સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 149,348 મહેમાનો
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચય
- મળવા જેવા માણસ – સુધીર ગાંધી ફેબ્રુવારી 23, 2023
- અનુરાધા ભગવતી ઓગસ્ટ 8, 2022
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker જુલાઇ 29, 2022
Join 144 other subscribers
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
‘લોકોના હજામ છે’
યાદ
હજામ ઘા રુઝવવાનું પણ કામ કરતા તેથી ગાંયજો પણ કહે!
તેની વાતુ
…..અમારા ગામનો બાલુ હજામ બે પૈસામાં હજામત કરે. વાળ કાપવાના બે આના. નાના છોકરાનો અડધો ચાર્જ. ઝાઝુંઝાખરું તો મહિનો પૂરો થયે ચારઆઠ આના સામટા અપાય. વારપરબે સુખડી મીઠાઈ, ખભે ચામડાની ‘ધોપટી’-એમાં બધો સરંજામ ભરેલો હોય. વાળ કાપવાનાં મશીન, અસ્તરા, કાતર, દાંતિયો, કોપરેલ તેલની શીશી, અરીસો, નખ કાપવાની નેરણી, પાણી માટે ટીનની વાટકી,શેવિંગ બ્રશ, સનલાઈટ સાબુની ગોટી, ફટકડીનો કટકો અને વાળ ઝીલવા માટે ગળે બાંધવાનો લાલ કટકો…. એવો એનો અસબાબ જોવામાં મને ખૂબ મજા પડતી.
હજામને કોઈ અડે નહિ. હજામત કરાવીને તરત નહાવું પડે. ચહાનો ટાઈમ હોય તો બાલુને ચહા મળે, પણ એ માટે એને પોતાનો પિત્તળનો વાટકો ભેળો રાખવો પડે . ‘કલીનશેવ’નો એ વખતે બિલકુલ રિવાજ નહિ. બધા મૂછ રાખે, મૂછના કટ નોખનોખા, ક્યાંક ભૂલથી કાતર ફરી જાય એ બીકે, કે પછી આદતના જોરે, ચાલુ વાળ કાપતી વખતે ચોટલી પકડી રાખતો, વાળ કપાઈ રહે એટલે નેરણીથી નખ કાપી આપે. બહુ લાંબા વાળ કોઈ ખાસ ના રખાવે. એવા શોખીનો ‘દિ ઊઠેલ’માં ખપતા.
…………….તેની વાર્તા ૧
રાજાનો હજામ પણ ચાલાક હોય છે
એક દીવસે બાદશાહ કચેરી ભરીને બેઠો હતો. પણ કેટલીક વાર સુધી કાંઇ પણ શબ્દોનો ઉચ્ચાર કર્યા વગર એક ટસે જોયા કરતો હતો. તે જોઇ તમામ કચેરી અજાયબીમાં ડુબી ગઇ હતી તે જાણી શાહે એક કાગળ કાઢી દરબારીઓને પુછ્યું કે, ‘આ ઉ છે કે જુ છે. કચેરી તેનો નીર્ણય કરી શકી નહીં. એટલે હજામે ઉઠી તે શબ્દ જોઇ કહ્યું કે, ‘ હજુર ! જુ નથી પણ ઉ છે. જો જુ હોત તો હાલ્યા ચાલ્યા વગર રહેત નહીં.’ આ સાંભળી સભા ખડખડ હસી પડી.
૨ એક વખત એક હજામને બીરબલે કહ્યું કે, ‘તમે બહુ સારા કારીગર છો એમ મારા સાંભળવામાં આવ્યું છે . માટે જો તમે મારી હજામત સારી બનાવશો તો હું કાંઇક તમને આપીશ. બીરબલના આ વચનો સાંભળી હજામ તો બહુ જ ખુશી થઇ ગયો કે કાંઇક તે શું વસ્તુ છે? એમ વીચારી ખુશી થતો હજામ હજામત કરવા બેઠો, અને જેટલી પોતાનામાં કારીગરી હતી તેટલી અજમાવી. તેથી બીરબલે પણ ખુશી થઇ એક રૂપીઓ હજામને આપવા માંડ્યો એટલે હજામે કહ્યું કે, ‘આપનો કરાર શું હતો ? એક રૂપીઆનો હતો કે હું કાંઇક આપીશનો હતો ? માટે મને એ રૂપીઓ જોઇતો નથી,’ હજામની અકલ જોવા માટે બીરબલે કહ્યું કે, “લે ત્યારે આ બે રૂપીઆ.’ અકલના બુઠા અને અંધ પાશળીઆ હજામે તે બે રૂપીઆ ન લેતા પાછા ફેંકી દઇ ને કહ્યું કે, ‘ મારે રૂપીઆની સરત નહોતી ફક્ત કાંઇકની જરૂર છે માટે તેજ આપો!’ હજામનો આવો હઠ જોઇને શઠે શાઠ્ય સમાચરેત એ પ્રમાણને ધ્યાનમાં લઇને, હજામ ન જાણી શકે તેવી રીતે એક પાણીના ભરેલા ઘડામાં બે રૂપીઆ નાખી દીધા અને થોડીવાર પછી તે હજામને કહ્યું કે, ‘ પહેલા ઘડામાંથી પાણીનો ગ્લાસ ભરી લાવ.’ હજામ તે ઘડામાંથી જેવો પાણીનો ગ્લાસ ભરવા જાય છે તેવો તેમાં અવાજ થયો એટલે ઘડામાં નજર કરી જોતાં બોલ્યો કે, ‘બીરબલજી ! આમાં તો કાંઇક પડેલું છે.’ હજામનો આ સવાલ સાંભળીને બીરબલે હજામને પુછ્યું કે, એક કાંઇક છે કે બે?’ હજામે કહ્યું કે, ‘દીવાન સાહેબ ! બે છે.’ બીરબલે કહ્યું કે, ત્યારે તું તે લઇ લે.’ આવો હુકમ થતા જ હજામે તે પાણીના ઘડામાં હાથ નાખી બહાર કહાડી જોયું તો બે રૂપીઆ જણાયા. બાદ બીરબલ ગુસ્સે થઇ કહ્યું કે, ‘અલ્યા બેવકુફ ! મેં એક કામીક આપવાની સરત કરી હતી કે બેની? છતાં તે બે કાંઇક ઘડામાંથી કેમ કહાડી લીધા?’ આવો પ્રશ્ન સાંભળતાં જ હજામ ગભરાઈ ગયો અને પોતાનીજ જબાનથી પોતે બંધાઈ ગયો જેથી મુંગે મોઢે પોતાનો રસ્તો લીધો.
બોધ કથા
જંગલમાં તપ તપતા એક બાવાજીના માથામાં પુષ્કળ જૂ થઈ ગઈ. ખૂબ ચટકા ભરે. બાવાજી માથું ખંજવાળવા જોરથી હાથ ફેરવે તો પાંચપંદર જૂ મરી જાય. પોતાની વેદના કરતાંય આ જૂ મોટી સંખ્યામાં મરી જતી હોવાથી બાવાજી દુ:ખીદુ:ખી થઈ ગયા. અવારનવાર પોતાના દર્શને આવતા એક ભક્તને બાવાજીએ કહ્યું : ‘ભાઈ ! શહેરમાંથી એક સારા હજામને બોલાવી લાવ. માથા પરના બધા વાળ મારે ઉતરાવી નાખવા છે.’
બીજે દિવસે પેલો ભક્ત હજામને લઈને બાવાજી પાસે આવ્યો. બાવાજીએ હજામને કહ્યું, ‘ભાઈ ! વાળ તું એવી કાળજીથી કાપ કે જેથી માથામાં રહેલી એક પણ જૂ મરે નહિ.’ હજામ દયાળુ હતો. જૂથી ખદબદી ઊઠેલા બાવાજીના માથાનો એકએક વાળ હજામે કાળજીથી કાપવા માંડ્યો. તમામ વાળોને ઉતારતાં પૂરા સાત કલાક લાગ્યા; પણ બાવાજીના અને હજામના એ બન્નેના આનંદનો પાર નહોતો; કારણ કે તમામ જૂ બચી ગઈ હતી ! હજામની વાળ કાપવાની આવડતથી પ્રસન્ન થયેલા બાવાજીએ હજામને પોતાની ઝૂંપડીમાં આવવા કહ્યું. હજામ બાવાજીની સાથે ઝૂંપડીમાં ગયો. બાવાજીએ એક ડબ્બી ઉઠાવી પછી હજામને કહ્યું, ‘બેટા ! જીવો પ્રત્યેની તારી દયા જોઈને હું તારા પર ખૂબ પ્રસન્ન થઈ ગયો છું. વરસોથી મારી પાસે પડેલો પારસમણિ ‘કોને આપવો ?’ એની મને મૂંઝવણ હતી પણ મને લાગે છે કે આ પારસમણિને લાયક તું છે. માટે લે બેટા ! આ પારસમણિ ! લોખંડને અડાડીશ એટલે તુર્ત જ એ લોખંડ સોનામાં રૂપાંતરિત થઈ જશે !’ આમ કહી બાવાજીએ ડબ્બી ખોલીને તેમાં રહેલો પારસમણિ હજામના હાથમાં મૂક્યો. હજામ તો બાવાજીની આ ઉદારતા જોઈને ગદગદ થઈ ગયો. આંખમાં આંસુ સાથે બાવાજીના પગમાં પડી ગયો. અને બાવાજીના આશીર્વાદ લઈને પોતાના ઘર તરફ આવવા નીકળ્યો.
મનમાં આનંદનો પાર નથી. કેટલી મામૂલી સેવાનું કેટલું ઊંચું ફળ મળ્યું ! સીધો આવ્યો પોતાની દુકાને. હૅર કટિંગ સલૂનમાં પડેલાં તમામ લોખંડનાં સાધનોને પારસમણિ અડાડ્યો. તમામ સાધનો સોનાનાં થઈ ગયાં. બીજે દિવસે દુકાનની બહાર મોટા અક્ષરે પાટિયું લગાવ્યું : ‘આ સલૂનમાં તમારા વાળ કપાવવા તથા હજામત કરાવવા જરૂર પધારો; કારણ કે અમે સોનાના અસ્ત્રાથી તમારી હજામત કરી આપીશું અને વાળ પણ સોનાની કાતરથી કાપી
આપીશું !’
બિચારો હજામ ! પારસમણિ જેવો પારસમણિ મળ્યો તોય રહ્યો તો હજામ જ ! ટનનાં ટન લોખંડને સોનામાં ફેરવી દે તેવી પ્રચંડ તાકાત ધરાવતા પારસમણિનો ઉપયોગ કર્યો તેણે કાતર અને અસ્ત્રાને સોનામાં ફેરવી નાખવામાં ! હજામની મૂર્ખાઈ પર આપણને હસવું આવે છે. પણ આપણે હજામ કરતાંય વધુ મૂર્ખાઈ કરી રહ્યા હોઈએ તેવું નથી લાગતું ? વર્તમાનકાળમાં આપણને મળેલી એકએક સામગ્રી પારસમણિ કરતાંય વધુ તાકાતવાળી છે. પારસમણિ વધુમાં વધુ આ જન્મમાં કામ લાગે અને તેય માત્ર સંપત્તિ જ આપી શકે. પણ રોગોને અટકાવવાની, મોતમાં સમાધિ આપવાની, પરલોકમાં સદગતિઓની પરંપર સર્જવાની તેની કોઈ જ તાકાત નહિ. જ્યારે ધર્મસામગ્રીઓથી યુક્ત આ માનવજન્મની તાકાત કેટલી ? અનંતાનંત કાળથી ચાલતા આત્માના સંસારના પરિભ્રમણને સ્થગિત કરી દેવાની તેની તાકાત છે. દુર્ગતિઓને એ તાળાં લગાવી શકે છે. સદગતિઓના દરવાજા તે ખોલી આપે છે. મોતને મહોત્સવમય તે બનાવી શકે છે. રોગને કર્મક્ષયનું પ્રબળ કારણ તે બનાવી શકે છે. સંપત્તિઓના ઢેરના ઢેર વચ્ચે તેને અદ્દભુત સ્વસ્થતા તે અર્પી શકે છે. ટૂંકમાં કહીએ તો આત્માના આલોક અને પરલોક એ બંનેને સુવર્ણમય બનાવી દેવાની તેની પ્રચંડ તાકાત છે. પારસમણિ કરતાંય પ્રચંડ તાકાતવાળા આ જન્મને પામીને આપણે તેનો ઉપયોગ શેમાં કરીએ છીએ એ શાન્ત ચિત્તે વિચારવા જેવું છે.
સંગીતકાર
સંગીતકાર કુટુંબીના એક હજામે તેમાં સુધારા કર્યાં અને શરણાઈ બનાવી. આને શાહ ના દરબારમાં વગાડાઈ અને તેને હજામ (નાઈ) દ્વારા બનાવાઈ તેની યાદ ગિરીમાં તેનું નામ શહેનાઈ (શરણાઈ) પડ્યું. અમુક અન્ય કથા અનુસાર શરણાઈ (શહેનાઈ).
દલિત અધિકાર: આ જોડણીકોશ સાર્થ છે કે અનર્થ ?
– સાર્થ જોડણીકોશમાં ; હજામ એટલે નકામો માણસ;
અને થયો હોબાળો
રમુજ
એક રસ્તા પર ડોકટર આગળને દર્દી તેમની પાછળ દોડી રહ્યો હતો. લોકોએ પૂછ્યું કે શું થયું ડોકટર?
ડોકટર: આવુ ચોથી વાર બન્યુ છે કે આ દર્દી મગજનું ઓપરેશન કરાવવાને બહાને વાળ કપાવીને જતો રહે છે
રાજાનો હજામ પણ ચાલાક હોય છે
………………………………………..
પ્રિય પ્રજ્ઞા બેન
તમે હજામની વાત ખરી જગાવી . બહુજ વાંચવાની મજા આવી . તમે મને હજામની જોક જેવી વાત યાદ અપાવી .
અમારી બાજુ ના ગામડામાં હજામને વાણંદ કહે છે . ગુજરાતમાં ગાયન્જો પંજાબમાં રાજા કહે છે .ખેડૂતો જે ખેત પેદાશ થાય એમાં વાણંદ ને આપે પણ વાણંદ ને ઘરે હજામત કરાવવા જવું પડે . પણ કેટલાક ખેડૂતો વાણંદ ને પોતાને ઘરે બોલાવે બદલામાં એને ખુબ ખેત પેદાશ માંથી ખુબ આપે અને એની હજામત સાબુ ચોપડીને સારી રીતે કરે . એક વખત સુરેશ જાની જેવા ખેડૂતે વાણંદને કીધું એલા તું આતાની હજામત તો સાબુ ચોપડીને સારી રીતે કરે છે અને મારી હજામત તું ફક્ત પાણી ચોપડીનેજ કરે છે એમ કેમ ? વાણંદ બોલ્યો આતા મને બાર મહીને ઘણું અનાજ આપે છે અને હોળી દિવાળીએ લાપસીમાં ખુબ ઘી નાખીને આપે છે . સુરેશ જાની કહે હું પણ એનાથી વિશેષ આપીશ પણ તું મારે ઘરે આવીને હજામત કરતો જાજે વાણંદ ક્યે ભલે એક દિવસ સુરેશની હજામત કરવા વાણંદ એને ઘરે ગયો . પણ સાબુ લેતા ભૂલી ગયો . ચાલાક વાણંદ અસ્ત્રાની ધાર કાઢવા માટેની લંબ ચોરસ પથરી હોય એ પાણીના વાટકામાં બોળીને વાળ ઉપર ચોપડીને . . હજામત કરવા મંડી ગયો સુરેશે પૂછ્યું એલા આમાં ફીણ કાં વળે નહિ ? વાણંદ બોલ્યો આ સાબુ વિલાયતી બહુ મોંઘો સાબુ છે એમાં ફીણ વળે અને ગંધારા વેળા નો થાય .
આતા, હવે તો આપે ઘણો મરી મસાલો એકત્ર કરી દીધો.એડિટ થઈને રેડી થાય પછી આખી ઈ-બુક મોકલી આપીશ. દેશીંગા સાથે આતા પણ અમર !
મારા અતિ પ્રિય ઉત્સાહી જુવાન રીતેશ
હું કેટલો ભાગ્ય શાળી છું કે પરમેશ્વરે મારા માટે તારા જેવો ઉત્સાહી ,તરવરીયો જુવાન મિત્ર મોકલ્યો . કયો અલંકારી શબ્દ તારા અને પરમેશ્વર નાં આભાર માટે હું વાપરું ?
પ્રિય રીતેશ આજે મારો જન્મ દિવસ છે .એપ્રિલ 15 2015 મિત્રો માટે મેં એક ગજલ બનાવી છે જે सबको मालुम है मै शराबी नही ” इस ढंग से आप गा सकते हो . सबका कहना है मुझको जीना पड़ेगा कमसे कम सोएक सालतो जीना पड़ेगा …. सबका १ इसीलिए में कसरत करता रहता हुँ तंदुरस्ती के साथ मुझे जीना पड़ेगा …… सबका। . Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.
From: આતાવાણી To: hemataata2001@yahoo.com Sent: Wednesday, April 15, 2015 1:23 AM Subject: [આતાવાણી] Comment: “ત્રણ દંપતી દેશીંગામાં નવાં વસવા આવેલાં હતાં . તેઓ ક્યાંથી આવેલાં હતાં તે બાબત કોઈને કશી ખબર નોતી .” #yiv4981970519 a:hover {color:red;}#yiv4981970519 a {text-decoration:none;color:#0088cc;}#yiv4981970519 a.yiv4981970519primaryactionlink:link, #yiv4981970519 a.yiv4981970519primaryactionlink:visited {background-color:#2585B2;color:#fff;}#yiv4981970519 a.yiv4981970519primaryactionlink:hover, #yiv4981970519 a.yiv4981970519primaryactionlink:active {background-color:#11729E;color:#fff;}#yiv4981970519 WordPress.com | | |
કમ્પ્યુટર બરાબર કામ નોતું કરતું એટલે ગજલ અધુરી રહી ગએલી . જે હવે લખું છું આશા રાખું કે એ બરાબર મળી જાય य़े गजल आप “सबको मालुम है में शराबी नही “इस कदर आप गा सकते हो . सबका कहना है मुझको जीना पड़ेगा कमसे कम सोएक साल तो जीना पड़ेगा। ….sbka १ इसीलिए में कसरत करता रहता हुँ तंदुरस्ती के साथ मुझे जीना पड़ेगा … सबका ।२ मिर्च मसाला खाना छोड़ दिया है पेट अच्छा रखकर जीना पड़ेगा। ….sbka Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.
From: આતાવાણી To: hemataata2001@yahoo.com Sent: Wednesday, April 15, 2015 1:23 AM Subject: [આતાવાણી] Comment: “ત્રણ દંપતી દેશીંગામાં નવાં વસવા આવેલાં હતાં . તેઓ ક્યાંથી આવેલાં હતાં તે બાબત કોઈને કશી ખબર નોતી .” #yiv4981970519 a:hover {color:red;}#yiv4981970519 a {text-decoration:none;color:#0088cc;}#yiv4981970519 a.yiv4981970519primaryactionlink:link, #yiv4981970519 a.yiv4981970519primaryactionlink:visited {background-color:#2585B2;color:#fff;}#yiv4981970519 a.yiv4981970519primaryactionlink:hover, #yiv4981970519 a.yiv4981970519primaryactionlink:active {background-color:#11729E;color:#fff;}#yiv4981970519 WordPress.com | | |
ठन्डे पानीसे स्नान में करता रहता हूँ चमड़ी मजबूत रख कर जीना पड़ेगा। … सबका ४ मेरे यारोकी उल्फ़त मिलती रहती है “आता बापूको ” सो साल जिन पड़ेगा … सबका ५ Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.
From: આતાવાણી To: hemataata2001@yahoo.com Sent: Wednesday, April 15, 2015 1:23 AM Subject: [આતાવાણી] Comment: “ત્રણ દંપતી દેશીંગામાં નવાં વસવા આવેલાં હતાં . તેઓ ક્યાંથી આવેલાં હતાં તે બાબત કોઈને કશી ખબર નોતી .” #yiv8850863416 a:hover {color:red;}#yiv8850863416 a {text-decoration:none;color:#0088cc;}#yiv8850863416 a.yiv8850863416primaryactionlink:link, #yiv8850863416 a.yiv8850863416primaryactionlink:visited {background-color:#2585B2;color:#fff;}#yiv8850863416 a.yiv8850863416primaryactionlink:hover, #yiv8850863416 a.yiv8850863416primaryactionlink:active {background-color:#11729E;color:#fff;}#yiv8850863416 WordPress.com | | |
Aata,
Amany happy returns of the year !! God may give you long anf helathy life !!