ચોરી કરવી એ પણ એક જાતની કુશળતા છે અને જોખમ પણ છે .AC

આપને ખબર હશે કે  બ્રિટીશરોએ  ગુન્હેગાર જાતિઓ તરીકે જેને લેબલ મારેલું   એમાંના છારા  , કેકાડી  , વગેરે લોકો ચોરી કરવી એ પોતાનો જન્મ જાત ધંધો  સમજતા હોય છે જેમ  વસવાયાં  વગેરે સોની   ,લુહાર  , સુતાર  વગેરે લોકોનો   પોત પોતાનો ધંધો  એ જન્મ જાત હોય છે  .એક છારી  કોઈની  આગળ વાત કરતી હતી કે  સરકાર  ખેડૂત વગેરેને  પોતાનો ધંધો  કરતા અટકાવતી  નથી   . અને ફક્ત અમનેજ અમારો જે અમારા બાપ દાદાનો  ચોરીનો  ધંધો છે  . એ કેમ અમને નથી કરવા દેતા  .    આ વાત અમદાવાદ કોર્ટના  થતિ હતી અને મેં કાનો કાન સાંભળેલી   . હું જે આપની જાણ ખાતર વાત કરીશ એ જુના જમાનાની વાત છે  .અત્યારે  છારા ક્યાંના ક્યા  પહોંચી ગયા હશે।  હું અમદાવાદમાં નોકરી કરતો હતો ત્યારે  એક  હિંમતલાલ  ગંગારામ  રાઠોડ નામનો યુવક  વકીલ હતો  .  મગન  જીવા નામનો યુવક   ટીચર  હતો  અને શંકર શેરિયા નામના  છારાની વાઈફ  પણ ટીચર હતી  શંકર પોતે સરકારી સંસ્કાર કેન્દ્રમાં  પટાવાળો હતો  . શંકર  ફક્ત 12 વખત જેઈલમાં જઈ આવેલો હતો   . અમદાવાદ કુબેર નગર  પાસે  છારા લોકોની વસ્તી હતી  જે છારાનગર તરીકે ઓળખાતું એમાં  નવ ખોલી  ,   ફ્રિ કોલોની   વગેરે નામો વાળા વિભાગ હતા   . ગામડેથી ખેડૂતો શાક ભાજી  વગેરે વેચવા માટે  બળદ ગાડાં લઈને આવે  બહુ વહેલા મોટી  શાક માર્કેટમાં  પહોંચી જવું જોઈએ એટલે ઘરેથી બહુ વહેલું નીકળવું જોઈએ  . શાક ભાજી વેચાઈ  ગયા પછી   ઘરભણી આવવા પાછા  ફરે  આ વખતે  બળદને હાંકવા નો પડે  બળદ એની મેળે ધીમી ગતિએ  હાલ્યા  જતા હોય અને ખેડૂત   પૈસા ગાડામાં જ્યાં ત્યાં ઘાલી  પોતે  ઊંઘતો હોય  નરોડા રોડ  ઉપર ગાડું  હાલ્યું જાતું હોય આ વખતે  ત્રણ ચાર છારાની  ટુકડી આવે  . કોઈ  કોઈ ગાડું  આગળ પાછળ હોય  ,એમાં જે વધારે અટુલું ગાડું હોય એની પાસે છારા ગેંગ આવે    અને સાવધાની થી  ગાડામાં જોડેલા  બળદ માના  એકને  છોડી લ્યે  અને ગાડું ચાલુ રાખવા માટે એ બળદની જગ્યાએ  એક છારો ધોસરું પકડી ને   બળદ જોડે ચાલવા માંડે   . જ્યારે બળદને લઇ જનારા છારા  દુર નીકળી જાય  , એટલે  બળદ સાથે ચાલતો છારો ઘોંસરૂ   પડતું મુકીને ભાગવા માંડે  એટલે ગાડાં સાથે  જોડેલો બળદ ઉભો રહી જાય   . એટલે  ખેડૂત આંખો ચોળતો   જુવે તો એક બળદ ગાયબ  . બળદને લઈજનારા છારાનગરમાં  પહોંચી જઈને બળદનો તાત્કાલિક નિકાલ કરી નાખે અને  બળદનું માંસ  બીજા છારાઓ   વેચાતું  લઇ જાય  . અને થોડીકજ વારમાં બળદ  હતો ન હતો થઇ જાય   . અમુક   છારાની સ્ત્રીઓ   સાડીયો ચોરવામાં નિષ્ણાત હોય  મારે નામ નથી દેવું પણ આ લોકોને હું બરાબર ઓળખું છું  . છારીઓ સૌરાષ્ટ્રની ભાષા બોલે  ગરાસણીઓ જેવા ઘેર દાર ઘાઘરા  પહેર્યાં હોય  અને કાપડની દુકાનમાં ઘૂસે  એના મદદગાર પુરુષો  એટલામાં આડા અવળા  ઉભા હોય   ,દુકાનમાં ઘુસેલીઓ જોઇને વેપારી ખુશ ખુશ થઇ જાય એના મનમાં એવું માને કે આ ગરાસણીઓ સારો વેપાર કરાવશે છારીઓ  દુકાનદારને  કહે ભાઈ અમને સાડીઓ  દેખાડો  . અને વેપારી  વાણોતરને  હુકમ કરે   એય આમને સાડીઓ  દેખાડ  આટલું કહેતામાં તો વાણોતર  સાડીઓનો  એ  ઢગલો કરી દ્યે  એમાંથી  એક સાડી લઈને બે  સ્ત્રીઓ સદી ખલ્લી કરે વછે એક સ્ત્રી બેથી હોય એ ઉભી થઇ જાય અને ઢગલા માંથી  અનુકુળ પડે એટલા સાડીના તાકા લઈને  પોતાના  ઘેરદાર ઘાઘરા  ની અંદરના  સ્પેશીયલ બનાવેલા ખિસ્સામાં  ઘુસાડી દ્યે  એટલે સાડી ખોલીને ઉભેલી સ્ત્રીઓ   ખોલેલી સાડી  પડતી મુકીને બોલે  સાલી તુને એદ્કેય સાડી પસંદ ન પડી   તારા ભેગું કોઈદી આવવું ન જોઈએ   . એમ બોલીને દુકાન બહાર નીકળી જાય    અને ખૂણો ખાંચો જોઇને સાડીઓ પુરુષોને આપી દ્યે  . અને પાછળ વાણોતર  સાડીઓ  ગોઠવ્યા કરે  .

6 responses to “ચોરી કરવી એ પણ એક જાતની કુશળતા છે અને જોખમ પણ છે .AC

 1. pragnaju એપ્રિલ 5, 2015 પર 5:19 એ એમ (am)

  દુનીયામો ચોરી ચારે કોર
  વાલ્મોથી રતી ચોરે સોનીડો પણ ચોર ,
  ગજ કપડે ખીસું ચોરે દરજીડો પણ ચોર
  દુનીયમો ચોરી ચારે કોર ,
  વ્યાજની વાણીમાંથી મુદલ ચોરે ,શાહુકારો પણ ચોર
  તોલ માપ માં ઓછું તોલે વેપારી [ગાંધીડો ] પણ ચોર
  દુનીયામો ચોરી ચારે કોર
  વાત માં થી વાત ચોરે આ, કવીઓ લેખકો પણ ચોર
  ઘર્મોમાં ધાડ પાડી લક્ષ્મી ચોરે , સાધુ સંતો પણ ચોર
  દુનીયામો ચોરી ચારે કોર
  એકબીજાનો , રાજ ચોરે , અરે , રાજાઓ પણ ચોર
  રૈયત , રૂઠે , કર ચોરે , આ ,પ્રજા ,પણ છે ચોર
  દુનીયામાં ચોરી ચારે કોર
  માખણ ચોરે , મટકી ફોડે ,આ કનૈયો પણ ચોર
  દ્રોપદી ને વસ્ત્રો પૂરે ગોપીઓનાં વસ્ત્રો ચોરે,કાનજી ચોર
  દુનીયામાં ચોરી ચારે કોર

 2. પ્રેમપરખંદા એપ્રિલ 5, 2015 પર 8:35 એ એમ (am)

  પોસ્ટ અને કોમેન્ટ બંને જોરદાર.

 3. kanakraval એપ્રિલ 5, 2015 પર 10:59 એ એમ (am)

  આતો ઠીક પણ તેમાના કેટલાક યુવાનોએ નવી જીંદગી શરુ કરી તે વાતો પણ ઉમેરો.દા.ત., માનસીંગ છારા જેને તમે અને હું જાણિયે છીયે. તે બાપુ (રવિભાઈ) પાસે કેવો ચિત્રકાર થયો તે ઉમેરો -કનક્ભાઈ Visit  my father Kalaguru Ravishankar Raval’s  web site: http://ravishankarmraval.org/  

    From: આતાવાણી To: kanakr@yahoo.com Sent: Saturday, April 4, 2015 9:58 PM Subject: [New post] ચોરી કરવી એ પણ એક જાતની કુશળતા છે અને જોખમ પણ છે .AC #yiv3184366265 a:hover {color:red;}#yiv3184366265 a {text-decoration:none;color:#0088cc;}#yiv3184366265 a.yiv3184366265primaryactionlink:link, #yiv3184366265 a.yiv3184366265primaryactionlink:visited {background-color:#2585B2;color:#fff;}#yiv3184366265 a.yiv3184366265primaryactionlink:hover, #yiv3184366265 a.yiv3184366265primaryactionlink:active {background-color:#11729E;color:#fff;}#yiv3184366265 WordPress.com | aataawaani posted: “આપને ખબર હશે કે  બ્રિટીશરોએ  ગુન્હેગાર જાતિઓ તરીકે જેને લેબલ મારેલું   એમાંના છારા  , કેકાડી  , વગેરે લોકો ચોરી કરવી એ પોતાનો જન્મ જાત ધંધો  સમજતા હોય છે જેમ  વસવાયાં  વગેરે સોની   ,લુહાર  , સુતાર  વગેરે લોકોનો   પોત પોતાનો ધંધો  એ જન્મ જાત હોય છે  .એક છા” | |

  • aataawaani એપ્રિલ 5, 2015 પર 8:19 પી એમ(pm)

   છારાનગર પાસે સંસ્કાર કેન્દ્ર ચાલ્યું હતું એમાં છરાના છોકરા ભણતા હતા . શંકર શેરિય પટાવાળો હતો .તે 12 વખત જેઇલ્મા જી આવેલો તેને એક વખત સંસ્કાર કેન્દ્ર પાસેથી કીમતી વસ્તુ મળી એ એણે સંસ્કાર કેન્દ્રના હેડને સોંપી દીધેલી .
   એક પારુ ગુલાબ નામનો એક જમાનામાં છારાઓનો મુખી હતો એણે એક વખત એક ગુન્હેગારને ફાંસી આપી દીધેલી આ વાત જયારે છારા ભટકતું જીવન વિતાવતા ત્યારની વાત છે . એનો દીકરો જાલમો અને એની જૂની વાઈફના દીકરાએ એક માજીની પર્સ તફડાવેલી જેમાં પુષ્કળ દાગીના હતા .
   જાલ્માની નવી વાઈફનો દીકરો કિશન સંસ્કાર કેન્દ્રમાં ભણતો એને એક વખત ચાંદીનો કંદોરો મળ્યો એ કંદોરો એણે કેન્દ્રમાં સોપી દીધેલો .
   માનસિંહ નામનો એક છારો યુવક કલાગુરુ રવિશંકર રાવળ પાસે ચિત્ર કામ શીખતો અને કુશળ ચિત્રકાર બનેલો . નાનું કરસન નામના એક છારાની દીકરી સંસ્કૃત ભણતી
   આ નાનુએ જુનાગઢ નજીકના કોઈ ગામડાની ખેડૂતની દીકરીના ઘરેણા લઇ લીધેલા .એમાં એને સજા થયેલી .એની સાથે મારા કુટુંબી ભાઈનો ખાસ મિત્ર આલો ઓડેદારો જેલમાં હતો આલો મારો પણ મિત્ર હતો . આ નાનું કરિયાણાની દુકાન ચલાવતો .આલાના કુશળ સમાચાર નાનું મને ઘણી વાર પૂછતો .
   બચુ નામનો છારો કાપડની દુકાન ચલાવતો .
   છગ્નીયા ધનિયા નામનો છારો યુવાન એલીસબ્રીજ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતો પણ તે વખતના પો ઈ બારોટે તેને પોલીસ સ્ટેશન સિવાય બહાર નોકરી આપેલીજ નહિ . જોકે થોડા વખત પછી એણે નોકરી છોડી દીધેલી પછી તે છરા લોકોમાં આગળપડતો ભાગ લીધેલો અને જુનું નામ ભુસાઈ ગએલું અને છગન ધનજી થઇ ગએલું .આ કોમેન્ટ હું ડો . કનક રાવળે મને યાદી અપાવેલી એટલે લખી શક્યો છું .

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: