આજથી લગભગ 80 વરસ પહેલાનાં દેશીંગા ના માણસોની માનવતા ની ઝલક

swasticaDSCN0959

હેમકુંવર  બેનને  ધવડાવીને   મુરી કાકીએ જીવત દાન આપ્યું  એ વાત આપે વાંચી છે  .એવીજ વાત હું આપને વાંચવા આપું છું  .  દેશીંગા નો ઈતિહાસ લખવા માટે મને ઉત્સાહિત  કરનાર નો જશ શ્રી માલદે કન્ડોરીયા  કે જેનો જન્મ દેશીંગામાં  થયો છે  . અને બીજા શ્રી સુરેશ જાની કે જેનો જન્મ  અમદાવાદમાં થયો છે  .એને  ફાળે જાય છે  .
પણ સૌથી  વધુ યશભાગી શ્રી રીતેશ  કે જે ઓ  અરબ દેશ કતારના  દોહા  શહેરમાં વસે છે   . તેઓ દેશીંગા નો ઈતિહાસ  બને  એમાં  વધુ  રસ લ્યે છે   . એમના કહેવાથી હું  દેશીંગા વિષે વધુ  માહિતી લખું છું  .
દેશીંગાના  ચોરાનો જીર્ણોધ્ધાર   કરનાર તરીકે  જેનું નામ  બોલાય છે  . તે  સ્વ  .પોપટલાલ ધરમશી  માટલીયા   કે જે જૈન ધર્મી છે   .તેની બેન  સુવાવડ કરવા માટે  માવતરને ઘરે  દેશીંગા આવી   .  સમેસુતરે દિકરાનો જન્મ થયો   . દિકરો જ્યારે પંદર દિવસનો થયો ત્યારે  માનું અકાળે મૃત્યુ થયું  . આજ અરસામાં પોપટલાલ ભાઈની વહુને પણ દીકરાનો જન્મ થએલો.
તે તુર્તજ  માં વિહોણા દિકરાને સ્તન પાન કરાવવા મંડી ગઈ   . પુષ્કળ  જંક ફૂડ ખાનારી  કેટલીક અમેરિકામાં વસ્તી  સ્ત્રીઓને  ધાવણ  ઓછું આવવાના કારણે અથવા  પોતાની જુવાનીને આંચ ન આવે  એટલા માટે  બાળકને  બજારુ બેબી ફૂડ ખવરાવવું  પડે છે   . પણ સાદો અને પોષ્ટિ ક    ખોરાક  ખાનારને   બાળક ધરાઈ રહ્યા પછી  પણ દૂધ વહી જતું હોય છે  .
પોપટલાલ ભાઈની વહુએ  પોતાના અને પોતાની નણંદનાં  દિકરાને પોતાનું સ્તનપાન કરાવી  ઉછેરીને મોટા કરી દીધા. હાલ પોતાનો દિકરો પ્રભુદાસ  રાજકોટમાં  ધંધો  કરેછે અને નણંદનો  દિકરો કોચીનમાં રહે છે   . તે મોટો બીજ્નીસ મેં છે  .
દેશીંગાના એક અભણ  ગરીબ  ખેડૂતની માનવતાની  એક વાત લખું છું  . આ વાત પણ સિત્તેર વરસ કરતા વધુ સમયની છે  .
રૂડી મા લુહાર  મજુર તરીકે  ખેડૂતના ખેતરમાં કાલાં વીણવા ગયા   . કાલાં એટલે કપાસનું  પાકીને સુકાઈ ગએલું ફળ કે જેને હાથ વતી તોડીને કપાસ કાઢવાનો હોય છે  .
કાલા  વીણતાં વીણતાં  રુડીમાનું સોનાનું ડુલ (કાનમાં પહેરવાનું ઘરેણું ) નીકળી પડ્યું  અને અને અદૃશ્ય  થઇ ગયું  .  ડુલ ગોતવા માટે ખુબ મહેનત કરવા છતાં  ડુલ મળ્યું નહિ  .

આ કાલાં ખેડૂત પાસેથી વેપારી ખરીદે અને પછી તેને  માણસો પાસે ફોલાવીને કપાસ કઢાવે  એક મણ કપાસ કાઢવાના  બબ્બે ચાર  આના મજુરી આપે  .  સ્ત્રીઓ બહુ વહેલી ઉઠીને  કાલાં ફોલવા પહોંચી જાય  મારી મા બહુ વહેલી ઉઠીને  રસોઈ કરીને  થોડુક જમીને કાલા ફોલવા ઉપડી જાય   . કાલાનાં મોટા ઢગલા માંથી  સુંડલા ભરી ભરીને   કાલાં ફોલ્નારી બાઈઓને  મદદ કરવા માટે  મજુર હોય  એવા એક મજુર મકાભાઈ  બારિયા  હતા   . રૂડીમાનું ડુલ  કાલાં ભેગું ફરતું ફરતું  ઠેઠ વેપારીના કાલાના ઢગલા માં આવી પહોંચ્યું  .  રૂડીમાના ડુલ    ખોવાયાની વાત  આખા દેશીંગા ગામમાં વાયુ વેગે પ્રસરી ગએલી એટલે  ડુલ ખોવાયાની વાત  મકા ભાઈ પણ જાણતા  હતા   . કાલાના ટોપલા ભરતી વખતે મકાભાઈની  નજરે  ચડ્યું  .  મકા ભાઈએ  ડુલ લઇ લીધું અને સાચવીને પોતાની પાસે રાખ્યું   . અને પોતાનું કામ પૂરું કર્યા પછી   . મકા ભાઈ  ડુલ આપવા  રુડીમાને ઘરે ગયા  . અને રૂડી માને  ડુલ આપ્યું   . રુડીમાં  રાજીના રેડ થઇ ગયા અને  મકાભાઈને  ઇનામ આપવા ગયાં  , મકા ભાઈ કહે  મા મારે કંઈ નથી જોતું  .  એમ હોય તો તમે ભગવાનને  પ્રાર્થના ક્ર્જોકે  આવતે વરસ  મારા ખેતરમાં સારો પાક આપે  .
ભાઈ રિતેશને મારી વિનંતી છે કે  તું આ મારા લખાણની  વાત તારી આવડતનો ઉપયોગ કરી મઠારીને   દેશીંગાના  ઈતિહાસમાં  મુકતો જજે   .
नाम रह जाएगा  इंसान गुजर जाएगा

Advertisements

7 responses to “આજથી લગભગ 80 વરસ પહેલાનાં દેશીંગા ના માણસોની માનવતા ની ઝલક

 1. Vimala Gohil April 8, 2015 at 12:11 pm

  માનન્ય આતાજી,
  પાયલાગણ.
  માનવતા અને પ્રામાણિકતાની મહેક પ્રસારાવતો આપનો લેખ બહુ ગમ્યો.
  આપણા દેશના આવા ગ્રામ્ય સંસ્કારો ઍ દેશને જીવતો રાખ્યો છે. ભાઈ રિતેશ
  આપની વિનંતિનો જરૂર અમલ કરશે. ને ેવુ થાય ત્યારે ઍમનુ કામ અમારા સુધી જરૂર
  પહોંચાલશો ઍ અમારી વિનંતી.

 2. pragnaju April 8, 2015 at 1:46 pm

  નણંદનાં દિકરાને પોતાનું સ્તનપાન કરાવી..
  ધન્ય છે !
  અમે વિશ્વ સ્તનપાન સપ્તાહ ઉજવતા અને સ્તનપાન અંગે પ્રચાર કરતા. હજુ પ્રસંગ આવે ત્યારે પ્રચાર કરીએ છીએ.સ્તનપાન નવજાત શિશુની મુખ્ય આવશ્યકતા છે. નવજાત શિશુને પ્રથમ છ માસ માત્ર સ્તન પાન જ કરાવવુ જોઈએ. ઉપર થી આ સિવાય કોઈ પણ અન્ય પદાર્થ કે વસ્તુ કે પાણી પણ ન આપવા જોઈએ. વળી પ્રથમ બે વર્ષમાં શિશુનો શારીરીક અને ખાસ કરી માનસિક વિકાસ પણ ખૂબ ઝડપી રીતે થશે. આવા સમયે શિશુનું પોષણ યોગ્ય રીતે થાય તે ખૂબ જરુરી છે. સ્તનપાન આ તમામ જરુરીયાતો પ્રથમ છ માસ માટે પૂરી પાડે છે.ક્યારેક કોઇની સલાહ મુજબ પોતાના ધાવણની પૂર્તતા પર શંકા કરે છે. મુશ્કેલીની સાચી શરુઆત ત્યારે થાય છે જયારે આ નકારાત્મક વિચારો અને ચિંતાની અસરથી સ્તનમાં દૂધના ઉત્પાદન માટે જરુરી અંતઃસ્ત્રાવો નો મગજમાંથી સ્ત્રાવ ઘટી જાય છે અને ખરેખર દૂધનુ પ્રમાણ ઘટી જાય છે.બાળક જન્મ્યા પછીના થોડા સમયમાં સ્તન દ્વારા થોડું જાડું, પીળાશ પડતું દૂધ સ્ત્રવે છે જેને કોલોસ્ટ્રમ કહે છે.આ પ્રવાહી અતિશય ઉપયોગી છે.કોલોસ્‍ટ્રમક મા દુધ કરતાં વધારે પોષણરક્ષણ હોય છે કારણ કે એ વધારે પ્રોટીન, વધુ ચેપ- રોધક ગુણવતા ધરાવે છે જે શિશુના જન્‍મ પછી તરત લાગતા ચેપના જોખમ સામે રક્ષણ આપવા ખૂબ મહત્‍વ રહે છે.એમાં વિટામિન ‘એ’નું પ્રમાણ પણ ઉંચુ હોય છે.-
  તાજેતરના સમયમાં મોટાભાગની મહિલાઓ બાળકોને સ્તનપાન વધારે સમય સુધી કરાવતી નથી. વ્યાપક જાગૃતિ ઝુંબેશ અને તબીબોની સલાહ છતાં મહલાઓ સ્તનપાનમાં ખચકાટ અનુભવ કરી રહી છે.આપે લખ્યું તે પ્રમાણે
  મહિલાઓને તેમની ખૂબસુરતીની ચિંતા છતાવી રહી હોવાના અહેવાલ મળ્યા છે.
  અમને એક નિષ્ણાત તબીબ પાસે જાણવા મળ્યું કે સરોગસી દ્વારા બાળક મેળવનાર કે બાળકને દત્તક લેનાર મા બાળકને જન્મ આપી શકતી નથી, પરંતુ અડૉપ્ટિવ લૅક્ટેશન નામની પ્રોસેસની મદદથી તેને પોતાનું દૂધ તો પીવડાવી શકે છે.
  …………………………………………
  नाम रह जाएगा…
  जब नाम नहीं धा, तब भी हम थे है
  जब नाम मही रह जाएगा, तब भी हम होगे ।
  अभी भी रात सो जाते है तो नाम मिट जाता है-समाज भी मिट जाता है ।

 3. પ્રેમપરખંદા April 8, 2015 at 10:17 pm

  વાહ… આતા તથા પ્રજ્ઞાબહેન. આપના લખાણો વાંચ્યા વગર રહેવાતું જ નથી.

 4. રીતેશ મોકાસણા April 9, 2015 at 7:06 am

  આતા,
  આપના સુચન મુજબ મેં પહેલું ચેપ્ટર થોડું મોટું કર્યું છે. આ હેમકુંવર બેન વાળું ચેપ્ટર સોનામાં સુંગંધ ભળે તેવું સાબિત થશે. મેં મારા વિચાર અને લેખન સૂઝ પ્રમાણે લખ્યું છે. આપ તેને કાપકૂપ કે ઉમેરો કરીને વધુ આકર્ષક બનાવી શકો છો. તમે જે બ્લોગમાં લખો છો તે મને મોકલવાની જરૂર નથી. હું મારી રીતે ચેપ્ટર ઉમેરતો જઈશ.
  ખાસ તો સાચા યશભાગી તમેજ છો. આશા રાખું કે દેશીંગાના દરબારમાં બુક દશ દિવસમાં પૂરી થઇ જાય. પછી તમે એને પબ્લીશ કરવા માટે મોકલી શકો છો.
  વિમલાબેન ગોહિલ,
  બુક તૈયાર થશે એટલે આતા આપણે મોકલી દેશે. નહીતો મને તમારું ઇમેલ એડ્રેસ આપશો તો આતાની રાજા લઈને હું મોકલી આપીશ.

  • aataawaani April 9, 2015 at 10:42 am

   પ્રિય રીતેશ
   તું લખીશ એ બિલકુલ બરાબર હશે મારે એમાં સુધારો વધારો કરવાની જરૂર મને લગતી નથી .

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: