Daily Archives: ફેબ્રુવારી 24, 2015

હું અમેરિકામાં પ્રિન્ટીંગપ્રેસમાં નોકરી કરતો હતો .તે પ્રેસના માલિક john w ,chase february 18 august 9 2006

DSCN1016_3મિસ્ટર ચેસ જયારે  રશિયાથી  અમેરિકા  આવ્યા  ત્યારે સ્ટોર વાળાઓના  જાહેર ખબરોના ચોપાનિયાં સાઈકલ ઉપર બેસી ઘરોઘર આપવા જતા  એજ વ્યક્તિ  મૃત્યુ પામ્યા ત્યારે   મીલીનીયર હતા   .
મારી સાથે તેઓ એક મિત્રની માફક  શાંતિથી બધી વાતો કરતા એટલેજ મને એનો પ્રેમ યાદ આવે છે  .
એક કચ્છી દોહરો લખું છું   .
જીવતાં જેર મ થિયો  , સક્કર થિયો સેણ
મારી વેંધા  માડુઆ રોન્ધાં ભલેજા વેણ
હું બીજી વખત અમેરિકા આવ્યા પછી   પ્રિન્ટીંગપ્રેસમાં  નોકરી કરવા માંડ્યો   મને ઈંગ્લીશ બોલતાં કે  સમજતાં આવડતું નહિ   . એટલે મારે સખત મહેનતનું કામ કરવું પડતું  .પણ મને નોકરીથી સંતોષ હતો  , અને હું ખુશ હતો   .  પ્રેસના માલિક  મિસ્ટર ચેસનો  મારી સાથેનો લાગણી સભર વર્તાવ  ,એનો ઉપકાર   હું ભૂલી શકતો  નથી  .એટલે આજે મને નોકરી છોડ્યે  30 વરસ થઇ  ગયા  છે છતાં હું તેમને યાદ કરું છું  . અને એના વિશેનો  મારો  અનુભવ  “આતાવાણી ”  માં  લખવા  પ્રેરાયો છું   .  મિત્રોની જાણકારી  માટે   ,
આપણે સહુને ખબર છેકે  અમેરિકન માણસો  ભલે એ મોટા ઓફિસર હોય કે મોટા  શેઠ  હોય  પણ પોતાની મોટાઈનો ભાર  પોતાના માથે લઈને ફરતા નથી હોતા  .અહીના કોઈ બી માણસ  પોતાના નામ ટૂંકાવી નાખે છે  . સ્ટીવન્સન  હોયતો સ્ટીવ  ,  ડાનીયલ  તો  ડેની  ડેવિડ હોયતો દેવ   અને સ્ત્રીઓ કેથેરીન  હોયતો કેથી   એલીઝાબેથ હોયતો  લીસા  જેનાફર હોયતો  જેની  એનું નામ પુછોતો  પોતાનું ટૂંકું  નામજ કહે  ભાઈ કે બેન એવો  કોઈ પ્રત્યય લગાડવાનોજ નહિ  .  આપણાં બધા નહી  કેટલાક  લોકોને  તેમનું નામ પુછોતો  ભાઈનો પ્રત્યય લગાડીને કહે   “હિમ્મતલાલ ભાઈ ”
હું નોકરીમાં દાખલ થયો ત્યારે  આ પ્રેસનો માલિક કોણ છે   . એની શરૂઆતમાં મને ખબર નોતી પડતી  શેઠ દિવસમાં દસ વખત અથડાતા હોય  હું ઓળખું નહિ  . કોઈ કર્મચારી પાણી કે સોડા ઢોળીને હાલ્યો ગયો હોય   એ શેઠ પોતે કચરા પોતું લાવીને પોતે જાતે સાફ કરી નાખે   . ઢોળનારને   સાફ મ્ક્ર્વાનું તો નો કહે પણ  એટલું પણ નો કહે કે ભાઈ જરા ધ્યાન  રાખતો હોય તો  ?
એક દિવસ  મને   મારા લંચના  ટાઈમે  શેઠ મળ્યા  . હાઈ હલ્લો કહીને મને પૂછ્યું  . તમને અહી નોકરી કરવાનું ગમે છેને ? હું પણ અહીના બીજા  રોદણાં રડનાર  કર્મચારીની માફક  બોલ્યો  . ગમે તો છે પણ  આ શેઠ છેને ઈ બહુ કંજૂસ  માણસ છે  બહુ પગાર નથી આપતો   આમ તો મને ખરું પૂછવામાં આવે તો    હું બહુ રાજી હતો    કેમકે  મારી ભારતની કમાણી  કરતા હું ઘણું કમાતો  હતો
મારા જવાબ સાંભળીયા પછી    શેઠના  ચહેરા ઉપર કંઈ ફેર પડ્યો નહિ  . તેઓ બહુ શાંત  ચિત્તે  બોલ્યા એવું કંઈ નથી જુઓ તમે દાખલ થયા ત્યારે  તમને કીધેલું કે  તમને કલાકના બે ડોલર લેખે પગાર આપવામાં આવશે  અને તમને સવા બે ડોલર લેખે પગાર  નોતો ચૂકવ્યો  ? અને તમને કીધેલું કે  ત્રણ મહિના પછી તમારો  પગાર વધારવામાં આવશે  અને તમારો પગાર  બે મહિના  પછી નોતો વધારી  આપ્યો ?
થોડા વખત પછી  મને ખબર પડી કે જેને મેં  કંજૂસ કહ્યો હતો એતો  આ આખા પ્રિન્ટીંગ પ્રેસનો માલિક છે  . અને એની થાળીમાં મારા જે વા  હજાર માણસનો  રોટલો છે  . એટલે હું એની સાથે બહુ વાત ચિત ન કરું  પૂછે એનો ટુંકાણમાં  જવાબ આપું   . એક વખત હું જ્યારે એમને એકાંતમાં મળ્યો  ત્યારે મને એમણે મને મ્કીધું કે તમે મારાથી સંકોચ ન રાખો   તમારા જેવો માણસ  મને  હજી સુધી મળ્યો નથી  . તમે મારા મિત્ર છો અને રહેવાના પણ છો  . પછી એની સાથે હું મિત્ર ભાવે વરતું  કોઈ નવી છોકરી નોકરી કરવા આવી હોય તો મને કહે  આ છોકરીને તમે જોઈ કેવી રૂપાળી  છે નૈ ? મને પૂછે તમારા દેશમાં  તમને આવી છોકરી મ્મલે તો તમે એના સાથે  કેવી રીતે વાત કરો ? મેં કીધું શેઠ ભારતની છોકરીઓ   સાથે બહુ સમજી વિચારીને બોલવું પડે  નહીતર બીજે દિવસે  એ એના ભાઈ પાસે  તમને માર ખવડાવે  એવી કોઈક ચાલતો પૂરજો છોકરી લાગે તો એને અમે એમ કહીએ   क्यों  टम टम  इतनी बन ठनके  आज किसका  नसीब उजागर करने जा रही हो  .