આજે એપ્રિલની પહેલી તારીખ છે .બે હજાર પંદરની સાલ છે .એપ્રિલ ફૂલ છે , અને ,મારી વાર્તા એપ્રિલ ફૂલ છે .

DSCN0127swastica

એક દિવસ હું   ઈજીપ્ત  ગએલો  .અને ત્યાં  કાહેરો શહેરના  બીચ  ઉપર  ફરતો હતો   . ઈજીપ્ત અરબ દેશ છે પણ સાઉદી અરેબિયા   , કુવૈત  જેવો સ્ત્રીઓ માટે  બુરખો પહેરવો  ફરજીયાત નથી  .સાઉદી અરેબિયામાં  ગમેતે દેશની સ્ત્રી હોય  કે ગમેતે ધર્મની હોય  તેણે બુરખો પહેરવો ફરજીયાત  હોય છે   . ઈજીપ્તમાં  ઘણા રશિયન લોકો વસે છે  . તેની સ્ત્રીઓ બીચ ઉપર નાગરવેલના  પાન જેવડી કોપિન પહેરીને ફરતી હોય છે   .કોપિન પણ દોરથી બાંધેલી હોય છે  કે જેથી કરી તેના શરીરનો વધુ ભાગ જોઈ શકાય   ,અને તેઓના સ્તન પણ બોરડીના પાન જેટલા  કપડાથી ઢાંકેલી હોય છે  .    ઈજીપ્તનો  હાલનો પ્રમુખ  લોક પ્રિય છે  .અને એને કારણે ઈજીપ્તમાં  શાંતિ છે અને  પ્રવાસીયો  આવે છે અને  ધંધા પણ ચાલે છે  .
હું બીચ ઉપર  સ્ત્રી સૌન્દર્ય  નિહાળતો  ટહેલતો હતો।  એટલામાં  મારી સાથે ફોટામાં છે  . એ યુવતી મળી   તે  જમૈકા  દેશની હતી  . તે અરબી ભાષા શીખવા માટે  મારા ગ્રાન્ડ સન ની જેમ  કાહેરો આવેલી હતી  . તે અરબી ભાષા  જાણતી હતી  . તેણે મારી સાથે  વાતો કરવાની શરુ કરી  પ્રથમ તેણે મારી દાઢી  મૂછના  વખાણ કર્યા  .અને એરીતે  બીજી પણ મારી પ્રશંશા કરી   .અને મને પૂછ્યું  તમે સિંગલ છો ખરું ? મેકીધું  તુને કેમ ખબર પડી કે હું સિંગલ  છું  . તો તે બોલી (હવે એ મારા માટે તુકારાત્મક શબ્દ વાપરવા માંડી  જેમ હું એના માટે  વાપરું છું) તું આ બીકીની  પહેરેલી છોકરીઓને  ધારી ધારીને  જુવે છે એ ઉપરથી તું   વાંઢો હોય એવું લાગ્યું  . હું પણ તારા જેવી વાંઢી છું  . હવે આપને બંને જો લગન કરી લઈએ તો  આપણને  વાંઢા મેણાંમાંથી  મુક્તિ મળે   . મેતેને કીધું  હું લગ્ન કરવાતો   માગતો નથી પણ  સ્ત્રીઓનો પડછાયો પણ લેવા માગતો નથી  .  મારી વાત સાંભળી તે બોલી   મારી ચામડીનો રંગ કાળો છે એટલા માટે  . તુને નફરત છે અને તું   એવી વાતો કરવા મંડી  ગયો કે હું સ્ત્રીઓનો પડછાયો પણ લેવા માગતો નથી   . એવું ગપ્પું ન માર  આ રશિયન ગોરી લલનાઓને તો તું  ઊંચા નીચો થઈને  બરાબર  જુવે છે  .  હવે  તું મારું કહ્યું માનીને  મારી સાથે પાકી દોસ્તી કરીલે  મારી સાથે લગ્ન નકર તો કંઈ નહિ  . હું  તારી સાથે તારે ઘરે આવવા માગું છું  . મેતેને કીધું મારું ઘર એવું અવ્યવસ્થિત  છેકે  તુને મારા ઘરમાં ઉભું રહેવું પણ નહિ ગમે  તે કહે હું તારું ઘર બરાબર  વ્યવસ્થિત  કરી આપીશ  મેકીધું મારો અતિ પ્રિય મિત્ર  સુરેશ જાની  મારે ઘરે આવેલો એ    મારી બુકો  , ઓઝારો   , વગેરે બધુંજ વ્યવસ્થિત કરી ગયો છે  . પણ મારી ડી વી ડી  વ્યવીસ્થિત  કરવાની જરૂર છે  . મારી વાત સંભાલીયા  પછી  તે બોલી  હં હવે ઢીલો પડ્યો   તારી ડી વી ડી અને તારી દાઢી પણ હું વ્યવસ્થિત કરી આપીશ  . પણ મને તું તારી સાથે લઈજા   . મેં એને બહુ નમૃતા પૂર્વક કીધું કે   હમણાં મારે ઘરે આવવાનું તું માંડી વાળ  કોઈ બીજી વખત વાત  એમ કહીને માંડ  બલામાંથી મુક્તિ મેળવી  . મારા મનમાં એક વાત બરાબર ઠસાઈ  ગઈ છેકે    .
हसीनोसे साहब सलामत  दूरकी  अच्छी
न उनसे दोस्ती अच्छी  न उनसे दुश्मनी  अच्छी

14 responses to “આજે એપ્રિલની પહેલી તારીખ છે .બે હજાર પંદરની સાલ છે .એપ્રિલ ફૂલ છે , અને ,મારી વાર્તા એપ્રિલ ફૂલ છે .

 1. પ્રેમપરખંદા એપ્રિલ 1, 2015 પર 9:25 પી એમ(pm)

  બંદી કા ઈરાદા નાપાક લગતા થા.. હાહાહાહાહાહાહાહાહાહાહાહાહા
  તમે ઢીલા પયડા આતા.

 2. Vinod R. Patel એપ્રિલ 1, 2015 પર 10:25 પી એમ(pm)

  આતાજી .આ સાચી લાગે એવી વાત્યું સાચી કે પછી એપ્રિલ ફૂલ બનાયા …….

  • aataawaani એપ્રિલ 2, 2015 પર 6:36 એ એમ (am)

   પ્રિય વિનોદભાઈ
   તમને આ મારી વાત સાચી હોય એવી લાગી . એને હું તમે મારી કદર કરી છે એવું માનું છું .
   બાકી વાર્તા પચાસ ટકા સાચી અને પચાસ ટકા એપ્રિલ ફૂલ

 3. pragnaju એપ્રિલ 2, 2015 પર 5:11 એ એમ (am)

  न दोस्ती से रहे और न दुश्मनी से रहे |
  सहर अंसारी की संपूर्ण ग़ज़ल रेखता पर.

 4. pravinshastri એપ્રિલ 2, 2015 પર 8:59 એ એમ (am)

  જો યુવાની જાળવવી હોય તો આતાની જેમ બીચ દૃષ્ટિ કેળવવી જૉઈએ.

 5. મૌલિક રામી એપ્રિલ 3, 2015 પર 7:25 પી એમ(pm)

  આભાર sir મારા બ્લોગ પર કૉમેંટ કરવા બદલ.આ લેખ વાંચ્યા પછી હુ પણ તમને જણાવું કે હુ મૌલિક એક 29 વર્ષ નો સંગીત ના વ્યવસાય સાથે જોડાયેલા નાનો છોકરો જ છુ..તમારા બ્લોગ પર પ્રથમ વખત આવ્યો.બીજી એક વાત જણાવું sir કે તમારી વાર્તા ઓ ની સાથે સાથે તમે આપેલા કૉમેંટ્સ ના જવાબ ની પણ અનેરી મજા છે. ઘણુ શીખવા નુ છે આપ પાસે થી.,આશિર્વાદ આપજો.

 6. સંવેદનાની સફર એપ્રિલ 5, 2015 પર 4:37 એ એમ (am)

  ભલે અપ્રિલ ફુલ બનાવ્યા… પણ તમારી વિચારસરણી ને દાદ… ને લલના ની સામે હારી ના જવાના ધન્યવાદ…

 7. nabhakashdeep એપ્રિલ 11, 2015 પર 5:40 પી એમ(pm)

  નવા જમાનાનો રંગ એપ્રીલ ફૂલ જેવો જ મજેદાર ને ચટાકેદાર…કોણ કોને એપ્રીલ ફૂલ બનાવે છે, એતો આદરણીય આતાજી જાણે! ખૂબ જ મૌલિક ને વાસ્તવિકતાથી ભરપૂર..અમે પણ બીચ પર ફરીએ..પણ આંખો મીચી..એટલે આવું લખેલું વાંચીએ ,ત્યારે માણીએ. આપના પ્રતિભાવો અમને આનંદે ઝુલાવે છે..દાદાજી

  રમેશ પટેલ(આકાશદીપ)

  • aataawaani એપ્રિલ 11, 2015 પર 8:24 પી એમ(pm)

   ઘણી ખમ્મા રમેશભાઈ પટેલ (આકાશના ઝગ મગતા દીવડા )( મેં ભાઈ શ્રી વિપુલ દેસાઈને રીપ્લાય કર્યું છે . તે જરા વાન્ચીજવા હું આપને ભલામણ કરું છું .અને એ મેં તમને લખ્યું છે એમ માની લેજો .

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: