

હિંમતલાલ અને એની પત્ની ભાનુમતી પ્રભાશંકર અને એલીઝાબેથ સાથે રહેતાં હતાં . અને માં હિંમતલાલની સુબરું કાર સાથે પ્રભાશંકર અને એલીઝા બેથ ના ઘરે
પ્રભાશંકર માસિક રૂપિયા બારનો પગાર મેળવનાર પોલીસ પટેલ જટાશંકર પ્રેમજીભાઈનો દીકરો , માએ લોકોના મરચાં ખાંડ્યા , દરજણ બાઈને એના સીવણ કામમાં ગાજ બટન વગેરે કરવામાં મદદ કરી . અને મેટ્રિક પાસ કરાવ્યો .આ અરસામાં પ્રભાશંકર નો મોટો ભાઈ હિંમતલાલ અમદાવાદમાં પોલીસ ખાતામાં માધુપુરા પોલીસ સ્ટેશનમાં નોકરી કરે અને પોલીસ લાઈનમાં રહે . હિંમતલાલ નો એક પોલીસ મિત્ર બલદેવસિંહ રાઓલ પણ માધુપુરા પોલીસ સ્ટેશનમાં નોકરી કરે . બલદેવ સિંહને રહેવા માટે માધુપુરા પોલીસ લાઈનમાં હિંમતલાલની રૂમ સામેની લાઈનમાં રૂમ મળેલી પણ તે રૂમમાં રહેતો નહી . પણ અમદાવાદમાં પોતાના પ્રાઈવેટ મકાનમાં રહે .માધુપુરા પોલીસ લાઈનની રૂમ ઉપર ફક્ત પોતાના નામનું બોર્ડ મારી રાખેલું .
હિંમતલાલે પોતાના નાના ભાઈ પ્રભાશંકર કોલેજમાં ભણવા માટે અમદાવાદ તેડાવ્યો . હિંમતલાલે બળદેવસિંહ ને વાત કરીકે જો તમે તમારી રૂમ મને વાપરવા આપો તો એ રૂમ મારો ભાઈ વાપરે અને કોલેજમાં ભણવા જાય . બલદેવસિંહે બહુ ખુશી થઈને રૂમ વાપરવા દેવાની હા પાડી . પ્રભાશંકર જમવા માટે હિંમતલાલની રૂમ ઉપર આવે . પ્રભાશંકર પોતે ભણે અને હિંમતલાલના દીકરા હરગોવિંદને અભ્યાસમાં મદદ કરે . હરગોવિન્દની બુદ્ધિ શક્તિ ઉપર પ્રભાશંકર આફરીન હતો .
અને એક દિવસ પ્રભાશંકર કોલેજ ગ્રેજ્યુએટ થઇ ગયો . એને આફ્રિકા જવાની તક મળી અને તે યુગાન્ડા ગયો . અહી તેને માધવાણી શેઠ ની કમ્પનીમાં નોકરી મળી . માધવાણી શેઠ ની એક બ્રાંચ કેન્યામાં પણ હતી . માધવાણી શેઠે પ્રભાશંકરને કેન્યા મોકલ્યો . અહીંથી બીજા કેન્યાના છોકરાઓ સાથે ભણવા માટે પ્રભાશંકર
અમેરિકા આવ્યો અને માધવાણી શેઠની નોકરી રાજી ખુશીથી છોડી .અમેરિકા આવતાં પહેલાં પ્રભાશંકરે તેના ભાઈ હિંમતલાલ ને વાત કરીકે આ તમે જે પોલીસ ખાતાની હાડમારી ભરેલી અને જોખમી નોકરી કરો છો એ છોડો . અને બેન બનેવી સાથે તામિલ નાડુમાં પાનના ધંધામાં જોડાઈ જાઓ . હું તમને ધંધા માટે પૈસા આપીશ અમેરિકા ગયા પછી મારા આફ્રિકાની કમાણીના પૈસા દાળમાં મીઠા બરાબર છે .અને જ્યાંસુધી હું અમેરિકામાં ભણીને નોકરી ન કરું ત્યાં સુધી મારી પાસે પૈસાની ખેંચ રહેશે .
હિંમતલાલે પ્રભાશંકરને કીધું કે મેં વેપાર કરી જોયો છે . મને વેપાર કરતાં નહીં આવડે . તુને મારી નોકરી હાડમારી ભરેલી અને જોખમી લાગે છે. પણ હું જોખમમાં જીવન વિતાવવાથી ટેવાઈ ગયો છું . મારી દશા ત્રામમાં ઘોડા જેવી છે . ત્રામનો ઘોડો ત્રીસ માણસોથી ભરેલો ડબો પાટા ઉપર ખેંચી જાય . પણ પોતાની પીઠ ઉપર એક માણસ બેસે એ ભાર ખામી ન શકે . તું અમેરિકા જા ત્યાં કમાણી કર એ મારા માટે ગોરવની વાત છે . મને પૈસાની જરૂર નહિ પડે હું ઘર વહેવાર બરાબર ચલાવીશ ‘ પણ પોતાની માં નાં કહેવાથી ગામડાનું ધૂળિયું મકાન પાકું બનાવી દીધેલું .
પ્રભાશંકર અમેરિકામાં ભણીને નોકરી કરવા માંડ્યો . અહી એને એલીઝાબેથ નામની ગોરી છોકરીનો પરિચય થયો . અને આ પરિચય -પ્રેમ લગ્ન ગ્રંથીથી જોડવા સુધી પહોંચ્યો , એલિઝાબેથે લગ્નનો પ્રસ્તાવ મુક્યો ત્યારે પ્રભાશંકરે વાત કરીકે તું જેટલી મને ચાહે છે . એમ તું મારી મા મારા ભાઈ ભાભી ને પણ ચાહે એ ગામડીયા અભણ છે અને હું એને અહી બોલાવવા માગું છું .અને એલોકો આપની સાથે રહે એમ હું ઈચ્છું છું . સહ કુટુંબમાં રહેવાની ટેવ વાળા આ લોકો જુદાં નહી રહી શકે . એલિઝાબેથે જવાબ આપ્યોકે તારી માને હું મારી મા તુલ્ય માન જાળવીશ બલકે વધુ માન આપીશ . અને પછી લગ્ન થઇ ગયાં મહારાષ્ટ્રીય ગોરબાપાએ લગ્ન ગ્રંથીથી જોડી દીધા આજ ગોર બાપાએ ગાંધીજીના ગ્રેટ ગ્રાન્ડ સન નાં પણ ફેર ફેરવી આપ્યા છે આ ગોર મહારાજનું નામ મને યાદ છે પણ હું અત્યારે ભૂલી ગયો છું .
પછી એલીઝાબેથ અને પ્રભાશંકર ભારત ફરવા આવ્યાં . અહી પોતાની સાસુ જેઠ જેઠાણીનો ઉછાળતો પ્રેમ માણ્યો જેઠ હિંમત ભાઈએ એલિઝાબેથને ભેંસ , ઊંટ ઉપર સવારી કરાવી અને ભડ ગામના જુલુથી શણગારેલા બળદ ગાડામાં બેસાડી આ વખતે ભડ નાં સોનીની દીકરીનો લગ્ન પ્રસંગ હતો . એટલે ઘરેણા ગાંઠા થી સજેલી જાનાડીયું પણ હાજર હતિયું એટલે પ્રભાશંકર અને એલીઝાબેથ સાથે ગાડા માં બેસાડયું અને જાનડીયુએ ગીત ઉપાડ્યું “કોયલ બેઠી અમેરિકા દેશ ઓલો મોરલીયો બેઠો રે ભારત દેશમાં માણા રાજ મોરલિયા હવે કોયલને ઉડાડો આપને દેશ ” પણ આતો ગોરા રંગની કોયલ કાળા રંગની નહી હો .
એલિઝાબેથે બસની રાઈડ પણ કરી , પણ ભલા માણસો સીટ ઉપરથી ઉભા થઈને એલિઝાબેથને સીટ ઉપર બેસાડે ભડ આખા ગામમાં ઘેડીયા કોળી ખેડૂતો પણ સરપંચ મેર હતો એણે કોકના ખેતરમાંથી
માંડવીના છોડવા લાવીને તળાવ ને કાઠે ઓળા પાડ્યા અને સૌ ને ખવડાવ્યા . પછી અને એલીઝા બેથે સાડા ચાર મહિના ભારતની મુસાફરી કરી આ વાતને પચાસેક વરસ થઇ ગયા હશે આ વખતે ટોય લેટની સગવડ નહિ . ગામડામાં એલીઝા બેથ શોચ ક્રિયા કરવા ઉકરડે પાણીનો કળશિયો ભરીને જાય ખાવામાં ગુજરાતી ખોરાક ખાય એટલે ઝાડા ઉલટી થઇ જાય આ વખતે એલીઝાબેથ શાકાહારી નોતી પણ પ્રભાશંકર ચુસ્ત શાકાહારી જમરા ગામમાં એક મિત્રે ગાય દોહીને તાજું દૂધ એલિઝાબેથને પીવા આપ્યું . જેમ રામની પાછળ સીતા વનવાસ ભોગવતી હતી તેમ એલિઝાબેથે પતિ પ્રભાશંકર પાછળ ગામડિયો વનવાસ હસ્તે મોઢે ભોગવ્યો .પોતાના જેઠ હિંમત લાલ જેઠાણી ભાનુમતી અને પોતાની સાસુને અમેરિકા બોલાવવા તલ પાપડ થવા માંડી . પણ કાયદેસર બોલાવવા માટે થોડી વાર લાગે એમ હતી એટલે પ્રભાશંકર ઉતાવળ નોતો કરતો એલીઝાબેથ કહે તો આલોકોને વિઝીટર વિસા ઉપર બોલાવીએ . એલિઝાબેથે પ્રભાશંકરને લાંબા નામને ટૂંકાવવાનું કહ્યું પણ પ્રભાશંકર નાં પાડતો હતો એટલે એને જોશી કહીને બોલાવવાનું નક્કી થયું . અને હિંમતલાલને બ્રધર તરીકે બોલાવવાનું નક્કી થયું . અને પછી માર્ચની 19 તારીખ અને 1969 ની નાં દિવસે હિંમતલાલે પહેલ વહેલો અમેરિકાની ધરતી ઉપર પગ મુક્યો . એલીઝાબેથ અને પ્રભાશંકર હિંમતલાલને મળીને ઘણાં ખુશી થયાં આ અરસામાં કેનેડાના મોન્ટ્રીયલ શહેરમાં વિશ્વ મેળો હતો ત્યાં અને અમેરિકાના ઘણા જોવા લાયક સ્થળો હિંમતલાલ ને દેખાડ્યા એલિઝાબેથના સગા વ્હાલાઓનો મેમાન બનાવ્યો એપલના કે દ્રાક્ષ નાં રસની ભરેલી પ્યાલીઓ સગાઓના શરાબની પ્યાલીઓ સાથે અડાડી ને હિંમતલાલ રસ પીવા માંડ્યા . પણ બાયડીયુ હિમમતલાલને બાથે વળગવા અને બકીયું ભરવા આવે તો ગામડિયો હિંમતલાલ ભડકે પછી એલિઝાબેથે હિમ્મતલાલને સમજાવ્યાકે અહી પોતાના વ્હાલા સગાઓને સ્ત્રીઓ બાથે વળગે બકીયું ભારે એવો રીવાજ છે એટલે તમે ત્રીઓથી ભાગતા ફરો એતો સ્ત્રીઓનું અપમાન છે માટે તમને કોઈ સ્ત્રી ભેટવા આવે તો તમે પણ એને ભેટો એ તમને બકી ભરેતો તમે પણ એને બકી ભરો અને બાપુ પછી હિંમત ભાઈ બાયડીયુના હેવાયા થઇ ગયા .
અમેરિકામાં હિમમતલાલ ને 22 મહિના જલસા કરાવ્યા . પછી હિંમતલાલ દેશમાં પાછા ગયા અને પછી હિંમતલાલ એના મા એના વાઈફ ભાનુમતી આવ્યાં માની એલિઝાબેથે બહુ કાળજી લીધી . માના વાળ શેમ્પુથી ધોઈ આપે આ સિવાય માં પોતાની જાતે સ્નાન કરતા માને બ્રેડ ગમવા માંડી એલીઝાબેથ પીનટ બટર ચોપડી ને બ્રેડ આપે માં સેન્ડ વિચ ચેક કરે ઓછું પીનટ બટર ચોપડ્યું હોય તો એલિઝાબેથને રુવાબ થી કહે પીનટ બટર નથી ? આ વાક્ય હજી એલીઝાબેથ યાદ કરતી હોય અને બોલે .
હિંમત લાલને નોકરી ઉપર સામાન્ય રીતે પ્રભાશંકર લઈજાય અને લાવે કોઈ વખત એલીઝાબેથ એના ત્રણ મહિનાના દીકરા વિક્રમને ઊંઘમાંથી ઉઠાડી હિમમતલાલ ને નોકરી ઉપર લઇ આવે નોકરી વહેલી સવારે 7 વાગ્યે શરુ થાય .આવા અમેરિકન ભાઈનું વહુની લાગણી નાં પ્રતાપમાં હિંમત લાલ બે પાંદડે છે . આ ઉપકાર હિંમતલાલ ભૂલ્યા નથી અને ભૂલી શકે એમ પણ નથી .
Like this:
Like Loading...
Related
વાહ આતા. આને કેવાય ઊપરવાળાનાં આઠેય હાથ માથે હોવા.
પ્રેમ ના પારખુ
તમારી વાત સાચી છે .પરમેશ્વરની અનહદ કૃપા વિના આ શક્ય નથી .
હવે મારા ભત્રીજા વિક્રમના ઉત્કષ્ટ પ્રેમ વિષે લખીશ .પણ થોડુક તો કહેવું પડશે . વિક્રમ જ્યારે ત્રણેક વરસનો હતો . ત્યારે મા અહી આવેલાં માનો પ્રેમ જોઈ વિક્રમને મા સાથે વાતો કરવાનું મન થઇ ગયું . અને વિક્રમ મા બોલતાં એવી ગામઠી ભાષા બોલતાં શીખી ગએલો .
ગમે ન્યા જાયી આતા પણ મુળીયા નો ભુલાવા જોયી.. તમે નથી ભુયલા અને તમારા પોતરાવ હોતન નથી ભુયલા ઈ વાત ગરવ લેવા જેવી સે તમારે.
યુરોપીઅન કે અમેરીકન બીજા ધર્મની છોકરી કે છોકરા સાથે લગ્ન સફળ નથી જ થતા એ માન્યતા સામે બહુ સુંદર દ્રુષ્ટાંત.
આવા દાખલા પ્રેરણાદાયી રહે છે
ધન્ય આતાજી .
તમે એલિઝાબેથ જેવી સન્નારીને સમજી શક્યા અને કદર કરી .
એલિજાબેથના દિલમાં મારા વિષે સુંદર છાપ છે એવું કહેતી હોય . હાલ અમારા સત્સંગને લીધે ચુસ્ત શાકાહારી છે .. એતો ઠીક પણ એને ઝાડ કાપવું ગમતું નથી . પણ પોઈઝન આઈ વી નામની વેલ એની દુશ્મન છે . કેમકે તે જે ઝાડ ઉપર ચડે છે એને મારીનેજ છોડે છે .
મારો ભાઈ એલિઝાબેથને 90 ટકા જૈન કહેછે પણ હું એને સો ટકા જૈન કહું છું . મારા એક મુંબઈમાં જન્મેલા ગુજરાતી જૈન મિત્ર છે .તે મને કહેતા હોય કે એલીઝાબેથ દુધની વસ્તુઓ પણ નથી ખાતી એતો હદ કહેવાય મને દૂધ વગર ચાલતું નથી . એલીઝાબેથ એ એક અલૌકિક સન્નારી છે .
મને એક બેનનું નામ આપવું ઠીક નથી લાગતું એ વૈષ્ણવ સમપ્રદાયના છે . શાકાહારી નથી . શ્રી નાથજી બાવાને ભોગ ધરાવ્યા વિના જમતાં નથી .એ ભલે રોસ્ટબીફ હોય .
એક ગુજરાતી મિત્રને ત્યાં અમે મહેમાન બન્યાં થેક્સ ગીવીંગ ડે હતો . એક મોટી ટર્કી રાંધી હતી . મા
એલીઝાબેથ . હું . ભાનુમતી , એલીઝાબેથ .અને પ્રભાશંકર અમારા માટે શાકાહારી ભોજન બનાવેલું . એક ક્પ્પલ એવું હતું કે જેના ધર્મમાં ઝાડ નું પાંદડું તોડવું એ પણ પાપ છે એવું લખેલું છે. એ ભાઈની જે રાંધેલી ટર્કીના જે વિભાગ કરવાની જે સ્ટાઈલ હતી . એ જોઈ હું તો છક થઇ ગયો . એલીઝાબેથ લસણ ડુંગળી પણ નથી ખાતી . નાના બાળક વિક્રમને બજારુ બેબી ફૂડ ખવરાવ્યું નથી . પણ પોતાને ધાવણ ઓછું આવવાથી વિક્રમ માટે બાળકો માટેનું દૂધ સ્ટોરમાંથી ખરીદવું પડતું . આ એક અપવાદ
ખલીલ જીબ્રાનની નાતની યુવતીથી જન્મેલ મારો ગ્રાન્ડ સન રાજીવ પોતે મારા શુરવીર ગ્રેટ ગ્રાન્ડ ફાધર કે જેણે તલવારના એકજ ઝાટકે ચોરને યમ સદન પહોંચાડી દીધો હતો .એ કાનજી બાપાના કુળમાં પોતે જન્મેલો છે એનો એને ગર્વ છે .
آپکا معجزے شریف کیسا ہے ؟
اک چھوٹاسا نگما آپکی خدمات مے پیش کرتا ہو
بھوکے گریب دلکی خداسے لگن ن ہو
سچ ہے کہا کسنے بھوکے بھجن نہو
بھکھمے راجکو تیج سب گھٹ گایو
بھکھمے سدہکی ریڑھی ہاری
بھخمے اور وہوار نہیں ہوت ہے
بھخمے رھت کنیا کماری
بھخمے کامنی کام سو تج گئی
بھخمے تج گیو پروش ناری
بھخمے میٹر شترو ہو جات ہے
بھخمے تلخ لگے دنیا ساری
کھات کوی گنگ بھجن نہی بن پدت
چروہی بدسے بھخ نیاری
भूखे गरीब डिकी खुदासे लगनन्हो .
सच है कहा किसीने भूखे भजन नहो
भुखमे राजको तेज सब घाट गयो
भुख्म सिध्धकी सिद्धि हारी
भुखमे और वहवार नही होते है
भुख्म रहत कन्या कुमारी
भुखमे कामिनी काम सो तज गयी
भूख में तज गयो पुरुष नारी
भूख में मित्र शत्रु हो जात है
भूख में तलख लगे दुनिया सारी
कहत कवि गैंग भजन नही बन पड़त
चारोही वेड्स भूख न्यारी
…………………………………………..
ہ ہو بھوکے غریب دل کی كھ़دا سے لگن نہ ہو سچ ہے کہا کسی نے کہ بھوکے بھجن نہ ہو
اللہ کی یاد دلاتی ہے روٹیاں … خوشحالی میں سب ہوتے ہیں اونچی ذات!
انتہائی بھوکا ہوں رفیق آزاد
پیٹ میں، جسم کی پوری فریم میں
مهسوستا ہوں ہر پل، سب کچھ نگل جانے والی ایک بھوک.
بغیر برسات کے جوں چےت کی فصلوں والی کھیتوں میں شامل جل اٹھتی ہے خوفناک آگ
ٹھیک ویسی ہی آگ سے جلتا ہے مکمل جسم.
محض دو وقت دو مٹھی چاول ملے، بس اور کوئی مطالبہ نہیں ہے میری.
لوگ تو نہ جانے کیا کیا مانگ لیتے ہیں. ویسے تمام مانگتے ہیں
مکان گاڑی، روپے پیسے، چند میں شامل شہرت کا لالچ بھی ہے
پر میری تو بس ایک چھوٹی سی کوشش ہے، بھوک سے جلا جاتا ہے پیٹ کا پراتر
چاول چاہئے، یہ میری سیدھی سادہ سی مطالبہ ہے، ٹھنڈا ہو یا گرم
مہین ہو یا خاصا موٹا یا راشن میں شامل ملنے والے لال چاول کا بنا چاول،
کوئی شکایت نہیں ہوگی مجھے، ایک مٹی کا سكورا بھرا چاول چاہیے مجھے.
دو وقت دو مٹھی چاول مل جائے تو میں اپنی تمام مطالبات سے منہ فیر گا.
بلاوجہ مجھے کسی چیز کا لالچ نہیں ہے، یہاں تک کی جنسی اطلاقات بھی نہیں ہے مجھ میں
میں تو نہیں چاہتا ناف کے نیچے ساڑی بادھنے والی ساڑی کی مالكن کو
اسے جو چاہتے ہیں منتقل، جسے مرضی اسے دے دو.
یہ جان لو کہ مجھے ان سب کی کوئی ضرورت نہیں
پر اگر پوری نہ کر سکو میری اتی سی مطالبہ
تمہارے پورے ملک میں شامل ہنگامہ مچ جائے گا،
بھوکے کے پاس نہیں ہوتا ہے کچھ بھلا برا، قائد قانون
سامنے جو کچھ ملے گا کھا جاؤں گا بغیر کسی روک ٹوک کے
بچے گا کچھ بھی نہیں، سب کچھ ناممکن ہو جائے گا نوالو کے ساتھ
اور مان لو گر پڑ جاؤ تم میرے سامنے
شیطانی بھوک کے لئے حتمی مزیدار بھوجي بن جاؤ گے تم.
سب کچھ نگل لینے والی محض چاول کی بھوک
خطرناک نتيجو کو ساتھ لے کر آنے کو نيوتتي ہے
منظر سے دیکھنے تک کی پروهمانتا کو چٹ کر جاتی ہے.
اور آخر میں شامل سلسلہ وار میں كھاوگا درخت پودھے، دریا نالے
گاؤں دیہات، فٹ پاتھ، گندے نالی کا بہاو
سڑک پر چلتے کی، نتمبني عورتوں
پرچم بلند ریٹویٹ کھانے وزیر اور وزیر کی گاڑی
آج میری بھوک کے سامنے کچھ بھی نہ کھانے کے قابل نہیں
چاول دے حرامی، ورنہ میں چبا جاؤں گا پورا نقشہ
न हो भूखे गरीब दिल की खु़दा से लगन न हो सच है कहा किसी ने कि भूखे भजन न हो
अल्लाह की भी याद दिलाती है रोटियाँ …ख़ुशहाली में सब होते हैं ऊँची ज़ात !
बेहद भूखा हूँ रफीक आज़ाद
पेट में , शरीर की पूरी परिधि में
महसूसता हूँ हर पल ,सब कुछ निगल जाने वाली एक भूख .
बिना बरसात के ज्यों चैत की फसलों वाली खेतों मे जल उठती है भयानक आग
ठीक वैसी ही आग से जलता है पूरा शरीर .
महज दो वक़्त दो मुट्ठी भात मिले , बस और कोई मांग नहीं है मेरी .
लोग तो न जाने क्या क्या मांग लेते हैं . वैसे सभी मांगते है
मकान गाड़ी , रूपए पैसे , कुछेक मे प्रसिद्धि का लोभ भी है
पर मेरी तो बस एक छोटी सी मांग है , भूख से जला जाता है पेट का प्रांतर
भात चाहिए , यह मेरी सीधी सरल सी मांग है , ठंडा हो या गरम
महीन हो या खासा मोटा या राशन मे मिलने वाले लाल चावल का बना भात ,
कोई शिकायत नहीं होगी मुझे ,एक मिटटी का सकोरा भरा भात चाहिये मुझे .
दो वक़्त दो मुट्ठी भात मिल जाये तो मैं अपनी समस्त मांगों से मुंह फ़ेर लूँगा .
अकारण मुझे किसी चीज़ का लालच नहीं है, यहाँ तक की यौन क्षुधा भी नहीं है मुझ में
में तो नहीं चाहता नाभि के नीचे साड़ी बाधने वाली साड़ी की मालिकिन को
उसे जो चाहते है ले जाएँ , जिसे मर्ज़ी उसे दे दो .
ये जान लो कि मुझे इन सब की कोई जरुरत नहीं
पर अगर पूरी न कर सको मेरी इत्ती सी मांग
तुम्हारे पूरे मुल्क मे बवाल मच जायेगा ,
भूखे के पास नहीं होता है कुछ भला बुरा , कायदे कानून
सामने जो कुछ मिलेगा खा जाऊँगा बिना किसी रोक टोक के
बचेगा कुछ भी नहीं , सब कुछ स्वाहा हो जायेगा निवालों के साथ
और मान लो गर पड़ जाओ तुम मेरे सामने
राक्षसी भूख के लिए परम स्वादिष्ट भोज्य बन जाओगे तुम .
सब कुछ निगल लेने वाली महज़ भात की भूख
खतरनाक नतीजो को साथ लेकर आने को न्योतती है
दृश्य से द्रष्टा तक की प्रवहमानता को चट कर जाती है .
और अंत मे सिलसिलेवार मैं खाऊंगा पेड़ पौधें , नदी नालें
गाँव देहात , फुटपाथ, गंदे नाली का बहाव
सड़क पर चलते राहगीरों , नितम्बिनी नारियों
झंडा ऊंचा किये खाद्य मंत्री और मंत्री की गाड़ी
आज मेरी भूक के सामने कुछ भी न खाने लायक नहीं
भात दे हरामी , वर्ना मैं चबा जाऊँगा समूचा मानचित्र
પ્રિય પ્રજ્ઞા બેન
ભૂખ્યા લોકો શું શું કરી શકે છે તેનું સરસ વર્ણન કર્યું છે .
એલીઝાબેથ માટે ખુબ જ માં ઉપજ્યું. તે વખતે ઇન્ડિયામાં રહેવું ખુબ જ મુશ્કેલ હતું. અમેરિકામાં એક પ્રકારના અમેરિકન લોકો હોય છે જે લોકો માંસાહાર નથી કરતા અને દૂધ કે તેની બનાવટની વસ્તુઓ નથી વાપરતા. એમને વિગન્સ કહેવામાં આવે છે. કારણ કે તે લોકો માને છે કે તમે વાછરડાનું દૂધ ઝુટવી લો છો.
વિપુલભાઈ હવે એલીઝાબેથ વિજન્સ છે અને હું પણ દુધકે તેની બનાવટની વસ્તુ ખાતો નથી માંસાહાર કરતો નથી ચા કોફી સોડા દારુ પીતો નથી . ગયે વરસે હું ઇન્ડીયા ગએલો બે મહિના અને 31 દિવસ રોકાએલો ગામડામાં રખડ પટી કરી . અને અબલખ ઘોડાની જેમ કુદકા મારતો અમેરિકા આવી ગયો .
સાવજ એ સાવજ..ને જેનો પાયો માનવતાથી મહેકતો હોય, એનાં ઘર વૃન્દાવન સમ જ ભાસે…સૌને સાદર અભિવાદન.
રમેશ પટેલ(આકાશદીપ)
પ્રિય રમેશ ભાઈ પટેલ ,તમે મારું લખાણ વાંચો છો એથી મને આનંદ થાય છે .
પ્રભાશંકરનો દિકરો વિક્રમ એની મા એલીઝાબેથ જેવોજ પ્રેમાળ છે . નવાઈની વાત તો એ છે કે વિક્રમ અમારા ગામડાની ભાષા બોલતાં શીખી ગએલો .અહી દેશી માબાપના બાળકો અમેરિકામાં જન્મેલા હોય એ ગુજરાતી બોલે પણ આપણને ખબર પડી જાય કે આ બાળક અમેરિકામાં જન્મેલું છે . જ્યારે વિક્રમ અસલ મારી મા બોલતી એવી ભાષા બોલે હું અમદાવાદમાં રહેલો એટલે થોડોક ભાષા ફેર લાગે પણ મા ગામઠી ભાષા બોલે વિક્રમ મા જેવી ભાષા બોલે .