જમીયાલશાહ દાતારના દર્શન કરવા ગીરનાર ચડ્યા ,અને પગથીયા વગર ઉતારવા ગયા અને ભૂલા પડ્યા…

2000px-Om.svgswastica

બીલખા આનંદાશ્રમ ના વિદ્યાર્થીઓને  વેકેશન પડ્યું  . એટલે 11 જણાએ  ગીરનાર ચડવાનું નક્કી કર્યું   . આશ્રમમાં એક વખત સરસ્વતી દેવીનો ઉત્સવ રાખેલો એમાં ઈતર બ્રાહ્મણ  વિદ્યાર્થી ને અમુક વિદ્યાર્થીઓને આમંત્રણ આપેલું  . એમાં એક ઉપલેટા પાસેના ગામ વાડાસડાનો  પટેલ વિદ્યાર્થી  હતો  . જે  અમારી સાથે ગીરનાર ચડવામાં સાથે હતો  . ગુરુ દત્તાત્રય ના શિખર ઉપર  લગભગ બધા વિદ્યાર્થીઓ  ગએલા હતા  . હું ઘણી વખત  ગુરુ દત્તાત્રયના  શિખર ઉપર ચડીને એજ દિવસે નીચે ઉતરી આવેલો છું  . એટલે  આ વખતે  દાતારના શિખર ઉપર ચડવાનું નક્કી કરેલું  .શિખર સુધી પહોંચતી વખતે  રસ્તામાં ઘણી દરગાહો આવે છે  .  પણ  દાતારની મઝાર   એટલેકે દરગાહ નથી  . પણ ગુફા છે  . ઠેઠ સુધી પગથીયા છે  . પણ એક  થોડે દુર  એક આંગળી  જેટલું પાતળું  જરનું  છે  ,અને એક નાનકડું  પાણીનું ખાબોચિયું છે  . આ ખાબોચિયામાંથી  કાચલીથી પાણી પીવાનું મહાત્મ્ય છે  . હિંદુ મુસલમાન બધા એકજ કાચલીથી પાણી પિતા હોય છે  .. દાતારનું પવિત્ર પાણી છે એમાં કોઈ અભડાય જતું નથી  . જોકોઈ સુગ કરે તો દાતારના ખોફના  ભોગ બનવું પડે એવી માન્યતા છે  . અમો બધા એ  પોત પોતાની શ્રધ્ધા પ્રમાણે  પૈસા  ભેટ ધર્યા  . અને પછી  જરણાનું     પાણી  પીવા  ગયા  .  જતા જતા દાતારના મુજાવરે  મોસંબીનું ઝાડ  વાવેલું એમાં પુષ્કળ મોસંબીઓ હતી  . એક વિદ્યાર્થીની  દાનત બગડી  એણે મોસંબીની થેલી ભરી લીધી  .અને પછી જરણાંનું   પાણી  પીવા ગયા   પણ પાણી પીને વળતી વખતે  એજ રસ્તે પાછા  પાછા ફરવું પડે કેમકે બીજો કોઈ રસ્તો  નથી હવે અમે પાછા ફરીએ ત્યારે  મુજાવર  મોસંબી જોઈ જાય તો  આફત  ઉભી થાય  . એટલે એમાંથી બચવા માટે  અમોએ  વાવડીનું પાણી પી ને  સીધા  જંગલની ખીણમાં  થઈને સીધા  શહેરમાં જવું  એવું નક્કી કર્યું  . એટલે અમો સૌ આડે ધડ  ગીચ જંગલમાં  ઉતર્યા  . સૂર્ય નારાયણના   પણ દર્શન ન થાય એવી  ગીચ ઝાડી  . અને બાપુ અમે ભૂલા પડ્યા અને ગોટે ચડ્યા  .    એક વિદ્યાર્થી કહે  આ એક જણાએ મોસબી ચોરી છે   . એના પાપના  ભોગ  આપણે બધાએ બનવું પડશે  . દાતાર  આપણા   બધા ઉપર ક્રોધાયમાન  થશે અને આપણને બધાને  હિંસક પ્રાણી પાસે મરાવી નાખશે  . તો એક બીજો વિદ્યાર્થી બોલ્યો  કે  દાતાર  આપણા ઉપર કદી ગુસ્સો નકરે એતો ઓલિયા  કહેવાય  એ બધાનું ભલું કરે કોઈનું બુરું  ન કરે  .એતો આપણી રક્ષા કરશે અને  આપણને  રસ્તો બતાવશે  .એટલામાં અમે બે બાયડીયુંને  લાકડા વીણતાં જોઈ   તેઓ ખુબ દુર નીચે હતિયું  . એક વિદ્યાર્થીએ  જોરથી  બુમ મારી કે બેન અમે ભૂલા પડ્યા છીએ   અમારે શહેરમાં  કેવીરીતે પહોંચવું  એ અમને રસ્તો બતાવો  . શરુઆત્મા  અમને જોઇને અને અમારો અવાજ સાંભળીને  ડરી  ગએલી  . પણ પછી અમને  રસ્તો બતાવ્યો કે તમે  જંગલમાં  તમારી જમણી  હાલવા માંડો  થોડી વારમાં પગથીયા  આવશે અને પછી તમે પગથીયા ઉતરશો એટલે  શહેરમાં પહોંચી જશો  . અમે તેનો ઘણો આભાર માન્યો  . જવાબમાં એ બોલી કે  એમાં આભાર માનવાનો નો હોય  ઉલટાનું તમને અમે રસ્તો બતાવ્યો એનું આંગળી   ચિંધ્યાનું  અમને પુણ્ય મળ્યું  .
આ પ્રસંગ પહેલાં હું  એક વખત  ઠેઠ ગુરુ દત્તાત્રયના  શિખર ઉપર જઈને  એજ દિવસે  નીચે ઉતરી  ગએલો  પણ હવે  .
આતાની ઉમર વધી  ,  અને જાંગ્યે તૂટ્યા જોર   ,
ગીરનાર ચડીને  ઊતરતાં   તેદી નળિયું   હતી નકોર    ,

8 responses to “જમીયાલશાહ દાતારના દર્શન કરવા ગીરનાર ચડ્યા ,અને પગથીયા વગર ઉતારવા ગયા અને ભૂલા પડ્યા…

  1. pragnaju માર્ચ 23, 2015 પર 3:27 પી એમ(pm)

    ગિરનારમાં કુલ ૫૦૦૦ પગથિયાં છે. ૩૫૦૦ પગથિયાં ચડી જૈન યાત્રાળુઓ ભગવાન નૈમિનાથના ચરણે મસ્તક નમાવે છે. પછીનાં ૧૫૦૦ પગથિયાં ચડતાં અંબિકાનું પ્રસિદ્ધ મંદિર આવે છે. આ ઉપરાંત ગુરૂ ગોરખનાથ, દત્તાત્રેય, મા કાલકા વગેરે ટૂંકોએ તથા સહસાવન, ભરતવન, વગેરે જગ્યાઓએ યાત્રાળુઓ યાત્રા કરે છે. દરેક સ્થળોએ જતા યાત્રાળુઓને પુષ્કળ થાક લાગે છે એ વાત સાચી, પણ કષ્ટ સહન કરીને પૂર્ણ કરેલી યાત્રાના આનંદમાં સઘળો થાક ભૂલાઇ જાય છે. જૂનાગઢ-ગિરનારની મુલાકાતે આવનારા લોકોમાંથી ૯૫ ટકા લોકો ગિરનારની યાત્રા પગથિયાં ચડી પૂર્ણ કરે છે. બે ટકા યાત્રાળુઓ ડોળી દ્વારા ગિરનાર ચડે છે. અને પૈસા ન ખર્ચી શકનાર (ડોળીના) વૃદ્ધ અને અશક્ત હોય તેવા માંડ ત્રણ ટકા મુલાકાતીઓે તળેટીથી દર્શન કરી પાછા વળી જાય છે.
    આતાજી,હવે ગિરનાર રોપવેને લીધે જુનાગઢ આવતા પર્યટકોની સંખ્યામાં વાર્ષિક ૨૦ લાખનો વધારો થવાનો અંદાજ છે. જેના થકી વાર્ષિક રૂા ૧૦૦ કરોડની આવક થશે. અને તેનાથી અનેકને રોજગારી પણ મળશે.

    • aataawaani માર્ચ 23, 2015 પર 6:44 પી એમ(pm)

      ગીરનાર વિશેની માહિતી તમારી પાસે ઘણી બધી છે .

      હું ભરતવન શેષ વન હનુમાન ધારા પરબની જગ્યા વગેરે ઠેકાણે જઈ આવ્યો છું . પણ ગુરુ દત્તાત્રય ના શિખરથી આગળ કાલકા શિખર વગેરે ઠેકાણે ગયો નથી .
      દાતારના શિખર થી ઝાડીમાંથી પસાર થઈને પગથીએ આવ્યો એ રીતે હનુમાન ધારાથી ઝાડીમાં થઈને ઠેઠ વડાલ ગએલો છું . પણ ઈ જવાની હવે જતી રહી .

  2. pravinshastri માર્ચ 23, 2015 પર 7:26 પી એમ(pm)

    આતાશ્રીના દરેક લેખમાં મને તો નવું જાણવા મળે જ છે એટલું જ નહિ પણ સાથે સાથે પ્રજ્ઞાબહેનની કોમેન્ટ પણ માહિતી પ્રધાન અને મારે માટે શૈક્ષણિક બની રહે છે.

    • aataawaani માર્ચ 23, 2015 પર 8:57 પી એમ(pm)

      પ્રજ્ઞા બેનનો મને પહેલ વહેલો પરિચય થયો . અને મેં એમની કોમેન્ટ વાચી હું તો એટલો બધો ખુશ થઇ ગયો કે કહેવાની વાત નહિ .એમની કોમેન્ટ મારા લખાણને લાગતીજ હોય છે .

    • aataawaani માર્ચ 23, 2015 પર 9:21 પી એમ(pm)

      ગીરનાર નો ભાગજ કહેવાય છે જે બીલખા આશ્રમથી ત્રણેક માઈલ દુર એક રામનાથનું મંદિર છે . તેની બાજુની ટેકરી ઉપર લાંબા વિશાળ ત્રણ પત્થરના ટુકડા છે જે હેડીમ્બાના માણીગા તરીકે ઓળખાય છે . માણીગાનો અર્થ તો તમે સમજી ગયા હશો .

  3. Vipul Desai માર્ચ 24, 2015 પર 3:56 એ એમ (am)

    આતાની વાતો ખુબ જ રસપ્રદ હોય છે અને તેમાં પ્રજ્ઞાબેને સારી એવી વધુ માહિતી પૂરી પાડી. હું એકવાર ગુરુ દત્તાત્રેયનાં શિખર પર ગયેલો છું. અંબાજી પછી નીચે ઉતારવનું અને પાછું ઉપર ચઢવાનું. અંબાજી અને ગુરુ શિખરની વચ્ચે પહોચીએ ત્યારે “સાપે છછુંદર” ગળ્યા જેવી હાલત થાય. બેઉ બાજુ ઉંચાઈ જોઇને ક્યાં ફસાઈ ગયા એવી લાગણી થાય. તેમાં પણ નીચે ઉતરતી વખતે જેવો પગથીયા પર પગ ઉતરવા મુકો કે માથામાં કરંટ જેવો લાગે. તે જમાનામાં પગ દુખતા હોય ત્યારે કેરોસીન લોકો લગાડતા.

    • aataawaani માર્ચ 24, 2015 પર 7:06 એ એમ (am)

      પ્રિય વિપુલ ભાઈ
      મને પણ જ્યારે હું ગીરનાર ચડીને ઉતર્યો હોઉં અને પછી કોઈક બિલ્ડીંગ નાં પગથીયા જોઉં તો ધ્રુજી ઉઠતો . મને એમ થતું કે આ પગથીયાં ચડવાં પડશે ?
      પ્રજ્ઞા બેન કોમેન્ટ અહાહા તો મારા જ્ઞાનમાં વૃદ્ધિ કરે એવી લખે છે .

  4. મૌલિક રામી એપ્રિલ 3, 2015 પર 8:40 પી એમ(pm)

    રસપ્રદ વાતો !!! આતાશ્રી હજી હમણા જ તમારા બ્લોગ વાંચવા નુ ચાલુ કર્યુ છે. એવુ લાગે છે કે મોજ અને જ્ઞાન ની ઋતુ આવી.

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: