Daily Archives: મે 3, 2015

विभुक्षिता किं न करोति पापं , क्षीणा जना :निष्करुणा भवन्ति

Shri-symbol.svg2000px-Om.svg

આ વાર્તા સંસ્કૃત બુક  પંચતંત્ર ની છે  . વાર્તાની શરૂઆત  આવી રીતે થાય છે  . એક કુવો હતો એ કુવામાં  થોડા દેડકાં અને એનો   ગંગ દત્ત  નામનો  રાજા  મોટો દેડકો   હતો  .અને એક   ભદ્રા  નામની ચંદન ઘો  રહેતી હતી  .અને એક પ્રિયદર્શન  નામનો મોટો નાગ રહેતો હતો  . બધાં સંપીને રહેતા હતા  . પણ નાગ  દરરોજ એક દેડકું ખાઈ જતો હતો  .રાજા ગંગદ્ત્તને  ખાસ કઈ ખબર નોતી પડતી   . પણ એક દિવસ  એને ખબર પડી કે  આ દેડકા ઓછાં કેમ થતાં જાય છે  . ગંગદત બુદ્ધી શાળી હતો  એને વિચાર્યું કે  આ પ્રિય દર્શન  દેડકાં ખાય જતો લાગે છે  અને એ ગંગ દત્ત  નું અનુમાન સાચું હતું  . જાણવા છતાં એ  નાગને  કઈ  કરી શકે એમ નોતો  . અને એક દિવસ એવો આવ્યો કે  બધાં દેડકાં ખલાસ થઇ ગયાં   . પ્રિયદર્શનને  ખાવા માટે  કશું હતું નહિ  . એટલે એ ગંગદત્ત   ને  મળ્યો   અને   બહુ ઠાવકું મોઢું રાખી  ,  મીઠી  ભાષામાં બોલ્યો   .પ્રિય મિત્ર  આજે તુને મિત્ર તરીકેની  ફરજ  બજાવવાનો  અને પરોપકાર  કરી પુણ્ય  કમાવવાનો  વખત આવ્યો છે  . નાગની વાત સાંભળી  ગંગદત્ત  બોલ્યો   , વહાલા મિત્ર  એવોતે કેવો વખત આવ્યો છે કે  હું મિત્ર તરીકેની  ફરજ બજાવી શકું અને પુણ્ય પણ કમાઈ શકું   , પ્રિયદર્શન  બોલ્યો   . આજે મને સખ્ત  ભૂખ લાગી છે  અને હું તુને ખાઈ જવા માગું છું  . .નાગની વાત સાંભળી  ગંગ દત્ત ને જબરો આંચકો લાગ્યો  . પણ તે પોતાની માનસિક  સ્થિરતા જાળવી રાખી અને બોલ્યો  . . પ્રિય મિત્ર  પ્રિયદર્શન  આજે તો તું મને ખાઈ જઇને તારી ક્ષુધા સંતોશીશ  પણ પછી કાલે તું શું કરીશ    . નાગ બોલ્યો  એનો ઉપાય હવે તુંજ મને બતાવ   . ગંગદત્ત  બોલ્યો   . અહીંથી  થોડે દુર  એક મોટું સરોવર છે  .  એમાં અસંખ્ય  દેડકાં વસે છે અને એ પણ  મારીજ પ્રજા છે  . એ બધાં ને હું આ કુવામાં લઇ આવું   અને પછી તું જેમ જેમ  ભૂખ લાગે એમ ખાધા કરજે    પણ સવાલ એ છે કે મારે તે સરોવર  સુધી પહોંચવું કઈ રીતે  જો ભદ્રા મને તેની પીઠ ઉપર બેસાડીને  લઇ જાય  તો હું જઈ  શકું    નાગે  ભદ્રાને વિનંતી કરી કે બેન  તું આ ગંગ દત્તને  એ કહે એ સરોવર સુધી લઈજા  ભદ્રા કહે ભલે  એમ કહી ગંગદત્ત   ને  પોતાની પીઠ ઉપર બેસાડી  કુવા બહાર  કાઢ્યો  . અને  ભદ્રાને  કીધું   હવે મને તું સરોવર   સુધી લઈજા   ભદ્રા  ગંગદત્તને   સરોવર સુધી લઇ ગઈ   , જેવું સરોવર નજીક આવ્યું  એટલે  ગંગ દત્તે  ભદ્રાની પીઠ ઉપરથી ઠેકડો માર્યો  . અને  સરોવરમાં જતો  રહ્યો  . અને સરોવરની વચ્ચે જીને બોલ્યો  .  त्वं गच्छ  भद्रे  प्रिय दर्शनाय  , न गैंगदत्त  पुनरेपि कूपम्   .  મતલબકે  ગંગદત્તે  ભદ્રાને કીધું કે  તું હવે કુવે જઇને પ્રિયદર્શનને  મળ હું હવે પાછો કુવામાં આવવાનો નથી  .  અહી સુધીની વાત  શ્રીમતી પ્રજ્ઞા બેન  વ્યાસના સૌજ્ન્યથી  મેં  આપના  માટે લખી છે  . ભદ્રાએ  પ્રિય દર્શનને  માઠા સમાચાર આપ્યાકે  હવે ગંગદત્ત  આ કુવામાં પાછો આવવાનો નથી  , ભાદરની વાત સાંભળી  પ્રિય દર્શન બહુ ક્રોધે ભરાયો  . એણે ભદ્રાને કીધું કે મને તું  ગંગદત્ત  જે સરોવરમાં ગયો છે  . ત્યાં તું મને લઈજા  હું એને આંખોને આખો ગલી જવાનો છું  . આ બાજુ ગંગ દત્તને  વિચાર આવ્યો કે  પ્રિયદર્શન વેર વાળવા  જરૂર આવશે એને પોતાના  દેડકાઓને  ટ્રેનીગ આપી રાખેલી કે  જો નાગ સરોવરમાં દાખલ  થાય એટલે હું હુકમ કરીશ કે  આક્રમણ  એટલે તમારે નાગ ઉપુ હુમલો કરવો  અને નાગને બટકા ભરવા માંડવા  એટલે થોડી વારમાં એડ મરી જશે એટલે એને ખેંચીને  આપણાં રેફ્રીજેટરમાં  મૂકી દેવો એટલે આપણો મહિનાઓ સુધી  . ભોજનનો સવાલ ઉભો નહિ થાય   . ભદ્રા  પ્રિયદર્શન  ને  જે સરોવરમાં ગંગદત્ત   એ સરોવરમાં લઇ ગઈ  નાગ જેવો સરોવરમાં ગયો  એવાંજ  બધાં   દેડકાં નાગ ઉપર ત્રાટક્યા  અને નાગને મારી નાખ્યો  .