હેમકુંવર બેન નો ઈતિહાસ ,ભાગ્યેજ બીજાનો આવો ઈતિહાસ હશે .

Shri-symbol.svg2000px-Om.svgswastica હેમકુંવર  બેનનો જન્મ સપ્ટેમ્બર 13  , 1933   .દેશીંગામાં  થએલો  .અમારી બાજુ લગભગ બધી જ્ઞાતિઓમાં કન્યાના બાપને દહેજ આપવું પડે અને નક્કી કરેલા પૈસા આપે ત્યારે  વર કન્યાને લઈને ઘરે  આવી  શકે  આ જુના વખતની વાત છે  . મારી સગાઈ થઇ ત્યારે મારા બાપને ભાનુમતીના બાપને પૈસા આપવા પડેલા  .વધારે નહિ પણ લગ્નનો ખર્ચ નીકળે એટલા  પૈસા આપવા પડેલા   .એવી રીતે મારા બાપાએ  મારી બેન માટે બેનના સસરા પાસેથી પૈસા લીધેલા  પણ બહુ થોડા  .આ  પ્રમાણે પટેલની જ્ઞાતિમાં પણ પૈસા આપો તો કન્યા મળે કેટલીક વખત ખુબ પૈસા પણ આપવા પડે  .મારા કાકાના  સસરાને એક હજાર રૂપિયા આપવા પડેલા  .  ગુજરાતમાં  ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ   ની જ્ઞાતિમાં પણ કન્યાના બાપને ખુબ પૈસા આપવા પડે  . આ  સિવાય  ગુજરાતની બધી જ્ઞાતિઓમાં  કન્યાના બાપને વરના બાપને ખુબ પૈસા આપવા પડે  અને લગ્ન થયા પછી પણ  કન્યાના બાપ પાસે વસ્તુ અને પૈસાની માગની કરતી હોય છે  . અને કેટલીક વખત  માંગણી ન સંતોષવાના કારણે અભાગણી દીકરીને બાપડીને  આપઘાત કરવો પડે છે  . જે વિષે  આપણને  ઘણું સાંભળવા મળે છે  . હેમકુંવર   મારી નાની  બેન  એ જયારે છએક મહિનાની હતી ત્યારે મારી માં સખત બીમાર પડી ગઈ  ખાઈ શક્તિ નોતી  બહુ અશક્ત થઇ ગએલી  એને ધાવણ આવતું નહિ એટલે મારી બેનને  બકરીનું દૂધ પીવડાવવામાં આવતું પણ તેને દૂધ પચતું નહિ  . ખરું પુછોતો  એ દૂધ પીતીજ નહિ   , ગામડા ગામમાં માંદાની  ખબર અંતર પૂછવાનો બહુ રીવાજ એટલે માણસોથી ઘર ભરેલુંજ  હોય   . એક વખત મારા પડોશમાં   રહેતાં મારી મુરી કાકી   આહેર         ખબર  કાઢવા આવ્યાં આ વખતે બેનને મારાં નાની મારી બેનને દૂધ પીવડાવતાં હતાં પણ બેન દૂધ પીતી નોતી  રોતી હતી  . મુરીકાકીને મારી  બેન જેવડો  હરદાસ દીકરો હતો  , જે મુરીકાકી ને  છ દીકરીયું જન્મ્યા  પછી  હરદાસનો જન્મ થએલો  . મારી બેનની કરુણ હાલત જોઇને મુરીકાકીનું હૃદય  ભરાઈ આવ્યું   . એને મારી માને વાત કરીકે મામી  ગગીને હું ધવડાવતી જઈશ  એ કાળી રાતે પણ ભૂખી થાય તો  મારે ઘરે આવીને દીકરીને ધવડાવી જાય  .  મુરી કાકી મારી માને મામી કેમ કહેતા એની વાત પણ  જાણવા જેવી છે  . મારા દાદા પ્રેમજી બાપા  ચૌટા ગામમાં મેમણ  વેપારીને ત્યાં નોકરી કરવા જતા  અને  તેઓએ  જમવાનું અને રાત વાસો રહેવાનું  એક આહેરને ઘરે રાખેલું   . અને અઠવાડિયામાં  એકાદ દિવસ દેશીંગા આવે  મારા દાદાએ પોતાના ખર્ચ પૂરતા પૈસા આપવાની વાત  કરી  ત્યારે આહેર બોલ્યો  અમારા પૂર્વજોએ  કોઈએ ખાધુ નથી પણ  ખવડાવ્યું છે  . એટલે હું તમારી પાસેથી પૈસા લઈને   પાપમાં પડવા માગતો નથી  . મારા દાદાએ  યુક્તિ કરી  એને કીધું કે તારી પત્ની છે એ ને  આજથી મારી બેન હું ગણું છું માટે મારાથી બેનના ઘરનું  મફત નો ખવાય   . તો આયર બોલ્યો તો મારાથી પણ બ્રાહ્મણનું નો ખવાય   અને તમારા નીમીત્તનું ભગવાન  મને ખેતરમાં વધુ અનાજ આપશે  . આ એ આહેરની  દીકરી તે મારા બાપની બેન થઇ  અને એની દીકરી એ મારી મુરી કાકી  એ હિસાબે મારા બાપા અને મારા  કાકાઓને મુરીકાકી  મામા કહેતી અને ગામ સગપણે અમો છોકરાં મુરી કાકીને કાકી કહેતાં  . જેને ક્યે છે  , નિખાલસતા  , જેને ક્યે છે પ્રેમ ભાવ કુબાઓમાં   હશે પણ પાકા મકાનોમાં  અભાવ થોડા વખત પછી મારા બાપા પણ માંદા  પડી ગયા અને પથારી વશ થઇ ગયા  .મારી નાની અમારી સૌ ની સંભાળ રાખે મુરી કાકીએ જયારે  મારી બેનને ધવડાવવાની  વાત કરીતો મારી માએ  મુરીકાકીને કીધું  મુર્રી તારે છ દીકરીયું   ઉપર આવેલો દીકરો  એના ધાવણમાં  મારી દીકરી ક્યા ભાગ પડાવે ? એતો પછી ટેવાઈ જાહે  એને બકરીનું દૂધ  કોઠે પડી જશે  . મુરીકાકી કહે  મામી  મારે પુષ્કળ ધાવણ  છે હદલો ધાવીને ધરાય જાય  તોય ધાવણ હાલ્યું જતું હોય છે  . માટે કોઈ જાતની ચિંતા કર્યા સિવાય  દીકરીને જ્યારે ભૂખ લાગે ત્યારે  મારી પાસે હરીમામાં (મારા કાકા () આવીને ધવડાવી જશે  . વખત જતા  મારી માં સાજી થઇ ગઈ  દીકરીને પૂરી ધવડાવી શક્તિ હતી  . એક વખત મારી માં  મુરી કાકીને ઘરે ગયાં અને થોડા પૈસા આપવા ગયા  કેમકે મુરીકાકીને લીધે  મારી બેન જીવતી રહી હતી  . મુરી કાકી બોલ્યા  મામી મારે પૈસા નથી જોઈતા   ભગવાને  મને  દીકરીને બચાવવાની તક આપીને પુણ્ય કમાવવા દીધું હશે આ પુણ્ય હું પૈસા લઈને  ગુમાવવા માગતી નથી   .એવું બોલી મુરી કાકીએ પૈસા નો લીધા  ;આ બેન  આઠ દસ વરસની ઉમરની થઇ ગઈ  ગામના છોકરાંઓ સાથે સીમમાં  ગાયું ભેસોના છાણ મેળવવા  જાય  . ગાય ભેંસ પોદળો કરવાની તૈયારી કરતી હોય  ત્યારે જે છોકરાની નજર પડે ઈ છોકરું  એમ બોલે એ ઓલી રાતી ગાય પોદળો કરે છે એ પોદળો હું લઈશ  એવું બોલીને  પોતાનો હક્ક જાહેર કરી દ્યે   . આ બાબત  છોકરાંઓ વચ્ચે ઝગડા પણ થતા હોય  . એક વખત મારી બેન અને મનીયા વચ્ચે ઝઘડો થયો  .  છાણ લેવાની બાબતમાં  ,  બપોરે  પોત પોતાના છાણ નો  એક ઠેકાણે  ઢગલો કરી  સૌ સાથે ઘરે જમવા જાય  . જતા પહેલા  એવાં સોગંદ દઈને જાય કે જેકોઈ  મારા ઢગલામાંથી  છાણ  લઇ લેશે એને  ઘંટે શ્વર  હાથ ધોણું કરશે   મતલબકે  એને ઝાડા  થઇ જશે  .  મારી બેને મારી આગળ ફરિયાદ કરીકે  મનીયો મારા આડેથી છાણ લઇ ગયો છે  . મેં બેનને કીધું તું એના ઢગલામાંથી  એ જેટલું છાણ લઇ ગયો છે એટલું તું લઈલે  બેન કહે એ સમ દઈને ગયો છે એટલે હું છાણ નો લઉં  . બેને નાપાડી એટલે હું ખીજાણો અને  બેનને છાણ લઇ લેવા દબાણ કર્યું  , એટલે બેને છાણ તો લીધું પણ એને ખરેખર ઝાડા  થઇ ગએલા આ બેન ઉમર લાયક થઇ  લગ્ન થયાં સાસરે ગઈ  અને એના પતિ સાથે તામિલ નાડુ ગઈ    .અને ત્યાની તામિલ ભાષા  બોલતા શીખી   એના સંતાનોનો ત્યાં જન્મ થયો  .સંતાનો તામિલ સ્કુલમાં ભણવા બેઠાં તામિલ ભણ્યાં પણ ઘરમાં ગુજરાતી બોલાય એટલે ગુજરાતી આવડે પણ તામિલના લહેકાથી  ગુજરાતી બોલે મારી માં એ ગુજરાતી લખતા શીખવ્યું   . બેનનો મોટો દીકરો પોરબંદર રહેવા આવ્યો  અને પોરબંદરમાં પોતાનો ધંધો ચાલુ કર્યો  .પરણ્યો  એને બાલ.  ગોપાલ  . થયા  ,મારી બેનનો નાનો દીકરો અને બે દીકરીયું તામિલ નાડુ માંજ છે ,બેનનો મોટો દીકરો  પોરબંદર રહેતો હતો  . મારા બેન બનેવી એની સાથે  રહેવા આવ્યા  . પણ  દીકરાની વહુ સાથે ફાવ્યું નહિ   .એટલે બેને અને એની મોટી દીકરીએ મને વાત કરીકે મામા જો તમે  મદદ કરો તો  મારા માબાપ રાણાવાવમાં સ્વતંત્ર રહી શકે  . પછી  મેં મદદ કરવાનું ચાલુ કર્યું અને એ લોકો રાણાવાવમાં  એક સવદાસ ઓડે દરા  નામના  મેરના ઘરમાં રહેવા લાગ્યા   સવદાસ એની વહુ હીરી અને દીકરો માલદે અને દીકરી જ્યાં બધાં બહુ પ્રેમાળ એટલે મારા બેન બનેવીને ખુબ ગમતું  . મેં ત્યાં બેન્કમાં મારી બેનના  નામે ખાતું ખોલાવડાવ્યું, અને અહીંથી મોટી રકમ  મોકલી આપી અને બેનને કડક  સુચના આપીકે  આ પૈસા તુને મોકલ્યા છે  ,એ પૈસા માંથી  તારે તારા ખર્ચ માટે  જેટલા જોઈએ એટલા વાપરવાના  બાકીના પૈસામાંથી કોઈને એક પૈસો આપવાનો નથી  . એ પૈસા મારા છે અને તુને સાચવવા આપ્યા છે  તારા છોકરાઓ કોઈ માંગેતો એમાંથી  એક પૈસો આપવાનો નથી  એ પૈસા મામાના છે  . અને મારાથી તમને અપાય નહી  . બેત્રણ વરસ પછી એના મોટા દીકરાની વહુ  મરી ગઈ એટલે અને મારા બનેવી પણ મરી ગયા એટલે  મારી બેન એકલી થઇ ગઈ એટલે  મોટા   દીકરા  સાથે રહેવા માટે   પોરબંદર ગઈ   . ત્યાં મોટા દીકરાની વહુ બહુ સારી રીતે રાખતી હતી  . એક વખત મોટા દીકરાએ પોતાની દીકરીના  લગ્ન કરવા માટે મારી પાસે પૈસા માગ્યા  મેં તેને સમજાવ્યો કે  આટલી બધી મોટી રક્મ ખર્ચીને  તારે ફુલણજી  થવાની શી જરૂર છે  .  સાદાઈ થી  લગ્ન પતાવી નાખ  બેને પણ કીધું કે ભાઈ એને  પૈસા આપો   મેં એને એની માગણી  મુજબ   પૈસા મોકલી આપ્યા  .મેં મારી બેનને કીધું કે  તારી પાસે જે પૈસા જમા છે   , એમાંથી  તારા ખર્ચા સિવાય એક પૈસો કોઈને આપવાનો નથી  .  દીકરીના લગ્નમાં 80 માણસોના  કાફલાની રજવાડી જાન આવી   અને બહુ ધામધુમથી લગ્ન કર્યા “પારકે પૈસે વહેવાર કે કર લગ્ન બે વાર ” થોવખત પાછી દીકરાનો દીકરો  બેન માટે કટુ વચન બોલ્યો   બેન  થી  સહન નો થયું    . આ પહેલા બેન પાસેથી બધા પૈસા એના દીકરાએ  કઢાવી લીધા  . મારી સખત મનાઈ હોવા છતાં  દીકરા પ્રત્યેના પ્રેમે  બેને બધા પૈસા આપી દીધા અને ખાતું  બંધ કરાવી દીધેલું  . દીકરાના દીકરાના મેણાની મારી  મારી બેન એની નાની દીકરીને ઘરે  તામિલ નાડુ જતી રહી  અહી જમાઈ  ને  સાસુ   હું ખર્ચો આપતો હતો છતાં  ન પોસાણી  . પછી  તેના નાના દીકરાને ઘરે  નજીકમાંજ  તમિલ નાડુંમાં  ગઈ   , જયારે પોરબંદરમાં એના દીકરાના દીકરાનું કટુ વચન  ન સહન કરી શકવાને કારણે નાની દીકરીને ઘરે તામિલ નાડુ રહેવા જતી રહતી હતી  ત્યારે દીકરાએ  રોકાઈ જવા માટે કશો  પ્રયાસ કરેલો નહિ  .  પૈસા   તો  બેન પાસેથી કઢાવી લીધા હતા   . હવે મા  જાય તો બલા ગઈ  . નાના દીકરાની વહુને ન પોસાણી ખર્ચો હું આપતો હતો તે છતાં  પછી તે નજીકમાં રહેતી એની બીજી દીકરીને ત્યાં રહેવા ગઈ અહી પણ હું ખર્ચો આપ્તોજ હતો    . આ દીરીને ત્યાં પણ અમુક કારણ સર નથી ફાવતું એટલે એ રાણાવાવ  પહેલા રહેતી હતી  એ સ્વ્દાસ ભાઈને ઘરે રહેવા જશે એવો ફોન મને  બેનની દીકરીએ કર્યો। સુખોને વાસ્તે  ઘર ઘર ભટકવું છોડ દીવાના કોઈને ચૈન થી રહેવા  નહિ દ્યે લોક દુનિયાના

6 responses to “હેમકુંવર બેન નો ઈતિહાસ ,ભાગ્યેજ બીજાનો આવો ઈતિહાસ હશે .

  1. pragnaju એપ્રિલ 6, 2015 પર 3:27 પી એમ(pm)

    હેમકુંવર બેન જેવી જાજરમાન નારી જોયાનું યાદ
    જેને ક્યે છે , નિખાલસતા , જેને ક્યે છે પ્રેમ ભાવ
    કુબાઓમાં હશે પણ પાકા મકાનોમાં અભાવ…
    યાદ આવે
    છે.ગરીબો ના કુબા માં તેલ નું ટીપું ય દોહ્લ્યું
    અને શ્રીમંતો ની કબર પર ઘી ના દીવા થાય છે..
    ત્યારે અમારો કુબો પ્રજાપતિ પણ કુબામાં જ રહેતો એની વાત…
    ધરતી ઉપર કુબા નામનો પ્રજાપતિ ચાકડો ફેરવે છે. માટીના પીંડમાંથી અવનવા ઘાટ ઘડે છે. ધણી ધણીઆણી હક્કની કમાણી કરીને રોટલો રળી ખાઇ અલખને આરાધે છે. ઇશ્વરમાં એકાકાર થઇ જાય છે. કુબાજી આખા ગામમાં ભગત તરીકે ઓળખાય છે. સાધુ સંતને ઉતારો આપી સેવાચાકરી કરે છે. બે ટંક રોટલો આપી અતિથિ આવકારનો રૃડો ધર્મ પાળે છે.
    એક દિવસની વાત છે. ગામના પાદરમાં સાધુની જમાત આવી છે. ભેળા હાથી-ઘોડાનો મોટો રસાલો છે. સાધુઓ અને જોગીઓની જમાવટ છે. જમાતના મહંત ગામમાં ટેલ નાખે છે. એક ટંક ભોજન માટે કોઇ ભક્તની શોધ કરે છે, પણ કોઇ હા ભણતું નથી.
    જમાતના મહંત શેઠ, શાહુકાર અને દરબારની દોઢીએથી પાછા વળ્યા છે.
    કોઇએ સાધુની ઠેકડી કરી.
    ‘એ સાધુ મા’રાજ, ગામમાં કુબા ભગત વગર તમારી ભૂખને કોઇ ભાંગશે નહિ.’
    ‘કોણ કૂબા ભગત?’
    ‘ગામમાં કુબા ભગતનું નામ મોટું છે.એને આંગણેથી કોઇ ભૂખ્યું જતું નથી.’
    સાધુ તો ઊપડયા કુબા કુંભારને ફળીએ. જઇને જુએ છે તો કુબોજી ચાકડો ફેરવી રહ્યો છે. ઘેરથી માતાજી માટીના પિંડા દઇ રહ્યા છે.
    સંતોને આંગણે આવેલા જોઇને ભગતનું હૈયું હરખી ઊઠયું.
    મહંતે જાણ્યું કે આ તો ઠેકડી થઇ છે, પણ ભગતનો ભાવ ભારે છે એમ જાણી ભગતનું આંગણું ઉજાળ્યું.
    કુબાજીએ બે હાથ જોડી કહ્યું ઃ
    ‘બાપુ, શું સેવા કરું?
    ‘સેવા તો કંઇ નહિ, તારું નામ સાંભળીને આવ્યો હતો ભગત.’
    ‘તો પછી ભોજન લઇને જ પછી નિરાંતે જજો.’
    ‘ભગત, હું એકલો નથી. આખી જમાત છે!’
    કુબાજીએ કીરતારને યાદ કરીને કહ્યું ઃ
    ‘ભલે ને હોય, પંગત પાડશું.’
    કુબાજી ઊપડયા ગામમાં સીધુ- સામાન લેવા. બસો સાધુ-સંતોની જમાત. કુબાજી શેઠીઆની હાટડીએ ફરવા માંડયા પણ કોઇ દાદ દેતુ નથી, બાનાં બતાવે છે.
    આભને કંઇ દેખત થાંભલા થોડા છે. ધરમી-કરમીના ટેકે આભ ઝળુંબી રહ્યું છે.
    એક શેઠે કુબાજીની વાત સાંભળી. કુબાજીને કહ્યું ઃ
    ‘ભગત, બસો માણસનું સીધું તમને દીધું, પણ એક શરત!’
    કુબાજી હરખીને બોલ્યા ઃ
    ‘શેઠ, તમે કહો એ શરત મને કબૂલ છે. જો સાધુ-સંતો જમતા હોય તો તમે કહેશો તે કબૂલ છે.’
    ‘ભગત, શરત આકરી છે.’
    ‘તોય કબૂલ છે.’
    શેઠે વાણોતરને હુકમ કર્યો.
    ભગતને ઘેર બસો માણસનું સીધુ પુગાડો.
    ‘બોલો શેઠ, શું શરત છે?’
    ‘મારે એક કૂવો ગળાવવો છે. તે તમારે ગાળી આપવો પડશે.’
    ‘ભલે શેઠ.’
    કુબાજીએ સાધુ-સંતોને ભોજન આપ્યું. બીજા દિવસે ભગત અને માતાજી શેઠને ઘેર હાજર થયાં. શેઠે કૂવો ગાળવાની જગ્યા બતાવી.
    ભગત કૂવો ખોદવા લાગ્યા ને માતાજી માટી સારવા લાગ્યા.
    કૂવો ખોદાતો જાય છે ને ભગત ઊંડા ને ઊંડા ઉતરતા જાય છે. ભગતે માટી ભેગી કરી, એ માટીને બહાર નાખવા માતાજી કૂવામાં ઊતર્યા ત્યાં તો ઉપરથી ભેખડ પડી. ભગત ને માતાજી દટાઇ ગયાં. ગામમાં હાહાકાર થઇ ગયો. બંને જણા કૂવામાં ગારદ થઇ ગયાં. ગામ લોકોએ માટી કાઢવા માંડી પણ કંઇ આરો આવ્યો નહીં. આખરે સૌએ નક્કી કર્યું કે હવે કોઇ જીવતું નહિ હોય. આમેય ભગતે સમાધિ લીધી ગણાય.
    વાત ઉપર વર્ષો વીતી ગયાં. ધરતીના પડેપડ મળી ગયા. કૂવાનો ખાડો નિશાનીરૃપ રહી ગયો. ભગતવાળો કૂવો જાણીતો થયો.
    ગામને પાદરથી સંઘ નીકળ્યો. હરિકિર્તન અને ભજન, ગાતા ભાવિકોએ આ કૂવાવાળી જગ્યાએ પડાવ નાખ્યો. અધરાત થઇ ત્યાં તો સંઘ ઝબકીને જાગી ગયો.
    કરતાલને ઝાંઝ પખાજના અવાજ સંભળાણા. ભજનના સૂર જાણે ધરતીના પેટાળમાંથી પાણીની સરવાણી ફૂટે એમ ફૂટીને બહાર આવતા હતા. યાત્રાળુઓએ જઇને રાજાને વાત કરી. રાજએ કૂવો ખોદાવવો શરૃ કર્યો. માટી બહાર નીકળવા માંડી. કૂવોને તળીએ જઇને સૌએ જોયું તો ભગત અને માતાજી હરિકીર્તનમાં તલ્લીન છે. વિષ્ણુ ભગવાન એક સુંદર કમળના ફૂલ પર બિરાજમાન છે. ભગવાનની મૂર્તિ અચાનક અદ્રશ્ય થઇ ગઇ. રાજાએ ભક્ત દંપતીને બહાર કઢાવ્યાં.
    રાજાએ પાલખી મંગાવી સામૈયું કરી પધરામણી કરી. કુબાજીની ચરણરજ માથે ચઢાવી. કુબાજીની કીર્તિ આ બનાવ પછી દૂર દૂર ફેલાઇ હતી.
    તમે ઉર્દુ સાથે તામીલ પણ જાણો છો વાહ
    வாருங்கள்
    வணக்கம்!
    எப்படி இருக்கின்றீர்கள்
    …………………………………….
    உங்கள் உடல் விரைவாக குணம் அடையட்டும்
    બોલાય ઉન્ગલ ઉડાલ વિરાઇવાગા ગુનમ અડૈયતમ
    અર્થ તમે જલદી સારા થઇ જાવ

    • aataawaani એપ્રિલ 6, 2015 પર 6:18 પી એમ(pm)

      કુબા ભગતની વાર્તા જાણી મેં કુબાનું નામ લખ્યું .અને તમે કુબા વાર્તા લખી નાખી . વાહ પ્રજ્ઞા બેન તેજ બેન વાહ
      બેન મને તામિલ ભાષા આવડતી નથી . પણ હેમકુંવર બેન અને તેનો પરીવાર તામિલ બરાબર જાણે છે . . હું બે ચાર શબ્દો જાણું છું એ વાત સાચી। એક જોક જેવી પણ સાચી વાત કહું છું . તામિલમાં નાઈનો અર્થ કુતરો થાય છે . એક દિવસ મારી બેનને ઘરે તેના બાથ રૂમમાં એક તામિલ છોકરો સ્નાન કરતો હતો . એ છોકરાના કુટુંબ સાથે મારી બેનના કુટુંબને ઘર જેવો સબંધ . મારી બેનનો દીકરો નાવા માટે જતો હતો। બેને કીધું હમણા નો જતો રામન નાઈ છે . રામન નાહીને ભાર નીકળ્યા પછી મારી બેનને પગે લાગ્યો અને બોલ્યો , માં તમે મને કુતરો કેમ કીધો . પછી મારી બેને તેને અર્થ સમજાવ્યો . હું બેનને ઘરે ગએલો ત્યારે બેનને જેમ તામિલ આવડે એમ મને એના ભાઈને આવડતીજ હોય , એમ સમજીને મારી સાથે વાત કરવા મંડી જાય હું મૂંગો રહું એટલે એ બોલે તામિલ તરીમાં ? હું સમજ્યો કે આ હિન્દીમાં મને પૂછે છે કે તારી માં તમિલ છે ? પછી મારી બેને મને કીધું કે તામિલ તરીમા એટલે તમને તામિલ આવડે છે ? એવો અર્થ થાય એટલે તમને કોઈ પૂછે કે તામિલ તરીમાં એટલે તમારે કહેવું તામિલ તેરીયાદ એટલે મને તમિલ નથી આવડતી . તમને ખબર છે કે આખા યુરોપની ભાષાઓના અલ્ફા બેટ લગભગ સરખા હોય છે થોડોક ફેર ફાર હોય જ્યારે તામિલમાં ક ખ ગ ઘ બધા અક્ષરો માટે એકજ ક છે એવી રીતે ચ છ જ ઝ માટે એકજ ચ અક્ષર દ ને બદલે આ લોકો ધ બોલે છે લલીથા દાદા ને બદલે ધા ધા બોલે ઇંગ્લીશમાં ઘણી આંટીયુ કહેવાય મામી માસી ફઈ કાકી વગેરે તામિલમાં વધુ સ્પષ્ટતા મોટી બેન નાની બેન માટે જુદા શબ્દો
      એક ગીતની કડી તમને આપું
      અમેરિકા ખંડના અનેક દેશોની ભાષા લગભગ એકજ છે
      એકજ દેશ પણ અનેક ભાષાઓ ઈ ભારતની બલી હારી છે ….ઘર ઓફિસમાં સફળતા વાળી સર્વ જનોને પ્યારી છે .

  2. પ્રેમપરખંદા એપ્રિલ 6, 2015 પર 9:50 પી એમ(pm)

    લોહીનાં સગપણ ની આબરુ ક્યા જતી હશે.? માણસ આટલો સ્વાર્થી, આટલો આંધળો બની જાય.? બધી કર્મની પીડા.? બેનનાં દિકરા નહી ભોગવે.?

  3. pravinshastri એપ્રિલ 7, 2015 પર 2:50 પી એમ(pm)

    હું ખુબ નસીબદાર છું. મને મારી મોટી બહેન તરફથી માતૃતુલ્ય પ્રેમ મળ્યો છે. મારા ભાણેજો મારી પાસે જ ઉછર્યા છે અને આ લખું છું તે પણ ફ્લોરિડામાં મારા ભાણેજને ત્યાં જ બેસીને લખું છુ.

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: