Daily Archives: ફેબ્રુવારી 9, 2015

વેશધારી સાધુ બન્યો પણ હૃદયમાં સાચો વૈરાગ્ય પ્રગટ્યો .

SriLanka

એક્ગામમાં એક ધનાઢ્ય રહે  .તે જેટલો પૈસાદાર હતો તેટલોજ એ દાનેશ્વરી પણ હતો  .તેણે અસંખ્ય પશુઓને કતલખાને જતાં બચાવેલાં  . તે ગરીબોને ઘરે છાની રીતે ખાદ્ય સામગ્રી અને બીજી જરૂરિયાતની વસ્તુ ઓ પહોંચાડતો  . તે મોટો વેપારી હતો  .પણ કુડ કપટથી  . અભણ  લોકોને   છેતરીને પૈસાદાર નોતો બન્યો  . એક વખત એણે કપાસની  જબરી ખરીદી કરી  . અને બજારભાવ  ઉચકાણા અને તે વખતે તેને અઢળક ધન પ્રાપ્તિ થઇ  . આ વખતે તેણે ઘણી સ્કુલોના વિદ્યાર્થીઓને ચોપડીયો અને ભણવાને લગતા ઘણા સાધનો ભેટ આપ્યા   . તે જૈન ધર્મ પાળતો હતો   . પણ સંકુચિત વિચારનો જરાય નોતો એટલે તેણે ઘણા પ્રાર્થના સ્થળો  બનાવેલાં ,તેણે પોતાની ચોથી પેઢીનું સંતાન પોતાની સેવા કરે એવું જોયું હતું  .તે પોતાની 90 વરસની ઉમર વિતાવી  ગયો હતો   .
આમતો તે તંદુરસ્ત હતો  . પણ એક દિવસ એ બિમાર પડ્યો  .
વૃદ્ધ થવું  ,માંદા પડવું  અને મૃત્યુ પામવું  . એનો  કોઈ ઉપાય નથી  . કેમકે તે બાબત પરમેશ્વરે પોતાના હાથમાં રાખી છે  .
શેઠના ચાર દિકરા અને તેની વહુઓ  તેની સેવામાં ખડે પગે ઉભાં છે  .ઘણા વૈદ્યો પોતાની આવડત મુજબ દવાઓ  કરી રહ્યા છે  . પણ  બાપાને જીવાડવાની  કોઈ દવા લાગુ પડતી નથી  .ડોક્ટરોએ બાપાના દીકરાઓને કહી દીધું કે બાપા આ બિમારીમાંથી  બેઠા થાય એમ નથી  .બાપા એકદમ અશક્ત થઇ ગયા છે  .પથારીમાં પડખું પણ કોઈની મદદ વગર ફરી શકતા નથી  . બાપાએ  પોતાના પરિવારને કહી દીધું કે  મારા મૃત્યુ માટે તમે સૌ
પ્રાર્થના કરો  . કોઈ ઉર્દુ શાયરે કીધું છે કે  .
नेकी एक दिन काम आएगी  हमको क्या समजते हो
हमने विवश  होके मरते देखे  कैसे कैसे   प्यारे प्यारे लोग
બાપાને એક દીકરાએ પૂછ્યું  બાપા તમારો જીવ તમને કેમ રામ રામ કહીને જતો નથી રહેતો  . આમ દુ :ખી કેમ કરે છે  બાપા તમારી આખરી ઈચ્છા શી છે એ અમને તમે કહો એટલે અમે તે તમારી ઈચ્છા પૂરી કરવા પ્રયાસ કરીએ  બાપાએ  કહ્યું  મારી ઈચ્છા જૈન સાધુ મહારાજ સાહેબના  દર્શન કરવાની છે  , જ્યાં સુધી હું  મહારાજ સાહેબના દર્શન કરીને એના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ  નહીં મેળવું  ત્યાં સુધી મારો પ્રાણ મારાથી વિદાય નહીં લે  . દીકરાઓએ  કીધું બાપા  જૈન સાધુ નજીકમાં હોય એવા કોઈ સમાચાર નથી  . ક્યાંક  દુર હોય તો  તે પગપાળા આવે એટલે બહુ સમય લાગે  . આ સિવાય કોઈ
બીજી ઈચ્છા હોય તો જણાવો  .  બાપા કહે  આ સિવાય મારી  બીજી  કોઈ ઈચ્છા નથી  . બાપા આ સાધુ મહારાજ સાહેબના આશીર્વાદ મેળવવા વાળી ઈચ્છા ઉપર મક્કમ હતા  .
એક નાના દીકરાએ એના મોટા ભાઈઓને વાત કરી કે  . એક ઉપાય મને સુજે છે જો આપ સહુની સંમતિ હોયતો આ ઉપાય કરીએ   . કયો ઉપાય છે  ?એમ પૂછવામાં આવ્યું તો જવાબ આપ્યો કે  એક ભાંડને  સાધુના વેશમાં બાપા આગળ રજુ કરીએ  . બધા કુટુંબી જનોને  આ ઉપાય ગમ્યો  . એટલે એક ભાંડને  વાત કરી(  ભાંડને હિન્દીમાં બહુરૂપી કહે છે)   ભાંડ તૈયાર થયો  . એટલે બાપને શુભ સમાચાર આપ્યા કે  બાપા  તમારી ઈચ્છા પ્રભુએ  પૂરી કરી છે  .મહારાજ સાહેબ મળી આવ્યા છે  .  એમનું સ્વાગત કરવા  ભાઈઓ  ગયા છે  . હમણા બેજ મીનીટમાં મહારાજ સાહેબ આવી પહોંચશે  . આ સમાચાર જાણી બાપના શરીરમાં શક્તિનો સંચાર થયો।   થોડી વારમાં  સાધુ વેશ ધારી ભાંડ  બાપાની પથારી પાસે આવી પહોંચ્યો  .
જે પથારીમાં  કોઈની મદદ વગર પડખું પણ નોતા ફેરવી શકતા  એ બાપા પથારીમાં બેઠા થઇ ગયા અને સાધુના ચરણ સ્પેશ કર્યા  .સાધુએ  પોતાના બન્ને હાથ  બાપાની પીઠ ઉપર મુક્યા  . અને બાપાએ પોતાના પ્રાણ મુક્યા  . પછી બાપાના દીકરાઓએ  ભાંડને કીધું  તેંતો બહુ ભરી કામ કર્યું  . બોલ કેટલા પૈસા તુને આપીએ ? ભાંડ બોલ્યો  . જો નકલી સાધુ આટલી અસર ઉપજાવી શકતો હોય તો અસલી સાધુ  શું ન કરી શકે ? જાઓ મારે કશું જોઈતું નથી  . હવે આ સાધુ વેશ ઉતરશે નહિ  . હવે હું મારું બાકી રહેલું જીવન  સાધુ તરીકે વિતાવીશ એમ કહી ભાંડ વિદાય થયો  .  .