એક વરસ સોરઠમાં કારમો દુષ્કાળ પડ્યો .માણસોને ખાવાના સાંસા પડ્યા ,ઢોર ઢાંખર મરવા માંડ્યાં ,આવા સમયે એક ખેત મજુરની પત્ની કે જે બહુ બધોડકી ,બહુ ખાધોડકી , પોતાના પતિને પણ મારતાં વાર ન કરે , દાધારીન્ગી ,અલેકરી .ગાલાવેલી ,વાત વાર્ય અને કોઈ વાત પોતાના પેટમાં રાખી ન શકે એવી હતી . અને તોછડી હતી ,
એક વખત એણે તાડુકીને પોતાના પતિને કીધું . મારા પિટીયા આ દકાર પડ્યોસ ઈની તુને ખબર નથી પડતી ? તું ચૂલાની પાર પાસે બેઠો બેઠો બીડીયું ફૂંક્યા કરસ . જા ક્યાંક શેર પાટણ જા કંઈક કામ ધંધો કર હવેતો ચીણો પણ ખૂટવા આવ્યો . કીવાના રોટલા ઘડીને તારા ભાણામાં ગુડું , ?( ગુડું= આપું ) આલે આ સ્યાર (ચાર )દોકડા દઉં છું ઈ વાપરજે અને કૈંક કામ ધંધો ગોતજે જો કમાયા વગર ઘેર આવ્યો તો મારા જીવી ભૂંડી નથી ભાળી તુને માર્યા વગર સંસ્તો નહી મુકું . બાપડો ખંભે ખેસ્ડો નાખીને જુનાગઢને માર્ગે વેતો થયો . થોડો આગળ ચાલ્યો .એટલામાં એને પોતાના જેવો વાટ માર્ગુ બ્રાહ્મણ મળ્યો , એ બ્રાહ્મણને પણ જુનાગઢ જવું હતું .ખેત મજુર બ્રાહ્મણ ને જોઈ બોલ્યો ગોરબાપા પાય લાગુ છું .બદલામાં ગોરબાપા બોલ્યા આશીર્વાદ .એ બાપા કીની કોર્ય જાવસ ? ગોરબાપો કહે હું જુનાગઢ જાઉં છું . તો તો ભારી કામ થયું . ઠેઠ સુધીનો આપણે સથવારો થયો . મારે પણ જુનાગઢ જવું છે . હવે બાપા કોક જ્ઞાન બાનની વાતું કરો તો પંથ કપાય અને કાન પવિતર થાય . બ્રાહ્મણ બોલ્યો .સરકારી માણસ બોલાવે તો એની પાસે જવું ભાગવું નહિ
મજૂરે દક્ષિણા પેટે દોકડો આપ્યો .બ્રાહ્મણે દોકડો નો લીધો અને બોલ્યો હું અજાચક વૃત ધારી સુદામા જેવો બ્રાહ્મણ છું . ભિખારી બ્રાહ્મણ નથી . મજુર બોલ્યો .બાપા અમારી સાત પેઢીમાં કોઈએ બ્રાહ્મણનો ઉપદેશ મફત નથી સાંભળ્યો . તો હું અમારા વડવાઓનું પ્રણ કેમ તોડું ? માટે મારા ઉપર કૃપા કરીને મારું દાન સ્વીકારો . એટલે બ્રાહ્મણે દોકડો લીધો અને ખીસામાં મુક્યો . વળી બીજો ઉપદેશ આપ્યો કે જ્યાં બેનું દીકરીયું પાણી ભરતિયું હોય એવા પનઘટ ઉપર જઈને ખાવું પીવું કે હાથપગ ધોવા ન બેસવું . પણ થોડું દુર જવું .વળી દોકડો લીધો અને ખિસ્સામાં મુક્યો .અને ત્રીજું વાક્ય બ્રાહ્મણ બોલ્યો કે કુભાર્યા હોય એવી સ્ત્રીને ભલે તે પોતાની પત્ની હોય તોપણ એની આગળ કોઈ અગત્યની વાત સાચી કહેવી નહિ . નહીતર દધારંગી દવ બાળે અને સામાંર્લાનો ભવ બાળે ” અને ચોથું સુવાક્ય કીધું કે રાજા મહારાજા આગળ કદી ખોટું ન બોલવું એની આગળ સત્ય બોલવું . મજુરના ચાર દોકડા પુરા થયા .અને જુનાગઢ પણ આવ્યું . બ્રાહ્મણ એને જ્યાં જવું હતું ત્યાં ગયો . અને મજુર ગીરનાર ચડવાના પગથીયાં પાસે જઈ રહ્યો હતો . એટલામાં પોલીસ એક બિનવારસી મૃત્યુ પામેલ બાવાની લાશની અંતિમ વિધિ કરવાની તજવીજ કરી રહ્યા હતા . એણે આ મજુરને બોલાવ્યો . મજુરને બ્રહ્મ વાક્ય યાદ આવ્યું .એ તુર્ત પોલીસ પાસે ગયો . પોલીસે પૂછ્યું તું શું કામ ધંધો કરે છે ? મજુર કહે સાબ હું મજુરી કરું છું . તું આ બાવાની લાશને દાટી આવીશ ? તુને બાર આના આપીશું . મજુર કહે હા હું એને જરૂર દાટી આવીશ મને કોશ અને પાવડો અને ટોપલો આપો . પોલીસે તેને માગ્યા મુજબની વસ્તુ આપી . મજૂરે ટોપલો પોતાના માથે મુક્યો અને ખંભે નાખી અને એક હાથમાં કોશ પાવડો લીધો .અને લાશને દાટવા રવાના થયો . જંગલમાં જઈ ખાડો ખોદ્યો અને ખાડો તૈયાર થયો એટલે ખભેથી લાશને ખાડામાં ફેંકી બાવો થોડો મજુરની માસીનો દીકરો હતો કે લાશને ખાડામાં પ્રેમથી પધરાવે . લાશને જેવી ખાડામાં જોરથી ફેંકી એટલે બાવાની બાવાની જટા વિખાણી અને લંગોટી છૂટી એટલે બાવાએ છુપાવેલી ગીનીઓ સોના મહોરો લંગોટીમાંથી અને જટામાંથી નીકળી પડી . માંજુરેતો બ્રાહ્મણનો મનોમન ઉપકાર માન્યો કે બાપા તમારું ભલું થાજો આ તમારું વાક્ય તો વેદ વાક્ય કરતા પણ વધી ગયું .
મજૂરે સોના મહોરો વીની લીધી અને બાવાની લંગોટી ખોલી એતો એક વાર કપડામાં સંકેલીની બનાવેલી હતી . એ કોપીનમાં બધી ગીનીઓ મુકીને પોટકી બાંધીને હાલતો થયો . પોલીસને ટોપલો વગેરે સાધનો સોંપી મજુરીના બાર આના લઇ સીધો કંદોઇની દુકાને ગયો . અને મેસુબ મગસના લાડુ વગેરે મીઠાઈ ખરીદી બે પડીકા બંધાવ્યા એક શુકનિયાળ દોકડા દેનારી પત્ની માટે અને બીજું પડીકું પોતાના ખાવા માટે .અને ઈતો ભાઈ ઘર તરફ જવા હાલતો થઇ ગયો . અને નદીકિનારે પનઘટ થી દુર બ્રાહ્મણની આજ્ઞા પ્રમાણે ખાવા બેઠો . ખાઈ પી ને પરવાર્યા પછી હાલતો થયો .પણ ગીનીની પોટકી લેવાનું ભૂલી ગયો . થોડે દુર ગયો ત્યારે યાદ આવ્યું . એટલે પોટકી લેવા પાછો ફર્યો અને જ્યાં ખાવા બેઠો હતો .એ જગ્યાએ ગયો તો ગીનીની પોટકી એમજ હેમ ખેમ પડી હતી . બ્રાહ્મણ નો ઉપકાર માનતો ઘરે પહોંચ્યો . એની ઘરવાળીએ જોયો અને જોરથી બોલી આવ્યો મારો પીટીયો કામાનો બાવો ધોએલ મુરા જેવો . એમ બોલી મારવા માટે કપડા ધોવાનો ધોકો લીધો . ઘભરાએલો પતિ કરગરીને બોલ્યો તારે પગે લાગુ મારી વાત પેલાં સાંભર પછી મારવા દોડજે . પત્ની બોલી જલ્દી ભસ શું કહેવું છે ?પતિએ વિગતથી બધી વાત કરી એના માટે મીઠી લાવેલો એ પડીકું આપ્યું . એટલે પત્ની ખુશ ખુશ થઇ ગઈ અને ભેટી પડી . અને ગીની લઈને બજારે ગઈ અને ઘી , રવો ,કાજુ બદામ પીસ્તા દ્રાક્ષ લઇ આવી અને શીરો બનાવવા મંડી
અને એણે પતિ ને પૂછ્યું . એટલી બધી ગીનીયો ક્યાંથી કમાયા ? પતિને બ્રાહ્મણ નું વચન યાદ આવ્યું કે ગાલાવેલી બાયડી ને ગુપ્ત રાખવા જેવી વાત સાચી ન કહેવી . એટલે આ મારી ઘરવાળી બ્રાહ્મણના વર્ણન મુજબની કદર કુટી છે . એટલે એને સાચી વાત ન કીધી પણ એવું કીધું કે તે જે ચાર દોકડા દીધા હતા એતો બહુ શુકનિયાળ નીવડ્યા ,આ દોકડા નું મેં ખોરું કોપરું ખોરો ખજુર અને બગડેલું એરંડિયું લીધું . અને બધું ખાધું અને મારા પેટમાં જોરદાર વાઢ અને વીંટ આવી પછી હું ઝાડે ફરવા ગયો . અને પરક પરક ક્ર્તાકને સોનાના પાસા નીકળ્યા આ પાસા મેં વેંચ્યા એની આ ગીનીઓ આવી હવે આ વાત તું કોઈને કહેતી નહિ . પત્ની કહે હો હું કોઈનેય નહિ કહું આ તમારા સમ ખાઈને કહું છું .
પતિની વાત સાંભળીને એ રસોડામાં ગઈ અને શીરો બનાવવા મંડી શીરાની સુગંધ સાંભળી એની પાડોશન આવી અને પૂછ્યું . આ દુકાળ વરસમાં તમારા ઘરમાં શીરો પૂરી કેમ બનવા મંડ્યા। ? અલેકરીએ બધી વાત કહી દીધી . પાડોશનને વિચાર આવ્યો કે મારે ક્યાં પતિ નથી ? હું પણ મારા પતિને આવું બધું ખવડાવું અને સોનાના પાસા કઢાવું . એણે તો બાપુ એના પતિને આવું બધું ધરાર ખવડાવ્યું . અને પતિને પેટમાં જોરદાર દુખાવો ઉપાડ્યો પતિ કહે મારે કળશીએ (શોચ ક્રિયા કરવા ) જવું પડશે , એની પત્ની કહે અહીંજ આંગણામાં કરી લ્યો આજે મારે વત્સવીત્રીનું વૃત છે ,આજે મારે તમારી બરાબરની સેવા કરવી છે . એટલે હું સાફ કરી નાખીશ .
પતિને પેટમાં ભયંકર દુ:ખાવો ઉપાડ્યો . અને મરી ગયો . અને પોલીસે બાઈની ધરપકડ કરી એને પોલીસે પૂછ્યું કે આવી મુર્ખામી સલાહ તુને કોણે આપી . એ સાચું બોલી પોલીસેe બાઈની અને એના કહેવાથી એના પતિની ધરપકડ કરી મહારાજા આગળ મુખ્ય ગુન્હેગાર ગીની વાળાને રજુ કર્યો એને મહારાજા આગળ ગોર બાપાએ કહ્યા પ્રમાણે સાચી વાત કરી . મહારાજાએ એને સત્ય બોલ્યો એમાં માફી આપી .અને એને પૂછ્યું તારે કઈ કહેવું છે . ? એણે બંને સ્ત્રીઓને માફી આપવા માટે મહારાજને વિનંતી કરી મહારાજાએ એની વિનંતી માન્ય રાખી અને બધાં છૂટી ગયા .