કાર(મોટર )ચલાવવા માટેનું લાયસન્સ મેળવવાની લેખિત પરીક્ષામાં સોમાંથી સો માર્ક મેળવ્યા.

DSCN1020

એક દિવસ મને પ્રિન્ટીંગ  પ્રેસના  માલિક મિસ્ટર ચેસે  કીધું કે તમે  કાર ચલાવતા શીખી જાઓ  . હું તમને કાર ખરીદવા  માટે ઉછીના પૈસા આપીશ  .  મેં શેઠને  વાત કરીકે  લાયસન્સ   મેળવવા માટેની  જે લેખિત પરીક્ષા  હોય છે  . એ મને નહિ ફાવે શેઠ   કહે તમને બરાબર ફાવશે  ,આ  લેઆઉટ  ચેક કરોછો નેગેટીવ ચેક કરો  છો  .એના જેટલી આ પરીક્ષા  અઘરી નથી. અને બાપુ મેં  પરીક્ષા આપવાનું નક્કી કર્યું   . ખાણી કૂપરે મને ડ્રાયવર મેન્યુઅલ  લાવી આપ્યું. connie copper  અને કેથીએ  મને પુશ્કલ  મદદ  કરી  .એક વખત મને  શોલ્ડર  શબ્દમાં નોતી  સમજણ પડતી  . મને એમ કે  કાર ચલાવવા માટે  શોલ્ડર (ખભા ) નું શું કામ હોય ?  કેથીએ મને  નકશો દોરીને સમજાવ્યો  ,તે છતાં હું સમજતો નોતો સમજતો  એટલે કેથીએ શેઠને  વાત કરીકે  હેમત  કોઈ રીતે શોલ્ડર નો અર્થ સમજતો  પછી શેઠે  કેથીને કીધું કે  તું એને રોડ ઉપર લઇ જઈને  શોલ્ડર બતાવ્ય   .  અને મને અને કેથીને અર્ધી કલાકની રજા આપી  . અને પછી મને શોલ્ડર બતાવ્યો   .  જય હો જુવાન સ્ત્રી શક્તિ
પછી મને  આ હિમમતને  પરીક્ષા  આપવાની હિંમત  આવી   .  મેં શેઠને વાત કરીકે હવે હું  લેખિત પરીક્ષા આપવા માટે શક્તિ માન છું  , એટલે   શેઠ કહે   પરીક્ષાનું  જે પરિણામ આવે  એના  સમાચાર તમે સૌ  પ્રથમ  મને આપજો  . મને કેથી પરીક્ષાના  સ્થળ ઉપર મૂકી ગઈ  .પરીક્ષક અધિકારી  સ્ત્રી હતી   . મારા નસીબે મને બધે બાયડીયુંજ ભટકાય છે  .
મેં પરીક્ષા આપી  અધિકારી કહે તમે પાસ છો   . આ શબ્દ  મને ફરીથી સંભાળવાની ઈચ્છા  થઇ  એટલે મેં અધિકારીને   પૂછ્યું  શું કીધું ? અધિકારી કહે તમે  સો ટકા પાસ છો તમે સોમાંથી સો માર્ક મેળવ્યા છે  . અને મેં અહીથીજ  શેઠને ફોન કર્યો  સેક્રેટરીએ  ફોન ઉપાડ્યો તે બોલી  શું કામ છે  . મેં કીધું મારે શેઠ સાથે વાત કરવી છે  , સેક્રેટરી કહે  શેઠ બહુ કામમાં છે જે કંઈ કહેવું હોય એ મને કહો મેં કીધું  તું શેઠને વાત કર કે હેમતનો  ફોન છે એટલે શેઠ  સાત કામ પડતા મુકીને   ફોન ઉપાડશે  . મેં  શેઠને વાત કરી  શેઠ બહુ ખુશી થયા અને તાત્કાલિક  સ્પેશીયલ કેક મગાવી જેના ઉપર ડ્રાઈવરને લગતાં ચિન્હો મુકાવ્યા  . અને નાનકડી પાર્ટી રાખી   .ન્યૂસ પેપર વાળાને બોલાવીને મારો  ઈન્ટરવ્યું  લેવડાવ્યો અને આ અભણ આતા છાપે ચડ્યા  . જે છાપાની વિગત આપે વાંચી છે  .   ઈએ હવે  આવજો  .

13 responses to “કાર(મોટર )ચલાવવા માટેનું લાયસન્સ મેળવવાની લેખિત પરીક્ષામાં સોમાંથી સો માર્ક મેળવ્યા.

  1. pragnaju માર્ચ 11, 2015 પર 7:35 એ એમ (am)

    વાહ
    માનમા આ બે યુ ટ્યુબ માણો
    જબરજસ્ત ડ્રાયવર – ૨ – YouTube
    Video for ડ્રાયવર▶ 2:04
    http://www.youtube.com/watch?v=citckoYmwUw
    Nov 10, 2011 – Uploaded by draval8295479
    જામનગર – અમદાવાદ હાય વે – જબરજસ્ત બસ અને જબરજસ્ત ડ્રાયવર અને જબરજસ્ત ડ્રાયવિંગ પટેલ ટ્રાવેલ્સ ની વોલ્વો બસ.
    જબરજસ્ત ડ્રાયવર – ૧ – YouTube
    Video for ડ્રાયવર▶ 4:09
    http://www.youtube.com/watch?v=S98pcDzrdQU
    Nov 10, 2011 – Uploaded by draval8295479
    જામનગર – અમદાવાદ હાય વે – જબરજસ્ત બસ અને જબરજસ્ત ડ્રાયવર અને જબરજસ્ત ડ્રાયવિંગ પટેલ ટ્રાવેલ્સ ની વોલ્વો બસ.

  2. dee35(USA) માર્ચ 11, 2015 પર 10:33 એ એમ (am)

    ઈ દાઢીમુંછ ક્યાં ગયાં તી વેળાએ?હાલે ગાડી ચલાવો છો?

    • aataawaani માર્ચ 11, 2015 પર 12:25 પી એમ(pm)

      તી વેળા દાઢી મુછ એટલા માટે નોતો રાખ્તોકે મારા ભાઈની સાસુ અને તેની સાળી
      (ગોરી )ને દાઢી મુછ નો ગમતી તે કહેતીકે તમે જંગલી સિંહ જેવા લાગો છો . મેં કીધું અમારા મલકમાં તો સિંહ ઈ શુરવીરતા નું પ્રતિક છે . તો ઈ ક્યે તમારા મલકમાં હાલે પણ આ અમારા મલકમાં નો હાલે પછી દાઢી નાખી કાઢી પણ મૂછો તમારા જેવી રાખેલી ઈનો પણ વિરોધ કર્યો . અને હવે અહી નળંગ ઢળંગ એકલો કોઈ ક્યે નકર કારવે મારા ભાઈની સાસુ 105 વરહ અને ત્રણ મહિના જીવી અને પછી ઇના ધણી પાહે પરલોક જતી રહી .
      ગાડી અહી નથી હાંકતો .ઈની વધું વાત હું હવેના બ્લોગમાં લખીહ

  3. Vipul Desai માર્ચ 11, 2015 પર 7:57 પી એમ(pm)

    अमेरिकंनको को हिंदी नहीं आती थी वर्ना वो आता को पूछता “आता, तू क्या खाता है!”

    • aataawaani માર્ચ 11, 2015 પર 10:12 પી એમ(pm)

      પ્રિય વિપુલ ભાઈ
      अगर मुझे कोई अमरीकन पूछता की आता तू क्या खाता है तो में उसको बताता की जो हाथी ,गेंडा , हिपो , खाता है वो मे खाता हुँ अगर वो पूछता की तू क्या नहीं खाता . तो में उसको बताता की शेर बाघ चित्ता ,कुत्ता बिल्ली जो खाता है वो में नही खाता

  4. રીતેશ મોકાસણા માર્ચ 15, 2015 પર 1:30 એ એમ (am)

    ખુબ સરસ

    • aataawaani માર્ચ 15, 2015 પર 7:15 એ એમ (am)

      પ્રિય રીતેશભાઈ
      હું કાર ચલાવવા નું લાયસન્સ મેળવવા માટેની લેખિત પરિક્ષામાં પાસ થઇ જઈશ એની મને ખાતરી હતી . પણ બહુજ ઊંચા માર્કે પાસ થઈશ એની તો મને કલ્પના પણ નોતી .

      • રીતેશ મોકાસણા માર્ચ 21, 2015 પર 12:48 એ એમ (am)

        આતા, ભાઈ કહીને મને બોલાવે તો મહાનતા ની સાથે આપના સંસ્કાર છે. આપ મને ભાઈ ના કહો, જરા વિચિત્ર લાગે છે. રીતેશ કહેશો તો વધુ સારું લાગશે. ખોટું ના લગાડશો જસ્ટ દિલમાં આવ્યું તે કહી દીધું, બાકી તો આતાની મરજી !

        • aataawaani માર્ચ 21, 2015 પર 11:21 એ એમ (am)

          અશોક મોઢવાડીયાએ પણ મને એવું એની મેરની ભાષામાં કીધું કે આતા તમી મન ભાઈ ન કહો તો મન ઈમ લાગેકે હું તમારો પંડનો નેથ પણ તમારે નાં મેમાન થેને આવ્યોસ
          મારા ગામનો એક માલદે કરીને યુવક છે . એણે પણ મને કીધેલું કે દાદા તમે મને ભાઈ નાં કહો આપણાં ગામડાઓમાં કોટુંબીક ભાવનાઓ જબરી હોય છે .ગામ સગપણે હું માલદેના દાદાનો કાકો થાઉં તો હવે રીતેશ હું તુને તારા માથા ઉપર ભાઈનો ભાર નહી મુકું .

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: