પ્રિન્ટીંગ પ્રેસની પ્લેટ મેકિંગ ડીપાર્ટમેંટની સંપૂર્ણ જવાબદારી એક વખત મારા માથે આવી પડી .

બાબને અને શેઠને અણ બનાવ  હોવાથી  બાબને કામ પડતું મુકીને  જતા રહેવાનો વિચાર હશે  એટલે બાબે પ્લેટો કેમિકલ  વગેરે  વસ્તુઓનો   મગાવી લેવાનો ઓર્ડર આપેલો નહિ  .  હું જયારે કામ ઉપર આવ્યો ત્યારે  બાબ નોકરી ઉપર આવેલો નહિ  , છાપવા માટેની નેગેટીવો આવી ગએલી  ,એટલે  મેં નેગેટીવો તૈયાર  કરી અને  જેવી હું પ્લેટ લેવા જતો હતો ત્યાં પ્લેટનું ખાનું ખાલી ખમ  એવીરીતે  કેમિકલ પણ નોતું  મેં  તાત્કાલિક  મેનેજર  ડેવિડ ને  પરીસ્થિતિથી  વાકેફ કર્યો  .  .એટલે ડેવિડે  જો હું સોરઠની ભાષામાં  કહું તો  ઘોડાં ધ્રોડાવ્યા અને તુરત  જોઈતી વસ્તુ મગાવી લીધી  . પણ આ કાર્ય માટે   ખાસ્સી  વાર થઇ  ગએલી એટલે  બધા વર્કરોને  ખુબ ઓવર ટાઈમ  આપવો પડેલો  .
જરૂરી વસ્તુઓ આવ્યા પછી  મેં ધમ ધમાટ કામ ચાલુ કરી દીધું  . પછીતો  બધી જરૂરી વસ્તુ મગાવવાનો  ઓર્ડર આપી દીધો  . અને મને ડેવિડે  વસ્તુઓ મગાવવા માટે ક્યા  કલાર્કને  કહેવાનું એ બધું  સમજાવી દીધું  .અને મેં એકલે હાથે  મહિનાઓ સુધી  ભૂલો વગરનું  કામ  કર્યું  .પણ હપ્તામાં એક દિવસ  મશીનો  સાફ કરવા પડે  , એ મને નોતું ફાવતું એટલે મને આ કામ માટે    એક આર્થર નામનો પ્રેસમાં કામ કરતો  માણસ મદદ કરતો  . આ  આર્થરને  ટૂંકા નામ   આર્ટિ કહીને બોલાવાતો   જેનો  ઉચ્ચાર  આડી  જેવો કરાતો  .
આ આડી વિશેનો  લેખ  મેં ઘણા વખત પહેલા  “આતાવાણી ” માં લખેલો છે   .
એક વખત  શેઠે મને પુચ્છ્યું  તમને  આ કામ  બરાબર  ફાવે છેને ?  મેં કીધું બધું કામ  હું મહિનાઓથી  કરું છું   , એટલે મને બરાબર ફાવે છે પણ  મને આ મશીન  જે સાફ કરવું પડે છે એમાં મારી બખ  બુડતી નથી  .  પછી  શેઠે  મશીન સાફ કરવાનું  શીખવવા   માટે સ્પેશીયલ માણસને  ત્રણ  દિવસ  માટે   બોલાવ્યો  અને    ,  આ  માણસને  રહેવા માટે  સારી  મોટેલમાં  વ્યવસ્થા  કરી   . હું ફક્ત બેજ  દિવસમાં બરાબર શીખી ગયો  .  મને  આ શીખવવા આવનાર માણસે  બરાબર  ચકાસી જોયો  .  હું બરાબર  શીખી  ગએલો  એટલે  શેઠને  આ માણસે  વાત કરીકે   હું બરાબર  કામ શીખી ગયો છું   ,એટલે  મારે વધુ રોકવાની જરૂર હોય એવું મને લાગતું નથી  . એટલે શેઠે એને જવા દીધો  .
મેં  બરાબર  કામ કર્યું  . મહિનાઓ થઇ ગયા  એક વખત   શેઠે  મને મદદ કરવા માટે એક માર્ક નામના  યહૂદી છોકરાને  મારી  પાસે  મુક્યો  .  એક વખત શેઠે અને ડેવિડે કીધું કે  માર્કને  તમે કામ શીખવી દેજો એટલે એ બધું કામ કરશે  અને તમે ફક્ત દેખ રેખ  રાખજો   , થોડો વખત  માર્કે બરાબર કામ કર્યું  . પણ પછી ફાટ્યો  .  એણે મને કીધું કે  તારે હું કહું એમ કામ કરવું પડશે  તું મારો બોસ નથી પણ હું તારો બોસ છું  . હું હાઇસ્કુલ ગ્રેજ્યુએટ  છું અને તું પરદેશી  તુને ઈંગ્લીશ પણ બોલતા બરાબર આવડતું નથી  . મેં કીધું કે  તારે જે કંઈ  કહેવું હોય  તે તું શેઠને કહે  બાકી અહી તારે  હું કહું એમ કામ કરવું પડશે  . મારોe કામ કરવું  હુકુમ  તારે બરાબર માનવો પડશે  .  માર્કે શેઠને વાત કરીકે   હું   હાઇસ્કુલ  ગ્રેજ્યુએટ  છું  . એટલે હું કહુએમ  મારા હાથ નીચે  હેમતને કામ કરવું જોઈએ  . . શેઠે  માર્કને  બહુ શાંતિથી  સમજાવીને કીધું કે  હેમત  એના દેશનો  ગ્રેજ્યુએટ છે , વળી એ અહી ઘણા સમય થી કામ કરે છે એટલે એને તારા  હાથ નીચે કામ કરવાનું ન કહી શકાય  . પછી વિલે મોઢે માર્ક પાછો આવ્યો અને કામ કરવા મંડી   ગયો  .  . પણ થોડા દિવસ પછી એ કામ ઉપર આવે  કાર્ડમાં પંચ ઇન કરીને  આઘો પાછો થઇ જાય  બિલકુલ મારી પાસે  આવેજ નહિ  , હું પણ  એને  કશું કહેતો નહિ તેમજ એના  બાબત  શેઠ આગળ કે  ડેવિડ આગળ  ફરિયાદ પણ કરતો નહિ  . પણ એક દિવસ  આર્થરે  શેઠને વાત કરીકે  માર્ક  હેંમતને  જરાય મદદ કરતો  નથી  , કામ ઉપર આવે ત્યારે પંચ ઇન કરીને લંચ રૂમમાં કે  કેમેરા  રૂમમાં  ઘુસી જાય અને ઘરેથી લાવ્યો હોય એ ચોપડી વાંચ્યા કરે   છે  .  એક વખત શેઠ મારી પાસે આવ્યા  અને મને પુચ્છ્યું  કે માર્ક ક્યા છે  ,, મેં કીધું તે કેમેરા રૂમમાં કે લંચ  રૂમમાં ક્યાંક બેઠો હશે   શેઠે જાતે જઈને માર્કને  ગોત્યો માર્ક  શેઠને  ચોપડી વાંચતો મળી આવ્યો  .  શેઠ માર્ક ને લઈને  હું કામ કરતો હતો એ રૂમમાં  લઇ આવ્યા અને માર્કને કીધું કે  અમે તુને કાઢી મુકીએ એના કરતા તું તારી જાતે  પંચ આઉટ  કરીને જતો રહે  . માર્ક કશું  બોલ્યા સિવાય એકદમ  પંચ આઉટ કરીને  જતો રહ્યો  . શેઠે એને કીધું કે તું હવે અહી  કદી આવતો નહિ તારા પગારનો ચેક તું ને  પોસ્ટ  મારફત  ઘરે મોકલી દેવામાં આવશે  .

3 responses to “પ્રિન્ટીંગ પ્રેસની પ્લેટ મેકિંગ ડીપાર્ટમેંટની સંપૂર્ણ જવાબદારી એક વખત મારા માથે આવી પડી .

  1. dee35(USA) માર્ચ 2, 2015 પર 6:14 પી એમ(pm)

    સાચી નિષ્ટા પુર્વક કરેલ કામનો બદલો મળે જ છે તે આપણે ભારતીઓએ અમેરીકામાં સાબીત કરી આપ્યું છે વડીલઅભિનંદન

  2. Vinod R. Patel માર્ચ 3, 2015 પર 3:39 પી એમ(pm)

    માર્ક માટે અહમ નો સવાલ હતો કે હું ગ્રેજ્યુંએટ અને એક દેશી બદામી ચામડીનો માણસ જેને અંગ્રેજી પણ બોલતાં ફાવતું નથી એના હાથ નીચે કામ કેમ કરાય ? આ વૃતિથી છેવટે એને પાણીચું મળ્યું.

    માલિક નો જવાબ કે હેમત એના દેશનો ગ્રેજ્યુએટ છે એ મને ખુબ ગમ્યો. અમેરિકામાં કામની કદર થાય છે.
    અને આપણા ભારતીયો કામ કરવામાં પાછાં પડતા નથી કે કામ ચોરી કરતા નથી .

    • aataawaani માર્ચ 3, 2015 પર 9:05 પી એમ(pm)

      प्रिय विनोद भाई
      તમે પણ મારા શેઠ જેમ કામની કદર કરનારા હતા , એમ તમે પણ મારી લખાણ પટીની કદર કરનારા છો .
      બે દિવસ પછી હું “આતાવાણી” માં શેઠનો જે પ્રસંગ લખવાનો છું એ તમને જણાવું છું ,
      શેઠ મારા ભાઈને ઓળખે ! એક વખત શેઠે મારા ભાઈને કીધું કે એક દિવસ હું તમારા ભાઈને આખા પ્રિન્ટીંગ પ્રેસનો હેડ મેનેજર બનાવવાનો છું . મારા ભાઈએ કીધું કે મારા ભાઈને ઈંગ્લીશ આવડતું નથી , એ આખા પ્રિન્ટીંગ પ્રેસનો જવાબદારી વાળો હોદ્દો કેવી રીતે સંભાળી શકશે ?
      શેઠે જવાબ દીધો કે ઈંગ્લીશ જાણનારા તો તમારા ભાઈના હાથ નીચે કામ કરતા હશે .

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: