માર ખાવો પડે એવા જોખમી કામ કર્યાં .પણ માર માંથી બચી ગયેલો.

DSCN1037 આ બે છોકરીયું  ,મારા પડોશીની છે   ,એ મારા ડ્રાઇવેમાં આવી   ,આ વખતે હું મારા ડ્રાઇવેમાં ઝાડુ મારતો હતો  .  મેં વાવેલા તાડના પાંદડાનું  ઝાડુ બનાવેલું  બે ઝાડું હતાં  . . ખુરસી  ઉપર બેઠેલી છે  , એ છોકરીએ  મને   કીધું  . તમે આરામ કરો  .અમે ડ્રાઈવે સાફ કરી નાખીએ છીએ  . પછી મને પૂછ્યું  . તમે  નેક્લસ બનાવ્યું  છે એ હું જોઉં ? મેં નેક્લસ દેખાડ્યું   . (નેક્લસ બ્રેસલેટ  હું લાકડા અને ખજૂરના  ઠલયા  માંથી બનાવું છું  .) એને ગમ્યું  એણે મને  પૂછ્યું   .આ નેકલસ હું રાખું ? મેં હા પાડી તેને પહેરી લીધું  .  જે ફોટામાં  સાવરણો અને નેકલસ દેખાય છે  . હવે દેશીંગાની   જૂની વાતો   . એક પબલો નામનો છોકરો હતો એને અમો પારાધી કહેતા  કેમકે તે મધપુડો  ઉજેરીને  મધ ખાતો અને મિત્રોને ખવરાવતો એ વખતે એક કહેવત પ્રચલિત હતી  . કે એક મધપુડો  ઉજેરીયે તો બાર ગામ ભાંગ્યાનું પાપ લાગે  .પારાધીના માબાપ  જો  જાણે કે પારાધી  મધ ઉજેરે છે  તો તેને સખ્ત માર પડે   , અને અમારા જેવા એના  સાથી દારોને  પણ  અમારાં  માબાપો  લમધારે   એટલે બહુ ચોરી છુપીથી  આવા પાપના ધંધા કરવા પડે   . આ કારણે બધું મધ ખાઈ જવું પડે ઘરે નો લઈ જવાય  એટલે પારાધી મિત્રોને સાથે લઈને મધ પાડવા જાય  . કેમકે એકલાથી  બધું મધ  ખાઈ નો શકાય   . પારાધી  મધપૂડાની  શોધમાં ફરતોજ હોય  .  એક વખત એણે દરબારના  બગીચામાં   ઊંચા ઝાડ ઉપર  મધપુડો જોયો   ,એ મધપુડો  પાડવા માટે  મને અને રુઘાને  સાથે લઇ ગયો  . અમને બન્નેને અકેક શકોરું આપ્યું  .   પારાધી  ઝાડ  ઉપરથી   મીણ સાથેના  મધના લોંદા  ફેંકે એ અમારે શકોરામાં ઝીલી લેવાના  પારાધી અમારા કરતાં ઉમરમાં  બે વરસ મોટો એટલે એ મોટાઈનો રુવાબ  અમારા ઉપર કરે ખરો  .  પારાધી બગીચાના ઝાડ ઉપર ચડ્યો  . અને ધુમાડો કરી  મધમાખીઓને  ઉડાડી  મધના લોચા ફેંકવા માંડ્યો અને અમે ઝીલવા માંડ્યા  . એમાં  પારાધીએ બેલેન્સ  ગુમાવ્યું અને   ઝાડ ઉપરથી નીચે પડ્યો  . સદ  નસીબે બચી ગયો  . પણ એના હાથની એક આંગળી  ભાંગી ગઈ   .  કોઈ હાડ વૈદ્ય   પાસે એના માબાપ ન લઇ ગયા  . પણ પાટા પીંડી  કર્યા કર્યા   . એટલે એની આંગળી  તે મર્યો ત્યાં સુધી ભાંગેલીજ રહી  . એક  બીજો અધ્યાય  વાંચો   . દેશીંગા માં એક હરીશંકર  કેશવજી કરીને  કોટડા સાંગાણીના  શિક્ષક  હતા  . તેઓ ગોંડલ  ટાઈપ  પાઘડી  બાંધતા   હું એમની પાસે નહી ભણેલો  પણ મરમઠ  ભણવા જતો  . મારી સાથે એનો દિકરો  ત્રમ્બક પણ ભણવા આવતો  . અને રુઘો પણ અમારી સાથે ભણવા આવતો  . એક વખત  ત્રમ્બક ને વિચાર આવ્યો કે આપણે  દૂધપાક  ખાઈએ અને એ પણ  રાત્નાગરના   કાંઠે  બાવળની ઝાડીમાં  રસોઈ બનાવીને  દુધનો બંદોબસ્ત  મારે કરવાનો  ખાંડ અને ચોખા  રુઘાએ લાવવા  વાસણો ત્રમ્બકે  લાવવાના  અને  દૂધપાક પણ ત્રમ્બકે  બનાવવાનો    . મેં કાના બાપા રબારીના  સાથી ટીડા  ને  કીધું  કે  કાલે બપોરે  રત્નાગર નાં કાંઠે  બકરા ઘેટા લઇ આવજે અને અમને એક બોઘરું  દૂધ દોહી આપજે અમારે દૂધપાક બનાવવાનો છે  . તું પણ દૂધપાક ખાજે  . બપોરે જમવા માટે  ટીડો  કાયમ  ઘરેથી રોટલો લઈ  આવે   અને બકરીના  આંચળમાંથી   દુધની શેડ  ફોડે અને પોતાના મોઢામાં  દૂધ આવવા દ્યે  . એવી રીતે  બપોરા કરે   .  પણ  જ્યારે દૂધપાક બનશે ત્યારે  રોટલા સાથે  દૂધપાક ખાશે   . આ બધી  બાબત  છુપી રાખવી પડે  નહિતર અમને અમારા  માબાપનો  માર ખાવો પડે અને  ટીડા  ને નોકરી ગુમાવવી પડે   . અને એક્દી દૂધપાક બન્યો   .  દૂધપાક ત્રમ્બકે  બાસુંદી જેવો ઘટ્ટ બનાવેલો   બધા મિત્રોએ  ખુબ દૂધપાક ખાધો  છતાં  ઘણો  વધ્યો  . એ  નાખી દેવો પડ્યો  . હરીશંકર  માસ્તર  બહુ વાતુડા   . એક સમી સાંજે  હું  , રુઘો  . સવજી દેસાઈ  હવલદારનો દીકરો અબો   માસ્તરને ઘરે ભેગા થયા  . ત્રમ્બ્ક  સાથે વાતો કરતા હતા  . અબાનો  બાપ મકરાણી અને માં ફકીરાણી   અબો  ગામના આહેર  છોકરાઓની સંગતના લીધે  એ મુસલમાન કરતા હિંદુ વધુ લાગતો શોગંદ  ખાય તો આયરના  છોકરાની જેમ “મને માતા પુગે “એવું બોલે  હાલ અબો પેશાવરમાં છે  . સવજી દેસાઈએ દૂધ મગાવ્યું  . ત્રમ્બકની  માએ  એકલા દુધનો  ચા બનાવ્યો મારા સિવાય બધાએ પીધો   . ત્રમ્બ્કની  માએ   ખાનગીમાં  છોકરાઓને કીધું  કે હવે તમારા સાહેબને વાતુએ  ચડાવો  .  અને અમે કીધું સાહેબ આજતો કોઈ વાત થવા દ્યો   . અને સાહેબે ખોંખારો  ખાઈને  વાર્તા શરુ કરી  . એક વખત  એક માણસે  નાના  ગરાસીયા  દરબાર આગળ વાત કરી  . દરબાર એ કોઈ જાતી નથી  . જે જમીનનો માલિક હોય અને આ જમીનનો  કોઈ  કર વેરો  ભરવો ન પડતો એ બધાને દરબાર કહેવાય   .  માણસે દરબારને વાત કરીકે  બાપુ સીમમાં  ભરવાડનો દંગો છે  . એમાં હાલ એક ભાભો અને બે એના દીકાઓની વહુઓ છે  . અને ઘીના બે ડબા  ભરેલા પડ્યા છે જો બાપુ અડફ  થાતી હોય તો આંકડે  મધ જેવું છે   .તો બે ડબા  ઉપાડીને ઘરભેગા કરી લઈએ  રાતના બાપુ ઘોડે ચડીને ઉપડ્યા  બે માણસને સાથે લીધા  .  ઘોડી એક ઠેકાણે  ઉભી રાખી  બે જણને ઘોડી પાસે ઉભારાખ્યા   . અને બાપુ  ઘીના ડબા  લેવા ઉપડ્યા  જેવા પડાવ પાસે પહોંચ્યા  , અને ડોહો    સરેન્થો  લઈને ઉભો થયો અને  બાપુને  સોબડામાં   ઝીક્યો  . બાપુ જમીન ઉપર પડી ગયા   . અમne પડતા પડતા બોલ્યા  . એલા હું દરબાર છું  ,  . ડોહો  મારતો અટકી ગયો  ,  અને બોલ્યો  બાપુ  આજે કાળી રાતે  અમારું આંગણું  પવિત્ર  કર્યું   . બાપુ બોલ્યા  પવિતર  નથી કર્યું પણ અપવીતર  કર્યું છે આમ જો મારી ચોરણી  ભરાઈ રહી છે  . પણ તેદિના  બાપુ આંકડે  મધ લેવાનું ભૂલી ગયા હો  .

9 responses to “માર ખાવો પડે એવા જોખમી કામ કર્યાં .પણ માર માંથી બચી ગયેલો.

 1. kanakraval એપ્રિલ 16, 2015 પર 12:17 પી એમ(pm)

  સરસ. હવે ઘોઘાના વાણોતર કેમ જાવા જઈ આવ્યા અને ભેંશના દુધનો દુધપાક કેમ બનાવવો તે કેવા  શિખવાડિ ગ્યા એની વાત માંડો – કનક્ભાઈ 

 2. pragnaju એપ્રિલ 16, 2015 પર 12:28 પી એમ(pm)

  આતાજી
  નકામી વસ્તુઓ જેવીકે ઇલેક્ટ્રૉનિક સર્કિટ બોર્ડ અને બીજા પુરજાઓ, છાપાઓ, કલર પેન્સીલ ના ટુકડા ઓ, વપરાયેલા કાચના પ્યાલાઓ, ટેસ્ટ ટયૂબ વગેરે અનેક વસ્તુઓ છે જેમાંથી ઘરેણા બનાવી શકાય.! અહીં તો આવા લાકડાના દાગીના બનાવવાના વર્ગ ચાલે અને તેઓના બનાવેલ દાગીના મોંઘા ભાવે વેચાય.તમે આ અંગે લેખ લખશો અને સાથે ફોટા મૂકશો
  મધ માટે જોખમ લેતા બાળકો સાથે મધ ખાવાની મઝા કાંઇ ઔર જ ! હવે તો જુદા જુદા ફૂલો વાળા જુદા જુદા ગુણોવાળા મધ મળે.અહીંના બાળકોને ઍલર્જીની બીકે તકેદારી રાખવાનું કહે.!મધ સૌ ને ભાવે મધ ખાનાર એક પંખીનું નામ જ ‘હનીબર્ડ અને બીજો બાજ !
  બાજ સામાન્ય રીતે શિકારી પંખી છે, પણ તેને બીજા કોઈ ખોરાક કરતાં મધ બહુ જ ભાવે છે. આમાં, ગળપણ પસંદ કરવાની તેની સ્વાદેન્દ્રિયની શક્તિ કારણરૂપ હશે કે કેમ તે તો કોણ જાણે, પરંતુ શિકારીઓ અને વનેચર રખડુઓ કહે છે કે મધ મળે ત્યાં સુધી એ બીજા શિકારની પરવા ભાગ્યે જ કરે છે, અને મધ દેખીને તે પર અવાયો પડે છે.
  સહેજ પ્રશ્ન થાય કે પંખીને તો માખીઓ હેરાન કરી મૂકે; એ મધ ખાય કેવી રીતે ? પણ બાજને આ મુશ્કેલી નડતી નથી. મધ ખાવાની તેની એક વિશિષ્ટ રીત છે. ગમે તેવી ઘેરી ઘટામાંથી તેની ચકોર આંખ મધપૂડો શોધી કાઢે છે. પછી અત્યંત ચુપકીદીથી ત્યાં જઈને, તેની નજીકમાં નિરાંતે બેસીને ખાઈ શકાય એવી સારી જગ્યા શોધી તે પર બેસે છે અને ‘ડચ…’ કરતીકને ચાંચ મારી મધપૂડામાંથી એક લોચો ખેંચી કાઢે છે.
  પરંતુ એ ચાંચ મારવાની સાથોસાથ જ તે પોતાના શરીરનાં પીછાં એવી રીતે ફુલાવીને ગોટોમોટો બની જાય છે કે તેના શરીરની આસપાસ પીછાંનું એકસરખું પડ રચાઈ જાય છે. માખીઓ તે પર તૂટી પડે છે ખરી, પણ પીછાંનું પડ એવી ખૂબીથી રચાઈ જાય છે કે બે પીછાંની વચ્ચે પણ અંદર પેસવાનો ગાળો તેને મળતો નથી અને પીછાં પર તો તેના ડંખ કારગત થઈ જ શકતાં નથી. મધનો લોચો પકડેલું પોતાનું માથું પણ બાજ ઊંધું ઘાલીને પીછાંના એ ગોટામાં ખોસી દે છે અને એમ રહ્યેરહ્યે જ મોંમાં લીધેલો લોચો ખાવા ગળવા માંડે છે, તેની ચાંચ વાંકી ને પોપટની ચાંચ જેવી રચનાવાળી હોવાથી મધનો સારો એવો લોચો તોડી શકે છે. એ લોચો મધપૂડાનો આખો કટકો જ હોય છે. એમાં મધ પણ હોય, મીણ પણ હોય, માખીઓના ઈડાં અને બચ્ચાં પણ હોય અને સાથે આવી ગયેલી કોઈ માખી પણ હોય ! એ બધું જ બાજ ખાઈ જાય છે. માખીઓ ઝનૂનથી આ પીંછાના ગોટા પર તૂટી પડે છે, અને જેવી ઠીકઠીક સંખ્યામાં ત્યાં જમા થાય તેવો જ બાજ પોતાનું શરીર જોરથી ધ્રુજાવીને એવી તો ઝણઝણાટી બોલાવે છે કે બધી માખીઓ ભરરર… કરતીકને ઊડી જાય છે. આ પળે મધપૂડો પણ ખુલ્લો થઈ જાય છે અને બાજને તેમાંથી બીજું બચકું તોડી લેવાની તક મળે છે. ફરી લોચો ખેંચી કાઢીને તે ગોટોમોટો બની જાય છે અને માખીઓ બેસી રહેવા આવે તેટલી વારમાં તો કોળિયો પૂરો કરી ફરી પાછી પીંછાંની ઝણઝણાટી બોલાવીને માખીઓને ઉડાડી મૂકી ત્રીજો કોળિયો ઉખેડી લે છે. આમ, સામાન્ય કદનો એક સારો મધપૂડો તો પાએક કલાકમાં તો સાફ કરી નાખે છે અને ત્યાં મધવાળી ખાલી ડાળી અને નિષ્ફળપણે બણબણાટ કરી રહેલી માખીઓ સિવાય મધપૂડાનું નામનિશાન રહેતું નથી.
  બાજ સિવાય બીજા કોઈ પંખીના આ રીતે મધ ખાઈ શકવા વિશે શંકા છે, કેમકે કોઈએ હજુ જોયું નથી. માત્ર હિમાલયમાં ‘હનીબર્ડ’ નામનું પંખી થાય છે. એનો મધનો શોખ તો સુપ્રસિદ્ધ છે. બાજની મધ ખાવાની રીત ખરેખર નવાઈ ભરી છે. આ બાજ જે ‘Honey Buzzard’ નામથી ઓળખવામાં આવે છે, તે કદમાં પૂરો બે ફૂટનો, રંગે બદામી હોય છે.
  દૂધ પણ હવે ઝેરી થવા લાગ્યુ છે.ગાયનો ખોરાક અને દવાનો મારો દુધ પીનારને રોગી બનાવી શકે છે તેથી ઓર્ગેનીક દૂધ અથવા સોયા કે બદામનું દૂધ પીવાય ! બાકી બાળપણમા દુધપાકતો પીતા !!
  દરબારની વાર્તા રમુજી હોય છે.
  રમેશ પારેખ નું સૉનૅટ માણો
  મૂછો માથે માખો બણબણ કરી ખાય ચકરી
  ઠરે ત્યાં બાપુની નજર નકરી ખુન્નસભરી
  ‘કરી નાખું કુલ્લે ખતમ પણ શું થાય, જીતવા
  અરે આ માંખો જો મરદ હત, તો દેત ન જવા’
  -કહીને, ખંખેરે પગ પગથિયાંઓ ઊતરવા
  કરે બાપુ પસ્તાણું ગઢ પછવાડે મૂતરવા…..

  ત્વરાથી તાણે છે હડફ દઈ નાડી લટકતી
  પરંતુ ના છૂટે સજડબમ એ ગંઠનવતી
  વધે છે પેડૂફાટ ખણસ અને ગાંઠ ન ખૂલે
  થતા બાપુ રાતાચકળ પણ ના હાર કબૂલે
  અને ભીંતેથી તેગ તરત ખેંચીંગ લપકે
  વધેરે નાડી ‘ જે બહુચર’ કહી એક ઝટકે

  કહે : ‘ નાડીની યે ઘરવટ ગઈ હાથધરણે….
  ભરોસાની માને ભટવદરનો ભાંડ પરણે….!’

  • aataawaani એપ્રિલ 17, 2015 પર 3:01 એ એમ (am)

   પ્રિય પ્રજ્ઞા બેન
   મારી માળાઓ એક દિકરીએ વખાણી (મારી સગી દીકરી નહિ . મેં માની લીધેલી દીકરી )મારા ગામથી બે હજાર માઈલ દુર ગામે રહેતી દીકરી બહુ નિ : સ્વાર્થી છે . મેં એને મારે ઘરે આવવા પ્લેનની ટીકીટ આપવાની ઓફર કરી એણે જવાબ આપ્યો કે હું મારી અનુકુળતાએ હું તમારે ઘરે આવીશ હું ટીકીટ ભાડું ખર્ચી શકું એમ છું .
   ઘણા વખત સુધી હું એનો સંપર્ક નોતો સાધી શક્યો એટલે એણે મારા કુશળ સમાચાર પૂછવા મારા ખાસ પાડોશી મિત્રને ફોન કર્યો મિત્રે કીધું તે બગીચામાં ખોદકામ કરે છે . અને બિયાંની લાકડાની માળાઓ બનાવે છે . એણે મિત્રને કીધું .એને કહેજો મારા માટે એ એક માળા મોકલે આ માળાને હું મારા કીમતી દાગીનાની બોક્ષમાં રાખીશ , અને જ્યારે હું એના જેવડી ઉમરની થઈશ . અને મને આળસ આવશે ત્યારે હું આ માળાથી પ્રેરણા લઈશ .
   પ્રજ્ઞા બેન એક માળા મેં કોફીના કાચા દાણાની બનાવી અને મિત્રને આપી . આ માળા બનાવવી બહુ અઘરી છે . આ બીમાં વિંધા પાડવા બહુ અઘરાં છે .

   • pragnaju એપ્રિલ 17, 2015 પર 5:02 એ એમ (am)

    મને નાનપણથી આ ભજન ખૂબ ગમે
    આજ રે કાનુડે વ્હાલે અમશું અંતર કીધાં રે,
    રાધિકાનો હાર હરિએ રૂકમિણીને દીધો રે……આજ રે કાનુડે
    શેરીએ શેરીએ સાદ પડાવી, ઘેર ઘેર હું તો જોતી રે
    રૂકમિણીની ડોકે મેં તો ઓળખ્યા મારા મોતી રે…..આજ રે કાનુડે
    રાધાજી અતિ ક્રોધે ભરાણાં નયણે નીર ન માય રે,
    આપોને હરિ હાર જ મારો નહીં તો જીવડૉ જાશે રે…..આજ રે કાનુડે
    અને આ પંક્તી આવે ત્યારે આંખ ભીની થાય…
    થાળ ભરી શગ મોતી મંગાવ્યા, અણ વીંધ્યા પરોવ્યા રે,
    નરસૈંયાના નાથ હરિએ, રૂઠ્યા રાધાજી મનાવ્યાં રે.
    રૂઠયા રાધાજી મનાવ્યા….
    ત્યારે ચિંતન થાય કે અણ વીંધ્યા પરોવ્યા રે,
    આપનો અભિપ્રાય આપશોજી
    અને આ શગ પર અમારી દીકરી યામિનીએ નાટક લખ્યો તેને પહેલું ઇનામ મળ્યુ !

    • aataawaani એપ્રિલ 17, 2015 પર 8:57 એ એમ (am)

     પ્રિય પ્રજ્ઞા બેન
     આ રાસડો વાંચવા આપવા બદલ તમારો તો આભાર માનું છું .પણ સાથે સાથે લોક ગીતોના જાદુગર ગુજરાતી ભાષાના આદિ કવિ અતિ નમ્ર નરસિંહ મહેતાનો પણ હું આભાર માનું છું .પોતાને એ પોતાના તોછડા નામે રજુ કરે છે “નરસયો ” નરસિહ બાપો કે નરસિંહ ભગત તરીકે નહિ . અમારી બાજુ જુના વખતમાં તોછડા નામે બોલાવાતા કૃષ્ણ નું અપભ્રંશ કરસન કર્યું . એને પણ સીધી રીતે કરસન કહીને નો બોલાવે કરસનીયો ક્હે મણી હોય તો મણકી કહે જોકે હવે ભાઈ અને બેનનાં પ્રત્યય લાગી ગયા છે . તોપણ જુના માણસો તોછડી ભાષા વાપરે છે . એક દેશીંગાનો 85 વરસનો માણસ સુરતમાં એના દિકરા સાથે રહે છે . ગામ સગપણે હું એનો કાકો થાઉં મેં એને પૂછ્યું। અહી આપના ગામનો એક ફોજદાર છે . એનો ફોન નંબર ની તમને ખબર છે ? મને એ કહે ઈ સોકરો રમલાના દિકરાનો દિકરો સે . રણમલ ન કહેતા રમલો કીધો .
     ઊછળતા પ્રેમમાં વિંધા વગરના મોતીનો હાર પરોવ્યો છે એવું એને લાગ્યું હશે .

    • aataawaani એપ્રિલ 17, 2015 પર 9:01 એ એમ (am)

     બેન યામીનીએ પહેલું ઇનામ મેળવ્યા બદલ  મારા તરફથી  ઘણી શાબાશી Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

     From: આતાવાણી To: hemataata2001@yahoo.com Sent: Friday, April 17, 2015 5:02 AM Subject: [આતાવાણી] Comment: “માર ખાવો પડે એવા જોખમી કામ કર્યાં .પણ માર માંથી બચી ગયેલો.” #yiv9126652073 a:hover {color:red;}#yiv9126652073 a {text-decoration:none;color:#0088cc;}#yiv9126652073 a.yiv9126652073primaryactionlink:link, #yiv9126652073 a.yiv9126652073primaryactionlink:visited {background-color:#2585B2;color:#fff;}#yiv9126652073 a.yiv9126652073primaryactionlink:hover, #yiv9126652073 a.yiv9126652073primaryactionlink:active {background-color:#11729E;color:#fff;}#yiv9126652073 WordPress.com | | |

 3. પ્રેમપરખંદા એપ્રિલ 16, 2015 પર 8:17 પી એમ(pm)

  મામાની વાડીએ ચીકુડીનાં ઝાડનાં મધપુડા નીચે ધુવાડો કરીને પછી ત્યા જ નીચે ગોદડા ઓઢી જાવાનાં એવું નક્કી કરીને હું અને મામાનાં દિકરા, ભાણીયા સહીત ૭-૮ જણાની ટોળકીએ મધ પાડવાનો પ્રોગ્રામ બનાવ્યો.
  બે જણા ગોદડામાં ના આવી શક્યા.
  રાતે વાડીએ પેડા બનાવવાનો પ્લાન કર્યો. સીધુ સામાન લઈને ૧૫ જણાની ટોળી ખેતર ગઈ, હું પણ હતો. પેડા બનાવનાર અમારા કંદોઈનો નાનોભાઈ કુકો. કુકાએ પેડા નાં બદલે બોર્નવિટા બનાવી નાખ્યું એ પણ કઠણ પાણા જેવું.

  • aataawaani એપ્રિલ 16, 2015 પર 8:35 પી એમ(pm)

   જુવાનીને અમસ્તી દીવાની નથી કીધી . મૂર્ખાઈ ભરેલા કામો કરવાનું સુજે આંધ્ડુંકીયા સાહસ કરવાનું સુજે જો ખરું પુછોતો એજ જુવાનીની મજા હોય છે .

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: