

ફોટો #1 હાલી જેવી છોકરી ફોટો #2મારી વાઈફ જ્યારે પ્રેસમાં નોકરી કરતી એ અરસાનો ફોટો ફોટો #3મારા મોટા દિકરા દેવના મોટા દિકરા જોનાથન તુષારના દિકરા brandon elexzandr
હું પ્રેસમાં નોકરી કરતો એ કેવું કામ હતું તે હું મારી વાઈફને વાત કરતો , એક દિવસ મારી વાઈફ ભાનુમતિએ મને વાત કરીકે હું પણ તમારી સાથે નોકરી કરવા આવું અહી ભાઈની સવા બે એકરની પ્રોપર્ટીના ઘાટા સસો ખાલ મેલે એવા જંગલમાં હું એકલી બોર થઇ જાઉં છું ભાઈ તેની વાઈફ અને તમે નોકરી ઉપર હો . મેં તેને વાત કરીકે તારે નોકરી કરવાની જરૂર નથી . તું અહી આવ્યા પછી રસોઈ વાસણો સાફ કરવા .ઘરમાં સાફ સુફી કરવી આ ઉપરાંત તું લોન મોવર પણ કરે છે . આવા કામ કરે છે . તુને બોર થવાનો સમયજ કિયા છે .
મારી વાત સાંભળી પણ મારી વાત માની નહિ . અને પોતાને નોકરી કરવી છે એ વાત ઉપર મક્કમ રહી .
હિમ્મત નો ગાંજ્યો જાય મોટા માનધાતાથી
પણ નીમાણો થઇ ગયો ભાનુની જીદ્દથી
અને મેં નમતું જોખ્યું , અને હું સવારે નોકરી ઉપર ગયો ત્યારે મેં શેઠને વાત કરીકે મારી વાઈફ અહી નોકરી કરવા માગે છે . શેઠ કહે એમ? એ શું કામ કરશે મેં એને બાઇનડરી મશીન દેખાડીને કીધું કે આ જગ્યાએ તે કામ કરશે . હવે તમે કહો ત્યારે ઈન્ટરવ્યુ માટે લઇ આવું શેઠ બોલ્યા તમે ઇન્ટરવ્યુ લીધો છે , એ મને મંજુર છે . કાલથીજ કામ ઉપર લેતા આવજો અને પેપર વર્ક એ આવ્યા પછી કરી લેવાશે , બીજે દિવસે ભાનુમતિ . ભત્રીજાના લગ્નમાં જવું હોય એરીતે કિંમતી સાડી પહેરીને ઠાઠમાઠ થી આવ્યાં શેઠે મને કીધું હમણા થોડા દિવસ તમારો યુનીફોર્મ પહેરવા આપો . આવતે અઠવાડિયે દરજી આવશે અને એનું માપ લઈને ત્રણ જોડી યુની ફોર્મ આપી જશે મેં ભાનુમતીને કીધું કે હમણાં તું મારાં કપડાં પહેરીને કામ ઉપર ચડી જા ,શેઠનું કહેવાનું છે કે સાડી મશીનમાં આવી જાય અને તું પડી જા અને તારો હાથ પગ ભાંગી જાય તો શેઠને તુને ઘેર બેઠાં ઘણા પૈસા આપવા પડે ,
ભાનુમતી બોલી હું ભાયડાના લૂગડાં નો પહેરું . ઘણું સમજાવ્યા પછી મહા મુશીબતે માની અને પેન્ટ શર્ટ પહેરીને કામ કરવા મંડી ગઈ . અને મારું કામ પૂરું થાય ત્યાં સુધી એને કામ કરવાનું અને પછી મારી સાથે નીકળી જવાનું જોકે બાઇન ડ્રી મશીન તો ચાલુજ હોય .
ભાનુમતિ નાં જેવું કામ એની બાજુમાં એક રશલ કરીને છોકરો કામ કરતો હતો . રશલની જાણવા જેવી એક વાત કહું રશલ ગાર્બેજ કેનમાં ફેંકી દીધેલ નવજાત બાળક હતો .
ભારતમાં સમાજની બીકે કુંવારીને પેટે બાળક જન્મે એ બાળકને કાંતો અનાથ આશ્રમની નજીક મૂકી દ્યે , અથવા રજળતું તરછોડી દ્યે અથવા માતા ક્રૂર સમાજના ભય થી બાળક પેટમાં હોય ત્યારે આપઘાત કરીને જીવન દોરી ટૂંકાવે .પણ અમેરિકા જેવા દેશમાં કુંવારી માતાને પુરતું રક્ષણ મળે ઉપરાંત એવી કુવારી માતાને સરકાર તરફથી ખર્ચો પણ મળે તે છતાં બાળ ઉછેરવાની કાયર માતાઓ બાળકને કચરા પેટીમાં નાખી દેતી હોય છે . રશલનાં પાલક માતા પિતાએ કચરા પેટીમાંથી મળેલી બાળકીને પણ દત્તક લીધેલી એટલે રશલને બેન પણ મળી ગએલી .
ભાનુમતી કરુણાનો સાગર રશલને એના કામમાં મદદ કરવા મંડી જાય . મેનેજર ડેવિડે રશલને મદદ કરવાની ભાનુમતિને સાફ નાપાડી પાડી તોપણ એ રશલ ને મદદ કરવા મંડી જાય . એટલે ડેવિડે મને વાત કરીકે તમે ભાનુ મતિને સમજાવો કે એણે રશલનેકે કોઈને મદદ કરવાની જરૂર નથી પોતાનું કામ ન હોય ત્યારે ઉભાં રહે પણ કોઈને મદદ કરવાની જરાય જરૂર નથી . મેં ડેવિડને કીધું તું એને કહીશ તો એ તારું વધુ માનશે કેમકે તું બોસ છો ડેવિડ કહે એ મારું માનતી નથી . મેં મારા મનમાં કીધું એ તારી વાત સાચી છે . તારુંતો શું તારા બાપનું કે મારા બાપનું પણ માને એમ નથી . પણ મેં ભાનુમતીને કીધુકે જો તું બોસનું કહ્યું નહિ માને તો તુને નોકરી માંથી કાઢી મુકશે . પછી ભાનુ બા માન્યાં .
ભાનુંમાંતીનો પ્રેમ મને બહુ યાદ આવે છે એની આવી રમુજી વાતો યાદ કરને આનંદમાં રહું છું .ભાનુ મતિને ડાયા બિટિશ બહુ જોરમાં હતી . એટલે વખતો વખત એમ્બ્યુલન્સ મગાવવી પડી એક વખત બેભાન થઇ ગઈ એમ્બ્યુલન્સ આવી અને કોઈ ઇન્જેક્શન આપ્યા એટલે ભાનમાં આવી ગઈ . અને તુર્ત બોલી શા માટે એમ્બ્યુલન્સ મગાવી હું થોડી વાર્મ્કા સાજી થઇ જવાની હતી . મેં કીધું આ એમ્બ્યુલન્સ વાળાઓએ તુને તું ભાનમાં આવી જા એવા ઇન્જેકશનો આપ્યા અને તુને માંકડ ને મો આવ્યું . હું બોલું એ બહુ શાંતિથી અને ધીમે થી બોલું એટલે મારું બહુ ન સંભળાય . અને આ ભાનુ બા ખીજાતાં હોય એવો અવાજ કરે .
એમ્બ્યુલન્સ વાળા ભાષા સમજે નહિ પણ હાવ ભાવ ઉપરથી અનુમાન કરે કે આ ડોશીમા આ ડોશાને સુખેથી નહિ રહેવા દેતાં હોય એટલે મને પૂછ્યું કેટલા વરસ તમારા લગ્ન થયે થયાં મેં કીધું . 65 વરસતો થઇ ગયા હશે હો . સાંભળીને એમ્બ્યુલન્સ વાળો બોલ્યો . તમને શાબાશી આપવી પડે .
એક વખત શેઠ કોઈક માણસે ધોળેલું પાણી કે એવું પ્રવાહી કપડાનો ડૂચો લઈ સાફ કરતા હતા . અને ભાનુમતી ની નજર પડે એ શેઠ પાસેથી પોતું આંચકીને પોતે સાફ કરવા મંડી ગઈ ,એટલે શેઠે મને કીધું શા માટે બાનુએ મારા હાથમાંથી કપડું આંચકીને પોતે સાફ કરવા મંડી ગયાં મેં કીધું ભારતમાં મોટો માણસ આવું કામ કરેતો નાનો માણસ એના હાથમાંથી કામ લઇ પોતે કામ કરવા મંડી જાય . શેઠે મને કીધું તમે તમારી વાઈફ ને કહો કે હું ભલે આખા પ્રેસનો માલિક હોઉં પણ તમારા કરતા પણ નાનો માણસ છું .
એક દિવસ ભાનુંમતીએ મને વાત કરીકે મારું માંશીન્તો ઘણો વખત ચાલતું હોય છે મને જો એકાદ કલાક વધારે કામ આપે તો મને થોડા વધારે પૈસા મળેને ? મેં શેઠને વાત કરીકે ભાનુ એક કલાક વધુ કામ કરવા માગે છે . શેઠ કહે એક કલાક શા માટે મશીન જ્યાં સુધી ચાલે ત્યાં સુધી તે કામ કરી શકે છે .અને આ સમાચારથી ભાનુમતી એટલી બધી ખુશ થઇ ગઈ કે કહેવાની વાત નહિ . પણ એક થીયોડોર કેજેનું ટૂંકું નામ ઠેડી હતું . એ મશીનનો હેડ જેવો હતો . જેમ હું મારા પ્લેટ મેકિંગ ખાતાનો હેડ હતો . અને તેને કાળા અને રંગીન લોકો પ્રત્યે તિરસ્કાર હતો . એને મારી વાઈફની જબરી ઈર્ષા થઇ એટલે હું ન હોઉં ત્યારે તે ભાનુમતી ને બહુ હૈરાન કરે એક દિવસ ભાનુમતિ કંટાળી ગઈ અને નોકરી પડતી મુકીને જ્યાં હું ભાઈની રાહ જોઇને બેઠો હતો ત્યાં આવી ગઈ . . ઠેડીની કનડગતને લીધે ભાનુંને નોકરી છોડી દેવી પડી એ શેઠને અને ડેવિડને નો ગમ્યું . એટલે મને ડેવિડે કીધું કે કાલે ભાનુંને નોકરી ઉપર લઇ આવજો ભલે એ વહેલી નોકરી છોડીને જતા રહ્યા . તોય જ્યાં સુધી મશીન ચાલુ રહેલું ત્યાં સુધીનો એનો પગાર પણ મળશે . અને હવેથી ઠેડી એને કશું નહિ કહી શકે . માટે તમે કાળથી ભાનુંને નોક્રરી ઉપર લેતા આવજો . પણ પછી ભાનુંનું મન ખાટું થઇ ગએલું એટલે એ ફરીથી નોકરી ઉપર આવીજ નહિ . આ પ્રેસમાં મારી વાઈફે દોઢેક વરસ નોકરી કરી હશે .
Like this:
Like Loading...
Related
ભારતમાં સમાજની બીકે કુંવારીને પેટે બાળક જન્મે…ત્યારે ભારતમા અને અહીં પણ જે દશા થાય તેના પરથી યાદ…
અવધૂત ગુરૂ દત્તાત્રેય ઋષિએ સમજાવ્યું કે હે રાજા, મેં બૃધ્ધિના વિકાસ માટે તથા વિશ્વમાં પોતાને સુરક્ષિત અને સફળ બનાવવા ૫દાર્થોની પાસેથી તેમને ગુરૂ માનીને તેમની પાસેથી બોધ પ્રાપ્ત કર્યો છે. પોતાની સન્મુખ ઉપસ્થિત તમામ ૫દાર્થોના વિશેષ ગુણોને સમજીને તેને જીવનમાં અ૫નાવી લેવા, આમા — વેશ્યા, નાનું બાળક., કુમારીકા વિષેના ગુણાત્મક ચિંતન જાણતા આશ્ચર્યાનંદ થાય !
દત્તાત્રેયે પિંગલા નામની વેશ્યા પાસેથી ૫ણ જ્ઞાન મેળવ્યું છે. શ્રીમદ ભાગવતમાં તેની કથા આવે છે કે વિદેહ નગરી મિથિલામાં એક નાચવા ગાવાવાળી પિંગલા નામની વેશ્યા રહેતી હતી, તે ધનની લોભી હતી. પ્રભુએ તેને સુંદરતા આપી હતી પરંતુ તેનો તે દુર્૫યોગ કરતી હતી. ધનવાન અને લાલચુ પુરૂષોને લોભાવીને તે તેમની પાસેથી ધન ૫ડાવતી હતી. ૫રંતુ તેની યુવાની અસ્ત થતાં ધનવાન પુરૂષો તેની પાસે આવવાના બંધ થઇ ગયા. એક દિવસ તે ગ્રાહક શોધે છે અને તેમાં નિષ્ફળ જાય છે તેથી તે ૫શ્ચાતાપ કરે છે કે આ મારો દેહ વિલાસાર્થ નથી. પિંગલા સ્ત્રી હોવા છતાં સ્ત્રી શરીરની નિંદા કરે છે. તેને કામવાસના વિશે નફરત ઉભી કરી છે. કોઇની કામનાપૂર્તિના માટે પોતાનું શરીર વા૫ર્યુ, તેથી તે જીવનથી કંટાળી ગઇ. છેવટે તેને વિચાર કર્યો કે મારાથી સૌથી નજીકમાં નજીક મારા હૃદયમાં જ મારા સાચા સ્વામી ભગવાન વિરાજમાન છે કે જે વાસ્તંવિક પ્રેમ, સુખ અને ૫રમાર્થનું સાચું ધન આ૫નાર છે. જગતના પુરૂષો અનિત્ય છે અને એક પ્રભુ જ નિત્ય છે તેમને છોડીને મેં તુચ્છ મનુષ્યોનું સેવન કર્યુ? કે જે મારી એક ૫ણ કામના પૂરી કરી શકે તેમ ન હતા, તેમને મને ફક્ત દુઃખ – ભય -વ્યાધિ – શોક અને મોહ જ આપ્યાં છે. આમાં મારી મૂર્ખતાની હદ છે કે હું તેમનું સેવન કરતી રહી. ખરેખર ધનની લાલચ અને આશા ઘણી ખરાબ છે.
મનુષ્ય આશાની ફાંસી ઉ૫ર લટકી રહ્યો છે. તેને તલવારથી કા૫વાવાળી કોઇ વસ્તુ્ હોય તો તે ફક્ત વૈરાગ્ય છે. જેના જીવનમાં વૈરાગ્ય આવતો નથી તે અજ્ઞાની પુરૂષ મમતા છોડવાની ઇચ્છા કરતો નથી તેમ શરીર અને તેના બંધનથી મુક્ત થવાનું ઇચ્છતો નથી. પિંગલાએ પોતાને જ સમજાવ્યું કે હું ઇન્દ્રિયોના આધિન બની ગઇ! મેં ખૂબ જ નિન્દનીય આજીવિકાનો આશ્રય લીધો! મારૂ શરીર વેચાઇ ગયું! લં૫ટ લોભી અને નિંદનીય મનુષ્યોએ તેને ખરીદી લીધું અને હું એટલી મૂર્ખ છું કે આ શરીરના બદલામાં ધન ઇચ્છતી રહી! મને ધિક્કાર છે! આ શરીર એક ઘટ છે તેમાં આડા ઉભા વાંસની જેમ હાડકાં ગોઠવાયેલાં છે. ચામડી, રોમ અને નખથી ઢંકાયેલું છે, તેમાં દશ દરવાજા છે કે જેમાંથી મળ-મૂત્ર નીકળતા જ રહે છે. તેમાંથી જો કોઇ સંચિત સં૫ત્તિ હોય તો મળ-મૂત્ર છે. મારા સિવાય એવી કઇ સ્ત્રી હશે કે જે આ સ્થૂળ શરીરને પોતાનું પ્રિય સમજીને તેનું સેવન કરે? આ મિથિલાનગરી વિદેહીઓ અને જીવનમુક્ત મહાપુરૂષોની નગરી છે અને તેમાં એકમાત્ર હું જ મૂર્ખ અને દુષ્ટ છું, કારણ કેઃઆત્મદાની – અવિનાશી ૫રમપ્રિય ૫રમાત્માને છોડીને બીજા પુરૂષોની અભિલાષા કરૂં છું. મારા હૃદયમાં વિરાજમાન પ્રભુ તમામ પ્રાણીઓના ૫રમ હિતૈષી, પ્રિયતમ સ્વામી અને આત્મા છે. હે મારા મૂર્ખ ચિત્ત! તું બતાવ તો ખરૂં કે જગતના વિષયભોગોએ અને તેને આ૫વાવાળા પુરૂષોએ તને કેટલું સુખ આપ્યું? અરે તેં પોતે જ જન્મ – મરણધર્મી હોય તે તને શાશ્વત સુખ કેવી રીતે આપી શકવાના હતા? હવે ખરેખર મારા કોઇ શુભ કર્મના ફળસ્વરૂપે મારા પ્રભુ મારી ઉ૫ર પ્રસન્ન થયા છે, તેથી જ તો આ દુરાશાથી મને વૈરાગ્યનો ભાવ થયો છે અને આ વૈરાગ્ય જ મને સુખ આ૫શે. હવે હું ભગવાનનો આ ઉ૫કાર આદરપૂર્વક શીશ ઝુકાવીને સ્વીકાર કરૂં છું અને વિષયભોગોની દુરાશાને છોડીને જગદીશ્વરની શરણ ગ્રહણ કરૂં છું. હવે મને પ્રારબ્ધ અનુસાર જે કંઇ પ્રાપ્ત થશે તેનાથી મારો જીવન નિર્વાહ કરી લઇશ અને ઘણા જ સંતોષ અને શ્રદ્ધાથી બાકીનું જીવન જગતના કોઇ૫ણ પુરૂષની તરફ ન જોતાં મારા હૃદયેશ્વર આત્મ સ્વરૂ૫ પ્રભુની સંગ વિહાર કરીશ.
જે સમયે જીવ તમામ વિષયોથી વિરક્ત બની જાય છે તે સમયે તે પોતે જ પોતાની રક્ષા કરી લે છે, એટલે ખૂબ જ સાવધાનીની સાથે એ જોતા રહેવું જોઇએ કે સમગ્ર જગત કાળરૂપી અજગરથી ભયગ્રસ્ત છે. અવધૂત દત્તત્રેય કહે છે કે વાસ્તાવમાં વિષયોથી મુક્તિ થઇ જવાથી જ માનવ વાસ્તવમાં મુક્ત થઇ જાય છે તે મેં પિંગલા પાસેથી શિખ્યું તથા જેને પોતાના શરીરને પોતાની અને બીજની કામનાપૂર્તિ માટે વા૫ર્યું છે તેને શરીરને અ૫માનિત કર્યું ગણાય છે. ધનની ચિંતા અને ધનનું ચિંતન એ જ સર્વસ્વ નથી, ફક્ત વાસનાપૂર્તિ માટે જ માનવશરીર મળ્યું નથી, ક્ષૂદ્ર પુરૂષોની સેવા કરવાથી કંઇ મળતું નથી. આ પાંચ વાતો અવધૂત દત્તાત્રેયએ ગ્રહણ કરી.
નાનું બાળક. અવધૂત દત્તાત્રેયે નાના બાળક પાસેથી ૫ણ જ્ઞાન પ્રાપ્ત કર્યું. નાના બાળકને માન કે અ૫માનનું ધ્યાન હોતું નથી અને ઘર તથા ૫રીવારજનોની કોઇ ચિંત્તા હોતી નથી. તે પોતાના આત્મામાં જ રમણ કરે છે – તે શિક્ષણ નાના બાળક પાસેથી લીધેલ છે. આ જગતમાં બે જ વ્યક્તિ નિશ્ચિંત અને ૫રમાનંદમાં મગ્ન રહે છે. નાનું બાળક અને જે પુરૂષ ગુણાતિત બની ગયો છે તે. બાળકને માન અ૫માનની કલ્પના નથી. જયારે આ૫ણને એક જ કામના રહે છે કે લોકો અમોને સારા કહે. માણસની ૮૦ ટકા શક્તિ લોક આરાધનામાં ખર્ચાઇ જાય છે. નાનું બાળક નિશ્ચિંત છે તેમ માણસે ચિંતા છોડી દેવી જોઇએ. જયાં સુધી ચિંતા છે ત્યાં સુધી વ્યથા રહેવાની જ! સુભાષિતકાર કહે છે કે, “ચિન્તા ચિત્તા સમાનાસ્તિ” ચિત્તા માણસને મરી ગયા ૫છી બાળે છે ૫ણ ચિન્તા તો માણસને જીવતાં જ બાળે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા કહે છે કે ભૂતકાળની ચિંતા છોડી દો, ભવિષ્ય કાળની લાલસા છોડી દો અને વર્તમાનને ૫કડો. ભગવાને વિસ્મૃતિ ન રાખી હોત તો ભૂતકાળમાં થયેલી ભૂલો, ભોગવેલા દુઃખો યાદ કરીને માણસ મરી જાત. આ ચિંતા દૂર કરવાનો ઉપાય છે ખરાબમાં ખરાબ સ્વીકારવાની તૈયારી રાખો, જેથી માનસિક શાંતિ મળશે. ચિંતાનું બીજું કારણ છે મૂંઝવણ. Confusion is the chief cause of worry. માણસ નવરો હોય ત્યારે ચિંતા કર્યા કરે છે માટે કામમાં સતત વ્યસ્ત રહો. બીજું કુવિચારથી ચિંતા ઉભી થાય છે. ક્ષુદ્ર, દુર્બળ વિચારો સાંભળવાથી ચિંતા થશે, ૫રંતુ જે બીજાની ચિંતા કરવા લાગે છે તેના મન ઉ૫ર ચિંતાની ખરાબ અસર થતી નથી. નાના બાળકને જોઇને અવધૂત દત્તાત્રેયને એ કલ્પના આવી કે વિષયસુખના બદલે આત્મિક સુખની ઇચ્છા કરવી, માન અ૫માનથી દૂર રહેવું અને ચિંતા છોડી દેવી.
કુમારીકા – એક વખત અવધૂત ફરતા હતા. તે એક ઘરમાં ગયા તો એક કુંવારી કન્યા એકલી જ ઘેર હતી. ઘરના તમામ સદસ્યો બહાર ગયા હતા. ઓચિંતા વર ૫ક્ષના લોકો ઘેર આવ્યા. ઘરમાં બીજું કોઇ હતું નહી. છોકરીએ વિચાર્યું કેઃ ઘરમાં ચોખા નથી તો શું કરવું? આવેલા મહેમાનો બહારના રૂમમાં બેઠા હતા. તે અંદરના રૂમમાં ડાંગર ખાંડવા બેઠી તો બંગડીઓનો અવાજ થવા લાગ્યો. કુમારીકાએ બંગડીઓનો અવાજ ના થાય તે માટે બંને હાથમાં એક એક બંગડી જ રાખી તેના લીધે અવાજ બંધ થઇ ગયો. અવધૂતને લાગ્યું કે જ્યાં વધારે લોકો ભેગા થાય ત્યાં ઝઘડો થશે, અવાજ થશે. બે લોકો ભેગા થાય તો સંવાદ થાય. આનો અર્થ માણસે એકલા રહેવું જોઇએ તો જ તે શાંતિથી વિચાર કરી શકે. ઘણા લોકો સાથે બેસીને પ્રાર્થના કરી શકે, પ્રાર્થના અને પૂજામાં અંતર છે. પૂજા હંમેશાં એકલા બેસીને જ થાય છે. આમ ત૫ એકલાએ જ કરવું અને અધ્યયન-અભ્યાસ બે જણાએ સાથે મળીને કરવો- આ ગુણ તેમણે કુમારીકા પાસેથી જાણવા મળ્યો.બીજી તરફ ઈસુની જન્મ કહાણી સાંભળીને લોકો મૂંઝાઈ જાય, એમાં નવાઈ નથી. પરમેશ્વરના એક સ્વર્ગ દૂતે મરિયમને સંદેશો આપ્યો: “તું ગર્ભવતી થશે અને પુત્રને જન્મ આપશે, અને તું તેનું નામ ઈસુ પાડશે.” એ સાંભળીને મરિયમે મૂંઝાઈને પૂછ્યું: “હું તો કુંવારી છું, તો પછી એમ કેવી રીતે બને?” તમે પણ એમ જ વિચારતા હશો કે ‘એ બની જ ન શકે.’ તેથી, એ દૂત મરિયમને સમજાવે છે કે આ એક ચમત્કાર છે અને “ઈશ્વરને કશું જ અશક્ય નથી!” (લૂક ૧:૩૧, ૩૪-૩૭, પ્રેમસંદેશ) વિચાર કરો: પરમેશ્વર યહોવાહે વિશ્વ બનાવ્યું છે. તે આપણા સર્જનહાર પણ છે. વળી, તેમણે સ્ત્રીઓને એવી રીતે બનાવી છે કે તેઓ બાળકને જન્મ આપી શકે છે. તેથી, પરમેશ્વર માટે કંઈ મોટી વાત ન કહેવાય કે તે એક કુંવારીને મા બનાવે. વળી એ બાળક પાપ વગરનું હોય, એમ કરવું પણ પરમેશ્વર માટે મોટી વાત નથી.
પ્રિય પ્રજ્ઞા બેન
તમારા લખાણથી ઘણું શીખવા મળ્યું . ગુરુ દત્તાત્રય ના ગુરુઓ વિષે જાણ્યું તમારા વિશાલ અનુભવને ઘણા અભિનંદનો .
પેન્ટ શર્ટમાં ભાનુબાના ફોટા મુક્યા હોત તો વાત ઓર જામત !
ઈ આવો પેન્ટ શર્ટ માં ફોટો પાડવા દેતી હશે કોઈદી . તમે ફોટો પાડવા જાઓ તો કેમેરો આંચકીને ફેંકી દ્યે . હો આતો દલપતરામનું માથું ફોડી નાખનારી કંઈ જેવી તેવી .મેં કદાચ લખ્યું હશે કે એક વખત અમે ગ્રોસરી લઈને સ્ટોરની બહાર નીક લ્યા તો બા એ એક ખાલી ખોખું જોયું મને કીધું કે ઓલ્યું ખોખું લઇ આવો અને એમાં આ થેલીઓ મૂકી દ્યો પછી રુમાંલીયાનો મોલાસો વાળીને મારા માથા ઉપર મુકો અને તમે લટક મટક કરતા હાલ્યા આવો . મારા માથા ઉપર ભાર હશે તો મને બહુ ભાર નહિ લાગે
સ્ત્રી પુરુષની પાછળ ચાલતી હોય એ અહીના લોકોને બહુ નથી પસંદ એટલે હું એને મારી આગળ ચાલવા દઉં આ ખોખા ઉપર 12 ડઝન ફર્ટલ એગ્ઝ એવું લખેલું . અમે ચાલ્યાં આવતાં હતાં ત્યારે મારી વાઈફની સામે એક પોતાના હાથમાં કેમેરો હતો એવી છોકરી મળી એને ભાનુંમાંતીનો ફોટો પાડવાની ઈચ્છા થઇ મહા મુશીબતે આ તમારાં આઈ એ ફોટો પાડવા દીધો .
એક વખત મગજના સ્પેશીયાલીસ્ટ ડોકટરે કીધું કે આ તમારા વાઈફના મગજમાં લોહી બરાબર પહોંચતું નથી એટલે એનું મગજ ખાલી છે . એના માટે દવા કરવી પડશે . આવખતે મારા મિત્ર મુકુન્દ મેહતા મારી સાથે હતા મુકુન્દ ભાઈ કહે દવા કરાવી લ્યો મેં ડોક્ટરને દવા કરવાની નાપાડી , મારા પુત્ર દેવે ડોક્ટરને કીધું એનું માથું ખાલી નથી એણે અમારા બધાયના માથાં ખાલી કરી નાખ્યા છે આ બાયડી બહુ માથા ભારે છે .
સરળ શબ્દોમાં સરસ વાત અંત સૂધી જકડી રાખે છે. આતાજી આપના પુરુસાર્થ સભર જીવન પ્રસંગોમાંથી અનેક લોકોએ શિખવા જેવી એક વાત મને ખુબ ગમે છે….સંતાનોને કોઈ પણ રીતે બોજરૂપ બન્યા વગર સંપૂર્ણ રીતે સ્વતંત્ર રીતે જીવન વહેતું રાખવું, અને સૌના પ્રેમ પાત્ર બની રહેવાની વૃત્તિ અને કળા આતા પાસે શિખવા જેવી છે. મારા સાદર વંદન.
પ્રવીણભાઈ
હું એકલો રહું છું પણ એટલો આંનંદ રહું છુકે કહેવાની વાત નહિ . તમારા જેવા કોઈ હિતેચ્છુ મને કહે કે હવે તમારે આ ઉમરે તમારે તમારા દીકરા અને તેના પરિવાર સાથે રહેવું જોઈએ . તો હું વિનયથી નાં પડી દઉં કે મને કોઈના ભેગું રહેવું નહિ ફાવે એક મારી ગજલ ધ્યાનથી વાંચો અને કોકની સાથે રહેવાથી કેટલા પરાધીન રહેવું પડે છે એ જાણો
दुनियामे बुजुर्गोंको सुख चैन नहीं है आराम नहीं है
पोत्रोंकी साथ खेलते पुत्रोंको नहीं पसंद कहतेहै तुम्हारी कुटेव उन पर पड़ेगी
इज़हार करे किस्से किसीको ન समय है वोहभीतो अपनी ज़न्जाटोमे फसे पड़े है
आताश्री एक ऐसा है दुनियासे निराला अपनेही खानदान से वो बहोत दूर है इज़हार = जाहिर //// ख़ानदान = कुटुंब હવે આવી વાતોકોને કેવી બિચારા દીકરાઓની વહુઓના હડકોલા ખાતા પડ્યા હોય .
પપ્પાજી તમને હજાર વખત કીધું કે ઓડકાર ન ખાઓ છીંકો ખાઓ તો કે બગાસું ખાઓ તો બહુ અવાજ આવવા ન દ્યો પણ સમાંજ્તાજ નથી . ભગવાન જાણે કેવો મગજ છે તમારો .
અને આ આતા એકલા જોર જોર થી ભજન ગાઓ કોઈની દખલ નહિ .
નરસી બાપનું ગીત જોરથી ગાઓ
મેં ગોવાલણ તોરી કાનુડા એ તારી મોરલીએ લલ ચા ણી રે