કલાકના $35 આપીને મોટર ચલાવવાનું શીખવાની શરૂઆત કરી.

Hemit

img063

ચાર આનામાં મણ કપાસ કાઢનારી મા પોતાના દિકરાની સુબરુ કાર પાસે ઉભી છે.   વર્ષો પહેલાનો  મારો ફોટો અને નીચે મારા નાના દિકરા સતીશનો ફોટો  .
લેખિત પરિક્ષામા પાસ થયા પછી  મને કાર ચલાવવાનું  લાયસન્સ  મેળવવાની પરમિટ મળી.   જે વાત હું અગાઉના મારા લેખમાં લખી ચુક્યો છું  .જે વાત આપે વાંચી છે  .
મારે મારા ભાઈ અને દીકરાઓથી કાર ચલાવવા બાબત  છૂપું  રાખવું હતું  .  એટલે મેં  ડ્રાઈવિંગ  સ્કુલ મારફત શીખવાનું નક્કી કર્યું   . મારે કાર ચલાવવાનું શીખવા માટે  કલાકના 35 ડોલર  આપવા  પડતા પણ હું ખુશ હતો   .આ દેશમાં  શીખવા માટેની કાર જુદા પ્રકારની હોય છે  .ડ્રાયવર ની સીટ આગળ  ગેસ આપવા માટેનું  પગું  બ્રેક વગેરેનું પગું વગેરે હોય છે એવાજ પ્રકારની  સગવડ શીખવાડ નાર  માસ્તરની  સીટ આગળ પણ હોય છે.  મને કાર ચલાવવાનું શીખવનાર  માસ્તર  લીંડા નામની  ભારે શરીર વાળી વિશાળ સ્તનવાળી અને નીચા કદની હતી   . આ દેશમાં આવા  માણસોને  ચબી કહે છે   ,
લીંડા નક્કી કરેલા ટાઈમે આવી જાય અને મને તુર્તજ સ્ટેયરીંગ  પકડાવી દ્યે અને કાર ચલાવવાનો હુકમ કરે અને  પાર્કિંગ  લાટ કે  કોઈ પાર્કમાં લઇ જાય અને યુટરન  પેરેલલ પાર્ક વગેરે શીખવવા માંડે  અને એક કલાક પૂરો થાય એટલે મને ઘર ભેગો કરી દ્યે  અને 35 ડોલર ગણી લ્યે   . એક દિવસ હું કાર ચલાવતો હતો  .પણ ક્યારેક ક્યારેક મારું ધ્યાન  લીંડાનાં  વિશાળ સ્તન ઉપર જતું
.એટલે લીંડા કહે  કાર ચલાવવામાં ધ્યાન રાખો  ક્યાંક એક્સીડેન્ટ કરી બેસશો  .   કાર  ચલાવવાનું કામ પૂરું થાય એટલે તમે ધરાઈને  સ્તન નિહાળજો  .પણ હમણા કાર શીખવામાં ધ્યાન રાખો  .
અને એક દિવસ મને અને  લીન્ડાને ભરોસો બેઠોકે હું પાસ થઇ જઈશ  એટલે નક્કી કરેલા દિવસે  અને નક્કી કરેલ સ્થળે અમો પહોંચ્યા   . અહી અમદાવાદ જેવી  આર ,ટી. ઓ ની ઓફીસ નહિ  .   સાઈડ  વોક ઉપર  બોર્ડ ખોળ્યું હોય   . હું અને લીંડા સમય સર  પહોંચી ગયા  .અને પોલીસે લીન્ડા  પાસેથી કાર લીધી  . અને લીન્ડાની સીટ ઉપર પોલીસ બેઠો અને મારી સીટ ઉપર હું બેઠો  અને કાર પોલીસના હુકમ પ્રમાણે ચાલુ કરી  .અને એના કહેવા પ્રમાણે  પેરેનલ પાર્ક યુ ટરન  વગેરે કસોટીયોમાં  થી  પાર  થઇ ગયો  .   કાર ચલાવતી વખતે  હું સારું કામ કરતો જતો હોવાથી  પોલીસ મને શાબાશી આપતો જાય   . અને બંદા  મનમાં મનમાં  ફુલાવા મંડ્યા  .  लेकिन किसीने कहा है की
बंदा बोत न फुलिये    खुदा खमंदा नाही   , બસ પછી પોલીસ કહે હવે આપણે જ્યાંથી  આવ્યા ત્યાં  કાર લઇ ચાલો   અને હું કાર જ્યાંથી ચલાવવાનું શરુ કર્યું હતું  ત્યાં પહોચ્યો  પોલીસ કહે અહી ઉભી રાખો  એટલે તમને હું સર્ટિ ફીકેટ લખી આપું  . અને આ ફુલણજીએ  કાર ઉભી રાખતી વખતે  કાર સાઈડ  વોક ઉપર ચડાવી દીધી  . અને પોલીસે  જજમેન્ટ બરાબર  નથી  . એવું લખીને નાપાસનું સર્ટિ ફિકેટ  આપ્યું  . અને  લિંડાએ  મને ઘર ભેગો કર્યો  .  પાછીતો મારા ભાઈ અને સહુને ખબર પડી ગઈ  કે  હું કાર ચલાવવાનું શીખી રહ્યો છું  . પછી મારા ભાઈએ  મને શિખવાડવાનું  શરુ કર્યું  . પછી  મારા ભાઈએ  ન્યુ જર્સીમાં રહેતા  મારા દિકરા સતીશને મને કાર ચલાવ્વાનુંત્મેkaar ન ચલાવો  શીખવવાની જવાબ દારી સોંપી   .કેમકે મારાથી  ત્રણેક વખત એક્સીડેન્ટ થઇ ગએલો     આ વખતે  મેં સુબરુ કાર ખરીદેલી હતી      . ત્રણેક વખત મારાથી  એક્સીડેન્ટ થએલો એમાં ઓછું   વધતું  આમને લાગેલું પણ એક વખત  સુબરુના  ભુક્કા બોલ્યા પણ સદનસીબે બેસનારા બચી ગએલા   . પાછી મારા ભાઈએ સતીશને  કીધું કે  તારા બાપને  કાર ચલાવવાનું શીખવાનો હરખ છે એ ભલે પૂરો કરે પણ કાર ચલાવવાની સખ્ત  મનાઈ કરવાની    મને સતીશે કાર ચલાવવાનું  શીખવવાનું શરુ કરતા પહેલા શરત મુકીકે   જો તમે  તમારા ડ્રાઈવર લાઇસન્સને  ખીસા માં  મૂકી રાખો  કાર કડી ન ચલાવો તોજ હું તમને કાર ચાલોઆવવાનું શીખવાડું હું કબુલ થયો   . ન્યુ જર્સીના  કાયદા બહુ કડક છે એટલે મારે ફરી લેખિત પરિક્ષા આપવી પડી હું પાસ થયો  . પછી કાર ચલાવવાનું  શીખવાનું ચાલુ કર્યું   . અને ન્યુજર્સીની અઘરી પરિક્ષામા પહેલેજ ધડાકે પાસ થયો   . અને પાકું લાયસન્સ મેળવ્યું  . પણ  વચનનો બાંધેલ હું કાર ચલાવતો નથી   . હાલ મારી પાસે એરીઝોનાનું  ડ્રાયવર  લાયસન્સ છે  . પણ એનો ઉપયોગ હું ઓળખ  કાર્ડ તરીકે કરું છું  .  જોકે હવે મને  દિકરા કાર ચલાવવાની  મંજુરી આપે  તોપણ હું કાર નો ચલાવું  કોણ એ જવાબદારી લ્યે  સરકારી બસોમાં સરકારી ટેક્ષીઓમાં   મિત્રોની કારમાં હારું ફરું છું અને જલસા કરું છું   . અને મારો સંકલ્પ હતોકે  અમેરિકામાં આવ્યા પછી કામ ચલાવ  ઈંગ્લીશ શીખી લેવું   . પોતાની કાર  પોતાનું ઘર હોવું અને કુટુંબ પરિવારથી જુદા સ્વતંત્ર રહેવું  એ મારી જે આશાઓ હતી એ  હિંમતની  હિંમત થી   પૂર્ણ થઇ  .  सरपे चढ़ा  वो फूल चमनसे निकल गया  इज़्ज़त उसे मिली जो वतनसे निकल गया  .

16 responses to “કલાકના $35 આપીને મોટર ચલાવવાનું શીખવાની શરૂઆત કરી.

  1. રીતેશ મોકાસણા માર્ચ 15, 2015 પર 1:31 એ એમ (am)

    યુવાન આતા અને જુનિયર નો ફોટો. નિખાલસ વાતો ભર્યો જુનો પ્રસંગ !!

    • aataawaani માર્ચ 15, 2015 પર 6:45 એ એમ (am)

      પ્રિય રીતેશભાઈ
      તમને મારું વ્યાકરણની ભૂલો વાળું લખાણ હોવા છતાં ગમે છે .એથી હું ખુશ છું .અને લખવાની પ્રેરણા મળતી રહે છે . ખરું પૂછો તો તમારા જેવા સ્નેહીઓજ મને એક ધારું લખાણ લખવામાં આળસ નથી આવવા દેતા . આભાર

  2. pragnaju માર્ચ 15, 2015 પર 10:18 એ એમ (am)

    વાહ તમારા ડ્રાઇવર્સ લાયસન્સના અનુભવો જાણી મઝા આવી
    ન્યુ જર્સીમા જગ હેંડલનું ધ્યાન રાખવું પડે.
    હવે તો યુ ટ્યુબ પર પણ શીખી શકાય
    Reverse Far Side Jug Handle – YouTube
    Video for youtube Jug Handles and You: A Practical Guide in driving▶ 1:56
    http://www.youtube.com/watch?v=N40q8QSR-xU
    Feb 2, 2015 – Uploaded by Traffex Engineers
    You need Adobe Flash Player to watch this video. ….
    Fort Bragg Jug Handle Prism Kite Flying Atom Flip ..
    યાદ
    इज़्ज़त उसे मिली जो वतनसे निकल गया…
    इबादतख़ानए नाक़ूसियाँ अस्त।
    हमाना काबए हिन्दोस्ताँ अस्त।

    • aataawaani માર્ચ 17, 2015 પર 9:53 પી એમ(pm)

       પ્રિય પ્રજ્ઞાબેન તમને મારા અનુભવો વાંચવાની મજા આવે છે એટલે મને પણ મજા આવે છે।  Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

      From: આતાવાણી To: hemataata2001@yahoo.com Sent: Sunday, March 15, 2015 10:18 AM Subject: [આતાવાણી] Comment: “કલાકના $35 આપીને મોટર ચલાવવાનું શીખવાની શરૂઆત કરી.” #yiv8812792846 a:hover {color:red;}#yiv8812792846 a {text-decoration:none;color:#0088cc;}#yiv8812792846 a.yiv8812792846primaryactionlink:link, #yiv8812792846 a.yiv8812792846primaryactionlink:visited {background-color:#2585B2;color:#fff;}#yiv8812792846 a.yiv8812792846primaryactionlink:hover, #yiv8812792846 a.yiv8812792846primaryactionlink:active {background-color:#11729E;color:#fff;}#yiv8812792846 WordPress.com | | |

  3. પ્રેમપરખંદા માર્ચ 15, 2015 પર 9:50 પી એમ(pm)

    વાહ અદા આતા.
    આ જીવને બીજું જોયી સું હે.??

    • aataawaani માર્ચ 16, 2015 પર 5:18 એ એમ (am)

      પ્રેમ પારખુની કોમેન્ટમાં અલંકારી શબ્દો હોય તો પછી તનમાં તાજગી આવે , તો કંઈ આશ્ચર્ય થાય ?

      • પ્રેમપરખંદા માર્ચ 16, 2015 પર 5:24 એ એમ (am)

        આતા આ થોડું હાઈ(high) થય ગ્યુ એવું નથ લાગતું.?? પછી મને વખાણની વાઈ આવી જાહે બાપલિયા.
        દુનિયાનું અજરાઅમર અને અપવાદ વગરનું સાચું વાક્ય શું છે ખબર છે.??
        सबसे उची प्रेम सगाई
        મનખો મળ્યો છે એનો હરખ રાખીને મળે ત્યાથી ગમતાનાં ગાડા ભરી લેવાનાં અને હેતની હેલી વરસાવ્યા રાખવાની. સાચી મોજ ફકીરની નથી ફકીરીની છે.

        • aataawaani માર્ચ 16, 2015 પર 5:57 એ એમ (am)

          “सबसे ऊँची प्रेम सगाई “નું એક સત્ય દૃષ્ટાંત આપું છું .મારા ભાઈની પત્ની એલીઝાબેથની બેનપણીનો પ્રેમી આર્મીમાં હતો .વિએતનામની લડાઈ વખતે એના બે પગ કપાઈ ગયા . એણે યુદ્ધ મોરચેથી એની પ્રેમિકાને ખબર આપીકે અત્યારે મારી આવી પરિસ્થિતિ છે . અને હું હોસ્પીટલમાં છું . હું તુને વિનંતી કરું છું કે હવે તું કોઈ બીજા યુવક સાથે લગ્ન કરીને તારું સુખમય જીવન વ્યતીત કર અને મને મારા ભાગ્ય ઉપર પડતો મૂકી દે , છોકરીએ જવાબ આપ્યોકે મને તારા ઉપર બે હદ પેમ છે .એ તારી ગમે તેવી પરિસ્થિતિ હશે તોપણ છૂટી શકે એમ નથી . હું તુને વિલ ચેરમાં બેસાડીને આખી દુનિયા દેખાડીશ .
          વ્યાસ પણ લખી નાં શક્યો ઈ પ્રેમ હુંદા પુરાણ
          ઈ લોયુંના લખાણ , કોક ભેદી લખશે “ભૂધરા “

    • aataawaani માર્ચ 16, 2015 પર 5:24 એ એમ (am)

      મારાં લખાણો તમને ગમે છે . એ ને હું મારું પારિતોષિક સમજુ છું .

  4. પ્રેમપરખંદા માર્ચ 16, 2015 પર 6:03 એ એમ (am)

    ભાઈ ભાઈ… મેઘાણીની વાર્તા હોથલ પદમણીમાં એક દુહો છે.
    વલહા વિસારું જો ઘડી ઘટમાં,
    ખાપણમાંય ખતા, મુને મોત સરજાયુ નો મળે.

    • aataawaani માર્ચ 16, 2015 પર 7:50 પી એમ(pm)

      વહાલા પ્રેમના પારખુ
      મેં તમારો ઈ મેલ લખી લીધો છે . મારા સૌથી નાના ગ્રેટ ગ્રાન્ડસન નો ફોટો મોકલું છું . તે 2 ડીસેમ્બર 2014 નારોજ ક્યુબામાં જન્મ્યો છે . અને હાલ ક્યુબા માંજ છે .
      સૌથી મોટો ગ્રેટ ગ્રાન્ડ સન 11 વરસનો છે . તે અમેરિકામાં જન્મ્યો છે .

  5. aataawaani માર્ચ 16, 2015 પર 6:45 એ એમ (am)

    શેણી ને જ્યારે હેમાળો ગળી રહ્યો હતો . એના પગ ગુડા સુધી ગળી ગયા હતા .ત્યારે શેનિને ક્યે છે
    વળ વળ વેદાની તુને પાંગળી હઈશ તોય પાળશું ,
    કાંધે કાવડ કરી (તુને ) જાતર બધી જુવારીશું
    પ્રેમના પારખું જુવાન તમને મારા પ્ર પોત્રનો ફોટો મોકલાવો છે પણ તમારો ઈ મેઈલ મને હાથ આવતો નથી .

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: