Daily Archives: મે 1, 2015

સાદર પ્રણામ છે ચરણમાં ,સ્વીકારજો માત પિતાય પાંજરા પોળમાં(નર્સિંગ હોમ ) નહી મુકું એવો કર્યો અમે નિર્ધાર.

સપુત દીકરો અને તેની સંસ્કારી અને પ્રેમાળ  વહુ  આ બંને જણાએ નક્કી કર્યું કે મા અને બાપાને  આપણે કોઈ સંજોગોમાં નર્સિંગ હોમ માં  નથી મુકવા  .વહુ કહે તારી પાસેથી સાંભળીયા પ્રમાણે  તારા ગરીબ માબાપે  તારા ઉછેર માટે અને ઠેઠ અમેરિકા સુધી પહોંચાડવા  માટે જબરો ભોગ આપ્યો છે  .એમણે ફાટલા લૂગડાં  પહેરીને  પોતે ખાવામાં પણ કરકસર કરીને  તુને અમેરિકા સુધી પહોંચાડ્યો છે  .. હાલ આપને બન્ને ખુબ કમાઈએ છીએ  મા બાપની દેખરેખ   રાખવા માટે માણસો રાખી શકીએ એમ છએ  ‘   નર્સિંગ હોમમાં  મુકીયેતો એક પૈસાનો ખર્ચ પણ આવે એમ નથી  . પણ એમને  નર્સિંગ હોમમાં  ડોકટરો  નર્સોની સુવિધા હશે પણ  એમને પ્રેમ નહિ મળે   . વહુ કહે હું તારી માની એવી પરી સ્થિતિ  સર્જાય કે તે પથારી વશ થઇ ગઈ હોય  . આવે સમયે હું એનો ઝાડો પેશાબ સાફ કરીશ  . આપણે બાઈ નોકર રાખી શકીએ એમ છીએ પણ આપણને સેવાનો લાભ નહિ મળે અને માં બાપના આશીર્વાદ પણ નહિ મળે  . હવે લોક  ગીતના  ઢાળનું ભજન વાંચો   .
અગણિત છે ઉપકાર ગણતાં થાકી જાય કિરતાર
માબાપ ભુલ્શું  નહી ઉપકારજી   …..ટેક
જનમ પેલાં જતન કીધું  વેંડાર્યો   અમ ભાર જી
માતા તેંતો  નિ: સ્વાર્થ ભાવે  દુ :ખ વેઠયું  હદ બાર   ….માબાપ    1
નાનો હતો ત્યારે  બાપા તમે ઘોડો બનતા  હું અસવારજી
ચાબુક લઇ ફટકારતો તો  તમે હોંશે  ખાતાતા માર    ….માબાપ 2
પેટે પાટા બાંધી  ભણાવીયા  અને મોકલ્યા  સમન્દર  પારજી
અહી આવ્યા પછી ભૂલીએ તો  અમને છે ધિક્કાર। ….માબાપ  3
કદી નથી ભૂલાય એવા તમારા ઉપકાર જી
અમારા બાળકોમાં સીચીશું અમે આદર્શ શુભ  સંસ્કાર    ….માબાપ  4
“આતાશ્રી ” એ આ ભજન બનાવ્યું  યાદ કરી ઉપકારજી
માબાપનો સૌ હેત ધરીને  બોલો જય જય કાર। ..માબાપ   …5