિત કર્યું છે કે નિયમિતપણે મંદિરમાં જનારા લોકો લાંબુ જીવે છે. ભગવાન નામનું ટ્રાન્કિવલાઈઝર જબરી રાહત સાવ ઓછી કિંમતે પહોંચાડે છે. ડ્રગને રવાડે ચડવા કરતાં કૃષ્ણને રવાડે ચડવું સારું. જે બાલદી કટાઈને કાણી નથી થતી એને છેક છેલ્લે સુધી કોઈ ભીનો સ્પર્શ મળી રહે છે. આ સ્પર્શ જીવનદાયી છે. લાંબા આયુષ્યના શાસ્ત્રને gerontology કહે છે. આપણા ઘરડા નેતાઓ ઝટ નિવૃત્ત થતા નથી. સત્તા ન છોડવાની એમની ચીટકુ વૃત્તિને gerontology કહે છે. કટાઈ જવા માટેનો શ્રેષ્ઠ સમય યુવાની છે. ઘરડા થવું એ ગુનો છે. વૃદ્ધ થવું એ વિશેષાધિકાર છે. સતત સમૃદ્ધ થતો રહે તે વૃદ્ધ. વિચારની વૃદ્ધિ અને વિવેકની સમૃદ્ધિ !

  ખિસકોલી ઘરડી થાય તોય દોડવામાં ધીમી પડતી નથી. પુષ્પ ખરવાની અણી પર હોય તોય સુગંધ આપવામાં પાછીપાની કરતું નથી. હરણ ગમે એટલું ઘરડું હોય તોય એની દોડવાની ગતિ જળવાઈ રહેતી હોય છે. ઘરડા હાથીનું ગૌરવ પણ છેલ્લી ક્ષણ સુધી અકબંધ રહેતું હોય છે. જે માણસ મોટી વયે પણ નવું નવું વાંચવાનું, વિચારવાનું અને નિર્મળ આનંદ પામવાનું વ્યસન છોડવા તૈયાર નથી એ ખરા અર્થમાં વૃદ્ધ છે. એવા માણસને ‘ઘરડો’ કહેવો એ એનું અપમાન છે. અમેરિકાના ફાઈનાન્સિયર બર્નાડ બારુચ કહે છે :
  ઘરડા થવાની ઉંમર
  હું આજે છું એનાં
  પંદર વર્ષ પછીની જ હોય છે.

 2. Vinod R. Patel મે 7, 2015 પર 1:47 પી એમ(pm)

  પ્રજ્ઞાબેને એમના અભિપ્રાયમાં જે લખ્યું છે એ પછી ઘડપણ વિષે વધુ કશું કહેવાનું રહેતું નથી.

  નરસિંહ મહેતાએ પણ ગાંયું … આ ઘડપણ કેણે મોકલ્યું …ઉમરા તો ડુંગરા થયા , પાદર થયા પરદેશ…..

 3. Vimala Gohil મે 7, 2015 પર 3:19 પી એમ(pm)

  “ઘરડા થયાકે દુનિયામાં ક્યાંય નાય નો રહ્યા .” આ પોસ્ટ વાંચી ત્યારથી નરસિંહ ભજનના શબ્દો ગુંજવા લાગ્યા કે:”ઘડપણ કોણે .મોકલ્યુ રે…” આગળ શબ્દો જ મનમાં ના આવે!!!!!
  અહીં શ્રી વિનોદ સાહેબનો પ્રતિભાવ જોતાજ યાદ આવી ગયું.
  આભાર સાહેબ.

 4. aataawaani મે 7, 2015 પર 4:45 પી એમ(pm)

  પ્રિય પ્રજ્ઞાબેન
  તમારા તરફથી ગુણવંત શાહનો લેખ વાંચવા મળ્યો . આ ઉપરથી મને એમ લાગે છે કે હું વૃદ્ધ છું .પણ ઘરડો જરાય નથી .
  ગઈકાલે મારી ઇન્સ્યુરન્સ કંપનીની બાઈએ મારો ઇંટર્વ્યું લીધો (ફોન ઉપર ) પછી મને પૂછ્યું તમારી તંદુરસ્તીનું રહસ્ય શું છે ? મેં એને જે જવાબ આપ્યો એ હું અહી લખવા માગતો નથી .
  બે દિવસ પહેલા એક વિદ્યાબેન નાયક (અનાવિલ )મને જમવાનું આપવા આવ્યા બપોરે બારેક વાગ્યે . આ દિવસે સાંજે એક શીરી નામની અમેરિકન બાઈ મને મળવા આવવાની હતી . વિદ્યાબેને જ્યારે ડોલ બેલ માર્યો ત્યારે હું એને શીરી સમજેલો મને નવાઈ લાગી કે શીરી વહેલી કેમ આવી ? હું બોલ્યો શીરી હું હમણાજ બારણું ઉઘાડું છું . મેં બારણું ખોલ્यु અને વિદ્યાબેન બોલ્યા આ બીજી શીરી છે . સાંભળીને હું તો શરમાઈ ગયો .
  आता न बुतखाने जाता न बूत परस्ती करता है
  बुताँ को घर बुला करके इबादत उसकी करता है

  • pragnaju મે 7, 2015 પર 5:40 પી એમ(pm)

   ابھیتک مككمل بوت بنا نہیں جہاں میں
   کیونکہ تراشگر نے سوچا،
   اے بوت تجھے میں اور نكھارتا
   گر تجھے خریدنا میرے اوقات میں ہوتا
   اور جب اوقات بنی تو اس نے سوچا
   اب میں كھريدنےكي اوقات میں ہوں
   تو تراشنےكي مشقت کیوں کرو!
   پتھر ہوتا تو بوت پرستی سے خوش ہو گیا ہوتا
   عجب شكھش ہے وہ کسی بات سے خوش نہیں ہوتا

   • aataawaani મે 7, 2015 પર 8:56 પી એમ(pm)

    અભના મુક્કમલ મુજ્હે
    પ્રજ્ઞાબેન મને અક્ષરો બરાબર ઘડ પડતા નથી . અભના મુક્કમલ મુજે એવું કૈઈક વંચાય છે જે હું સમજી નથી શક્યો .ઓકત શબ્દ એ કેવીરીતે લાગુ પડ્યો એ હું સમજી નો શક્યો .
    તમે મને ઉર્દુ વાંચવા આપો છો એ સારી વાત છે મારો અભ્યાસ વધે છે . હવે જરા મોટા અક્ષરો લખવા કૃપા કરશો ..

    • pragnaju મે 8, 2015 પર 6:50 પી એમ(pm)

     ابھیتک مككمل بوت بنا نہیں جہاں میں
     کیونکہ تراشگر نے سوچا،
     اے بوت تجھے میں اور نكھارتا
     گر تجھے خریدنا میرے اوقات میں ہوتا
     اور جب اوقات بنی تو اس نے سوچا
     اب میں كھريدنےكي اوقات میں ہوں
     تو تراشنےكي مشقت کیوں کرو!
     پتھر ہوتا تو بوت پرستی سے خوش ہو گیا ہوتا
     عجب شكھش ہے وہ کسی بات سے خوش نہیں ہوتا

     अभीतक मुक्कमल बूत बना नहीं जहाँ में
     क्योकि तराशगिर ने सोचा ,
     ऍ बूत तुझे मैं और निखारता
     गर तुझे खरीदना मेरे औकात में होता और,
     जब औकात बनी तो उसने सोचा अब मैं खरीदनेकी औकात में हूँ
     तो तराशनेकी मशक्कत क्यूँ करू ?

    • aataawaani મે 9, 2015 પર 7:21 એ એમ (am)

     તરાશ ગીર (મૂર્તિ બનાવનાર )ને અને તમને ધન્યવાદ

 5. pravinshastri મે 8, 2015 પર 6:41 પી એમ(pm)

  આતાજી મારા પટેલબાપા રોઝી સાથેનાના લફરામાં કેમ પડવુ તે શીખ્યા છે. જેમ જેમ પટેલબાપાની ઉમ્મર વધતી જાય છે તેમ તેમ એમની ગુંલાટો પણ વધતી જાય છે. સલામત રહે જવાની, બુઢાપા તો સો સો કોષ દૂર હૈ.

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: