સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 133,869 મહેમાનો
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચય
- માધવસિંહ સોલંકી, Madhavsinh Solanki જાન્યુઆરી 9, 2021
- પરેશ વ્યાસ, Paresh Vyas જાન્યુઆરી 2, 2021
- મળવા જેવા માણસ – નૂતન કોઠારી ‘નીલ’ જાન્યુઆરી 1, 2021
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
હેમકુંવર બેન વિષે વાંચી આંખ નમ થઇ.દિવસે દિવસે આ સમસ્યા વધતી જ રહી છે.
ઘણાના મતે આ સમસ્યા બાળકોના લગ્ન પછી જ થાય છે. કોઈ પણ માતા-પિતાએ પોતાની દિકરીને ક્યારેય પણ એમ ન કહેવું જોઈએ કે, “બેટા, જલસા કરી લે, પછી સાસરિયામાં નહીં થાય.” આ એક લીટીનું વાક્ય તમારા સંતાનનાં મનમાં તેના સાસુ-સસરાં પ્રત્યેનો ડર અને પારકાપણું પેદા કરે છે. પોતાના સાસરિયામાં પોતાના પતિ સિવાય તેને કોઈ પોતાનું નથી લાગતું અને એ જ વિસંગતતાને લીધે પછી મા-બાપને… કોઈ પણ દિકરી જો દિકરી થઈને જ સાસરિયામાં જશે તો તેને પોતાના જ મા-બાપ અને પોતાનો જ પરિવાર મળશે, પણ જો વહુ થઈને જશે તો મનથી તે હંમેશા પારકી જ રહેશે, એકલતાનો જ અનુભવ કરશે.
મોંઘેરા રુઆબ નથી જોઈતા પણ…
બે ઘડી પોતાના સાથે બેસાય એવી નિરાંત લાવ તું…
આમ, એ લોકોની લાગણી દુભાય એવું પગલું ભરતાં પહેલા પોતે પણ કાલે કોઈના દાદા દાદી બનશે એ વિચાર કરજો. એ લોકોને પોતાના સંતાનોના સંતાનો રમાડવાની, પોતાની લીલી વાડીનું ધ્યાન રાખવાની મહેચ્છા મનમાં હોય છે, એ પૂરી કરવાનો પુરતો પ્રયત્ન કરજો. થોડો સમય ભગવાન સમા પોતાના જન્મદાતા માટે પણ ફાળવજો. એ લોકોને બસ તમારા પ્રેમ અને લાગણીની જ ભૂખ છે તો તેમને મહેરબાની કરી ઘરડાં ઘરમાં ન મોકલતાં.
એક આનંદદાયક વાત
ઘરડાઘરમાં વૃદ્ધો કેવી રીતે જીંદગી પસાર કરતા હશે તેવો પ્રશ્ર દરેકને થાય છે. ત્યારે એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે વૃદ્વો ઘર કરતા ઘરડાં ઘરમાં શાંતિ અનુભવી રહ્યા છે. આજના સમયમાં ઘરડાં ઘરો જરૂરિયાત બની ગયાં છે, કારણ સંતાનો પાસે માતા-પિતા માટે સમયનો અભાવ છે. તેથી જીવન અંગેના સંતોષની વ્યાખ્યા પરિવાર સાથે રહેતાં અને ઘરડાંઘરમાં રહેતાં લોકોની અલગ અલગ છે.
એક અભ્યાસ અંતર્ગત જોયું કે મોટાભાગનાં વૃદ્ધો સંયુકત કુટુંબમાંથી આવ્યાં છે અને તેઓ માને છે કે ઘર કરતાં તેઓને વૃદ્ધાશ્રમમાં વધુ શાંતિ લાગે છે. અભ્યાસનો હેતુ ઘરડાંઘરોમાં રહેતાં અંતેવાસીઓના સંતોષનો દર અને તથા ઘરડાંઘરોની પરિસ્થિતિનું મૂલ્યાંકન બે વૃદ્ધાશ્રમોને આધારે અભ્યાસ હાથ ધરવામાં આવ્યો.
તારણો
’ વૃદ્ધાશ્રમો અંતેવાસીઓને તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડે છે.
’ સરકાર તથા એનજીઓ દ્વારા વૃદ્ધાશ્રમોને આર્થિક મદદ કરવી જોઇએ
’ મોટા ભાગનાં વૃદ્ધો ઘર કરતાં વૃદ્ધાશ્રમનું જીવન વધુ સંતોષકારી સમજે છે.
’ વૃદ્ધાશ્રમમાં હેલ્થ ચેકઅપ, ધાર્મિક પ્રવાસ આયોજીત થવા જોઇએ.
’ વૃદ્ધોએ બદલાવનો હકારાત્મક રીતે સ્વીકાર હતાશા વગર રહેવું જોઇએ
આ પ્રશ્નોને આધારે મળેલ તારણો
’ અંતેવાસીની વિસ્તૃત જાણકારી : ઘણાને પરિવારજનો મળવા આવે છે અને ફોન દ્વારા સંંપર્કમાં રહે છે.
’ વૃદ્ધાશ્રમમાં રહેવાનાં કારણો : પરિવાર દ્વારા થતી ઉપેક્ષા, વિવાદો, શાંતપિૂર્ણ જીવન જીવવા વૃદ્ધો ઘરડાં ઘરો પસંદ કરે છે.
અભ્યાસનાં બંધારણીય પાસાં
’ વૃદ્ધાશ્રમના ઈતિહાસ, વહીવટી વ્યવસ્થા, સ્ટાફ મેનેજમેન્ટ અને ફંડ મેનેજમેન્ટ, વૃદ્ધોને દાખલ કરવાનો ક્રાઇટેરિયા, સેવા, સુવિધા તથા મેનેજમન્ટમાં આવતા પ્રશ્નોને ધ્યાનમાં લેવામાં આવ્યા
’’ ઘણા વૃદ્ધો માને છે કે આર્થિક રીતે વૃદ્ધાશ્રમ વધુ સરળ બની રહે છે. વૃદ્ધાશ્રમમાં તેઓ રિક્રિએશનલ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહી શકે છે જે ઘરમાં શકય નથી.
’ ઘણાંએ પ્રતિભાવો આપ્યા કે વૃદ્ધાવસ્થામાં આવતા બદલાવો સ્વીકારી લેવા જોઇએ. આ ઉંમરે વિવાદોથી દૂર રહેવું જોઇએ તથા તેઓ આર્થિક રીતે પરાવલંબી હોવાં જોઇએ. એક વૃદ્ધાતો
આજના સમયમાં ઘરડાં ઘરો જરૂરિયાત બની ગયાં છે, કારણ સંતાનો પાસે માતા-પિતા માટે સમયનો અભાવ છે. તેથી જીવન અંગેના સંતોષની વ્યાખ્યા પરિવાર સાથે રહેતાં અને ઘરડાંઘરમાં રહેતાં લોકોની અલગ અલગ છે.
એક અભ્યાસ અંતર્ગત જોયું કે મોટાભાગનાં વૃદ્ધો સંયુકત કુટુંબમાંથી આવ્યાં છે અને તેઓ માને છે કે ઘર કરતાં તેઓને વૃદ્ધાશ્રમમાં વધુ શાંતિ લાગે છે. અભ્યાસનો હેતુ ઘરડાંઘરોમાં રહેતાં અંતેવાસીઓના સંતોષનો દર અને તથા ઘરડાંઘરોની પરિસ્થિતિનું મૂલ્યાંકન બે વૃદ્ધાશ્રમોને આધારે અભ્યાસ હાથ ધરવામાં આવ્યો.
.
નવાઇની વાત તો કેટલાક સુખી પરીવારમાંથી આવ્યા હતા
પ્રિય પ્રજ્ઞાબેન
અહી એક ડોક્ટરની માને ન્યુજર્સીમાં નર્સિંગ હોમમાં મુકવામાં આવી . આ નર્સિંગ હોમમાં ડોકટરો નર્સો વ્યવસ્થાપકો ગુજરાતી છે મંદિર છે સાંજ સવાર ભજન કીર્તન થાય છે . અહી ડોક્ટરની માને ન ગમ્યું , એ રાતડે પાણીએ રોતી . પછી એની દીકરીએ કેલી ફોર્નીયા પોતાના ઘરે બોલાવી લીધી .
મારો પોત્ર રાજીવ નર્સિંગ હોમમાં મુકવા સામે સખ્ત વિરોધી છે . એની એક ચીનની છોકરી ગર્લ ફ્રેન્ડ હતી . તેને રાજીવની માની માની સેવા કરવાની નાં પાડી એટલે એને છોડી દીધી . મારા વિષે રાજીવ કહે છે કે તમને કોઈ નર્સિંગ હોમમાં મુકવાની વાત કરશે તો હું એનો સખત વિરોધ કરીશ હાલ એની નાનીની એવી પરિસ્થિતિ છે કે બે ત્રણ માણસ ની મદદ સિવાય એ પથારીમાં પણ હારી ફરી શક્તિ નથી એટલે એને નર્સિંગ હોમમાં મૂકી છે . રાજીવે એ ની નાનીની ખુબ સેવા કરી .
પણ હવે ન છૂટકે એની દીકરી અને દીકરાએ નર્સિંગ હોમમાં મૂકી છે . રાજીવ આ એની પથારી વશ નાની ને લઈને એના જન્મ સ્થળ નાં દેશ ક્યુબા લઇ ગએલો આહી પણ મારે ઘરે લાવેલો . ક્યુબામાં એને એક છોકરી મળી એ છોકરી એને દરેક રીતે અનુકુળ પડી એટલે એ એની સાથે લગ્ન કરવાનો છે . પણ લગ્ન પહેલા એક દીકરો પૈદા કરી દીધો . હવે જ્યારે અમેરિકા આવવાની મંજુરી મળે ત્યારે મા દીકરો અમેરિકા આવશે . દીકરાનું એક નામ મારા નામ ઉપરથી અતાઈ જુનીયર રાખ્યું છે .
હેમકુંવરબેનની વાત થી દૂખ થયુ. સાથે આપના પૌત્ર રાજીવના સંસ્કારો જાણીને
સારું લાગ્યું. આતાઈ, આપ સદભાગી છો કે પ્રપૌત્રને આપનુ નામ અપાય છે.
ઘરડાઘર ભલે આજ્ની જરૂરીયાત ગણાતી હોય પણ ઍ નામ સાંભળતા જ દિલ દ્રવી ઉઠે છે.
” કોઈ પણ દિકરી જો દિકરી થઈને જ સાસરિયામાં જશે તો તેને પોતાના જ મા-બાપ અને પોતાનો જ પરિવાર મળશે, પણ જો વહુ થઈને જશે તો મનથી તે હંમેશા પારકી જ રહેશે, એકલતાનો જ અનુભવ કરશે.”પ્રજ્ઞાબેનની વાત બહુ સાચી છે. જો આવું થાય તો વૃધ્ધાશ્રમ
જેવી અનેક સમસ્યાઓ ઑછી થવા લાગે.
પ્રિય વિમલાબેન
મારી વાઈફની મેં 11 મહિના સેવાકરી તે બેઠી બેઠી ઘરમાં હરે ફરે જાજરૂ જતી વખતે મારે એને ઉંચી કરીને ટોયલેટ ઉપર બેસાડવી પડતી . પણ નર્સિંગ રૂમમાં હું એને મુકવા માગતો નોતો .પણ છેલ્લે છેલ્લે એટલી નબળી પડી ગએલી કે કેવાની વાત નહિ . મારા મોટા દીકરાએ હોસ્પીટલમાં સોસીયલ વર્કરને વાત કરીકે મારો બાપ હવે મારી માની સેવા નહિ કરી શકે . એટલે એને નર્સિંગ હોમમાં હોસ્પીટલથી બારોબાર મૂકી દીધી અને મને ઘરે ખબર આપી અને નર્સિંગ હોમનું સરનામું ફોન # વગેરે આપ્યું .રાજીવ જ્યારે એને જોવા આવ્યો ત્યારે નર્સિંગ હોમના કર્મ ચારીઓના વર્તનથી ત્રાસી ગયો . એક વખત મારી વાઈફે મને કીધું કે કર્મચારીને કહોકે મને પથારીમાં સુવડાવે કર્મ ચારીએ મને મોઢે કીધું કે એ હમણા સુઈ જશે તો રાતના ઊંઘશે નહિ .એટલે અમને પણ આરામ કરવા નહી દ્યે . . આપણા માણસને પને નર્સિંગ હોમમાં મળવા જઈએ અને આપણાં માણસને વિલ ચેરમાં બેસાડી બહાર લઇ જઈએ ત્યારે કર્મચારી હાથમાં દવા લઇ આપણે જ્યાં હોઈએ ત્યાં આવે અને દવા ખવડાવી જાય . .એ એટલા માટે કે નર્સિંગ હોમની આપણાં ઉપર સારી છાપ પડે .એક વખત રાજીવ હતો ત્યારે મારી વાઈફને કર્મચારી પુરુષે વ્હીલ ચેરમાં તેડીને ફેંકી . આવા બધા અનેક પ્રસંગો જોયા પછી રાજીવને નર્સિંગ હોમ પ્રત્યે નફરત થઇ ગઈ .કર્મચારીઓને કહી રાખ્યું હોય એટલે એ મીઠા શબ્દો બોલવામાં પાછી પાની ન કરે . બેન કેટલીક વાતો કહું
મારી માં 98 વરસ આયુષ્ય ભોગવી 12 કલાકનો મંદવાડ ભોગવી પરલોક ઘરેથી જતા રહ્યા . મારાં બે ઓપરેશન થયા એમાં એક તદ્દન ખોટું ઓપરેશન થએલું જોકે બીજું પણ ખોટું કહી શકાય . તમારા સગામાં કોઈ ડોક્ટર હશે એ એવા નહિ હોય બાકી મને મારા 46 વરસના અમેરિકામાં વસવાટ દરમ્યાન મને ત્રણ ડોકટરો સારા મળ્યા છે એમાં એક સ્ત્રી ડોક્ટર હતી .આ બધા બીજા બીજા દેશના હતા . ભારતના નહિ .
પ્રિય વિમલા બેન
મારા નાનાદીક્રની વાઈફે એની દીકરીને એવી શિખામણ આપી કે થડને ( મતલબકે પોતાના પતિને ) પકડવું બીજા બધા માર્યા ફરે પરિણામ એ આવ્યું કે દીકરીના પતિ એ છુટકારો મેળવી લીધો ઘણા વખત થયા હું નાનાદીકરા વિષે જાણતો નથી .
રાજીવની માં મારાદીક્રથી છૂટી થઇ ગઈ છે . પણ મારી સાથે સબંધ પહેલાના જેવોજ રાખ્યો છે અને એની માએ પણ મને પોતાનો ગણ્યો છે .એને ઘરે હું ત્રણ મહિના રોકએલો છું .
ભારતના અને અહીંના નર્સીંગ હોમના સંચાલક,દર્દી અને તેમના દર્દો પર ગમવા નહીં ગમવાનો આધાર છે. મારા મોટીબેન (માસીની દીકરી) ને નર્સીંગહોમમા રાખ્યા હતા ત્યાં માનસીક રોગના દર્દી હતા તેની સાથે ફાવ્યું નહીં.મારી નાનીબેન તમે કહ્યું તેવા ન્યુ જર્સીના નર્સીંગ હોમમા ગઇ હતી પણ તેની માંદગીમા ચેપ લાગવાથી સાચવવાનું હોવાથી ઘેર અને હોસ્પીટલમા ચાકરી કરી બાકી અમારા કુટુંબ અને સ્નેહી મંડળમા ઘરે સેવા કરીએ,તાત્કાલીક સારવારની જરુર હોય ૯૧૧ બોલાવી દાખલ કરીએ અને .જ્યારે લાગે કે હવે સારું થવાનું નથી ત્યારે ડૉકટરની સલાહ પ્રમાણે વેદના વગરના મરણ માટે હોજપીસ હોસ્પીટલમા દાખલ કરીએ.ત્યાં અફીણ જેવી દવા આપી દર્દીને પીડા ભોગવવા ન દે.ભારતથી મોટી ઉમેરી આવેલા લાગણીપ્રધાન લોકોને બરદાશી વગર ગમે નહીં અને સાધારણ રીતે કોઇ કુટુંબીને રાત્રે રહેવા ન દે તેથી એવા રડીને સમય પસાર કરે.
અહીંની ભાષા અને લઢણ ન જાણનારને તો …
વૉટર વૉટર કરતા જીવ ગયો
અને ખાટલા નીચે પાણી ! જેવું થાય .સમાચારમા નર્સીંગ હોમમા દર્દીને મારવા,ચોરી કરવી અને મૅડીકલ બેકાળજી અંગે ગુગ્ગલ પર ઢગલાબંધ દાખલા જોવા મળે ત્યારે અમારા ભાણાભાઇ અને એનારબરવાળો ગ્રાંડસન સ્વયંસેવક તરીકે સેવા આપવા જતા તેઓ એ સેવાના ચોક્કસ નીયમો અંગે જણાવ્યું હતું છતા વિશ્વના નર્સીંગ હોમમા અમેરીકા શ્રેષ્ઠ ગણાય છે. બાકી આતાજી , તમારે ઘેર સેવા કરનાર છે તેથી કોઇ પણ કુટુંબીજનને નર્સીંગ હોમમા જવાનો વિચાર પણ કરવાનો નથી. ફરીયાદ અંગે અમારી બેન કહેતી-‘ ફરી ફરીને યાદ આવે એજ મારી ફરીયાદ છે.’
પ્રિય પ્રજ્ઞા બેન
મને હાર્ટ આવેલો છે એવું કહીને ડોક્ટરોએ ઓપરેશન કર્યું અને સારવાર આદરી . બેન મને કોઈ વખત ખોરાક વાસી કે બગડેલા જેવો હો ય એવા ખોરાકની આપણને ખબર નથી પડતી હોતી . મને હાર્ટ આવ્યો છે એવું ડોક્ટરોએ જાહેર કર્યું અને ઓપરેશન કર્યું . આવું મને ઘણી વખત થઇ જાય છે ત્યારે ઝાડા ઉલટી થાય છે ; પણ એ બહુ વસમું લાગતું હોય છે . બે હદ અશક્તિ આવી જતી હોય છે . પણ ઝાડા ઉલટી થઇ ગયા પછી અર્ધી કલાક માં બધું પતિ જતું હોય છે . થોડા મહિના પહેલા મને આવું થઇ ગએલું મેં ક્રિશ ને ફોન કર્યો મારો એક ફોન પથારીમાં પડ્યા પડ્યા હાથમાં આવે એટલો દુર છે .
મેં ક્રિશને કીધું મારી તબિયત બરાબર નથી . ક્રિશ દોડતો આવ્યો હું બારણું ઉઘાડવા જઈ શકું એવી સ્થિતિ માં નોતો મારી ઘરની એક ચાવી ક્રિશ પાસે છે ક્રિશ પાછો દોડતો જઈ ઘરેથી ચાવી લઇ આવ્યો . અને મારી પાસે આવ્યો। મારી ઉલટી વાળી ડોલ ઉલટી ફેંકીને સાફ કરીને લાવ્યો મને તેડીને ટોય લેટ। ઉપર અને થોડી વારમાં મારી શક્તિ પૂર્વવત થઇ ગઈ . અને એક કલાક પહેલા મેં . મેં એને કહી ર્રાખ્યું છે કે મારી આવી પરિસ્થિતિ સર્જાય તો જલ્દી 911 જોડીને હોસ્પિટલ ભેગો નો કરવો મને હાર્ટ એટેકનું ઉભું કર્યું ત્યારે હું સીનીરાર સિટીજન સેન્ટરમાં હતો . મેં તેઓને કીધું મને ઘર ભેગો કરો પણ એ લોકો શા માટે જવાબદારી લ્યે ન કરે નારાયણ અને મને કૈક થઇ જાય તો એ લોકોને નોકરી ગુમાવવી પડે , અને આજે મેં દેશી ચણામાં વિંધા પાડી માળા બનાવી છે પણ જરાક નાની થઇ ગઈ છે એટલે મોટા માથા વાળાની ડોકમાં પહેરાય એમ નથી .
जब दीप हुवा हमला ( ડોકટરોને જશ આપું છું ) बचाया डॉक्टरांे दवा करते करते
अब दर ये है आय मेरे यारो मुझे मार डालेगा दवा करते करते બે વરસથી દવા લીધી છે ક્યા ભાઈએ ? પ્રજ્ઞા બેન મેં વિમલાબેન ની કોમેન્ટનો જવાબ આપ્યો છે એ પણ વાંચી જજો . એક જોક જેવી વાત કહી દઉં જોકે તમને કદાચ કીધું હશે પણ વિમલાબેન જેવા ભલે વાંચે . એક વખત મને પેટમાં તકલીફ ઉભી થઇ પેટ ભારે ભારે લાગે જાજરૂ જવાની ઈચ્છા થાય નહિ અને જમવાની પણ મરજી નો થાય આ વખતે મારો પોત્ર ડેવિડ મને ધરાર હોસ્પીટલમાં લઇ ગયો . મારી સ્ત્રી ડોક્ટર કહે મારા પેટમાં કેમેરો ઘાલવો પડશે અને એના માટે બેભાન કરવા પડશે અને થોડીક દાઢી મુછ કાપવી પડશે મેં દાઢી મુછ કાપવા સામે સખત વિરોધ કર્યો . ડોક્ટર અને નર્સ વિચારમાં પડી ગયા . આ વખતે ડેવિડ જેને ઓળખે છે એ મિત્ર છોકરી કે જે બે હજાર માઈલ દુર રહે છે .(ગર્લ ફ્રેન્ડ નહિ ફક્ત મિત્ર ) ડેવિડે તેને ફોન કર્યો તારો મિત્ર અત્યારે હોસ્પીટલમાં દાખલ છે અને એની દાઢી મુછ કાપવાની જરૂર છે . પણ દાદા દાઢી મુછ કાપવા દેતા નથી . છોકરી કહે દાદાને ફોન દે મેં ફોન લીધો છોકરી બોલી દાઢી મુછ કપાવી નાખો એટલું બોલી ફોન મૂકી દીધો . અને મેં ડોક્ટરને કીધું દાઢી કાપી નાખો . બધાને આશ્ચર્ય થયું . નર્સે ડેવિડને પૂછ્યું આ કોનું જાદુ ચાલ્યું ? ડેવિડ કહે દાદાની ગર્લ ફ્રેન્ડનું ડેવિડને મેં હજાર વખત કીધું છે કે એ મારી ફક્ત મિત્ર છે ગર્લ ફ્રેન્ડ નથી . છતાં મારી ગર્લ ફ્રેન્ડ તરીકે ઓળખાણ આપે છે . નર્સ કહે દાદા ચોકારીયું પાસે ઢીલા ઢફ થઇ જતા લાગે છે . ફક્ત મારી પાસેજ ઢીલા નો પડ્યા અક્કડ ને અક્કડ જ રહ્યા .
પ્રિય પ્રજ્ઞા બેન મારી સેવા કરવા વાળા પોતાના તો છેજ પણ ક્રિશ જેવા પારકા પણ છે . હું દરરોજ સવારે યાર્ડમાં ખોદકામ સફાઈ કામ કરતો હોઉં છું .સામેના ઘરવાળા ક્રિષ્ના ઘરના મને જોતા હોય એક દિવસ હું સવારે બહાર નોતો નીકળ્યો ક્રિશ ની વાઈફે ક્રિશ ને i કીધું કે આજે હેમત દેખાણો નથી ક્રિશ દોડતો મારે ઘરે આવ્યો અને ખબર અંતર પૂછી ગયો .Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.
From: આતાવાણી To: hemataata2001@yahoo.com Sent: Thursday, April 30, 2015 7:49 PM Subject: [આતાવાણી] Comment: “બે દીકરા અને ત્રણ દીકરીયુંની 81 વરસની વિધવા મા હેમકુંવર બેનની હૃદય દ્રવિત કહાણી.” #yiv7973830357 a:hover {color:red;}#yiv7973830357 a {text-decoration:none;color:#0088cc;}#yiv7973830357 a.yiv7973830357primaryactionlink:link, #yiv7973830357 a.yiv7973830357primaryactionlink:visited {background-color:#2585B2;color:#fff;}#yiv7973830357 a.yiv7973830357primaryactionlink:hover, #yiv7973830357 a.yiv7973830357primaryactionlink:active {background-color:#11729E;color:#fff;}#yiv7973830357 WordPress.com | | |
આતા,
દિલને સ્પર્શતી વાત. કોમેન્ટમાં પણ તમે સ્ટોરીઓ લાખો છો આતા.
કેટલું સરસ કહેવાય કે, એક પોસ્ટમાં અનેક અને અવનવી વાતો જાણવા ને માણવા મળે !
મારું લખાણ ગમે છે એવું મને લાગ્યું . પ્રિય રીતેશ તે મને તાજગી બક્ષી છે .
પ્રિય પ્રજ્ઞા બેન
મારી સેવા કરવા વાળા પોતાના તો છેજ પણ ક્રિશ જેવા પારકા પણ છે .
હું દરરોજ સવારે યાર્ડમાં ખોદકામ સફાઈ કામ કરતો હોઉં છું .સામેના ઘરવાળા ક્રિષ્ના ઘરના મને જોતા હોય એક દિવસ હું સવારે બહાર નોતો નીકળ્યો ક્રિશ ની વાઈફે ક્રિશ ને i કીધું કે આજે હેમત દેખાણો નથી ક્રિશ દોડતો મારે ઘરે આવ્યો અને ખબર અંતર પૂછી ગયો .
મુ.આતા,
તમે માનો કે નાં માનો, જેનું હ્રદય ચોક્ખું છે તેને ઉપરવાળો મદદ કરવાવાળા મોકલી આપે છે. તમે ખુબ જ સ્પષ્ટ વક્તા છો. મને ખાસ વખત નથી મળતો તો પણ ગમે તેમ વખત કાઢીને તમારી ગામઠી ભાષા અને સાચી વાતો વાંચવાની મઝા આવે છે.
પ્રિય વિપુલ ભાઈ દેસાઈ તમે મારા લખાણો તમારા કીમતી સમયનો ઉપયોગ કરીને વાંચો છો . એ જાણી મારો તમે ઘણો ઉત્સાહ વધારી દીધો વિપુલ ભાઈ
તમારા જેવાજ મારી માનસિક અને શારીરિક શક્તિ ટકાવી રાખે છે એવું હું માનું છું . ધન્યવાદ
રિતેશભાઈની વાત સાચી છે, આતાજી, આપ પ્રતિભાવ ના જવાબમાંય વાર્તા લખો છો,જે અમ જેવાને
ઘણી પ્રેરણા આપે છે. આપણા સુખ-દુખ ભર્યા જીવન અનુભવો જીવન જીવવાની ચાવી રૂપ લાગે છે.
હું તો મને સદભાગી માનું છું ક આતાજી મળ્યા અમને.
પ્રિય વિમલાબેન
તમારી કોમેન્ટ અને લખાણ પણ મને પ્રેરણા દાયી અને જુસ્સો વધારનાર છે હો .