

પ્રિન્ટીંગ પ્રેસમાંપ્રિન્ટીંગ પ્રેસમાં સખ્ત મહેનતનું કામ કરવાનો હવે અંત આવ્યો . ગમેતે કારણ હોય પણ મને શેઠે જાતે વાત કરીકે તમને હવે આરામની નોકરી આપવી છે .અને પગાર પણ વધારી દેવામાં આવશે . આ સમાચાર જાણી હું તો બહુ ખુશ થઇ ગયો ,બીજે દિવસે હું જે જગ્યાએ જ્યાં છાપવા માટેની પ્લેટો બનાવવામાં આવતી તે જગ્યાએ નોકરી ઉપર હાજર થયો . અહી પ્લેટો બનાવવાનું કામ એક બાબ હેમલટન નામનો માણસ કામ કરતો હતો . બાબ ને શેઠે કીધેલું કે તને મદદ કરવા હેમત આવશે , પણ એને પ્લેટને લગતું કામ કંઈ આવડતું નથી . એ તુને કમ્પની માટે છે . એમ તારે સમજવાનું છે . બાબ મારા મિત્ર જેવો હતો . પહલેજ દિવસે હું જ્યારે બાબ પાસે નોકરી કરવા આવ્યો , ત્યારે મેં તેને પૂછ્યું . બાબ મારે અહી શું કામ કરવાનું છે . બાબ કહે તારે મને ઇન્ડિયાની અનબલીવબલ વાતો સંભળાવવાની છે . અને જલસો કરવાનો છે .
બાબ મેનેજર ડેવિડનો માનીતો અને શેઠનો અણ માનીતો માણસ હતો . એની પત્ની એનાથી છુટ્ટી થઇ ગઈ હતી . એનું એને જરાય દુ :ખ નોતું પણ એના બે દીકરાને એની વાઈફને જજે સોંપ્ય એનું એને પારાવાર દુ :ખ હતું . આ દુ :ખ માંથી મુક્તિ મેળવવાના ખ્યાલ થી એ દારૂ પીવાને રવાડે ચડી ગએલો . પણ કોઈએ કીધું છેકે गलत है जाम दिलोको करार देता है वोतो पिने वालोको बे मोत मार देता है .
આ જગ્યાએ એલ્યુમીનીયમ ધાતુ જેવી પાતળી લંબ ચોરસ લીલા રંગનું કેમિકલ ચડાવેલી પ્લેટ હોય . બીજું કેમેરા ડીપાર્ટમેંટ માંથી શું શું છાપવાનું છે એ મતલબના લખાણ વાળો લાંબો કાગળ આવે આ કાગળને લે આઉટ કહેવાય , અને અક્ષરો વાળી નેગેટીવ આવે આ નેગેટીવ બરાબર છેકે નહિ એ લે આઉટ સાથે સરખાવી જોવાય પછી નેગેટીવમાં અ કાચના અક્ષરો સિવાય નકામાં ડાઘા પડ્યા હોય એ ડાઘને એક સ્પેશીયલ જાતના રંગથી બુરી દેવામાં આવે . પછી પ્લેટને એક મશીન ઉપર બરાબર ગોઠવીને મુકવામાં આવે અને એના ઉપર ગોઠવીને નેગેટીવ મુકવામાં આવે . પછી એને એક સ્પ્શીય્લ જાતના કાચના કે જે કાચ પ્રકાશની ગરમી સહન કરી શકે એવા કાચના ઢાંકણાંથી ઢાંકીને એની નીચે હવા ભરવામાં આવે હવા ઓટોમેટીક બટન દબાવો એટલે ભરાવા માંડે એત્લેપ્રથ્મ્નાkhanamaa પ્લેટ પ્રવેશ કરે પછી બટન દબાવો નેગેટીવ ખસી નો જાય એ રીતે પ્લેટ અને નેગેટીવ ટાઈટ થઇ જાય અને પછી એને ઉંધી કરવામાં આવે અને નીચે પાવર ફૂલ લાઈટ કરવામાં આવે . એટલે અક્ષરો પ્લેટ ઉપર ચોટી જાય પછી પ્લેટને કાઢીને જેમાં ત્રણ જાતના પ્રવાહી હોય એ મશીનમાં મુકવામાં આવે પછી બટન દબાવો એટલે મશીન ચાલુ થઇ જાય . અને પ્રથમના ખાનામાં કેમિકલ હોય એ અને બ્રશની મદદથી અક્ષર સિવાયનો પ્લેટ ઉપરનો લીલો પદાર્થ સાફ થઇ જાય અને પ્લેટ બીજા ખાનામાં પ્રવેશ કરે આ ખાનમાં પાણી હોય એ પાણીથી પ્લેટ ધોવાય જાય અને પછી પ્લેટ ત્રીજા ખાનામાં પ્રવેશ કરે અહી પ્લેટ ઉપર ગામ ચોટી જાય આ ગમ પાણી જેવો પ્રવાહી હોય . આ ગમને કારણે અક્ષરો ઉપર પ્રકાશની કોઈ અસર નો થાય . પછી પ્લેટ તૈયાર થઈને મશીનમાંથી બહાર નીકળે એટલે એને પ્રેસના રોલમાં ફીટ થાય એ રીતે પ્લેટની બન્ને બાજુએ વાળવાની અને પછી પ્લેટના વાળેલા ભાગે આ પ્લેટ ક્યાં ગામ માટે છે એ અને પ્લેટનો નમ્બર શું છે એ પ્રેસ મેન ની જાણ માટે લખવામાં આવે .
કેમીલ્ક્લને પણ મીટરથી તપાસતું રહેવાનું અને જરૂર હોય તો એમાં કેમિકલ ઉમેરવાનું .
એક દિવસ મેં બાબને પૂછ્યું તું આવું બધું કામ હાઇસ્કુલમાં શીખ્યો કે કોઈ કોલેજમાં? બાબ કહે તું જેમ મારી પાસે કામ કરવા આવ્યો છો એમ હું એક માણસ પાસે કામ કરતો હતો અને શીખી ગયો .
મેં એક વખત બાબને કીધું મારે આ કામ શીખવું છે . એટલે મને તું શીખવામાં મદદ કર બાબ કહે તું તારે વ્યાધી ન કર જલસા કર હું કામ કરું છું . એ જોયા કર . પણ ધીમે ધીમે હું બધુજ કામ શીખી ગયો બાબ કહે તું બહુ હોશિયાર માણસ છો બહુ જલ્દી શીખી ગયો . એક વખત મેં બાબને કીધું તું હવે મારુકામ બેસીને જોયા કર અને જો આ કાઠીયાવાડી ભાયડાના ધુબાકા અને હું બરાબર કામ કરવા માંડી ગયો . અને બાબ અંદર દારૂ પીવાની સખત મનાઈ હોવા છતાં ઘૂંટડો ઘૂંટડો પીધા કરે અને બેસી રહે અને હું નેગેટીવ ચેક કરવાથી માંડીને પ્લેટો વાળવા સુધીનું કામ કરવા માંડ્યો . કોઈ વખત મને બાબ મારે ઘરે મૂકી પણ જતો . એક વખત મેં એને બે ડોલર આપ્યા તો બાબ કહે શામાટે આપે છે મેકીધું કોઈ વખત તું મારા તરફથી દારૂ પીલે બાબ કહે હું તારો મિત્ર છું ડ્રાયવર નથી . જોકોઈ ડી મને પૈસા આપવાની વાત કરીતો હું તુને કારમાંથી અંતરિયાળ ઉતારી દઈશ , બાબનું ઘર મારા રસ્તામાં નોતું બહુ દુર હતું છતાં એ મને મારે ઘરે મૂકી જતો .
Like this:
Like Loading...
Related
यह ऐसी ही बुराई है जैसे आप सिगरेट पीने या शराब पीने को किसी भी रूप में उचित नहीं ठहरा सकते हालांकि कई लोग सिगरेट और …. पहनते है , फिल्म और टीवी मे ए चलता है……………………………………………
પ્રિય પ્રજ્ઞા બેન
ધોળી બીડી ધોળી બાયડી ઈની નો છુટે ખો
મડદાં બેઠાં થાય નઈ ઈં કબીર કેતો ગો
ભાવાર્થ ;; સિગારેટ અને ગોરી સ્ત્રી એની સાથે ભાઈબંધી ની ટેવ છૂટવી બહુ મુશ્કેલ હોય છે .અને મૃત શરીર ક્દી બેઠું ન થઇ શકે એવું કબીર કહી ગયા છે .
મૃત શરીર
દિવ્યપ્રેમ સ્પર્શથી જીવંત થઇ જાય છે!
આતાજી આપ સરસ વાતો લખી રહ્યા છો. લખતા જ રહો. આપની અનુભવ વાણીમાં મજા આવે છે.
પ્રિય પ્રવીન્કાંત શાસ્ત્રીભાઈ
તમારા જેવાનો ઉત્સાહજ મને મારા મગજના કમ્પ્યુટર માં સંઘરેલો અનુભવ બહાર કઢાવીને લોકો સમક્ષ રજુ કરાવે છે .
priy pravinkant bhaai hu lakatoj sahish jyaa sudhi mari mgj shakti stej hashe
ફરીથી પ્લેટો બનાવવા લાગો.
પ્રિય સુરેશ ભાઈ
હવેતો જલસા કરવાના કે પ્લેટો બનાવીને પૈસા ભેગા કરવાના?