દેશીંગાના દરબાર મુજફ્ફ્ર્ખાન બાપુ અને ભોજા બાપા ક્ન્ડોરીયા વચ્ચે પાકી દોસ્તી ભોજાબાપા પહેલાં દેશીંગાના પટેલ હતા. દરબારી નિયમ એવો કે જે ગામનો પટેલ હોય તેણે વેઠ ન કરવી પડે .પણ દરબારને ખેત પેદાશમાં જે ઉપજ થાય એમાંથી બીજા ખેડૂતોની માફક ચોથો ભાગ આપવો પડે , ઉપરાંત વેરો ભરવો પડે .વખત જતાં ભોજા બાપાએ પટલાય છોડી દીધેલી પછી બાપુએ એને પોતાને કમ્પની આપવા પોતાની જોડે રાખેલા એટલે ભોજા બાપાને બાપુએ વેઠ્માંથી મુક્તિ આપેલી . દરભારગઢની જે ડેલી હતી તેમાં વચ્ચે બે ગાડાં સાથે જઈશકે એટલો પહોળો રસ્તો હતો . અને રસ્તાની બન્ને બાજુ પાન ફીટ જેટલા ઊંચા ઓટા હતા. એમાં જમણી બાજુના ઓટા ઉપર બાપુની બેઠક હતી .અને ડાબી બાજુના ઓટા ઉપર ભોજા બાપાની બેઠક અને ભોજાબાપાની બેઠક પછી પોલીસ પટેલનું બેઠું ટેબલ અને નાનકડો કબાટ . કબાટમાં પોલીસ પટેલના રજીસ્ટરો અને થોડે દુર મોટા લાકડાની વજન દાર હડ એટલે વિશાળ બાવળના થડને વચ્ચેથી ચીરીને બે ભાગ કર્યા હોય અનિમા માણસના પગની પીંડી માંડ આવે એવા ત્રણ કે ચાર કાણાં પાડેલા હોય ,આ હડ ને એક બાજુ મજાગરાથી જોડેલી હોય એટલે ઉઘાડ ભીડ થઇ શકે અને બીજી બાજુ મજબુત સાંકળ હોય . ગુન્હેગારનો એક પગ હડ માં ઘાલી હડ ને બંધ કરી તાળું લગાવી અને તેની કુંચી પોલીસ પટેલ પોતાના ખિસ્સામાં રાખે . ભોજાબાપા ચા , બીડી . અને હોકો પીએ . પણ કસુંબો ન પીએ . પોલીસ પટેલ તે વખતે મારા બાપા હતા . બાપા તમાકુ ખાતા એટલે તમાકુ સિવાય બાપાને બીજું કોઈ વ્યસન નહિ . પણ બાપુ ચા , કાવો . કસુંબો અને હોકાના પુરા બન્ધાણી . ગીગા ખમીસા નામનો સંધી બાપુ માટે કસુંબો બનાવી આપે . કસુંબો બનાવવા માટે ખરલમાં જયારે અફીણ ઘૂંટાતું હોય ત્યારે કસરક ભૂટાક કસરક ભૂટાક એવો અવાજ આવતો હોય . બારોટો હોય એ અફીણનાં અને એના કસુમ્બાના ભારે વખાણ કરે જ્યારે દાયરો બરાબર જામ્યો હોય . કેવા વખાણ ? चिडियाँ जो पीवे तो उड़ मारे बाजकु , गद्दा जो पीवे तो मारे गजराजकु ,कुत्ता जो पीवे तो काटे वनराजकु और रांका जो पीवे तो ठोकर मारे ताजकु। બાપુ માટે કાવો અને ચા જીવા ભાઈ વાણંદ બનાવી આપે . બાપુના બે પગ ભાંગેલા હતા . એટલે તેઓ લાક્ડાની ઘોડીથી ચાલતા . ભોજા બાપા અને બાપુના વાર્તાલાપની એક ઝલક भोजा पटेल मेरी ज्वनिमे एक दिन में सरडियाकी सीम में चला गया शिकार करने वहा साले भाट दरबारूने मेरेकु पकड़ लिया और थोरकी मजबूत वाड वाले वाडेमे मेरेकु पुर दिया . फिर मैंने क्या किया छुरीसे वाड को काटके छिंडा करके में भाग आया . एक दिन फिर सरडियाकी सिममे शिकार करने चला गया . और फिर साले भाटूने मेरेकु पकड़ लिया . और उन्होंने मेरेकु मार डालनेका नक्की किया . और शुक्र है अल्लाह्का की एक बड़ा भाट दरबारने कहाकि उसको ज़िंदा छोडो और उसकी दोनों टाँगे तोड़ डालो और सालने मेरी दोनों टाँगे तोड़ डाली . પછી ભોજા બાપા ટૂંકો જવાબ આપે એ હા બાપુ હા ઈ ભાટ લોકુનો ભરોસો નહિ . ઈટો પભુનો પાડ માનો કે તમને જીવતા છોડ્યા . આ ભોજા બાપા દેશીંગાના ઇતિહાસમાં રસ ધરાવનાર માલદે કન્ડોરીયાના ગ્રેટ ગ્રાન્ડ ફાધર કાના ભાઈના બાપા બાપુએ ગામના ઘણા લોકોના નામ પાડેલા એક ગોવિંદભાઈ કેસુર હતા એનું નામ ગોવિંદ જમાલ પાડેલું . જમાલ અરબી શબ્દ છે એનો અર્થ સૌ ન્દર્ય થાય છે ગામમાં બે અરશી બાપા હતા . એમાં એક શરીરે જળ હતા અને બીજા દુબળા પાતળા હતા એટલે એક નું નામ અરશી જાડો અને બીજાનું નામ અરશી દુબળો રુઘો કરીને એક છોકરો હતો આ રુઘાના અહિંસક સિધ્ધાંત વિષે મેં મારા બ્લોગમાં લખ્યું છે . આ રુઘાનું નામ ટીટો પાડેલું , અરશી અરબી શબ્દ છે જેનો અર્થ થાય છે . સ્વર્ગમાં રહેનાર દેવતા મારું નામ બકો પાડેલું . હું બાપુને બહુ ગમતો ચણાના ઓળા . ઘઉં બાજરો જાર નો પોક જ્યારે દરબાર ગઢમાં આવે ત્યારે અચૂક મને તેડાવે . બકાના અર્થની હવે મને ખબર પડી કે તેનો અર્થ અમૃત થાય છે બકા શબ્દ ફારસી ભાષાનો છે .
Like this:
Like Loading...
Related
ઘણી મજા આવે છે. સોરઠી સંસ્કૃતિની વાતોથી હું તો તદ્દન અજાણ. આતા મને ઘણું જાણવા શીખવા મળૅ છે.
પ્રિય પ્રવીણ કાન્ત શાસ્ત્રી ભાઈ
મારી આવી સોરઠનાં ગામડાની વાતો મારા જેવા ગામડિયા પાસેથી તમારા જેવા ઉત્તમ લેખકને વાંચવી ગમે છે . એથી વિશેષ મને બીજું શું જોઈએ . તમે જે મોજ કરવો છો એ મારા માટે ઘડપણ ભગાડવાની રામબાણ ઔશધિ માનું છું .
વાહ અમરત આતા.
પ્રેમ પરખ નાર
તમને મારા લખાણો ગમે છી એથી હું ખુશ થાઉં છું।
“મારું નામ બકો પાડેલું … બકાના અર્થની હવે મને ખબર પડી કે તેનો અર્થ અમૃત થાય છે બકા શબ્દ ફારસી ભાષાનો છે ”
અંગ્રેજીમાં બકા લખીને ગૂગલ પર સર્ચ કરી જોયું. નવાઈ વચ્ચે જાપાનીસ લેંગ્વેજમાં પણ બકા શબ્દ છે અને તેનો અર્થ થાય ઇડિયટ, સ્ટુપિડ અર્થાત મૂર્ખ. શક્ય છે તેનો ઉચ્ચાર જાપાનીઝ બાકાય કરતાં હોય. પણ બકા શબ્દની ઉત્પત્તિ જાપાનમાં તો બીજી વ્યક્તિને મૂરખ કહેવા માટે જ થઈ, પણ ગુજરાતી બકાની ઉત્પત્તિ જરા લાગણીસભર છે.
બંગાળીમાંય બોકા શબ્દ છે. તેનો અર્થ મૂરખ થાય. બકો ગુજરાતના દરેક ઘરમાં જડી આવે. જાપાનીઝ અર્થ પ્રમાણે નહીં માની લેવાનું. કારણ કે આમ તો આ લાડનું નામ છે, જે માતાઓ પ્રેમથી પોતાના બાળક માટે વાપરતી આવી છે. ક્યારેક છોકરીઓનેય બકા કહી દેવામાં આવે છે. બકાનો અર્થ તે છતાંય આજે ય આપણા સૌના મનમાં જાપાનીઝ કેમ થાય છે !
જાહેરાતોમાં લખ્યું કે જો બકા ટ્રાફિક રુલ્સ નહીં તોડવાના. જો બકા વાહન તો યોગ્ય રીતે જ પાર્ક કરવાનું. આપણામાં રહેલા બકાઓ સમજતા જ નથી. એટલે જો બકા કચરો કચરાપેટીમાં જ નાખવાનો. એવી જાહેરાતોય કરવી પડી. શક્ય છે .વાત સાચી, તકલીફ તો રહેવાની જ. બકાને કશું સમજાશે નહીં જ, પછી તે ગમે તેટલો મોટો કેમ ન થાય….બ… બકાને બીજાઓને બકા કહેવામાં એટલો આનંદ આવે કે તેને રાતોરાત પ્રસિદ્ધ કરી દીધો સોશ્યલ મિડિયાએ. માર્ક ઝુકરબર્ગે ય કદાચ પૂછ્યું હશે કે વ્હુ ઇઝ ધિસ બકા ? મારે તેને મળવું છે.બકાનો અતિરેક કેટલો કે મને બકા સિવાય કોઇ વિષય સૂઝ્યો જ નહી.
બકા વિશે વિચારતાં છેલ્લે એક જ્ઞાન લાધ્યું તે એ કે બકો આસપાસ, અત્રતત્ર, સર્વત્ર છે. ને બકાને લાગે છે કે તેને કોઇ જોતું નથી. જાણતું નથી. ને પોતે જ બહુ બુદ્ધિશાળી છે, વ્યવહારજ્ઞાની છે. ..બકાના સર્જક કૌશલ ગજ્જર કહે છે કે કોઇપણ લોકોપયોગી સુચનોને સરળતાથી સાદી ભાષામાં અને ગમ્મત સાથે લોકો સુધી પહોંચાડવામાં બકો-બકુડી અને ભુરો આજે ખુબ ઉપયોગી થઇ ગયા છે.
યાદ આવે અમારા વડીલ બકાને સંભળાવતા
સાચવીને ચાલવાનું જો બકા,
મોજથી પણ મ્હાલવાનું હોં બકા!
જીવવાનું સાવ દુષ્કર હો ભલે,
આપવાની મોતને પણ ખો બકા.
આપણો તો છે ખજાનો જોમ નિજ,
સાવ નાની વાતમાં ના રો બકા.
હોય ખિસ્સા જો ગરમ જલસા કરો,
હાથ ખાલી હો, દિગંબર તો બકા.
ખાઈ લો છો બે તમાચા ગાલ પર,
પણ કસી ત્રીજા તમાચે દો બકા.
સાવ ખુલ્લું, સાવ ચોખ્ખું રાખવું,
દિલ ચહે જોવા ધરી દો લો બકા.
પ્રિય પ્રજ્ઞા બેન તમારી કોમેન્ટોથી ઘણું જાણવા મળે છે . ગુજરાતી માતાઓને પોતાના દીકરાને લાડમાં બકો કહેતા મેં સાંભળ્યું છે .
પ્રિય પ્રજ્ઞા બેન
ખાલી ભલે ખિસ્સા હોય તો દિગંબર થઈને રહેવું .પણ કોઈ પાસે ભીખ માગવા નો જવું બકા
મજા નુ !!!આતા જી,
પ્રિય મૌલિક રામી ભાઈ
તમને મારું લખાણ ગમ્યું એ જાણી હું ઘણો ખુશી થયો .