સ્વમિ સચ્ચિદાનંદ ની ઘણા વખત પહેલાં મેં એના પ્રવચનની ઓડીઓ કસેટ સાંભળી . એમાં એ મૃત્યુના ભય વિશેની વાત કરી રહ્યા હતા . એમાં એણે બહારવટિયા વિસા માંજરીયા વિષે વાત કરીકે વિસા માંજરીયાને પટેલ જાતિ ઉપર શું વેર બંધાઈ ગએલું કે એ પટેલના નાક કાપી નાખતો . અને એ પણ પટેલની પાસે હોય એ સુડીથી કે ચપ્પુથી નાક કાપે . અને પટેલ પાસે ખીસામાં સુડી અને સોપારીતો હોયજ કોઈ માણસ તેમને મળે તો એ સોપારી ખાવા આપીને તેનું સ્વાગત કરે . જેમ અમેરિકામાં ચુઇન્ગમ આપીને સ્વાગત કરે છે .
આ વીસો માન્જરીયો એક વખત પોલીસના હાથે પકડાઈ ગયો .એનો કોર્ટમાં કેસ ચાલ્યો . અને જજે એને ફાંસીની સજા ફરમાવી . સજાનો હુકુમ સાંભળિયા પછી વીસો માન્જરીયો કોર્ટ વચ્ચે પોકે પોકે રોવા માંડ્યો .
આ વાત સ્વામીના મુખેથી સાંભળિયા પછી મને ઘણું દુ:ખ થયું . કેમકે વીસો માન્જરીયો એ રીતે પકડાયો નોતો અને એવી રીતે એને ફાંસીની સજા થઇ પણ નોતી
વિસા માંજરીયા વિશેની ખરી વાત શું હતી કે જે મેં છાપામાં વાંચેલી એ વાત મેં જણાવીને સ્વામીજીને કાગળ લખ્યો મેં લખ્યું કે વિસા ને જીવતોકે મરેલો પકડાવવા માટે સરકારે ફક્ત દસહજાર રૂપિયાનું ઇનામ કાઢેલું .
બહારવટીયાઓને જમવાનું આપવા વાળા અને બીજી રીતે ઘણી મદદ કરવા વાળા એમના ખાસ વફાદાર માણસો હોય છે . એમના કોઈ એક માણસે ફક્ત દસ હજાર રૂપિયાની લાલચમાં વિસાને પકડાવવા માટેનો પેતરો રચ્યો . એણે કોઈ પોલીસ વડાને કે એવી કોઈ જવાબદાર વ્યક્તિને બાતમી આપી કે હું વિસાને મરાવી શકું એમ છું . પણ મારી એક શરત છેકે વીસો અને એના સાથી દારો બહુ સહેલાય થી માર્યા જાય એવી હું ગોઠવણ કરીશ . પણ આ ટોળી નો એકેય માણસ જીવતો ન જવો જોઈએ . અધિકારીએ શરત મંજુર રાખી . એટલે એણે વિસાને વાત કરીકે ગીર પરગણાનું જે મહેસુલ છે . એ ગીર સાસણમાં જે સિંહના શિકાર કરવા વાળાઓ માટેનું રહેવાનું બિલ્ડીંગ છે . એ બિલ્ડિંગમાં રાખ્યું છે . અને એનું રક્ષણ કરવાવાળા પોલીસ રાતના ઊંઘી જતા હોય છે . માટે એ મબલખ પૈસા હાથ કરવા એ આંકડે મધ જેવું છે .
નક્કી કરેલી રાતે આ બિલ્ડીંગ માં ચુનંદા નિશાન બાજ અને ખોંખારો પણ ન ખાય અને જરા સરખો અવાજ પણ ન આવે એવા પોલીસોને રાખેલા . બરાબર રાતના બે વાગ્યે વીસો અને એના સાથી દારો નાં આગમનના એંધાણ થયા . અંધારી રાતમાં ઘોર જંગલમાં બહારવટીયાઓની ફ્લશ લાઈટો ચમકી સચેત પોલીસોએ ટુકડીને બરાબર નજીક નિશાન ખાલી નો જાય એ રીતે આવવા દીધી . અને પછી પોલીસની બંદુકોમાંથી વછૂટી અને બહારવટિયા ટુકડીના ઢીમ ઢાળી દીધાં .
મેં આ પ્રમાણે સ્વામીશ્રી ને કાગળ લખ્યો . અને એમણે મને જવાબ આપ્યો કે હું જે બોલેલો એ વાત મેં સદ વિચાર સમિતિ વાળાઓ પાસેથી સાંભળેલી . મને સ્વામીજી માટે અનહદ થઇ ગયું . મને એમ થયું કે આવા ઘણા સંતોની ભારતને જરૂર છે .
એક વખત મેં એક પ્રસિદ્ધ ગણાતા કથાકારને ઈ મૈલ લખ્યો . એનો જવાબ આવા મહાપુરુષો મારા જેવા સામાન્ય માણસને જવાબ આપે ખરા ?
અમારે કથા કરાવવાની છે તો આપ ક્યારે પધારો છો એવું પોતાના હિતનો ઈ મેલ હોયતો જવાબ આપે .
એક એવા બીજા લોકોએ મહાન બનાવી દીધેલા કથાકાર લોકોના જમણવાર ચાલતો હતો ત્યારે પોલીસ ઓફિસર પોલીસ પરેડનું નિરીક્ષણ કરતા હોય એમ જમતા લોકોની વચ્ચેથી પસાર થતા હતા મેં એમને બે હાથ જોડી માથું નમાવી નમસ્કાર કર્યા અને હું બોલ્યો હું આપને પ્રણામ કરું છું . કથાકાર શ્રી જેમ ચાલતા હતા એમજ ચાલ્યા ગયા મારા સામું પણ ન જોયું , હવે મારી કવિતાની કડી વાંચો .
બહુ કથાઓ સાંભળ્યા પછી બેડ મારી ગઈ મતિ (કારણ)
સાચી વાતો કમ હતી પણ ખોટી વાતો બહુ હતી . અને વહાલાં ભાઈઓ અને બેનો હવે હું શિરામણ કરવા જાઉં છું
Like this:
Like Loading...
Related
જ્ઞાનમાર્ગી કવિતામાં કોઇ કથાઓ, પ્રસંગો કે ઘટનાઓનું નિરૂપણ નથી
એમાં તો પોતાને જે અનુભવ થાય છે એનું કથન કરવામાં આવે છે
“એક મૂરખને એવી ટેવ, પત્થર એટલા પૂજે દેવ.”
“અંધ સસરો ને શણગટ વહુ, કથા સુણવા ચાલ્યું સૌ.”
તિલક કરતાં ત્રેપન થયાં, ને જપમાળાનાં નાકાં ગયાં,
તીરથ ફરી ફરી થાકયા ચરણ, તોય ન પહોંચ્યો હરિને શરણ.
કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય અખા ન આવ્યું બ્રહ્મજ્ઞાન.
એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ,
પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન.
એ અખા વડું ઉત્પાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત?
દેહાભિમાન હૂતો પાશેર, વિદ્યા ભણતાં વાધ્યો શેર;
ચર્ચાવાદમાં તોલે થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો;
અખા એમ હલકાથી ભારે હોય, આત્મજ્ઞાન મૂળગું ખોય.
જીવપણું માટે રે અનહદ ચિંતવ્યે રે,
એ તો વાણીરહિત છે રે વિચાર;
જે જે નર સમજ્યા રે તે તો ત્યાં સમ્યા રે,
કહે અખો ઊતર્યા પેલે પાર. . સમજણ..
અને ન સમજે તો
પ્રથમ પ્રભુજી સાથે પ્રીત ન કીધી,
એને મૂઆ ટાણે સંત બનાવો રે;
તુલસી મંગાવો અને તિલક કરાવો,
મુખે રામનામ લેવરાવો રે… ટેક
દવ લાગ્યા રે પછી કૂપ ખોદાવો,
ઈ કઈ પેરે અગ્નિ ઓલાશે રે;
ધન હતું તે ચોર જ લઈ ગયા,
પછી દીવો કરે શું થાશે રે…. ૧
માત પિતા સુત ભાઈ ને ભગિની,
ઈ સબ ઠગનકી ટોળી રે;
પ્રીત લગાડી તારું સર્વ લૂંટી લેશે,
પછી રહેશે આંખ્યો ચોળી રે… ૨
તળાવ ફાટ્યા પછી પાળ બંધાવો,
ઈ કઈ પેરે નીર ઠેરાશે રે;
કહે પ્રીતમ પ્રીતે હરિ ભજન વિના,
અવસર એળે જાશે રે… ૩
અખા પ્રીતમના જ્ઞાન અલોકિક હતાં
પોસ્ટ અને કોમેન્ટ માટે સલામી.
ધન્યવાદ